મન પ્રત્યાહાર / સ્વામી શિવાનંદજી

યોગીઓ મનને છઠ્ઠી ઈન્દ્રિય કહે છે. ઈન્દ્રિય બધ્ધિ જ સંવેદનાત્મક ઈન્દ્રિયને નિયંત્રિત કરે છે. આપણે કોઈની સંવેનાત્મક છાપ ત્યારે જ લઈ શકીએ છીએ જ્યારે આપણે તેના પર ધ્યાન આપીએ છીએ.જ્યારે આપણે કોઈ વસ્તું પરા ધ્યાન આપીએ છીએ ત્યારે આપણે બિજી વસ્તુંને અવગણના કરતાં હોઈએ છીએ.આથી જો મન પર નિયંત્રણ કરી લઈએ તો ઈન્દ્રિય પર આસાનીથી નિયંત્રણ કરી શકાય છે.

TE2આમ પ્રત્યાહાર એ અષ્ટાંગ યોગનું અગત્યનું પગથીયુ છે. પ્રત્યાહાર દ્વારા જ મન અને ઈન્દ્રિય ને નિયંત્રિત કરી શકાય છે.

છઠ્ઠી ઈન્દ્રિય અવચેતન માનસનો એ હિસ્સો છે જેને સર્જનાત્મક કલ્પનાશક્તિ તરીકે ઓળખીએ છીએ. તેને આ ઉપરાંત ‘ગ્રહણ’ કરતું યંત્ર (રીસીવિંગ સેટ) પણ કહ્યું છે. જેના માધ્યમથી વિચારો, યોજનાઓ અને ખ્યાલો વ્યક્તિના મનમાં ‘ઝબકારો’ કરે છે. આ ‘ઝબકારા’ને કેટલીકવાર ‘પૂર્વાભાસ’ (hunch) અથવા પ્રેરણા કહે છે. છઠ્ઠી ઈન્દ્રિયનું વર્ણન ક્યાં થઈ શકે છે ! તેને કોઈ એવી વ્યક્તિ પાસે વર્ણવી પણ નથી શકાતી જેણે આ ફિલસૂફીના અન્ય સિદ્ધાંતોને આત્મસાત ન કર્યા હોય, કારણ કે એવી વ્યક્તિને કોઈ જ્ઞાન કે અનુભવ એવો નથી થયો હોતો જેની સરખામણી છઠ્ઠી ઈન્દ્રિય સાથે થઈ શકે. મગજનો આંતરિક વિકાસ ધ્યાન દ્વારા થાય ત્યારે જ છઠ્ઠી ઈન્દ્રિયની સમજ આવે છે.
છઠ્ઠી ઈન્દ્રિયના ચમત્કારો :
આ લેખક ‘ચમત્કારો’માં નથી માનતા કે નથી તેનો પ્રસાર કરવા ઈચ્છે છે. કારણ, તેઓ પાસે એટલું જરૂરી કે પૂરતું જ્ઞાન નથી. જેથી તેઓ સમજી શકે કે પોતાના પ્રતિષ્ઠિત સ્થાપિત નિયમોથી કુદરત ક્યારેક જુદી રીતે પણ વર્તે છે. કુદરતના અમુક નિયમો તો એટલા અકળ અને ગહન છે કે જેને પરિણામે બનતી ઘટનાને આપણે ‘ચમત્કાર’ માનીએ છીએ. મારા અનુભવમાં આજ સુધી જે ‘ચમત્કાર’ની સૌથી વધુ નજીક છે તે છે આ છઠ્ઠી ઈન્દ્રિય. આટલી વાત તો લેખક જાણે છે કે એક એવી કોઈ શક્તિ છે, કે પ્રથમ કારણ (ફર્સ્ટ કોઝ) અથવા પ્રજ્ઞા છે જે પદાર્થના દરેક અણુમાં વ્યાપ્ત છે અને માણસ જેની સમજ મેળવી શકે તેવી દરેક પ્રકારની ઊર્જાના પણ પ્રત્યેક એકમમાં વ્યાપ્ત છે. અનંતપ્રજ્ઞા બીજને મોટાં વૃક્ષોમાં ફેરવી નાખે છે, ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે પાણીને ઉપરથી નીચે ગતિ કરાવે છે. દિવસ પછી રાત લાવે છે, શિયાળા પછી ઉનાળો લાવે છે. દરેક પોતાનું યોગ્ય સ્થાન અને અન્ય સાથેના યોગ્ય સંબંધો જાળવે છે. આ પ્રજ્ઞાને આ ફિલસૂફીના સિદ્ધાંતો દ્વારા મહેચ્છાને ભૌતિક સ્વરૂપ કે પદાર્થકીય સ્વરૂપ આપવા માટે આકર્ષી શકાય. આ જ્ઞાન લેખક પાસે છે, કારણ કે તેમણે તેની સાથે પ્રયોગો કર્યા છે અને તેવો અનુભવ પણ કર્યો છે.
આગળનાં પ્રકરણોમાં એક પછી એક કદમ બઢાવતા તમે અહીં સુધી, આ સિદ્ધાંત સુધી પહોંચ્યા છો. જો તમે અગાઉના દરેક સિદ્ધાંત પર પારંગતતા મેળવી હશે તો સહેજે પણ અશ્રદ્ધા વિના હવે તમે અહીં કરેલા અદ્દભુત દાવાઓ સ્વીકારવાને તૈયાર હશો. જો તમે હજી સુધી એ આગલા સિદ્ધાંતો પર પારંગતતા મેળવી ન હોય, તો તમારે એ કામ પહેલાં જ કરી લેવું જોઈએ. એ વિશે નિર્ણય લેવો જોઈએ કે આ પ્રકરણમાં થયેલા દાવાઓ હકીકતો છે કે પછી ઉપજાવી કાઢેલા છે, તે ત્યારબાદ જ નિશ્ચિત કરવું જોઈએ. જ્યારે હું પોતે હજી (હીરો-વરશિપ) વીરપૂજાના તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં એ લોકોનું અનુકરણ કરવા ચાહ્યું જેમને માટે મારા મનમાં ખૂબ જ ઉચ્ચ સ્થાન હતું. તે ઉપરાંત મેં વળી શ્રદ્ધાનું તત્વ પણ ખોળી કાઢ્યું જેના વડે મેં મારી સન્માનિત મૂર્તિઓની નકલ કરવાના પ્રયત્નો કરવા માંડ્યા, અને એના વડે મને તે સૂક્ષ્મતાથી કરવામાં મોટા પ્રમાણમાં સફળતા મળી.
મોટા માણસોને તમારું જીવન ઘડવા દો :
(હીરો વરશિપ) વીરપૂજાની એ ટેવને હું ક્યારેય પૂરેપૂરી છોડી દઈ શક્યો નથી. મારા અનુભવે મને શીખવ્યું છે કે પોતે મહાન હોવાની સ્થિતિ પછીની સૌથી વધુ સારી સ્થિતિ એ છે કે તમે મહાન લોકોનું અનુકરણ કરો. તેવું ખૂબ જ લાગણી અને કાર્યથી બને તેટલું તેમના જેવું અનુકરણ કરો. પ્રકાશન માટે મેં એક લીટી પણ લખી તે પહેલાં, કે જાહેર ભાષણ આપ્યું તે પહેલાં મેં મારા પોતાના ચરિત્રને નવો આકાર આપવાની ટેવ પાડી. તે હતું એવા 9 મહાન લોકોનું અનુકરણ. જેમનાં જીવન અને કાર્યોએ મારા પર ઊંડી છાપ પાડી છે. આ નવ મહાન વ્યક્તિઓ છે – ઈમર્સન, પેઈન, એડિસન, ડાર્વિન, લિંકન, બુરબૅન્ક, નેપોલિયન, ફોર્ડ અને કાર્નેગી. બહુ વર્ષો સુધી રાતોની રાતો મેં આ જૂથ સાથે કાલ્પનિક પરિષદો ભરી છે. જેને હું મારા ‘અદશ્ય સલાહકારો’ તરીકે ઓળખાવું છું. એની પ્રક્રિયા કંઈક આવી હતી…. રાત્રે સૂવા જવાના સમયની સહેજ અગાઉ હું મારી આંખો બંધ કરું અને મારી કલ્પનામાં મારા ટેબલની આસપાસ આ વ્યક્તિઓને બેઠેલી જોઉં ! આ રીતે મને એવી વ્યક્તિઓની સાથોસાથ બેસવાની તક મળતી હતી જેમને હું મહાન ગણતો હતો અને એટલું જ નહિ એ બેઠકની બાગડોર એક અધ્યક્ષ તરીકે મારા હાથમાં રહેતી !
આવી કાલ્પનિક રાત્રિ લોકો પાછળ મારો એક ખાસ્સો નિશ્ચિત ઈરાદો (ધ્યેય) હતો. મારું ધ્યેય એ હતું કે મારા આ કાલ્પનિક સલાહકારોનાં ચરિત્રોમાંથી એક સંમિશ્રિત ચરિત્ર ઊભું થાય અને જે મારું ચરિત્ર હોય. મને જીવનના પ્રારંભિક વર્ષોમાં જ ખ્યાલ આવી ગયો હતો કે મારા જન્મની પરિસ્થિતિ, અજ્ઞાન અને અંધશ્રદ્ધાની પાર્શ્વભૂમિને મારે વળોટવી જ પડશે. તેથી મેં અહીં જણાવી તે પદ્ધતિ વડે મેં મારો જ સ્વૈચ્છિક પુનર્જન્મ કરવાની જવાબદારી મારા પોતાની ઉપર જ નાખી.
સ્વયંસૂચન દ્વારા ચરિત્ર ઘડતર :
મને એ વાતની જાણ હતી કે બધા માણસો તેમના વધુ શક્તિશાળી વિચારો અને મહેચ્છાઓને કારણે જેવા છે તેવા બન્યા છે. હું એ પણ જાણતો હતો કે દરેક ગહન રીતે રહેલી મહેચ્છાનું પરિણામ એ હોય છે કે તે વ્યક્તિ એ મહેચ્છાનું રૂપાંતર વાસ્તવિકતામાં કરવા માટે બાહ્ય અભિવ્યક્તિની શોધ કરતો રહે છે. ચરિત્રના ઘડતરમાં સ્વયંસૂચન બહુ શક્તિશાળી ઘટક છે, અને હકીકતમાં એ જ એક સિદ્ધાંત એવો છે જેના થકી ચરિત્ર ઘડતર થઈ શકે, એ વાતની પણ મને જાણ હતી જ. મન કઈ રીતે કામ કરે છે એના સિદ્ધાંતોના આ જ્ઞાન સાથે હું મારા ચરિત્રની પુનર્રચના કરવા માટે સારો એવો સજ્જ ગણાઉં. આ કાલ્પનિક રાત્રિ બેઠકોમાં હું મારા આ કેબિનેટ મિનિસ્ટરોને હું ઈચ્છતો હતો તેવું જ્ઞાન મને આપવા કહેતો અને એ માટે દરેક સભ્યને હું સંભળાય તેવા નીચે જણાવેલા શબ્દો સાથે સંબોધન કરતો :
“મિ. ઈમર્સન, તમારા જીવનને જેણે વિશિષ્ટતા અર્પી છે તે પ્રકૃતિની અદ્દભુત સમજ મારે તમારી પાસેથી જોઈએ છે. મારા અવચેતન માનસ પર તમે જે કોઈ ગુણો ધરાવતા હતા અને જેના થકી તમે કુદરતના નિયમોને સમજ્યા, તેને અનુકૂળ બન્યા તેની છાપ પાડો તેવું હું ઈચ્છું છું.”
“મિ. બુરબૅન્ક, તમે કુદરતના નિયમોને જે જ્ઞાન વડે સુસંવાદિત બનાવ્યા, જેને કારણે તમે થોરને તેના કાંટા દૂર કરીને એક ખોરાક બનવાનું શક્ય બનાવ્યું, તે જ્ઞાન તમે મને સોંપો. મને એ જ્ઞાન આપો જેને લીધે પહેલાં જ્યાં ઘાસ પણ નહોતું ઊગતું ત્યાં ઘાસ ઉગાડવા સમર્થ બન્યા.”
“નેપોલિયન, તમારા અનુકરણથી મારી ઈચ્છા છે કે મને તમારી એ અદ્દભુત ક્ષમતા પ્રાપ્ત થાય જેના વડે તમે તમારા માણસોને પ્રેરિત કરી શકતા, અને તેમને હજી પણ વધુ મહાન કાર્યો કરવાના નિર્ધાર બનાવવાને તૈયાર કરી શકતા. મને તમારો એ સહનશીલ ગુણ પણ જોઈએ છે જેનાં કારણે તમે પરાજયને વિજયમાં ફેરવી નાખતા, અને પ્રચંડ આઘાતો અને અવરોધોને પણ વળોટી શકતા હતા.”
“મિ. પેઈન, વિચાર સ્વાતંત્ર્ય, પોતાની નિશ્ચિત અને દઢ માન્યતાઓને હિંમત અને સ્પષ્ટતાથી કરવાના તમારા ગુણો મને આપો, જેમણે તમને આટલા મહાન બનાવ્યા !’
“મિ. ડાર્વિન, તમારા તરફથી તમારી અદ્દભુત ધીરજ, કારણ પરિણામનો અભ્યાસ કરવાની ક્ષમતા, જેમાં કોઈ પૂર્વગ્રંથિ ન હોય, જે પદ્ધતિ તમે પ્રાકૃતિક વિજ્ઞાનમાં દાખલારૂપ બનાવી છે તે હું પામું એવી મારી ઈચ્છા છે.”
“મિ. લિંકન, મારા ચરિત્ર્યમાં મારે ખૂબ જ તીવ્ર હોય તેવી ન્યાયવૃત્તિ, ધૈર્ય, હાસ્યવૃત્તિ, માનવજાતિની સમજ અને સહિષ્ણુતા જે તમારા ચરિત્રનાં નોંધનીય લક્ષણો હતાં તેનો સમાવેશ કરવો છે.”
“મિ. કાર્નેગી, સંગઠિત પ્રયત્નના એ બધા સિદ્ધાંતો વિશે મારે સંપૂર્ણ જાણકારી મેળવવી છે, જેને આધારે તમે એક મહાન ઉદ્યોગ સાહસને ઊભું કર્યું.”
“મિ. ફોર્ડ, દઢાગ્રહ, દઢ નિશ્ચય અને અદ્દભુત સંતુલન અને આત્મવિશ્વાસનાં જે ગુણોએ તમને ગરીબી પર વિજય મેળવી આપ્યો, માનવશ્રમનું સંગઠિત અને તેનું એકીકરણ અને સરળીકરણ કરવાની જે ક્ષમતા આપી તે હું મેળવવા ઈચ્છું છું, જેથી તમારી ચીંધેલી રાહે હું બીજાં લોકોને પણ લઈ જવામાં મદદરૂપ બની શકું.”
“મિ. એડિસન, તમારામાંથી તમારી અદ્દભુત શ્રદ્ધા મને મળે તેવી ઈચ્છા છે જેને કારણે તમે કુદરતનાં આટલાં બધાં રહસ્યોને પામી શક્યાં છો; એ તમારો અણનમ વિશ્વાસ અને ખંત મને મળે તેની ઈચ્છા છે જેને લીધે તમે પરાજયની સ્થિતિમાંથી પણ આટલી બધી વાર વિજયને પામી લીધો છે.”
કલ્પનાની ચોંકાવનારી શક્તિ :
આ કાલ્પનિક જૂથના સભ્યોને સંબોધવાની મારી પદ્ધતિમાં ફેરફાર થઈ શકે, અને જે ચરિત્રના ગુણો જે તે સમયે, હું મારામાં આવે તે ઈચ્છતો હોઉં તે મુજબ એ ફેરફાર કરી શકું. મેં એ બધાંના જીવનચરિત્રોનો અત્યંત કાળજીપૂર્વક અભ્યાસ કર્યો છે. ઉપર જણાવેલ રાત્રિ બેઠકના કાર્યક્રમનો થોડા મહિનાઓ સુધી ઉપયોગ કર્યા પછી મેં એ શોધ્યું કે આ કાલ્પનિક ચરિત્રો જાણે કે ‘અસલી’ જણાતાં હતાં અને તે ઘણી ચોંકાવનારી પરિસ્થિતિ હતી. આ નવમાંના દરેક જણે વ્યક્તિગત લક્ષણો પણ વિકસાવ્યાં હતાં જેથી મને આશ્ચર્ય થયું. દા…ત, લિંકનને એ ટેવ પડી કે તેઓ હંમેશા મોડાં પડતાં, અને આવ્યા પછી જાણે પરેડમાં ચાલતાં હોય તેમ ફરતા રહેતા. તેમના ચહેરા પર હંમેશા ગાંભીર્ય છવાયેલું રહેતું. તેમને સ્મિત વેરતાં પણ મેં ભાગ્યે જ જોયા હશે. પણ બીજાઓ માટે આમ નહોતું. બુરબૅન્ક અને પેઈન, દાખલા તરીકે, એકમેક સાથે માર્મિક બાબતે ચર્ચા અને હાજરજવાબીમાં મચી પડતા, અને બીજા સભ્યોને તેઓ આઘાત આપવાને ઈરાદે પણ આમ કરતા. એક પ્રસંગે બુરબૅન્ક મોડા પડ્યા. જ્યારે તેઓ આવ્યા ત્યારે ખૂબ જ ઉત્તેજિત અને પ્રોત્સાહિત હતા. તેમણે કહ્યું કે તેઓ એક પ્રયોગ કરી રહ્યા હતા માટે મોડા થઈ ગયા. એ પ્રયોગમાં તેઓ ગમે તે વૃક્ષ ઉપર સફરજન ઉગાડી શકાય તેવો તેમનો ઈરાદો હતો. પેઈને તેમની મશ્કરી કરતાં યાદ દેવડાવ્યું કે નર અને નારી વચ્ચેની તકલીફો સફરજનને કારણે થઈ હતી ! ડાર્વિને હસીને કહ્યું કે પેઈને નાના નાના સર્પો માટે પણ જાગૃત રહેવું. જ્યારે તેઓ વનમાં સફરજનો વીણવા જાય, કારણ કે નાના સર્પો આગળ જતાં મોટા બનતા હોય છે. ઈમર્સને કહ્યું, ‘કોઈ સર્પ નહિ, કોઈ સફરજન નહિ.’ તો નેપોલિયને કહ્યું : ‘કોઈ સફરજન નહિ, કોઈ રાજ્ય નહિ !’
આ બેઠકો એટલી વાસ્તવિક બનતી ગઈ અને મને તેનાં પરિણામો વિશે દહેશત થવા લાગી. પછી તો કેટલાય મહિનાઓ સુધી તે અટકાવી પણ દીધી. એમાંના અનુભવો એટલા અલૌકિક અથવા કહો કે અપાર્થિવ હતા કે મને એ ડર લાગ્યો કે જો હું તેમને ચાલુ રાખીશ તો હું કદાચ એ હકીકત પણ ભૂલી જઈશ કે એ બેઠકો કેવળ માત્ર મારી કલ્પનાના અનુભવો હતા. આ કહેવાની હિંમત મને માત્ર આજ મળી છે. અત્યાર સુધી મેં આ વિષય પર મૌન સેવ્યું છે, કારણ કે આવી બાબતો અંગેના મારા વલણથી મેં જાણ્યું છે કે જો હું આ અસાધારણ અનુભવોનું વર્ણન કરીશ તો ગેરસમજ ઊભી થશે. પરંતુ છાપેલા પાના પર હવે એ અનુભવોને લખવા માટે મારામાં હિંમત આવી છે કારણ કે ગત વર્ષોમાં મને જે ચિંતા રહેતી કે ‘લોકો શું કહેશે’ તે ઓછી થઈ છે. પણ આ વિધાનની કશી ગેરસમજ ન કરશો. હું એ ભારપૂર્વક કહેવા માગું છું કે મારી એ જૂથ બેઠકોને ચોક્કસ જ કાલ્પનિક ગણું જ છું. પરંતુ મને એ સૂચન કરવું જરૂરી લાગે છે કે મારા જૂથના સભ્યો તદ્દન કાલ્પનિક હશે અને એ બધી બેઠકો પણ મારી એકલાની કલ્પનામાં મળતી હશે, છતાં એમણે મને સાહસની અવનવી દુનિયામાં દોર્યો છે, મહાનતાને નવેસરથી આદરણીય માનવા પ્રેર્યો છે, મારી સર્જનાત્મક શક્તિને નવેસરથી જાગૃત કરી છે અને પ્રમાણિક વિચારની અભિવ્યક્તિ કરવાનું ધાડસ પણ બંધાવ્યું છે.
પ્રેરણાસ્ત્રોતોનો ઉપયોગ :
આપણા મગજના કોષતંત્રમાં કોઈક એક સ્થાન એવું છે જે ‘પૂર્વાભાસ’ (Hunches)ના તરંગો ઝીલી શકે છે. છઠ્ઠી ઈન્દ્રિય આ રીતે ક્યા કોષ કે કોષજૂથમાં સ્થિત છે તે વિજ્ઞાન હજી નથી શોધી શક્યું, પણ તે વાતનું મહત્વ અહીં નથી. હકીકત એ છે કે પોતાની શારીરિક ઈન્દ્રિયો ઉપરાંત અન્ય સ્ત્રોતો વડે પણ માનવો ચોકસાઈ ભરેલું જ્ઞાન મેળવે છે. સામાન્ય રીતે જ્યારે મન કોઈ અસાધારણ ઉત્તેજના હેઠળ હોય ત્યારે આવું જ્ઞાન આવી મળે છે. એવી કોઈ કટોકટી જે લાગણીઓને તીવ્ર બનાવે અને હૃદયને સામાન્યથી વધુ ઝડપથી ધબકાવવા લાગે તે સમયે છઠ્ઠી ઈન્દ્રિય કામ લાગે છે. ગાડી ચલાવતી વખતે કોઈએ અકસ્માત થવાનો હોય ત્યારે આ અનુભવ કર્યો હોય, તે જાણે છે કે આવે વખતે તેમની છઠ્ઠી ઈન્દ્રિય જ મોટેભાગે તેમને બચાવવામાં મદદરૂપ બને છે, અને અડધી સેકન્ડમાં તે અકસ્માત ટાળી દઈ શકે છે. આ હકીકતોને પ્રાથમિક રીતે જણાવીને હું હવે મારું વિધાન કરીશ. મારા ‘અદશ્ય સલાહકારો’ની બેઠકો દરમિયાન મને એવા વિચારો, ખ્યાલો અને જાણકારી મેળવવાને હું સક્ષમ બન્યો હોઉં એવું મને લાગ્યું છે. જે સામાન્ય રીતે આ છઠ્ઠી ઈન્દ્રિય વડે મળે છે. ઘણા બધા પ્રસંગે, જ્યારે જ્યારે મેં કોઈ કટોકટીનો સામનો કર્યો હોય, અને તેમાંની કેટલીક તો એવી ગંભીર પણ હોય જે મારી આખી જિંદગીને ઊથલપાથલ કરી શકે તેવી હોય, ત્યારે તે બધી મુશ્કેલીઓથી દૂર લઈ જવાનો પ્રભાવ મારા પેલા ‘અદશ્ય સલાહકારો’નો હતો.
એ કાલ્પનિક વ્યક્તિઓ સાથે એ બધી બેઠકો ગોઠવવા પાછળ મારો ઈરાદો હતો કે મારા અવચેતન માનસ પર પ્રભાવ પડે, અને સ્વયં સૂચનાના સિદ્ધાંત વડે મારે જે કોઈ લક્ષણો કેળવવાં હતાં તેમ કરવું શક્ય બને. તાજેતરનાં વર્ષોમાં મારી પ્રયોગશીલતા મને તદ્દન જુદા પ્રવાહે લઈ ગઈ છે. હવે હું મને અને મારા ગ્રાહકને સતાવતી દરેક મુશ્કેલી સમસ્યા લઈને મારા કાલ્પનિક સલાહકારો પાસે જાઉં છું. પરિણામો ઘણી વખત આશ્ચર્યકારક આવે છે, જો કે હું આ પ્રકારની સલાહો પર પૂર્ણતયા આધાર રાખતો નથી.
Te 1                                                    ધીમા વિકાસનું પ્રચંડ સામર્થ્ય :
છઠ્ઠી ઈન્દ્રિય એવી ચીજ નથી જેને કોઈ ધારે ત્યારે લાવી શકે કે ખંખેરી શકે. જ્યારે આ પુસ્તકમાં આપેલા અન્ય સિદ્ધાંતોની રૂપરેખાનો અમલ થાય ત્યારે આ મહાન શક્તિનો ઉપયોગ કરવાની કુશળતા ધીરે ધીરે આવે છે. તમે ગમે તે હોવ આ પુસ્તકના વાંચન પાછળ તમારો કોઈપણ હેતુ હોય, તમને તેનો ફાયદો ચોક્કસ થશે, પછી ભલે આ પ્રકરણમાં વર્ણવાયેલા સિદ્ધાંતને તમે સમજી ન શક્યા હો. તમારો મુખ્ય હેતુ જો ધન અથવા અન્ય કોઈ ભૌતિક ચીજો એકઠી કરવાનો હોય, તો આ વાત ચોક્કસ લાગુ પડે છે. છઠ્ઠી ઈન્દ્રિય અંગેના પ્રકરણનો સમાવેશ કર્યો છે, કારણ કે પુસ્તકની રચના એ રીતે કરી છે કે જીવનમાંથી જે કંઈ જોઈતું હોય તે પામવા માટે દરેક વ્યક્તિ કોઈ ભૂલચૂક કર્યા વિના તે પામી શકે એ માટેનું સંપૂર્ણ જ્ઞાન અને માર્ગદર્શન એમાંથી મળે. દરેક સિદ્ધિનું આરંભબિંદુ છે મહેચ્છા. તેનું અંતિમબિંદુ છે એ પ્રકારનું જ્ઞાન જે સમજણ તરફ લઈ જાય. પોતાની જાતની સમજણ, બીજાઓની સમજણ, કુદરતના નિયમોની સમજણ, સુખ અને ખુશીની જાણકારી અને સમજણ. આ પ્રકારની પૂર્ણ સમજણ ત્યારે જ આવે જ્યારે છઠ્ઠી ઈન્દ્રિયના સિદ્ધાંતનો તમને પરિચય હોય તેમજ તેનો ઉપયોગ કર્યો હોય.
આ પ્રકરણ વાંચો તો તમને ખ્યાલ આવશે કે તે વાંચતી વખતે તમારું મન એક ઉચ્ચ માનસિક ઉત્તેજના અનુભવતું હતું. બહુ સરસ ! તો આ પ્રકરણને એક મહિના પછી ફરી વાંચો અને જુઓ કે તમને એથીય વધુ ઉત્તેજનાનો અનુભવ થશે. આ અનુભવ વારંવાર મેળવતા રહો; તમે એ સમયે શું જાણી શક્યા ઓછું કે વધુ એ વિશે કશું ધ્યાન ન આપો. છેવટે તમે એવી એક શક્તિ મેળવી લેશો જે હતોત્સાહ, મહાન ભયો, અવઢવ વગેરેને દૂર કરી નાખશે અને તમે તમારી કલ્પનામાંથી મુક્ત પણ નવું નવું મેળવી શકશો. તમને એવો સ્પર્શ થતો જણાશે, કોઈક ‘અજાણ’ તત્વ જે દરેક સાચી રીતે મહાન વિચારક, નેતા, સંગીતકાર, લેખક અને મુત્સદ્દીને માટે ચાલક પરિબળ રહ્યું હોય. એ સમયે તમે પણ તમારી મહેચ્છાઓને તેના ભૌતિક કે નાણાકીય સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની સ્થિતિમાં એટલી સરળતાથી હશો જેટલી સરળતાથી તમે સહેજે કોઈ વિરોધીનું તત્વ દેખાય ત્યારે હાથ હેઠા મૂકી દેત.

1 ટીકા

Filed under અધ્યાત્મ

One response to “મન પ્રત્યાહાર / સ્વામી શિવાનંદજી

  1. સુંદર પોસ્ટ- જાણે મન માટે નો જમણવાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s