“મારી અને દર્પણ વચ્ચે, કેવો શૂન્યાવકાશ સાલે?/ટીપ્પણી ની ટ્ટીપણી

‘પરમાણુની ભીતરમાં’ વિષયને સરળતાથી સમજાવવા બદલ શ્રી જયેશ જરીવાલાને ધન્યવાદ  એક ગેર સમજ એવી છે કે, જ્યાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય તેને જ શુન્યાવકાશ તરીકે ઓળખાય  વિજ્ઞાનની સમજ પ્રમાણે પૃથ્વી ઉપર દરેક જગ્યાએ હવા અસ્તિત્વમાં હોય છે, જે સ્થળ કે પાત્ર આપણને સામાન્ય બુધ્ધિ પ્રમાણે ખાલી લાગે છે, અને વ્યવહારૂ ભાષામાં તે ખાલી તરીકે ઓળખાય છે, તે વૈજ્ઞાનિક તર્ક પ્રમાણે હવાથી ભરેલાં હોય છે. આમ, જે જગ્યા કે પાત્રમાં હવા પણ ગેરહાજર હોય તેને શુન્ય અવકાશ કે શુન્યાવકાશ તરીકે વ્યાખ્યાઇત કરવામાં આવે છે.સૌપ્રથમ તો અંતરિક્ષમાં હવા કે કોઈ વાયુ નથી. શૂન્યાવકાશ છે. યાનની બનાવટમાં એવી ધાતુ હોવી જોઈએ કે જેથી શૂન્યાવકાશની તેના પર અસર ન પડે. અંતરિક્ષમાં કોસ્મિક કિરણોમાં શક્તિશાળી કણો હોય છે, તેની મનુષ્ય પર અને યાન પર ગંભીર અસર થાય છે. તેની સાથે સાથે પારજાંબલી અને ક્ષ-કિરણો પણ હોય છે. અંતરિક્ષમાં ઉલ્કાપાત તો સામાન્ય બાબત છે. નાના ઉલ્કાપિંડો યાન સાથે અથડાય છે. જેથી યાનની ધાતુ એટલી મજબૂત હોવી જોઈએ કે ઉલ્કાની અથડામણથી નુકસાન ન થાય. જ્યારે કોઈ અંતરિક્ષયાન યાત્રા પૂરી કરીને પૃથ્વી તરફ પાછું ફરે ત્યારે વાયુમંડળમાં પ્રવેશ કરે છે, ઘર્ષણને કારણે તેનું ઉષ્ણતામાન વધી જાય છે તેથી યાનની ધાતુ એવી હોવી જોઈએ કે જેથી તેને નુકસાન ન થાય. કવિઓની વાત યાદ  તારા જવા ને આવવા વચ્ચે સર્જાયો શૂન્યાવકાશ… વિલપનની પરાકાષ્ઠાએ સર્જાયો આ શૂન્યાવકાશ… હવે તો તારી હાજરીમા ય નથી હટતો આ શૂન્યાવકાશ… આદત બનીને પ્રિય થઇ ગયો છે આ શૂન્યાવકાશ… લાગે છે ચિતા સુધી સાથ આપશે આ શૂન્યાવકાશ… ચોતરફ શૂન્યાવકાશ  ને હું  કરું  શૂન્યમાંથી જ  સર્જન  અને  શૂન્યનું વિસર્જન ‘હું’ નું વિસર્જન  મિશ્રણમાંથી  તત્વનું સર્જન !! મારી અને દર્પણ વચ્ચે, કેવો શૂન્યાવકાશ સાલે? હું હાથ લંબાવુ તોજ, તે મને બોલાવે

0a

સંતોએ એક નિયત અને સંકુચિત શક્તિનું તેના જડ રૂપો સાથેનું, ક્ષુદ્ર જીવનનું સામ્રાજ્ય જોયું, ચિરંતન કાળના …. ગુપ્ત ક્રિયાએ શૂન્યાવકાશમાં સ્પર્શ અને ઘર્ષણ પેદા કર્યા, અમૂર્ત અવકાશમાં તેણે અથડામણ અને આશ્લેષ લાવ્યા: એક … વિદ્યુત શક્તિના એક સાગરે અરૂપપણે તેની અદ્ભુત તરંગ-કણિકાઓ તેઓના નૃત્ય વડે આ નક્કર યોજના બાંધીને રચી આ અનુભૂતિ સાધનાથી થાય. કોમેંટ ની કોમેંટ નમસ્કાર,

વેબ ગુર્જરી ના -પરમાણુ ના ભીતર પર આપની કોમેન્ટ જોઈ …

અને કોમેન્ટ માં કંઈક લખવાનો પ્રયત્ન કર્યો.

પણ …..તે સફળ ના થયો……

કારણ નહિ લખું….થોડો વિચિત્ર છું…એટલે????

કવિતા ખૂબ જ સુંદર છે,,,,,

અને છેલ્લો ફકરો તો તેનાથી પણ ચાર ચાંદ લાગી જાય તેવો છે?

ભાષા અઘરી છે…પણ…તે જ રીતે સારી છે,,,,

કાવ્ય-મયતા ભરી ભરી ને લખેલા શબ્દો…

અને અનુભૂતિ….

અનુભૂતિ થયેલા ને કદાચ સમજાય???

કેટલા સમજ્યા  કે સમજશે? તેની જળોજથા છોડી ને …

માત્ર એટલું કહેવા જ લખું છું….

કે ….વાઉ.

“કહેવી હતી જે વાત તે આજે આપે કહી દીધી.”

મુંઝવણ મારી શબ્દો થી આપે લખી દીધી.

લખવું તો ઘણું હતું…

પણ “બોર” નહિ કરું………

“મારી અને દર્પણ વચ્ચે, કેવો શૂન્યાવકાશ સાલે? હું હાથ લંબાવુ તોજ,

તે મને બોલાવે”

અનિલ  સસ્નેહ નમસ્કાર

——————————————————–

તારા જવા ને આવવા વચ્ચે સર્જાયો શૂન્યાવકાશ… વિલપનની પરાકાષ્ઠાએ સર્જાયો આ શૂન્યાવકાશ… હવે તો તારી હાજરીમા ય નથી હટતો આ શૂન્યાવકાશ… આદત બનીને પ્રિય થઇ ગયો છે આ શૂન્યાવકાશ… લાગે છે ચિતા સુધી સાથ આપશે આ શૂન્યાવકાશ… ચોતરફ શૂન્યાવકાશ ને હું કરું શૂન્યમાંથી જ  સર્જન અને શૂન્યનું વિસર્જન ‘હું’ નું વિસર્જન મિશ્રણમાંથી  તત્વનું સર્જન !! મારી અને દર્પણ વચ્ચે, કેવો શૂન્યાવકાશ સાલે? હું હાથ લંબાવુ તોજ, તે મને બોલાવે

સંતોએ એક નિયત અને સંકુચિત શક્તિનું તેના જડ રૂપો સાથેનું, ક્ષુદ્ર જીવનનું સામ્રાજ્ય જોયું, ચિરંતન કાળના …. ગુપ્ત ક્રિયાએ શૂન્યાવકાશમાં સ્પર્શ અને ઘર્ષણ પેદા કર્યા, અમૂર્ત અવકાશમાં તેણે અથડામણ અને આશ્લેષ લાવ્યા: એક … વિદ્યુત શક્તિના એક સાગરે અરૂપપણે તેની અદ્ભુત તરંગ-કણિકાઓ તેઓના નૃત્ય વડે આ નક્કર યોજના બાંધીને રચી આ અનુભૂતિ સાધનાથી થાય.

02

1 ટીકા

Filed under Uncategorized

One response to ““મારી અને દર્પણ વચ્ચે, કેવો શૂન્યાવકાશ સાલે?/ટીપ્પણી ની ટ્ટીપણી

  1. શૂન્યને સમજવું એટલું સહેલું નથી. કદાચ હાઈપરબોલાનો અભ્યાસ કરવાથી એ કેમ સહેલું નથી એ સમજાય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s