‘કિયા જિસને પૈદા જમી આન પર મેં કુરબા હું ઉસકે નામ પર’ ઇરાન યુ-ટ્યુબ માણો

ગઝલની ઉત્પત્તિ ઇરાનમાં થઇ હતી.કશીદા એટલે પ્રશંસાકાવ્ય. હજરત મહંમદ સાહેબ કે અન્ય મહાનુભાવોની પ્રશંસામાં જે કાવ્ય રચાતાં અને જે ગીત સ્વરૂપે ગવાતાં તેને કશીદા કહેવામાં આવે છે. કશીદામાંથી તશબીબ નામક કાવ્ય પ્રકાર ઊતરી આવ્યો. તશબીબમાં સુંદરતાની પ્રશંસા, પ્રેમ અને પ્રિયતમની વાતો થતી. આ તશબીબે ધીમે ધીમે ગઝલ નામક નવા કાવ્ય પ્રકારને જન્મ આપ્યો. શરૂમાં ઇરાનમાં ફારસી ભાષામાં લખાયેલી ગઝલોમાં પ્રેમ અને પ્રિયતમા કેન્દ્રમાં હતાં. પણ પછી ધીમે ધીમે ગઝલના વિષય વસ્તુમાં પરિવર્તન આવતું ગયું. સૂફી વિચારના ઉદ્ભવ પછી સૂફી વિચારોના પ્રચાર-પ્રસારમાં ગઝલે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

ઇરાનના શાયરોએ અલ્લાહને માશૂક બનાવ્યો અને તેના પ્રેમરસમાં એકાકાર થઇ ગઝલો લખી. સૂફીવાદના વધતા જતા પ્રચારને કારણે ધીમે ધીમે ગઝલમાં આધ્યાત્મિક અભિગમ કેળવાતો ગયો અને ગઝલો બે પ્રકારમાં વિભાજિત થવા લાગી. ઇશકે મિજાજી (મજાજી) અને ઇશ્કે ઇલાહી. ઇશ્કે મિજાજીમાં હુસ્ન, શૃંગાર અને પ્રિયતમા પ્રત્યેનું આકર્ષણ કેન્દ્રમાં હોય છે. જ્યારે ઇશ્ક ઇલાહીના કેન્દ્રમાં માત્ર ને માત્ર ખુદાનો પ્રેમ હોય છે. અને એટલે જ સૂફી ગઝલોમાં તસવ્વુફ (બ્રહ્નવાદ)નું હુસ્ન અને તેની ખૂબસૂરતી જોવા મળે છે. તેમાં હવસની બૂ નથી હોતી. તેમાં વ્યક્ત થતો ઇશ્ક બિલકુલ પાક અને ઇબાદતની પરાકાષ્ઠાને ધારદાર રીતે વ્યક્ત કરતો હોય છે. ઇખ્ત્યાર ઇમામ સિદ્દીકીનો એક શેર છે.
‘વો નહિ મિલતા મુઝે ઇસકા ગિલા અપની જગહ,
ઉસકે મેરે દરમિયાં કા ફાસલા અપની જગહ’
હકીમ સનાઇ, ફરીદુદ્દીન અત્તાર, મોલાના જલાલ્લુદ્દીન રૂમી, શેખ સાદી, અમીર ખુશરો, ખ્વાજા હાફીઝ, મુલ્લા નુરુદ્દીન જામી જેવા ફારસી શાયરોએ ગઝલોમાં ઇશ્કે ઇલાહીને બખૂબી રજુ કરેલ છે અને સૂફીવાદનાં રહસ્યોને સમજાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે.એ જ રીતે મસ્નવી નામક કાવ્ય પ્રકારમાં પણ સૂફી વિચારને ખાસું પ્રધાન્ય મળ્યું છે. આ કાવ્ય પ્રકારના પિતા રૂદકી હતા. મનુષ્યની માનવીય ભાવનાઓ, કુદરતી વર્ણન, બનાવોનું કથન વગેરેની રજુઆત માટે મસ્નવી ખુલ્લા મેદાન સમાન છે. એમાં કિસ્સાઓ, કહાનીઓ, વીરકથા, ઈતિહાસ,નીતિબોધ, ફિલસૂફી તેમજ સૂફી વિષયોનાં વિવરણો, અવલોકન અને છણાવટ બખૂબી રજુ થયાં છે. મોલાના રૂમીએ પોતાની મસ્નવીમાં કુરાને શરીફનું સરળ વિવરણ કરેલ છે. મસ્નવી એ ફારસી ભાષાનો લાંબામાં લાંબો કાવ્ય પ્રકાર છે. જેમ કે ર જુન ૧૮૯૬ના રોજ ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં આપવામાં આવેલ માનપત્ર મસ્નવી શૈલીમાં લખાયું હતું. જે લગભગ વીસથી પણ વધારે કડીઓમાં લખાયું હતું. જેની પ્રથમ બે કડીમાં નીચે મુજબ છે.

‘કરું પહેલે તારીફ ખુદાવિંદ કરીમ
કેહે દો જહાંકા ગફફૂર રહીમ
કિયા જિસને પૈદા જમી આન પર
મેં કુરબા હું ઉસકે નામ પર’
સૂફી વિચારને વાચા આપતી મુલ્લા નુરુદ્દીન અને અમીર ખુસરોની મસ્નવીઓ જાણીતી છે. મસ્નવી જેવા જ એક અન્ય કાવ્ય પ્રકારે સૂફી વિચારના પ્રચાર-પ્રસારમાં મહત્વનું પ્રદાન કરેલ છે તે છે રુબાઇ. રુબાઇ નામના લઘુકાવ્ય પ્રકારમાં નીતિ, ફિલસૂફી અને રહસ્યવાદને લગતા વિચારો પ્રદર્શિત થયા છે. રુબાઇ માત્ર ચાર પંક્તિમાં જ લખાય છે. તેમાં પ્રથમ બે કડી સામાન્ય કોટીની હોય છે. જ્યારે છેલ્લી બે કડી ઉચ્ચ કક્ષાની હોય છે.
ફારસી કાવ્ય શૈલીમાં રુબાઇ ટૂંકામાં ટૂંકો કાવ્ય પ્રકાર છે. જોકે તેની ચાર લાઇનોમાં રુબાઇના પૂરા વિષયોને નિચોડ આવી જાય છે. જે સ્થાન પ્રતીકોનું ગઝલમાં છે તેવું જ રુબાઇમાં છે. અબુ સઇદ અબુ ખેર અને ઉમર ખૈયામની રુબાઇઓ સૂફી વિચારની અભિવ્યક્તિ માટે જાણીતી છે. Here is a hear warming 10-minute video of nature and people. It shows Beautiful Country, its people, mountains, oceans, waterfalls, and historic buildings of Iran. Iranian Students of Pennsylvania State University USA have produced this video. Background music is captivating. Buildings reminds Mughal architecture in India. If link does not open, please copy and paste it in address bar of your browser and press Enter key.

  http://www.youtube.com/embed/yZnHd0jgH2k    

My Farsi teacher, Indulal Vsasvda, a Gujarati Hindu and an ardent Farsi lover, praised Iran profusely while teaching Farsi. Inspired by him, I always wanted to see Iran but my wish never came true. 
e-mail Asghar Vasanwala

 

 

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “‘કિયા જિસને પૈદા જમી આન પર મેં કુરબા હું ઉસકે નામ પર’ ઇરાન યુ-ટ્યુબ માણો

  1. ગઝલની ઉત્પત્તિ અને વિકાસ અંગેની ખુબ સુંદર માહિતી. સ્વ. શ્રી સુમન અજમેરીએ તેમના પુસ્તક ‘ગઝલઃ સંરચના અને છંદવિધાન’ માં આ જ વાત હજી વધારે વિસ્તારથી સમજાવી છે. તેમણે લખ્યું છે કે કશીદાના પણ ચાર વિભાગો (૧) તશ્બીબ, (૨ )ગુરૈઝ, (૩)મદહ અને (૪)દુઆ. આમાંથી તશ્બીબમાંથી ગઝલનું સાહિત્ય સ્વરૂપ ઉદ્‍ભવ્યું.

  2. Ghani saras mahiti, video khulyoto kharo Pan khat khat khatak thata avajma ane Farasimato gatagam pade nahi . Pan kudartni bhavyata ane divyata mani ane kudartna sannidhyma anand ane mastithi mahalata lokone joine thodi masti maney chadhi ( Antarma). 69 varshe masito karay nahi albatt kudaratma lin thayano ahesas anubhvyo.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s