એક ચમચી મેથી, અનેક રોગોમાં થશે લાભ

રોજ આ રીતે ખાઓ એક ચમચી મેથી,

અનેક  રોગોમાં થશે લાભ

mathi 2

મેથી એક અત્યંત ગુણકારી શાક માનવામાં આવે છે. પરંતુ માત્ર મેથીની ભાજી જ નહીં તેના બીયા પણ એટલા જ ગુણકારી છે. સમગ્ર ભારતમાં મેથી દાણાનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે જ છે. મેથી દાણા એનીમિયા એટલે કે લોહીની ઉણપના દર્દીઓ માટે બહુ ફાયદાકારક હોય છે. આ સાથે મેથી દાણા અણમોલ ઔષધીય ગુણોથી સભર હોય છે. તે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના રોગીઓ માટે અમૃત સમાન માનવામાં આવે છે. જેથી આજે અમે તમને મેથી દાણાના અઢળક ફાયદા વિશે જણાવીશું. 

 

– સાઈટિકા અને પીઠના દુખાવામાં એક ગ્રામ મેથી દાણાનું પાવડર અને સુંઠનું પાવડર નવશેકા પાણી સાથે દિવસમાં બે-ત્રણવાર લેવું ફાયદાકારક હોય છે અને દુખાવામાં રાહત મળે છે. 

 

– મેથીને ઘીમાં સેકીને એનો લોટ બનાવવો. પછી એના લાડુ બનાવી રોજ એક લાડુ ખાવો. આઠ-દસ દિવસમાં જ વાયુને કારણે થતી હાથ-પગની પીડામાં લાભ થશે. 

mathi 3

– મેથી દાણાનું લેપ વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે, ખોડો દૂર થાય છે અને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મળે છે. મેથી દાણાને આખી રાત નારિયેળના ગરમ તેલમાં પલાળી રાખી સવારે આ તેલથી માથામાં મસાજ કરવાથી ફાયદો થાય છે. વાળની સમસ્યાઓ દૂર થાય છે. 

 

– ગરમીમાં લૂ લાગે ત્યારે મેથીની સૂકવેલી ભાજીને ઠંડાં પાણીમાં પલાળીને રાખવી. સારી રીતે પલળી જાય ત્યારે મસળીને, ગાળીને તે પાણી પીવાથી લાભ થાય છે. 

 

– ડાયાબિટીસથી બચવા માટે દરરોજ સવારે એક નાની ચમચી મેથી દાણાનું પાવડર પાણી સાથે લેવું. એક ચમચી મેથી દાણા એક કપ પાણીમાં આખી રાત પલાળી સવારે ગાળી તે પાણી પીવાથી ડાયાબિટિસના દર્દીઓને આરામ મળે છે. 

mathi1

-ડાયાબિટીસમાં પેશાબ સાથે જતી સાકર (ગ્લુકોઝ)નું પ્રમાણ ઘટાડવાનો મેથીમાં (કડવી હોવાથી) ખાસ ગુણ રહેલો છે. ડાયાબિટીસના દર્દીએ બે ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, ગાળી લઈ 

 

એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું. આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણ ઓછું થાય છે. 

 

ડાયાબિટીસના રોગીએ આ સરળ અને સાદો ઉપચાર ધીરજ રાખી કરવા જેવો છે. 

 

– રોજ સવારે એકથી ત્રણ ગ્રામ મેથી દાણા પાણીમાં પલાળી ચાવીને ખાવાથી સાંધામાં દુખાવો નથી થતો અને સાંધા મજબૂત થાય છે. આનાથી સાંધા અને સ્નાયુઓના દુખાવામાં પણ આરામ મળે છે. 

 

 -રોજ સવાર સાંજ 1-1 ગ્રામ મેથીના દાણા પાણી સાથે ગળી જવાથી ધૂંટણ તથા હાડકાંના સાંધાઓ મજબૂત 

થાય છે. વાયુના રોગો થતા નથી, ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ પણ થતું નથી. શરીર સ્વસ્થ રહે છે તથા સ્થૂળતા વધતી નથી. 

 

– અપચો, કબજિયાતની સમસ્યા હોય તો અડધી ચમચી મેથી દાણા પાણી સાથે સવાર-સાંજ ગળવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. 

 

-સ્ત્રીઓના શ્વેતપ્રદર (સફેદ પાણી પડતું હોય તે) માં મેથીનું સેવન લાભકારક છે. સુવાવડ પછી ઘણી સ્ત્રીઓને 

 

પ્રદરની ફરિયાદ કાયમ માટે ઘર કરી જાય છે. એમાં અડધી ચમચી જેટલું મેથીનું ચૂર્ણ થોડા ગોળ અને ઘી સાથે મેળવીને સવાર-સાંજ લેવાથી સારો લાભ થાય છે. સાથે સાથે કપડાની લંબગોળ પોટલીમાં મેથીનું ચૂર્ણ ભરીને યોનિમાર્ગમાં ધારણ કરવાથી ઝડપથી ફાયદો થાય છે. મેથીના સેવનથી ગર્ભાશય સંકોચાય છે અને શરીર ધોવાતું અટકે છે. વળી તે વાયુશામક હોવાથી કમરનો દુખાવો અને પગની કળતરને પણ દૂર કરે છે. 

 

– હાઈ બ્લડપ્રેશરમાં 5-5 ગ્રામ મેથી અને સોયાના દાણા પીસીને સવાર-સાંજ પાણી સાથે લેવું ફાયદાકારક હોય છે. 

 

આદુવાળી મેથીનું શાક ખાવાથી લો બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે. 

 

-મેથી વાયુને દૂર કરે છે. ભૂખ લગાડે છે, પાચનશક્તિ વધારે છે અને શરીરને પુષ્ટ કરે છે. ખીચડીમાં મેથી નાંખી શકાય, વઘારમાં એ વાપરી શકાય. મેથીનો સંભારો કરીને પણ રોજ લઈ શકાય. કોઈ પણ રીતે આહારમાં મેથીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. 

 

– મેથી અરુચિ, ઊલટી, ઉધરસ, વાતરક્ત, વાયુ, કફ, મસા, કૃમિ તથા ક્ષયનો નાશ કરે છે. મેથી લોહીને શુદ્ધ પણ શુદ્ધ કરે છે. 

 

-મેથી પેટની તકલીફોનું ઉત્તમ ઔષધ છે. વાયુ, મોળ, ઊબકા, આફરો, ખાટા ઘચરકા, વધારે પડતા ઓડકાર, પેટમાં ઝીણી ચૂંક, બંધાયા વગરનો પાતળો ઝાડો એ બધા ઉપદ્રવમાં આ સરળ ઘરગથ્થુ ઉપચાર કરવો. બે ચમચી મેથી અને બે ચમચી સુવા એ બંને અધકચરા શેકીને ચૂર્ણ કરી લેવું. સવાર-સાંજ એક-એક ચમચી જેટલું આ ચૂર્ણ ફાકી, ચાવીને પેટમાં ઉતારી જવું. ઉપર્યુક્ત બધી તકલીફોમાં ફાયદો થશે.

mathi 33

Rajendra (Raj) Patel, PE 

Mechanical Lead 

Mechanical Engineering Supervisor 

Chevron GLA Project, Offshore BU 

rapatel@technip.com  અને

આજે ભદ્રકાળી એકાદશી ને દિને માતાજીની સ્તુતી

स्वहृदि स्थिते देवि ! भवानी भुवनेश्वरि !
महादेवि ! नमस्तुभ्यम् त्राहि मां परमेश्वरि !!

 

शांकरी शक्तिरूपिणी , भैरवी भवतारिणी ,
जगदंबा चिन्मयी धात्री भुक्ति मुक्ति प्रदायिनी !!

 

महासंहारिणी शिवा ,
चामुण्डा चंडिका चौला जीवनं प्राणिनां प्रभा !!

 

आद्यशक्ति जगज्जननी मोहिनी मदमर्दिनी ,
ब्रह्मरूपा रूपातिता मायाविनी महेश्वरी !!

 

अंबिका पार्वती दुर्गा सर्वसाक्षी ऋतंभरा ,
प्रसीद प्राणदा देवि ! चितीशक्ति चिदंबरा !!
માતાજીના ગરબા વખતે લોકગીત જેમ શરુઆતમા ગવાતી આ પ્રાર્થના
સર્વે સંતુ નીરામયા :

10 ટિપ્પણીઓ

Filed under પ્રકીર્ણ, વિજ્ઞાન, સમાચાર

10 responses to “એક ચમચી મેથી, અનેક રોગોમાં થશે લાભ

 1. હવે “મેથી ખાઈને” આની પાછળ પડી જા ધારું છું. ડાયાબીટીસમાં મામેજવો તો ચાલુ જ છે પણ મેથીનો પ્રયોગ ૭૦ વટાવ્યાથી કરવો રહ્યો…..વર્ષો પહેલાં સવારસાંજ પાણીમાં પલાળીને લેવાનો નીયમ બનાવેલો જેણે લાભ જ આપેલો. તમારા આ લેખે બીજો રાઉન્ડ કરવા પ્રેરણાઆપી….આભાર સાથે.

 2. captnarendra

  લેખ મોકલવા માટે આભાર! જરૂર પ્રયોગ કરીશ. અત્યાર સુધી ફક્ત એટલો ખ્યાલ હતો કે મેથી સાંધા અને પેટના દર્દો માટે ગૂણકારી છે. વયસ્ક વ્યક્તિઓમાં ઉદ્ભવતી સમસ્યાઓમાં તેના આટલા લાભ હોય છે તે આપના લેખથી જાણ્યું. ફરી એક વાર ધન્યવાદ.
  Sent from http://bit.ly/MTgZdo

 3. એક લિંક મોકલું છું. મેથી પરનું કાવ્ય ! http://jjkishor.wordpress.com/2007/03/26/methi/

 4. એક ચમચી મેથી પલાળીને લેવાનો નિયમ હું હાલ ચુસ્ત પણે પાળું છું એથી મને ફાયદો
  જણાય છે . સાથે એલોપથીની ગોળી મેત્ફોર્મીન પણ લઉં છું . આનાથી સવારે સુગર
  માપતા 100-110 વચ્ચે રહે છે . મેથી ડાયાબીટીસ માટે ફાયદાકારક છે એ એક
  અનુભવસિદ્ધ વાત છે એમાં કોઈ શંકા નથી .

 5. pragnaju

  વ્યાધી સારવાર અંગે હવે બધાએ સ્વીકાર્યું છે કે પહેલા આહાર અને કસરત અંગે જણાવી સારવાર આપવી.
  અને અમારા અનુભવમાં – તેમજ જે નિર્દોષ લાગતી પધ્ધતિ છે તેનો પ્રચાર પ્રસાર કરીએ છીએ છતાં પણ આવા નિર્દોષ પ્રયોગો અંગે પણ સારવાર કરનારને જણાવવું જરુરી છે.
  દરેક કેસની ફાઇલ પર તમને જે દવા કે ખોરાક અનુકૂળ ન હોય (ઍલર્જી) હોય તેની નોંધ પ્રથમ પાને લાલ અક્ષરે થાય છે.
  કેટલીક વાર તો અમુક દવાઓ સાથે કેટલાક ખોરાક અનુકૂળ નથી હોતા
  પોતાની પ્રકૃતિ ,વ્યાધી,,સારવાર અને પરહેજ અંગે જાણવાથી સારવારમા સરળતા રહે છે

 6. pragnaju

  Suresh Jani
  To Me
  Today at 10:41 AM
  વોટ એબાઉટ મેથી પાક? !!!…
  …………………………………..
  કોઇ હમે બતાયેં હમ ક્યા ઉસે બતાયે ?

 7. Hu pan methino prayog karu chhu be tran masthi have aa vachya pacchi kayamno niyam kari devo chhe. Hu savarma Actos ane banne time jamya pachhi Metformin lau chhu chhata maru sugarleval savarma 125- 135ni asapas rahe j chhe. India panch varsh Insulin lidha ahi avya pachhi dikarin kalaji ne karane Dr, bandh karavya chhe sat varshthi bandh chhe. Cheella ek varshthi A1C 6.6 ave chhe. have davama methine sthan malij jashe.
  Aapano khoob khoob aabhar. Methipak to nathi khavo.

 8. પિંગબેક: ( 458 ) એક ચમચી મેથી, અનેક રોગોમાં થશે લાભ ………..( સંકલિત ) | વિનોદ વિહાર

 9. પ્રિય પ્રજ્ઞા બેન
  મેથીna ગુણો વિષે તમે બહુ સરસ માહિતી આપી
  આ પ્રસંગે મારી મા મને યાદ આવી ગઈ , મારી ઉમર તેર વરસની હતી ત્યારે ચાલીને બીજે ગામ ભણવા જતો .રસ્તે બાવળની ગીચ ઝાડી આવતી .આમાંથી હું ગુંદ ભેગો કરતો આ ગુંદ અને મેથી અને કાઠા ઘઉં નો લોટ ,ભેંસનું ઘી અને ગોળ નાખીને મારી મા દરરોજ મને લાડવો ( ગુજરાતી લાડુડી નહિ )બનાવીને ખાવા આપતી .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.