સ્થાપત્ય –/ શ્રી જુગલકીશોર વ્યાસ

ca 2
સ્થાપત્ય –      ગતિ સિવાય બધાં પરિમાણો, તરકીબની બીન જરૂરિયાત, સૌથી વધુ ઉપાદાન અને ભૌતિકતા પણ સૌથી વધુ છતાં દેવળ જેવાં સ્થાપત્યો પાવિત્ર્યના પ્રતિકરૂપે હોય છે. જેથી તેમાં ભૌતિક ઉપાદાનોનું ભાન રહેતું નથી.

શિલ્પ –        ગતિ નહીં, સ્પષ્ટ, સુરેખ આકાર, રંગ પણ લઈ શકાય, એમાંનાં ઉપાદાનની નક્કરતા-કઠોરતાને લીધે મોટા ભાગનાં શિલ્પ અર્ધનગ્ન હોય છે. એને પૃષ્ટભૂમિ નથી. પરંતુ ગમે ત્યાં ખસેડી શકાય છે.ચિત્ર –          ગતિ નહીં, એક જ પરિમાણ-સપાટી. દૂરતા વગેરે દર્શાવવા તરકીબો જરૂરી. તેમાં પણ એક ક્ષણની જ અનુભૂતિ આકાર પામી હોય છે. તેને શિલ્પની જેમ બધી બાજુથી પામી ન શકાય, ફક્ત સર્જકના જ એંગલથી જોઈ શકાય, સંપૂર્ણ દૃશ્ય પામી શકાય, એક સાથે સમગ્ર પામી શકાય, મનોગ્રાહ્ય સ્વરૂપનું પ્રાધાન્ય પ્રથમ બે કલાઓ કરતાં આમાં વધુ. ઓરડાની અંદરનો ભાગ પણ દર્શાવી શકાય
સંગીત –        નાદ માધ્યમ. આમાં ‘ગતિ’ આવે છે. ભગિનીકલા – કવિતા –નો સાથ (શબ્દનો) ફક્ત સંગીતમાં જ; એનો કલાકાર એની સાથે જ જોડાયેલો રહે છે. ઉપરાંત ફક્ત સંગીતમાં જ કલા રજૂ થયા પછી નાશ પામે છે, વિલીન થાય છે. ભાવ પ્રાક્ટયની સંદિગ્ધતા અમુક વિષયોનું એમાં પ્રતિનિધાન ન જ થઈ શકે. માનવ સિવાયની સૃષ્ટિને પણ તે અપીલ કરી શકે. કવિતા એનું સૌથી મોટું ઉપાદાન. સંગીતનો, લયનો ઉપયોગ. દર્શન–શ્રવણ બંને ઇન્દ્રિયોથી તે પમાય છે. ગતિ, તાદૃશ્યતા; તરકીબોની જરૂર નથી, કલ્પનાને અસર કરવા માટેનું સૌથી પ્રબળ સાધન; ભાષા, શબ્દનું ત્રિવિધ સ્વરૂપ – દ્દશ્ય, શ્રવ્ય અને અર્થ ત્રણે આપનાર.

“લયનું વર્ચસ્વ માત્ર સંગીત અને કાવ્ય ઉપર જ નહી, પણ તેને વિશાળ અર્થમાં લઈએ તો સ્થાપત્ય, શિલ્પ
અને ચિત્ર ઉપર પણ છે” – ઓટો બેન્શ.music
કલાઓના સંદર્ભે મિત્રોના સ્વાધ્યાયોમાંથી કેટલુંક :

કલાકાર અહંને અનુભવે છે પણ સર્જનની ક્ષણે એ અહંને વિસ્તારી નાખે છે. અહં વિલિન થતો નથી પરંતુ પરિવર્તન (સ્વરૂપાંતર) પામીને ‘‘સાધારણ’’ બને છે. અહંનું વિસ્તૃતિકરણ – સાધારણીકરણ એ કલાનું મહત્ત્વનું તત્ત્વ છે. (પંકજ ભટ્ટ)

વ્યવહારનું સામાન્યમાં સામાન્ય તત્ત્વ કલામાં વિશિષ્ટરૂપે આવે છે…..કલામાં જ્ઞાન કલ્પનાને રોકનારું બનતું નથી બલ્કે જ્ઞાન કલ્પનાને વધુ તેજસ્વી બનાવે છે. કલા-નીતિ એ બંને તો સર્જનની ડાબી-જમણી આંખ છે. (ઈલાબહેન દેસાઈ)
કલા, કલાકાર અને ભાવક બન્નેને મુક્તિનો અનુભવ કરાવે છે. શ્રી અરવિંદ કહે છે, કલાના આનંદનું કારણ જે સૌંદર્ય છે તેને ગમે ત્યાંથી શોધી કાઢવું અને એના અંશને રજૂ કરી દેવો એ કામ કલાનું છે. (યોગેશભાઈ ભટ્ટ)
OLYMPUS DIGITAL CAMERA

2 Comments

Filed under Uncategorized

2 responses to “સ્થાપત્ય –/ શ્રી જુગલકીશોર વ્યાસ

  1. જુ’ભાઈનો આ બીજો માહિતી પૂર્ણ સર્વ કલાઓ ઉપર પ્રકાશ ફેંકતો લેખ વાંચવાનો

    આનંદ લીધો।

  2. pragnaju

    પ્રિય જયભાઇ,
    ઘન્યવાદ
    ફક્ત લાઇક બટન જેટલો પ્રતિભાવ ! આમ તો તમે વયમા નાના નણંદોઇ છો પણ વિદ્વતામાં એવં આધ્યાત્મિક અનુભવમા મોટાં છો તેનો લાભ આપશો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s