સુરત પ્રશ્નોત્તરી /સ્વામીજી

(A) SURAT PRASHNOTTARI – સુરત પ્રશ્નોત્તરી
 
Side 1A – SURAT PRASHNOTTARI – સુરત પ્રશ્નોત્તરી – સુરત શહેરના બૌદ્ધિકો સાથે થયેલી પ્રશ્નોત્તરી –  શરૂઆતમાં ઉદ્ઘોષકે આપેલો સ્વામીજીનો પરિચય. સ્વામીજીની વિનંતી કે બધાજ પ્રશ્નોનો હું ઉત્તર આપીશ એવો મારો દાવો નથી. અમુક પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખ્યા છે, બાકીના પ્રશ્નો સાંભળનારે તે તે દર્શાવેલી મીનીટે જઈ સાંભળી લેવું. સાંભળવાથી વધારે સ્પષ્ટતા થશે. @4.00min. પહેલો પ્રશ્ન – હાલનું વાતાવરણ જોતાં, આતંકવાદ કાયમને માટે દૂર કરવા મુસ્લિમોએ અને બીજાઓએ પણ શું કરવું જોઈએ? @5.30min. આપનો પ્રિય ધર્મગ્રંથ કયો? આપની દ્રષ્ટીએ કઈ પ્રજા સર્વોત્તમ છે અને શા માટે? @8.00min. દેશમાં ભ્રષ્ટાચાર વચ્ચે સફળ વ્યક્તિ કેવી રીતે બની શકાય? @9.16min. વેદ-ઉપનિષદમાં બ્રહ્મચર્યાના ખુબ વખાણ કરવામાં આવ્યા છે, આપનું શું મંતવ્ય છે? @10.33min.શ્રદ્ધા-વિશ્વાસ અને અંધશ્રદ્ધા-અવિશ્વાસ વિશેનો પ્રશ્ન. @12.47min. સત્તા અને સંપત્તિ વિશેનો પ્રશ્ન. @14.35min.ढुंढ़नेसे आदमीको खुदा भी मिल जाता है मगर खूब ढूंढे तो इंसान नहीं मिलता, ऐसा क्युँ? આજના વાતાવરણમાં પ્રત્યેક વ્યક્તિ માનવ બની રહે તે માટે શિક્ષણ કે સાચા અર્થમાં ધર્મ લાગી શકે? @16.05min. મનુષ્યના મૃત્યુ પછી કંઈ પણ હોય છે ખરું? તેનો આત્મા ભટકે? કે પછી મોક્ષ પામે? કે નવો જન્મ ધારણ કરે? સ્વામીજી જવાબ આપે છે કે એના બે ઉત્તરો છે કે શાસ્ત્ર પ્રમાણે તો બધું છેજ પણ મારો અંગત વ્યક્તિગત ઉત્તર છે કે આ પ્રકારનું કોઈ કોઈ વાર બની શકે ખરું તે ઉદાહરણ સહીત સાંભળો. @18.09min. દેશમાં કરોડો અતિ કંગાળ, ગરીબ  અને દુખી માણસો છે અને બીજી બાજુ મુઠ્ઠીભર લોકો પાસે બેફામ સંપત્તિ ભેગી થયેલી છે તો આ બે નંબરની આવકવાળાને કેમ સખત સજા થતી નથી? @20.29min. વર્તમાન લોક સમાજમાં અંધશ્રદ્ધા અને વહેમને લીધે સાધુ પુરુષો વ્યક્તિગત પ્રતિષ્ઠા વધારવા માટે અને પોતેજ ભગવાન બની ગયા છે એ રીતે કહી રહ્યા છે તો એમનો પ્રભાવ સમાજમાં કેવી રીતે ઘટાડી શકાય? જવાબમાં સ્વામીજીએ કહ્યું કે, જો તમારી કરન્સી ચાલતી હોય તો એની ડુપ્લીકેટ થવાનીજ. શ્રદ્ધા હશે તો અંધશ્રદ્ધા રહેવાનીજ.ગાંધીજીએ કહ્યું કે જે શ્રદ્ધાથી લોકોને હાની ન થતી હોય,  લોકોનો વિકાસ ન રૂંધાતો હોય તો એ શ્રદ્ધા હું સ્વીકારી લેવા તૈયાર છું. શ્રદ્ધા કદી પણ સતપ્રતીશક બૌદ્ધિક હોતી નથી. હવે જે પોતાની જાતને ભગવાન માની બેઠા છે અને મનાવે છે એમાં એમનો દોષ છે એટલો આપણો પણ દોષ છે. ભારતમાંજ એટલે કે હિંદુ પરંપરામાં જ્યારથી અવતારવાદ શરુ થયો, “यदा यदा हि धर्मस्य….स्रुजाम्यहम्….(गीता…4-7) જેવા શ્લોકો રચાયા ત્યારથી લોકો માનતા થયા કે ઉપરથી કોઈ ભગવાન આવે અને અમારાં બધા કાર્યો પાર પડે, એ રીતે આ અવતારવાદે માણસોને ભગવાન બનવા માટેનું એક સાધન ઊભું કરી આપ્યું છે. આ બ્લુ-પ્રિન્ટજ આપણે સુધારવી જોઈએ. ભલે કોઈ પણ માણસ ગમે એટલો શક્તિશાળી હોય, ચમત્કાર કરતો હોય કે આકાશમાં ઉડતો હોય એ ભગવાન નથી, નથી અને નથીજ. એવાને આ ભગવાન માનવાની આપણી રીત છે તે આપણે દૂર કરવી જોઈએ. @22.53min. ધાર્મિકતા અને વૈજ્ઞાનિકતા એ બંનેનો સમન્વય કેવી રીતે સાધી શકાય? જવાબ – ધાર્મિકતા અને વૈજ્ઞાનિકતા એક બીજાના પૂરક છે. વૈજ્ઞાનિકતા અને અંધશ્રદ્ધા બે સાથે નહિ રહી શકે. વિજ્ઞાન એ શક્તિ છે અને એ શક્તિને નિયંત્રણમાં રાખીને, માનવ હિતમાં વાપરવી એ ધાર્મિકતા છે. @24.00min. આપના વિશ્વ પ્રવાસ દરમ્યાન આપને કયા દેશની પ્રગતિ વિસ્મયકારક લાગી? જવાબ – ઈઝરાઈલ, વધુ વુગતે સાંભળી લેવું. @25.26min. આજે આપણાં દેશના નેતાઓ ફરીથી આપણને ગુલામ બનાવી રહ્યા છે તો આપના વિચારો દર્શાવશો. જવાબ – આપણી પાસે જે બંધારણ છે, એ ભારતનું નથી. એમની પાસે(અંગ્રેજો પાસે) જે પ્રકારની પ્રજા છે, એ પ્રકારની પ્રજા આપણી પાસે નથી. અહીંના માણસો(લોકસભા-વિધાનસભામાં) સવારે, બપોરે અને સાંજે વેચાય છે. આવું બધું બીજા દેશોમાં થતું નથી. એટલે ભારતની ડેમોક્રસી ભારતીય પરિપેક્ષમાં હોવી જોઈએ. અત્યારનું બંધારણને બદલવું જરૂરી છે. @27.13min. આટ આટલી રામકથાઓ, સંપ્રદાયો પછી પણ માણસ વધુને વધુ કેમ બગડતો જાય છે? @28.32min. વ્યક્તિપૂજા તથા મૂર્તિપૂજાના કારણે સમાજની અધોગતિ થઇ છે, એવું તમે માનો છો? સ્વામીજીએ કહ્યું કે વ્યક્તિપૂજાથી બચવા માટે મૂર્તિપૂજા છે. વ્યક્તિપૂજાથી અધોગતિ થઇ છે પણ મૂર્તિપૂજાથી થઇ નથી. તમે જયારે જીવતા માણસને ભગવાન તરીકે પૂજો છો તો એ પૂજામાંથી છોડાવવા માટે મંદિરમાં મૂર્તિ મુકવામાં આવી છે. મૂર્તિપુજાના દ્વારા મંદિરમાં જે વ્યાપાર ચાલે તે બંધ થવો જોઈએ. વ્યાપાર ચલાવવાનું કારણ એ છે કે, અહિયાં ધાર્મિક આજીવીકાથી જીવનારો એક બહું મોટો વર્ગ છે. આપણે મંદિરની દુકાનદારી થી બચવું જોઈએ. તમે કદી પણ રેશનાલીસ્ટોની સભાની બહાર ભિખારીઓને બેઠેલા જોયા? કોઈ વ્યક્તિને એટલું માને છે કે બીજી કોઈ વ્યક્તિની નોંધ લેવા પણ તૈયાર નથી, ત્યારે એ વ્યક્તિ પૂજા તમારા માટે અને સમાજ માટે ખતરનાક છે. વધુ આગળ સાંભળી લેવું. ધર્મ બાબતે હિંદુઓમાં વિશાળતા જોવામાં મળશે કે પીર બાપજીને પગે લાગશે અને તાજીયાને પણ પગે લાગશે કારણકે ગીતા કહે છે, “यद्य्द्विभुतिमत्स्त्वम् ….तेजोन्श्संभवं ….(गीता  10-41). જ્યાં તને કોઈ વિભૂતિ દેખાય એ મારીજ વિભૂતિ છે, તું એને પગે લાગ. મારી સમજણ પ્રમાણે મુસ્લિમો કોઈ માણસને અલ્લાહ નથી માનતા પણ પયગંબર સાહેબ માટે એમની એટલી બધી જકડાઈ ગયેલી વૃત્તિ છે કે હું જયારે ધ્યાનથી કવ્વાલી સાંભળું છું ત્યારે તો તે માંડ માંડ 15-20% અલ્લાહની હોય પણ 80% જેટલી પયગંબરની હોય છે. પયગંબર સાથે માણસોને એટલા જોડી દીધા કે  તેઓ બીજા કોઈને સાંભળવા કે કોઈની વાત માનવા તૈયાર નથી. એટલે એ પ્રમાણે તમે સત્યને શોધી ન શકો. પયગંબર મહાન છે, ઋષીઓ મહાન છે પણ એની સાથે વર્તમાનના મહાપુરુષોને પણ સાથે લેવા જોઈએ, એ યુગ ધર્મ છે. જો યુગ ધર્મ નહિ હોય તો શાસ્ત્ર ધર્મ તો સમય ઉપર આઉટડેટ થઇ જતો હોય છે. @33.27min. આપણે ત્યાં જ્ઞાતિઓને અનુલક્ષીને કામો થતા રહ્યા છે કે, જ્ઞાતિની વાડી, જ્ઞાતિની શાળા, જ્ઞાતિની સોસાયટી બને. આપે અધોગતિનું મૂળ વર્ણવ્યવસ્થા પુસ્તક લખ્યું છે કે આપણી આ વૃત્તિ છે તે ભવિષ્યમાં કેવા વિનાશક પરિણામ લાવશે? @34.58min. આપણી હાલની સરકાર, પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવાની ઘેલછામાં વધુ પડતી ઝુકી જતી હોય એવું નથી લાગતું? @36.02min. શિક્ષણના  ક્ષેત્રમાં જે અરાજકતા પ્રવર્તે છે, એમાં જવાબદારી કોની? જવાબ – શિક્ષકોની, કેમ? તે સાંભળો. @38.14min. કોમી રમખાણો જે દેશમાં થાય છે તે જુદી જુદી કોમના લોકોને કારણે નહિ પણ રાજકારણીઓને આભારી છે. કોમી રમખાણોના કારણો સાંભળો. @40.54min. હું આખો દિવસ કેવી રીતે ગુજારું કે રાત્રે મને નિરાંતે ઊંઘ આવી જાય? જવાબ – સારાં કામો કરવા એ પણ એક પ્રકારની ભક્તિ છે. “स्वकर्मणा….मानव….(गीता 18-46). અર્જુન તારાં જે કર્મો છે, એજ મારી ઉપાસના છે. @41.43min. આજના ભ્રષ્ટાચાર અને ભૂખના પ્રવર્તમાન યુગમાં જયારે પ્રાદેશિકવાદ વકરી રહ્યો છે અને દેશ-દાઝ્નો અભાવ છે તો ભારત વિશ્વસારથી બને એ દિવાસ્વપ્ન નથી લાગતું? @44.04min. ચર્ચિલના શબ્દો “ભારતની પ્રજા ચોર અને પીંઢારાને સોંપી રહ્યા છે” એ સાચા પડતા જણાઈ રહ્યાં છે, તો આપનો શું અભિપ્રાય છે? @45.06min. ભારતમાં દેવી દેવતાઓનું પ્રમાણ વધારે કેમ છે? જવાબમાં હિન્દુત્વને સમજો.

 

Leave a comment

Filed under અધ્યાત્મ, ઘટના, પ્રકીર્ણ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s