ફ્રેનેમી મીઠી છૂરી પાર્ટ ૨/ પરેશ વ્યાસ

4

 

 

 

2

 

 

………………………………………………

એટલી નૈતિક હિંમત ક્યાંકેશત્રુબની બરબાદ કરે,

‘ઘાયલ’ મોટે ભાગે માનવ મિત્ર બનીને લૂંટે છે.

–અમૃત ઘાયલ(1916-2002)

અબકી બાર, સ્થિર સરકાર. ખીચડી સરકારનાં જમાના ગયા. કેસરી રંગ છવાયો. કેસરિયા બાલમ, પધારો

મારે દેશ. અને કોંગ્રેસે કેસરિયાં કર્યાં. કોંગ્રેસ 54 સીટ્સ પણ ન જીતી શકી એટલે ચૂંટણીમાં બીજો સૌથી

મોટો પક્ષ હોવા છતાં રાહુલ ગાંધી વિપક્ષનાં નેતા નહીં બની શકે. ભાજપનાં કોઇ શત્રુ જ બચ્યા નહીં.

ખરેખર ચિંતા હવે શરૂ થાય છે. ભાજપનાં કોર ગૃપનાં ગઠનમાં અડવાણીને કોરાણે મુકી દેવામાં આવ્યા છે.

સુષ્માજીને પણ ભાજપમાં સ્વરાજ જેવું લાગતું નથી.એમણે ટ્વિટમાં કહ્યું કે જીત માટે કાર્યકર્તાઓની

મહેનત, આરએસએસનાં આશીર્વાદ અને નમોની નેતાગીરીને યશ આપવો જોઇએ. એમનાં મતે નમો

અભિનંદનનાં ત્રીજા ક્રમાંકનાં હકદાર છે. લો બોલો ! રાજકારણમાં જે સાથે છે એની ચિંતા વિશેષ કરવી.

ઘરનાં જ ઘાતકી થઇ શકે છે. નમોએ ફ્રેનેમી(FRENEMY)થી સાવધ રહેવું રહ્યું.

3

 

 

 

…………………………………..

ફ્રેન્ડ+ એનેમી અર્થાંત મિત્ર જેવા શત્રુ અથવા હરીફ જોડીદાર એટલે ફ્રેનેમી. વિકિહાઉ ફ્રેનેમીનાં ગુણધર્મ સમજાવે છે. સારું

થાય તે ફ્રેનેમીને ખુંચે. એટલે એ તમારી આડકતરી રીતે ટીકા કરે. મતલબ કે વખાણ કરે છે કે ટીકા?- તે સમજાય નહીં. જ્યારે એવું

કહે કે તું એટલી સુંદર લાગે છે કે હું તને ઓળખી જ ન શક્યો. એનો અર્થ એ થાય કે અત્યાર સુધી તું ખાસ સુંદર નહોતી. તારું સુંદર

હોવું એ માત્ર પાર્ટ ટાઇમ ઘટના છે. જ્યારે એવું કહે કે તું દેખાય છે એનાં કરતા સ્માર્ટ છે. એટલે તારો દેખાવ આમ તો નબળો

છે. હોંશિયારી એનાથી થોડી વધારે હોય તે કાંઇ વખાણ ન કહેવાય. આમ જુઓ તો-થી શરૂ કરેલા વાક્યનાં વખાણ, તેમ જુઓ તો

નરી નિંદા છે. ફ્રેનેમી તમારી વિષેની અફવાનાં પ્રેરણાસ્રોત હોય છે. પ્રથમ તમારી વાત જાણી જાય. પછી કોઇને કહેશો નહીં,

વાત તમારા પુરતી રાખજો-કહીને ગામમાં બધે ધજાગરો કરે. હવે સોશિયલ નેટવર્ક વેબસાઇટ્સ આપણાં ફ્રેનેમીનું કામ સરળ

કરે છે. બીજા મિત્રો તમારી પડખે રહે એનાથી ફ્રેનેમી બળી મરે. રસનાં ઘોયાં જેવા મિત્ર સાથેની મિત્રાચારી એનાથી સહન ન

થાય. એટલે જિગરી દોસ્તીમાં એ ફાચર મારે. તમે કસરત કરવાની શરૂઆત કરો એટલે ફ્રેનેમી કહે કે કસરત કર્યે કાંઇ ઉદ્ધાર ન

થાય. ખાઇ, પીને જલસા કરો. તમારા સારા પ્રયત્નો એનાથી જીરવાય નહીં. તમને ઇનામ કે બઢતી મળી હોય અને એની વાત તમે

ફ્રેનેમીને ફોન ઉપર કરો તો વાત ફેરવી નાંખે અથવા એક બીજો ફોન આવી રહ્યો છે; હું પછી વાત કરું- કહીને ફોન કાપી નાંખે.

તમારો નબળો સમય હોય તો કહે કે ફલાણી જગ્યાએ મદદ માટે મેં વાત કરી રાખી છે. હું બે-ચાર દિવસમાં જ કહું છું. પણ એ બે

ચાર દિવસ બે ચાર મહિને પણ આવે નહીં. તમે ખોટી આશામાં દેવું કરીને ઘી પીતા રહી જાવ. અને મદદ મળે જ નહીં. ભરોસાની

ભેંસ પાડો જણે. તો શું કરવું? અરે ભાઇ, તમારું મન શું કહે છે? એ કરો. અથવા કોઇ સાચૂકલા, ર. પા.નાં શબ્દોમાં ચુંબનની ઢગલી

જેવા, મિત્રનો અભિપ્રાય પણ લઇ શકાય. બહુ વધી જાય તો તમે ફ્રેનેમીને મોઢામોઢ પણ ફોડ પાડીને પૂછી શકો કે તું આમ

બ્રુટસવેડા શીદને કરે છે? ફ્રેનેમી આશ્ચર્યચકિત થવાનો દેખાવ કરશે. ના રે ના-નો રાગ આલાપશે. ખોટા લાગ્યા-નું નાટક કરશે.

પણ સુધરશે નહીં. અને હા, આપણે પોતે ય આપણી જાત સામે જોવું. ક્યાંક આપણે પોતે પણ ફ્રેનેમીનાં ગુણધર્મો તો ધરાવતા

નથી ને? ખુદ ઊંટ સમાન હોઇએ અને ફ્રેનેમીની ચાંચ વાંકી અને ફ્રેનેમીની ડોક વાંકી-નાં રાગડાં આલાપીએ પણ આપનાં અઢાર છે-

ની વાત ભૂલીએ; એ તો કેમ ચાલે? માટે જ ફ્રેનેમી જેવા ફ્રેન્ડને બેનિફિટ ઓફ ડાઉટ આપતા રહેવું. આપણે આપણાં ફ્રેનેમીઓનું

કોસ્ટ-બેનિફિટ એનાલેસિસ કરતા રહેવું. ફ્રેનેમી ભલે સાથે રહે પણ એમ લાગે કે ખર્ચ ઝાઝો છે અને ફાયદો ઓછો છે; તો સંબંધો

પર પૂર્ણવિરામ મુકી દેવું. એમ લાગે કે મિત્રાચારીમાં ભલીવાર ઓછો ‘ને ગોબાચારી ઝાઝી છે, તો પછી સંબંધોનું અચ્યુતમ કેશવમ

કરી નાંખવું. ન રહેગા ફ્રેન્ડ, ન રહેગા ફ્રેનેમી.

1

હવે અઘરો સવાલ. શું સ્ત્રીઓ સ્ત્રીઓ વચ્ચે ફ્રેનેમીપણું વધારે હોય છે? વિજ્ઞાન ના પાડે છે. સાયકોલોજી

ટૂડેમાં પ્રસિદ્ધ રીસર્ચ પેપર અનુસાર સ્ત્રીઓ સ્ત્રીઓ વચ્ચે દોસ્તી દરમ્યાન મગજમાં ઓસ્કિટિસિન

નામનું રસાયણ પેદા થાય છે જે તાણ ઘટાડે છે. મનને શાંતિ આપે છે. પુરુષો પુરુષો વચ્ચે એવું થતું નથી. પણ

ખલનાયિકાઓથી ખદબદતી આપણી ટીવી સિરિયલ્સ કાંઇ જુદો જ રાગ આલાપે છે. પછી તે સાસ-બહૂ સિરિયલ હોય કે રોમકોમ.

સ્ત્રીઓ જ સ્ત્રીઓની સૌથી મોટી દુશ્મન છે તેવું બતાવવાની હોડ જામી છે.

અમેરિકન ફિલ્મ ‘મીન ગર્લ્સ’(હલકટ છોકરીઓ)નાં ફ્રેનેમીઝ નાયિકાઓ…

ધ ન્યૂયોર્ક પોસ્ટમાં લેખિકા લુસિન્ડા રોઝનફેલ્ડનાં મતે પુરુષોનાં મુકાબલે સ્ત્રીઓમાં ઇર્ષ્યાની ભાવના

અધિક હોય છે. ઉસકી સાડી મેરી સાડીસે સફેદ કૈસે? ગાયિકા મિરાન્ડા લેમ્બર્ટનાં ગીતનાં શબ્દો છે આઇ

એમ જસ્ટ લાઇક યુ, લિટલ પ્રીટિયર.. હું તારા જેવી જ છું, પણ થોડી રૂપાળી છું. ટીનએજ છોકરીઓ

વચ્ચે સુંદર દેખાવાની અને છોકરાઓને પોતાના તરફ આકર્ષિત કરવાની સ્પર્ધા હોય છે. પછી જેમ

જેમ ઉંમર વધે એમ લગ્નની રીંગમાં કેટલાં હીરા જડેલા છે? ઘરમાં કેટલાં ઓરડા છે? પોતાના કે પતિનાં

પગારમાં મીંડા કેટલાં છે? સંતાનોમાં હોંશિયારી કેટલી છે? ઇર્ષ્યાની સિરિયલ ફાસ્ટ ફોરવર્ડ ચાલતી

રહે છે. માટે ભાઇબંધોનાં મુકાબલે બહેનપણીઓમાં ફ્રેનેમીપણું ઝાઝુ હોય છે. શું કરવું? ફ્રેનેમીનાં મીઠાં

બોલથી રીઝાઇને પોતાનાં સિક્રેટ્સ ખોલવા નહીં. પોતાનું લેવલ જાળવવું. બહેનપણીનાં ફ્રેનેમીપણાંની

નોંધ જ ન લેવી. સાથે રહેવું. ફ્રેનેમીશિપ જાળવીને રહેવું. પણ હદ વળોટે તો સંબંધનો અંત, તુરંત. જો કે

એ ચોક્ક્સ છે કે ફ્રેનેમી લિંગવાચક શબ્દ નથી. સૌને ફ્રેનેમી તો રહેવાનાં જ. માણસ માત્ર, ફ્રેનેમીને

પાત્ર. પુરુષ હોય કે સ્ત્રી, કોઇ અજાતશત્રુ નથી.

2

ડિજિટલ સિટિઝન વેબસાઇટનાં મિન્હ ટાન તો કહે છે કે ન ફ્રેન્ડ કરતા કહેણો ફ્રેન્ડ, આઇ મીન, જાણીતો ફ્રેનેમી વધારે સારો.

ફ્રેનેમીમાં કાંઇ તો સારુ હોય જ ને? બધા માણસ અમથાં ય ક્યાં પરફેક્ટ હોય છે? તમારે તમારા ફ્રેનેમીનાં અવગુણ ઓળંગીને,

એમાં જે કાંઇ પણ સારું છે, તેનાં અસ્તિત્વનો ઉત્સવ મનાવતા રહેવું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન વચ્ચે ક્રિસમસ આવતી હતી

તો દુશ્મન સૈન્યોએ હથિયાર મ્યાન કરી દીધા. જવાનોએ યુદ્ધવિરામ રાખી, તહેવાર સાથે મનાવ્યો. પછી મારો કાપો-નો દૌર ભલે

આગળ વધ્યો. આપણા મહાભારતનાં કુરુક્ષેત્રમાં પણ તો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ લડવાની શરત હતી. રાત્રે ઘાયલ શત્રુની

છાવણીમાં જઇ ખબરઅંતર પૂછવાનો પણ રિવાજ હતો. આ તો દુર્યોધન માન્યો નહીં, નહીંતર પાંડવ-કૌરવો માંહોમાંહે કપાવાની

જગ્યાએ ફ્રેનેમી-ફ્રેનેમી રમ્યા હોત તો મહાભારતનો અંત ખાધું, પીધું ‘ને રાજ કીધું હોત.

શબદ આરતી:

ફ્રેનેમી પડછાયા જેવા હોય છે. જ્યારે

સૂર્ય સોળ કળાએ ખીલ્યો હોય ત્યારે એ તમારી સાથે છે.

પણ જ્યારે તમારા જીવનમાં અંધારુ છવાય જાય

ત્યારે એ તમારો સાથ છોડી દે છે. –અજ્ઞાત

5

6 ટિપ્પણીઓ

Filed under ગીત, ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ, સમાચાર

6 responses to “ફ્રેનેમી મીઠી છૂરી પાર્ટ ૨/ પરેશ વ્યાસ

  • pragnaju

   Oh! remembering
   Is there anyone out there?
   Or am I walking alone?
   When I turned around and found that you’d gone before
   The first rain could fall

   It seems every single time I was bleeding
   Broken promises that never came true
   Well it ain’t so long before the dawn
   When the sun is gone so are…
   Well, so are you

   So what’s it gonna take
   To get you back in bed?
   Gossips, frauds, and snakes
   They’re just our best fairweather friends (fairweather Friends)
   Fairweather Friends (fairweather Friends)

   One day when we’re far away
   From everything that hurts
   Drink wine and screw is all we’ll do
   Every day

   So what’s it gonna take
   To get you back in bed?
   Gossips, frauds, and snakes
   They’re just our best fairweather friends (fairweather Friends)

   And though the hour’s late
   Don’t let ’em in your head (fairweather Friends)
   Gonna pray for rain again and again
   Fairweather Friends
   Fairweather Friends (fairweather Friends)

 1. ફેનેમી મીઠી છુરી બાબત ઘણું જાણવા મળ્યું .
  paresh વ્યાસને હું ધન્યવાદ આપું છું

 2. Bahuj saru vachan malyu. tame nava nava shabdona arth ujagar karine amara gyanma vadharo karo chho. Aabhar.

 3. Ramesh Patel

  પૂજવો જ પડશે ઉગતા સૂરજને. એક એવો પરીશ્રમી દેશ સેવા માટે જ જન્મ્યો છે..તેની ઊંચાઈ આંબવી કોઈ ખેલ નહીં હોય..સમય સમયે સમજાતું જશે. ઘાણા સમજવામાં મોડા પડ્યા..પડ્યા એ પડ્યા.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. આ આખા લેખનો સાર આ એક જ વાક્યમાં
  પુરુષ હોય કે સ્ત્રી, કોઇ અજાતશત્રુ નથી.

  ઓબામાં અને પુતિન …. ખબર જ ન પડે કે ફ્રેન્ડ કે એનીમી -ફ્રેનીમી !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s