બિલ ગૅટસના નિયમો/મશહૂર અભિનેત્રી નંદાનું નિધન

નંદા

મશહૂર અભિનેત્રી નંદાનું નિધન
જુના જમાનાની મશહુર અભિનેત્રી નંદાનું આજે વહેલી સવારે તેમના મુંબઈ વાળા ઘર વર્સોવામાં હાર્ટ એટેક થવાના કારણે નિધન થયુ છે. નંદા 75 વર્ષના હતા. આજે મોડી સાંજે મુંબઈમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નંદાની હમ દોનો અને ઈત્તેફાક ફિલ્મો ખૂબ સફળ રહી હતી જ્યારે તેણે 1956માં તેમના કાકા વી. શાંતારામની ‘તુફાન’ અને ‘દિયા’ જેવી ફિલ્મથી કેરિયરની શરૂઆત કરી હતી.

શશિ કપૂર સાથે તેમણે 8 ફિલ્મોમાં કામ કર્યુ હતુ. નંદાએ લગ્ન નહતા કર્યા પરંતુ તેમની સગાઈ ફિલ્મ નિર્માતા મનમોહન દેસાઈ સાથે થઈ હતી. સગાઈ પછી મનમોહન દેસાઈનું અચાનક મૃત્યુ થઈ ગયુ હતુ. મનમોહન દેસાઈનો નંદાને ખૂબ આધાત લાગ્યો હતો અને પછી તેમણે આખી જિંદગી કોઈની સાથે લગ્ન કર્યા ન હતા. મનમોહન દેસાઈના મૃત્યુ પછી નંદા હંમેશા જાહેરમાં સફેદ કપડાઓમાં જ જોવા મળી છે. આ રીતે નંદાનો મનમોહન દેસાઈ પ્રત્યેનો પ્રેમ જાણી શકાય છે.

નંદાનો અભિનય સીલ્વર સ્ક્રિન પર ખૂબ વખણાતો હતો. તે પોતાના અભિનયમાં જીવ રેડી દેતી હતી પરંતુ અંગત જીવનમાં મનમોહન દેસાઈના મૃત્યુ પછી ખૂબ તૂટી ગઈ હતી. મોટા ભાગે તે એકલા રહેવાનુ જ પસંદ કરતી, તેણે પોતાની જાતને દુનિયાથી થોડી અલગ કરી લીધી હતી. પાછલા કેટલાક વર્ષોમાં તે જાહેરમાં આવવાનું પણ ઓછુ પસંદ કરતી હતી.સૌજન્ય સંદેશ+ઇ મૅઈલAteeq Ahmed SiddiquiPhoto: અભિનેત્રી નંદાનું નિધન 
મંગળવારે સવારે વીતેલા વર્ષોની અભિનેત્રી નંદાનું નિધન થયું છે. તેઓ ૭૫ વર્ષના હતાં. મરાઠી અભિનેતા-નિર્દેશક માસ્ટર વિનાયકના પરિવારમાં જન્મેલા નંદા ‘બેબી નંદા’ તરીકે ફિલ્મોમાં આવેલા. વી. શાંતારામની ‘તુફાન ઔર દિયા’થી તેઓ હિરોઈન બન્યા હતાં. તેઓ ‘ધૂલ કા ફૂલ’, ‘દુલ્હન’, ‘ભાભી’, ‘તીન દેવિયાં’, ‘જબ જબ ફૂલ ખીલે’, ‘ગુમનામ’, ‘ઈત્તફાક’, ‘ધ ટ્રેન’, ‘શોર’, ‘પરિણીતા’ કે તેમની ૧૯૮૩ની ‘પ્રેમરોગ’થી યાદ કરાશે. નિર્માતા-નિર્દેશક મનમોહન દેસાઈ સાથે તેમણે સંસાર માંડ્યો હતો. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.

માણો

http://www.youtube.com/watch?v=z4-6lF_KVJw

http://www.youtube.com/watch?v=HNFLf10UYcA

3 ટિપ્પણીઓ

by | માર્ચ 25, 2014 · 2:22 એ એમ (am)

3 responses to “બિલ ગૅટસના નિયમો/મશહૂર અભિનેત્રી નંદાનું નિધન

 1. બિલ ગૅટસના નિયમો સૌએ અને ખાસ યુવાનો- વિદ્યાર્થીઓએ યાદ રાખવા અને અમલમાં મુકવા જેવા છે . એમના અનુભવોનું આ તારણ છે .

 2. Sharad Shah

  બાળપણથી યુવાનીમાં પ્રવેશ સાથે થતાં હાર્મોનમાં ફેરફારોને કારણે પુરુષ શરીરને અચાનક સ્ત્રીની સુંદરતાનો અહેસાસ થવાનો શરુ થાય છે. મારા જીવનમાં આવો અહેસાસ મને કોઈ સ્ત્રી તરફ થવાનો શરુ થયો હતો તો તે હતી “નંદા”. બાળમાનસનો પ્રથમ પ્રેમ. નંદાજી મારાથી ૧૩વર્ષ મોટાં, પણ પ્રેમમાં ઊમ્મર ક્યાં બાધારુપ હોય? મને યાદ છે તેમનુ આદર્શ નારી સ્વરુપ મારા ચિત્ત પર અજબનુ કામણ કરતું. પછી જેમ જેમ સમજ આવતી ગઈ તેમ નંદાજીની મુર્તિ મનમાંથી વિલીન થતી ગઈ.નંદાજી અનેક ભારતિય પુરુષોની કલ્પના મુર્તિ હતાં. મને યાદ છે સ્કુલ/કોલેજમાં હાજરી પુરતી વખતે મારું પુરું નામ “શરદ નદંકિશોર શાહ ” ઉચ્ચારવાંમાં ઘણા માસ્તરો ભુલ કરતાં અને “શરદ નંદાકિશોર શાહ” બોલતાં.
  ખેર! નંદાજીના દેહત્યાગના દુખદ સમાચાર સાથે એક યુગ/ અધ્યાય પુરો થયો.

 3. pragnaju

  નરેશ કાપડીઆ
  અભિનેત્રી નંદાનું નિધન
  મંગળવારે સવારે વીતેલા વર્ષોની અભિનેત્રી નંદાનું નિધન થયું છે. તેઓ ૭૫ વર્ષના હતાં. મરાઠી અભિનેતા-નિર્દેશક માસ્ટર વિનાયકના પરિવારમાં જન્મેલા નંદા ‘બેબી નંદા’ તરીકે ફિલ્મોમાં આવેલા. વી. શાંતારામની ‘તુફાન ઔર દિયા’થી તેઓ હિરોઈન બન્યા હતાં. તેઓ ‘ધૂલ કા ફૂલ’, ‘દુલ્હન’, ‘ભાભી’, ‘તીન દેવિયાં’, ‘જબ જબ ફૂલ ખીલે’, ‘ગુમનામ’, ‘ઈત્તફાક’, ‘ધ ટ્રેન’, ‘શોર’, ‘પરિણીતા’ કે તેમની ૧૯૮૩ની ‘પ્રેમરોગ’થી યાદ કરાશે. નિર્માતા-નિર્દેશક મનમોહન દેસાઈ સાથે તેમણે સંસાર માંડ્યો હતો. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s