(૧) સાહિત્ય એટલે શું ? શ્રી જુગલકીશોર વ્યાસ . આપ આવ્યા મંચ પર/યામિની વ્યાસ

(૧) સાહિત્ય એટલે શું ? (પશ્ચિમાત્ય દૃષ્ટિએ)
સંસ્કૃતમાં જેને ‘કાવ્ય’ અને અંગ્રેજીમાં ‘લિટરેચર’ કહેવાય છે તે સાહિત્ય શબ્દ એના શબ્દાર્થથી જ ઘણો વિશાળ છે. એને શબ્દાર્થથી સમજાવવો હોય તો, શબ્દનું અર્થ અને અર્થનું ચિત્ત સાથેનું સહિતત્વ એટલે  સાહિત્ય.
આ વ્યાખ્યાને જરા વિગતથી  જોઈએ:
 લલિતકલાઓમાં સાહિત્ય કલાની ગણના વિશિષ્ટ છે. એનું કારણ બીજી કલાઓ કરતાં અભિવ્યક્તિ માટેનાં સૂક્ષ્મ ઉપાદાનો છે. અન્ય કલાઓમાં ઉપાદાન સાહિત્યના પ્રમાણમાં સ્થૂલ હોય છે. સાહિત્ય એ ભાષા દ્વારા અભિવ્યક્તિ કરે છે. અને ભાષા – શબ્દ – અત્યંત સૂક્ષ્મ સાધન છે. આ શબ્દ દ્વારા સર્જકની અનુભૂતિ પ્રકટ થાય છે. આ રીતે જોઈએ તો ‘‘સાહિત્ય એટલે વાણીમાં રસનું સર્જન.’’ વાણીને શબ્દ સાથે જે રીતે સંબંધ છે એ અંગ્રેજી શબ્દ ‘લિટરેચર’માં બતાવી શકાયો નથી.
લિટરેચર એ શબ્દ લેટર-વર્ણ ઉપરથી આવ્યો છે. એટલે લિટરેચર એ સાહિત્ય એવો લગભગ અર્થ થાય. એ પૂર્ણ અર્થ પ્રકટ કરતો નથી, કારણ કે ‘લખાયા વિના’, ‘શ્રૃતિ’ દ્વારા પણ આપણું સાહિત્ય સતત અવતરતું રહ્યું છે. વાણીને જ એટલે કે જીહ્વા અને કરણેન્દ્રિયને આપણાં સાહિત્યની પરંપરા ટકાવી રાખવાનાં સાધનો તરીકે રાખવામાં આવ્યાં હતાં. આ અર્થમાં આપણે વાઙમય શબ્દ પણ પ્રયોજ્યો છે.
આગળ જોયું કે વાણીમાં રસનું સર્જન એટલે સાહિત્ય. આ વ્યાખ્યામાં એક સૂક્ષ્મ પ્રક્રિયા જોવા મળે છે. આ પ્રક્રિયા સાહિત્યના અર્થ સાથે સંબંધ ધરાવતી હોવાથી એની ચર્ચા પણ અહીં લગભગ સ્વ–સ્થાને છે.હવે આ વાણીને સાહિત્યના ઉપાદાન તરીકે લઈએ ત્યારે તે ફક્ત ‘અવાજ’ ને ‘ધ્વનિ’ને જ પ્રકટ કરતી નથી. લિખિત એ પણ એમાં આવી જશે –
સર્જક નું ચિત્ત અતિ સૂક્ષ્મ સંવેદનોને ગ્રહણ કરે છે. (એટલે જ એને દૃષ્ટા કહ્યો છે.) સંવેદન એના ચિત્તને હલાવી મૂકે છે. અને સિસૃક્ષાની એક તીવ્ર ક્ષણે એ પોતાની અનુભૂતિને વ્યક્ત કર્યા વિના રહી શકતો નથી. પોતાની અનુભૂતિમાં જે એક અલૌકિક આનંદ રહેલો છે તેનુ કોઈ માધ્યમ દ્વારા પ્રાકટ્ય થાય છે ત્યારે ભાવકના ચિત્તમાં પણ આનંદ થાય છે. બંને પક્ષે આનંદપ્રાપ્તિ એ એક રસ જ છે. આની જ આપણે વાત કરીએ તો વાણી દ્વારા એ પ્રકટે છે. એટલે એને અમુક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
આ પ્રક્રિયા ૩-૪ તબક્કાઓમાં થાય છે :સૌ પ્રથમ સર્જકના ચિત્તમાં એક અનુભૂતિનો ઝબકારો થાય છે. એમાંથી એ પોતાની પ્રતિભા પ્રમાણે એક સ્પષ્ટ ‘આકાર’ આપે છે. જે આકાર ‘વસ્તુ’ બની રહે છે. સિસૃક્ષાને કારણે સર્જક એને અમુક પ્રતીકો દ્વારા રજૂ કરે છે. આમ અનુભૂતિની શબ્દ–પ્રતીકો દ્વારા અભિવ્યક્તિ થાય છે. આ સમયે એને માધ્યમ અને સાધનોની જરૂર પડે છે.
પરંતુ સાહિત્ય અર્થ આટલેથી જ સાર્થક થતો નથી. સર્જન થયા છતાં એ સાચું સાહિત્ય ગણાય નહિ જો એનું ભાવકચિત્તમાં પ્રત્યાયન Communication  ન થાય. Communication આ દૃષ્ટિએ અતિ મહત્ત્વ ધરાવે છે. સર્જકચિત્તનો આનંદ, સર્જન (કૃતિ)ના સેતુ દ્વારા ભાવકના ચિત્તમાં પ્રકટ થાય ત્યારે જ એ સાહિત્ય બને છે. આ પ્રત્યાયનની પ્રક્રિયાને અવગમન પણ કહે છે. એનાથી ભાવક પણ સર્જકને થયેલો આનંદ પ્રાપ્ત કરી શકે છે.સાહિત્ય એટલે શું ? એ બહુ વિશાળ પ્રશ્ન પણ છે. અને ઉત્તર પણ એટલો જ વિશાળ માગે છે. અહીં ફક્ત વાણીમાં સર્જન પામતી સર્જકની અનુભૂતિ ભાવક પાસે પ્રત્યાયનથી આનંદ પ્રાપ્તિ કરાવે એ પ્રક્રિયા જ વ્યાખ્યાના રૂપમાં આપવાનો પ્રયત્ન છે.
સંક્ષેપમાં ઉપરની વાતના મુદ્દા :
(૧) સર્જકતાનું સંચલન; (૨) સિસૃક્ષા; (૩) ઉપાદાન – માધ્યમ ની પસંદગી – તેમાં પ્રકટીકરણ.
(૪) માધ્યમ, માધ્યમ મટી જાય; વસ્તુ સાથે અદ્વૈત; (૫) ભાવક સુધી પ્રત્યાયન.

કવિતામાં અર્થ ઉપરાંત ઉચ્ચાર (ધ્વનિ) હોય છે. જે અન્ય કલાઓ કરતાં એને જુદી પાડે છે. શબ્દ : એની દૃશ્યતા અને શ્રાવ્યતા ઉપરાંત અર્થતા. (સાહિત્યમાં આત્મલક્ષિતા, પર–લક્ષિતાનું ધોરણ એની રજૂઆત ઉપરથી  કરી શકાય. પણ અનુભવની રીતે નહીં. કારણ કે બીજાની અનુભૂતિને પણ પોતાની કરીને પછી જ લેખક રજૂ કરી શકે; નહીં તો નહીં. એ ઉપરાંત પોતાની અનુભૂતિને બીજા બધાની કરીને જ  (સાધારણીકરણ) એ પહોંચાડી શકે; નહીં તો નહીં.

***

HAPPY WORLD THEATRE DAY TO ALL
Photo: HAPPY WORLD THEATRE DAY TO ALL
              વિશ્વ થીએટર ડે મુબારક
માણસના જીવનમાં બનતી ઘટનાઓ અને સાહીત્યમાં આવતી ઘટનાઓ સરખી જ હોય છે. મોટા ગ્રંથો કે મહાકાવ્યોનાં ઉદાહરણો લઈએ તો સીતાજીને જે દુ:ખો પડ્યાં એવાં કે એનાથીય વધારે દુ:ખો રોજીંદા જીવનમાં બનતા જ રહેતા હોય છે. આવાં દુ:ખો જીવનમાં બને છે ત્યારે આપણે દુ:ખી થઈએ છીએ એટલું જ નહીં પણ એવું ફરી ક્યારેય ન બને તેવું ઈચ્છીએ છીએ. આવા બનાવોમાં આપણને રસ પડતો નથી પણ દુ:ખ થાય છે. જ્યારે સાહીત્યમાં રજુ થયેલા અત્યંત કરુણ બનાવો પણ આપણે વારંવાર વાંચીએ છીએ; નાટકમાં જોઈએ છીએ;સીનેમાના પડદે માણીએ છીએ.

GujTube.com

Enjoy 100+ Gujarati Natak & 400+ Gujarati Videos at One Place
www.GujTube.com
As per requested by the many of our visitor friends following is best list of Gujarati Natak on GujTube.com

To Enjoy More Gujarati Natak Click Here

Happy Watching,
GujTube.com team

અંધ કલાકારના અદભૂત પેઈન્ટીગ ૭

1 ટીકા

Filed under Uncategorized

One response to “(૧) સાહિત્ય એટલે શું ? શ્રી જુગલકીશોર વ્યાસ . આપ આવ્યા મંચ પર/યામિની વ્યાસ

  1. શ્રી જું. ભાઈની સાહિત્ય વિશેની રસપ્રદ છણાવટ તથા યામિની બહેનનું કાવ્ય વાંચીને આનંદ થયો…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s