આભે ઉડનારા આ રસ્તા પર ચાલે ?/યામિની વ્યાસ

ચકા ચકી

ભૌતિક આનંદ અને ચૈતસિક આનંદ વચ્ચેનો માર્મિક ભેદ -મીઠા સાદ -થી અનુભૂત કરાવ્યો !

ભૌતિક સુખમાં એટલા બધા અટવાઇ ગયા છે કે કુદરતના અનેરા સુખને ધીરે ધીરે વિસરી ગયા છે.

ગિજુભાઈની ચિતમા જડાઇ ગયેલી ચકી –ચકાની વાર્તા

એહ હતી ચકીને એક હતો ચકો . ચકી લાવી ચોખાનો દાણોને ચકો લાવ્યો દાળનો દાણો.
ચકલીએ તો એની ખીચડી રાંધી , ચૂલે ખીચડી મૂકીને ચકલીબાઈ પાણી ભરવા ગઈ. ચકલાને એ કહેતી ગઈ : “જરા ખીચડી સંભાળજો , દાઝી ન જાય . “

ચકલો કહે : “ઠીક”

ચકલી ગઈ એટ્લે ચકલાભાઈ તો કાચીપાકી ખીચડી ખાઈ ગયા .

ચકલીને ખબર ન પડે એટ્લે ચકાભાઈ તો આંખે પાટા બાંધીને સૂતા .

ત્યાં તો ચકલીબાઈ પાણી ભરીને આવ્યાં , ચકલાએ તો અંદરથી બારણાં વાસી દીધાં હતાં .

ચકી : “ચકારાણા , ચકારાણા ! જરા બરણાં ઉઘાડો .”

ચકો કહે : “ મારી તો આંખો દુખે છે તે હું તો પાટો બાંધીને સૂતો છું . તમે હાથ નાખીને

ઉઘાડો .”

ચકી કહે : “ પણ આબેડું કોણ ઉતારશે ? “

ચકો કહે : “ કટૂરિયો ફોડી નાખો ને કુલડી ઉતારી ઘરમાં આવો .”

ચકીએ તો કટૂરિયો ફોડી નાખ્યો ને કુલડી ઉતારી ઘરમાં ગઈ . જ્યાં રાંધણિયામાં જઈને ખીચડી સંભાળવા જાય ત્યાં તો તપેલીમાં ખીચડી ન મળે !

ચકી કહે : “ ચકારાણા , ચકારાણા ! આ ખીચડી કોણ ખાઈ ગયું ? “

ચકો કહે : “ અમને તો કાંઈ ખબર નથી . રાજાનો કૂતરો આવ્યો હતો તે ખાઈ ગયો હશે . “

ચકલી તો રાજા પાસે ફરિયાદે ગઈ . જઈને કહે : “ રાજાજી ,રાજાજી ! તમારો કાળિયો કૂતરો મારી ખીચડી કેમ ખાઈ ગયો ?

કૂતરો કહે : “ બોલાવો કાળિયા કૂતરાને . ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો ?

કૂતરો કહે : “ મેં ચકલીની ખીચડી ખાધી નથી. ચકાએ ખાધી હશે ને ખોટું બોલતો હશે.”

રાજા કહે : “ બોલાવો ચકાને .”

ચકો આવ્યો ને કહે : “ મેં ખીચડી નથી ખાધી .કૂતરાએ ખાધી હશે .”

રાજા કહે : “એલા , સિપાઈ ક્યાં છે ? આ ચકલાનું અને કૂતરાનું બેઉનું પેટ ચીરો , એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે .”

કૂતરો કહે : “ ભલે , ચીરો મારું પેટ ; ખાધી હશે તો નીકળશે ના ? “

પણ ચકલો બીનો . ખીચડી તો એણે જ ખાધી હતી . એ તો ધ્રુજવા માંડ્યો અને બોલ્યો : “ ભાઈ-શા’બ ! ખીચડી તો મેં ખાધી છે . એક ગુનો માફ કરો.

રાજા તો ખિજાયો એટલે એણે ચકલાને કૂવામાં નંખાવ્યો .

ચકલી તો કૂવા ઉપર બેઠી બેઠી રોવા માંડી . ત્યાં એક ગાયોનો ગોવાળ નીકળ્યો .

“ એ ભાઈ ગાયોનો ગોવાળ .

ભાઈ ! ગાયોના ગોવાળ !

મારા ચકારાણાને કાઢો તો

તને ખીર ને પોળી ખવરાવું . “

ગાતોના ગોવાળ કહે : “બાપુ ! હું કાંઈ નવરો નથી તે તારા ચકલાને કાઢું . હું તો મારે આ ચાલ્યો .”

એમ કહીને ગાયોનો ગોવાળ તો ચાલ્યો ગયો . ચકલી તો કોઈ નીકળે એની રાહ જોતી બેઠી .

ત્યાં ત્યાંથી ભેંશોનો ગોવાળ નીકળ્યો .

“ એ ભાઈ ભેંશોના ગોવાળ .

ભાઈ ! ભેંશોના ગોવાળ !

મારા ચકારાણાને કાઢો તો

તને ખીર ને પોળી ખવરાવું ‘

ભેંશોના ગોવાળ કહે : “ હું ક્યાં નવરો છું તે તારા ચકારાણાને કાઢું ? “

એમ કહીને ભેંશોનો ગોવાળ પણ ચાલ્યો ગયો .

ચકી તો વળી કોઈની વાટ જોતી બેઠી . ત્યાં બકરાંનો ગોવાળ નીકળ્યો . ચકલી બકરાંના ગોવાળને કહે :

“ એ ભાઈ બકરાંના ગોવાળ.

ભાઈ ! બકરાંના ગોવાળ !

મારા ચકારાણાને કાઢો તો

તને ખીર ને પોળી ખવરાવું .”

બકરાંનો ગોવાળ કહે : “ હું કાંઈ નવરો નથી તે તારા ચકાને કાઢું . હું તો મારે આ ચાલ્યો .”

એમ કહીને બકરાંનો ગોવાળ પણ ત્યાંથી ચાલ્યો ગયો .

ચકલી તો બેઠી . ત્યાં સાંઢિયાની ગોવાળણ નીકળી . ચકલી કહે બ:

“ એ ભાઈ સાંઢિયાની ગોવાળણ .

ભાઈ ! સાંઢીયાની ગોવાળણ !

મારા ચકારાણા ને કાઢો તો

તને ખીર ને પોળી ખવરાવું .”

સાઢિંયાની ગોવાળણને ચકલીની દયા આવી એટલે એણે ચકલાને કૂવામાંથી કાઢ્યો .

ચકલી કહે : “ ચાલો બહેન ! હવે ઘેર જઈને ખીર ને પોળી ખવરાવું

ગોવાળણ તો ઘેર આવી.

ચકલીએ તો ખીર ને પોળી ખંતથી કર્યા . પણ ચકલો લુચ્ચો હતો . એણે તો એક લોઢી તપાવીને લાલચોળ કરી . ને જમવાનો વખત થયો એટલે ચકાએ લાલચોળ લોઢી ઢાળીને કહ્યું : “લ્યો ગોવાળણબાઈ ! આ સોનાના પાટલે બેસો .”

ગોવાળણ તો સોનાને પાટલે બેસવા ગઈ ત્યાં તો વાંસે દાઝી ! બિચારી બોલતી બોલતી ભાગી:

“ ખીર ન ખાધી હું તો દાઝી!
ખીર ન ખાધી , હું તો દાઝી ! ”

532703_3ac2c766a3abfe2cdb2a54864016f745_large

કોરસ ગાતા ચકાચકી, બુલબુલ તો

વળી નાનકી સુગરીના લાંબા પણ લયબધ્ધ સૂર સાથે
ટક્ ટક્ નું પાર્શ્વ સંગીત લક્કડખોદ પીરસી રહ્યું હતું.

5 Comments

Filed under Uncategorized

5 responses to “આભે ઉડનારા આ રસ્તા પર ચાલે ?/યામિની વ્યાસ

 1. ચકા -ચકીની ગીજુભાઈ કૃત મૂળ જૂની વાર્તા અને યામિનીબેનનું ભૌતિક આનંદ અને ચૈતસિક આનંદ વચ્ચેનો માર્મિક ભેદ બતાવતું આધુનિક કાવ્ય– બન્ને વાંચીને આનંદની
  અનુભૂતિ કરી .

 2. Sharad Shah

  ચકી અને ચકો લગ્ન કરી ખીચડી પકાવે કે શરુ થાય અહમનો ખેલ અને મારું તારું અને ખેંચમતાણી. ગીજુભાઈના સમયે સ્ત્રીઓનું પલડું લગ્ન જીવનમાં ભારે ન હતું એટલે તેમણે લખેલી વાર્તામાં નર ચકાને લુચ્ચો દર્શાવ્યો છે પરંતુ આજે જમાનો બદલાઈ ગયો છે અને નારી નર સમોવડી બનવાની હોડમાં લુચ્ચાઈમાં પણ પાછળ રહી નથી, એટલે આધુનિક સમયનુ લગ્નજીવનનુ ચિત્ર દામીની બહેને કાવ્ય દ્વારા રજુ કર્યું તેવું હોય. ખુબ રસિકાત્મક કાવ્ય.

 3. Sharad Shah

  ભુલ સુધારણાઃ
  દામીનીબહેન ને બદલે યામીની બહેન વાંચવું.

 4. ગીજુભાઈ બાળ માનસના પારખું હતા. વાર્તાઓ દ્વારા બાળકોનો શબ્દ ભંડોળ કેવી રીતે વધારવો તેની તેમને સારી ફાવટ હતી. સરળ વાર્તા દ્વારા બાળકોની યાદશક્તિને વધારવાનો કીમીયો પણ તેઓ જાણતા હતા.

  યામીનીબહેનના કાવ્યો પણ આવી જ રીતે જનમાનસમાં ઘર કરે તેવી શુભેચ્છાઓ…

 5. chandravadan

  ગિજુભાઈની ચિતમા જડાઇ ગયેલી ચકી –ચકાની વાર્તા
  AND
  યામિનીબેનનું ભૌતિક આનંદ અને ચૈતસિક આનંદ વચ્ચેનો માર્મિક ભેદ બતાવતું આધુનિક કાવ્ય
  Nice !
  Taking the examples of the animals/birds the stories are to guide the Humans….Do the Humans really learn from these moral based stories ?
  If NOT many there will be ONE who can be touched !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s