સંસ્કૃતિ ઉપર અતિક્રમણ / સ્વામીજી+ કૃષ્ણકાંત ઉનડકટ

Side 1B – SURAT – દરેક ક્ષેત્રમાં પશ્ચિમની સંસ્કૃતિએ ભારતીય અને પૂર્વીય સંસ્કૃતિ ઉપર અતિક્રમણ કર્યું હોય એવું જણાય છે, એને ખાળવાના ઉપાયો શું? સ્વામીજીએ જવાબ આપ્યો, માફ કરજો, હું તમને બધાને પૂછુ છું કે તમારામાં ધોતિયું પહેરેલાં કેટલાં માણસો છે? તમને પાટલુન પહેરવાનું કોણે કહ્યું? કોઈ પશ્ચિમના માણસે કહ્યું કે તમે પાટલુન પહેરો. નહીં, છતાં આપણે પહેરીએ છીએ કેમકે એમાં સગવડ છે, વિજ્ઞાન છે. તમારા વાળ કાપવાનું, દાઢી કરવાનું કોણે કહ્યું? આ બધુંજ પશ્ચિમનું છે. જે સંસ્કૃતિની અંદર વિજ્ઞાન હશે, સૌંદર્ય હશે, “सत्यम् शिवम् सुन्दरम्” એનો આપોઆપ પ્રચાર થશે, વધુ આગળ સાંભળો. @2.32min. બધાજ રાજકારણીઓ પોતે સુધરતા નથી અને બીજાને ઉપદેશ આપે છે, તો ભારતની જનતા કોના ઉપર વિશ્વાસ મૂકશે? ભારતનું ભવિષ્ય કેવું હશે? @4.04min. જે જગતમાં માતા-પિતાની ઉપસ્થિતિમાં પુત્રીઓ ઉપર બળાત્કાર થાય અને સંતાનોની ઉપસ્થિતિમાં માતાઓ ઉપર બળાત્કાર થતા હોય છે, એ જગતમાં કહેવાતા ન્યાયી, દયાળુ અને સર્વ શક્તિમાન ઈશ્વરનું અસ્તિત્વ કેવી રીતે સંભવી શકે? જવાબ – આ તો બહું નાની વાત છે. હિટલરે 60 લાખ યહુદીઓને ગેસ ચેમ્બરમાં મારી નાંખ્યા અને સ્ટાલીને રશિયામાં બે કરોડ માણસોને મારી નાંખ્યા હતા. એટલે આ જે અન્યાય છે એ તો કંઈજ નથી. એનાથી પણ ભયંકર થતું રહે છે, પણ એની સામે બીજો એક પ્રશ્ન પૂછું, કે માનો કે હિટલર થયો પણ એની સામે મિત્ર રાષ્ટ્રો ઊભા ન થયા હોત તો? ઈશ્વર પણ કહે છે કે તમે પણ મિત્ર રાષ્ટ્રોની માફક સામનો કરતાં શીખો. આ જે અત્યાચારો છે, એને રોકી શકાય છે, દબાવી શકાય છે, નષ્ટ કરી શકાય છે, શરત એટલીજ કે તમે કેટલા એક્ટીવ છો? ઈશ્વરને એમાં દોષ દેવાનો નથી. ઇશ્વરતો દ્રષ્ટા છે, “राम जरोंखे बैठके सबका मुजरा लेत” વધુ આગળ સાંભળો. એવા ઘણા દેશો છે જ્યાં બળાત્કાર થતાંજ નથી, કેમ? તે સાંભળો. @7.04min. “सत्यं परम् धीमहि” સમજાવશો? @9.32min. આજે જે શિક્ષણનું વ્યાપારીકરણ થઇ રહ્યું છે તે સમાજ અને રાષ્ટ્ર માટે હિતાવહ છે ખરું? @11.03min. આપ આપના પુસ્તકમાં લાખો છો કે ઘણી સ્ત્રીઓએ બગડેલા પુરુષોને સુધાર્યા છે પરંતુ કોઈ પુરુષ એવો નથી થયો કે જેણે બગડેલી સ્ત્રીને સુધારી હોય? તો સ્ત્રી કેવી રીતે સુધરે? જવાબ – આટલામાં કોઈ પુરુષ છે, જેણે પોતાની સ્ત્રીને સુધારી હોય? વધુ આગળ સાંભળો. @12.44min. આપણા માટે ઉત્તમ જીવન શૈલી કઈ? @14.05min. ધર્મઝનુન અને ભ્રષ્ટાચાર રોકવાના સચોટ ઉપાયો કયા? હિંદુઓ કેમ ઝનુની નથી બન્યા તે સાંભળો. “आकाशं पतितं तोयं यथा गच्छति सागरं, सर्व देवो नमस्कारं केशवम् प्रति गच्छति” મહંમદ ગઝનીએ નાલંદાનો વિનાશ કેમ કર્યો? ધર્મઝનુનથી લોકોને બચાવવા હોય તો ધર્મની બ્લુ પ્રિન્ટ સુધારવી જોઈએ. ઝનુનના અનિષ્ટો ઝનુનીઓનેજ ભોગવવાં પડતાં હોય છે. @19.20min. આપ આખી દુનિયામાં ભ્રમણ કરો છો તો શું તમે માંસાહારી ખોરાક લીધો છે ખરો? જવાબ – કદી નહિ, છતાં હું માંસાહારીઓનો વિરોધ કરતો નથી. કોઈ શાકાહાર કરતો હોય તો તે સજ્જન થઇ જાય છે એવું હું માનતો નથી. મેં માંસાહારીઓની દયા અને શાકાહારીઓની ક્રુરતા જોઈ છે. અત્યારે જે કોઈ બેંકો ઉડી છે તે ડુંગળી-લસણ ન ખાનારાઓએ ઉડાડી છે. આપણાં પ્રાચીન શાસ્ત્રો રામાયણ અને મહાભારતમાં માંસાહારજ ભર્યો પડ્યો છે. @20.47min. આપના ઘણા પુસ્તકોમાં સ્વાધ્યાય પ્રવૃત્તિની પ્રસંશા કરી છે પણ સાથે સાથે એનો વિરોધ પણ કર્યો છે તો સ્વાધ્યાય પ્રવૃત્તિ અંગે આપનો સ્પષ્ટ અભિપ્રાય જણાવશો? જવાબ – બધું લખવું શક્ય નથી એટલે સાંભળવું જરૂરી છે. @24.19min. કર્મનું બંધન અને પુનર્જન્મ વિષે આપ શ્રીનો અભિપ્રાય શું છે? જવાબ – શાસ્ત્રમાં તો પુનર્જન્મ ભર્યો પડ્યો છે, પણ વ્યક્તિગત મારો મત એવો છે કે પુનર્જન્મ નથી. કર્મનો સિદ્ધાંત પણ સો ટકા સાચો નથી. @25.51min. આપે જુનાગઢમાં એક કેદી જેલમાંથી છૂટ્યો તેને ટ્રેક્ટર ભેટ આપ્યું, ન્યાયના સંદર્ભે અદભૂત પગલું ભર્યું હતું પરંતુ ભારતમાતા પરના બળાત્કારી બાબરનાથ સ્મારકના સંદર્ભે આપનું મૌન સમજાતું નથી. @25.50min. ભગવાનને કોઈએ જોયા હશે ખરા? જવાબ – શ્રી અરવિંદે લખ્યું છે કે કોઈ વસ્તુ હોય તો એનો સાક્ષાત્કાર થાયજ. મેં મારા પુસ્તકમાં લખ્યું છે કે મેં કોઈ દિવસ ભગવાનના દર્શન નથી કર્યા પણ ભગવાનની કૃપાનો અનુભવ ઘણીવાર કર્યો છે, તો એ પણ દર્શનનો એક પ્રકાર છે. @28.19min. પ્રતિદિન ત્રણ કરોડ રૂપિયાનું ખાંડવાળું પાણી પીવડાવીને અઢળક પૈસા પરદેશ ઘસડી જવામાં આવે છે, પ્રજાના આરોગ્યને નુકશાન થાય છે, ઘુટકા ખાયને દરરોજ 100 માણસો મૃત્યુ પામે છે તો આપણી સરકાર આ અટકાવતી કેમ નથી? આ ચિંતન બરાબર નથી, કેમ? તે સાંભળો. @30.42min. આ દેશમાં મોટામાં મોટો પ્રશ્ન નૈતિક મુલ્યોની કટોકટીનો છે તો આનો ઉકેલ કેવી રીતે લાવી શકાય? @33.44min. કર્મયોગી યોજના દ્વારા, સરકાર દ્વારા આચાર્યો, શિક્ષકો, ક્લાર્કો, પટાવાળા અને સંચાલકોને તાલીમ આપવા માંડી છે તો હવે આપને એવું લાગે છે કે શિક્ષણનું કલેવર બદલાશે? @35.04min. વેદ-ઉપનિષદ વગેરે ધર્મ ગ્રંથોમાં “હિંદુ” શબ્દનો ઉલ્લેખ નથી તો સાચો શબ્દ કયો છે? @38.31min. આપણે જીવનમાં કોઈને પણ ગુરુ બનાવવા જોઈએજ એવું કરું? જવાબ – એ જરૂરી નથી. ગુરુવાદ બંધ થવો જોઈએ. ખરેખર જ્ઞાન માટેજ ગુરુ છે અને મોટામાં મોટો ગુરુ તો પોતાની માતા છે, પછી પિતા અને શિક્ષક છે. તમારું અજ્ઞાનજ ગુરુની આવક છે. @40.21min. भजन – मन लागो मेरा यार फकिरीमें – सूफी संत आबिदा परवीन. 

 કૃષ્ણકાંત ઉનડકટનો જન્મ ૧૯૬૩માં જુનાગઢ જીલ્લાના એક નાનકડાં ગામ શાપુરમાં થયો હતો. એમના પિતા રસિકલાલ ઉનડકટ વેપારી હતા અને માતા જશુબહેન શિક્ષિકા હતા. આર્થિક રીતે એ એક સુખી પરિવાર હતું.

કૃષ્ણકાંતભાઈએ ધોરણ ૧ થી ૪ સુધી ગામની શાળામાં જ અભ્યાસ કર્યો પણ પાંચમા ધોરણથી નવમા ધોરણ સુધીનો અભ્યાસ કરવા એમને પોરબંદર જવું પડ્યું. પોરબંદરમાં એમની જ્ઞાતિ દ્વારા ચલાવાતા લોહાણા બાલાશ્રમમાં રહીને આ અભ્યાસ કર્યો. ત્યાર બાદ કુટુંબે શાપુરથી જુનાગઢ સ્થળાંતર કર્યું, એટલે કૃષ્ણકાંતનો ૧૦મા થી ૧૨મા ધોરણ સુધીનો અભ્યાસ જુનાગઢમાં થયો અને ત્યારબાદ જુનાગઢની જ કોમર્સ કોલેજમાંથી B.Com. અને ત્યાંની જ લો કોલેજમાંથી LLB કર્યું. પિતા “શરૂઆત” નામના સાપ્તાહિકના માલિક હતા, એટલે કૃષ્ણકાંતને જર્નલિઝમમાં પહેલેથી રુચી હતી. એમણે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એ. ડી. શેઠ પત્રકારિત્વ ભવનમાં જર્નલિઝમ ડીપ્લોમા અને ત્યારબાદ માસ્ટર ઇન જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનની ડિગ્રીઓ પ્રાપ્ત કરી. આ સિવાય એમણે IIM ઈંદોરમાં પત્રકારિતા અંગેનો ખાસ કોર્સ પણ કર્યો છે.

શિક્ષણ પૂરૂં કરી જૂનાગઢ ખાતે પહેલા જનસત્તા દૈનિક અને એ બાદ ગુજરાત સમાચાર દૈનિકના બ્યુરોચીફ તરીકે કામ કર્યું. ત્યારબાદ ગુજરાતના ખૂબ જ લોકપ્રિય સાપ્તાહિક ચિત્રલેખાના સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત અને છેલ્લે દિલ્હીના બ્યુરોચીફ તરીકે પાંચ વર્ષ માટે કામ કર્યું. ચિત્રલેખા છોડ્યા બાદ ગુજરાત સમાચારના નિવાસી તંત્રી તરીકે ચાર મહિના માટે ભાવનગર શહેરમાં કામ કર્યું, ભાવનગર બાદ ગુજરાત સમાચારની જ વડોદરા આવૃત્તિમાં લગભગ એક દસકા સુધી નિવાસી તંત્રી તરીકે પત્રકાત્વ ખેડ્યું.

પત્રકારત્વની દુનિયામાં વધુ પ્રગતિ સર કરી તેઓ ગુજરાત સમાચાર બાદ દિવ્ય ભાસ્કરના તંત્રી બન્યા. દોઢ વર્ષ સુધી દિવ્ય ભાસ્કરની સુરત આવૃત્તિ અને એક વર્ષ માટે વડોદરા આવત્તિના નિવાસી તંત્રી તરીકે કામ કર્યું. દિવ્ય ભાસ્કર સમૂહના માસિક અહા જિંદગીમાં પણ તેમના લેખો અને કોલમ નિયમિત રીતે પ્રકાશિત થતા હતા.

કૃષ્ણકાંત ઉનડકટ છેલ્લાં ચાર વર્ષથી પરિવાર સાથે અમદાવાદ સ્થાયી થયા છે. 2010-11ના આઠેક મહિના સમભાવ ગ્રુપના અભિયાન સાપ્તાહિકના તંત્રી તરીકે ફરજ બજાવી. છેલ્લાં ત્રણેક વર્ષથી તેઓ સંદેશ દૈનિકના તંત્રી છે.

કૃષ્ણકાંત ઉનડકટના જીવનસાથી જ્યોતિબહેન પણ પત્રકાર છે. મુંબઈ સમાચાર દૈનિકની ગુરુવારે પ્રસિદ્ધ થતી લાડકી પૂર્તિમાં તેઓ “તારે મન મારે મન” નામની કોલમ લખે છે. એમણે ૧૫ વર્ષ સુધી ચિત્રલેખા સાપ્તાહિકમાં સિનિયર રિપોર્ટર અને કોલમિસ્ટ તરીકે ફરજ બજાવી. છ મહિના માટે અભિયાન સાપ્તાહિકના ફીચર્સ એડિટર તરીકે કામ કર્યું છે. એ બાદ છ મહિના તેમણે સ્પાર્ક્ બ્રોડકાસ્ટિંગ પ્રાઈવેટ લિમિટેડના મોનિટર પખવાડિકમાં ફીચર્સ એડિટર તરીકે ફરજ બજાવી છે. પત્રકારત્વની દુનિયામાં આ યુગલ માનભર્યું સ્થાન ધરાવે છે.

પત્રકારત્વમાં બહોળો અનુભવ ધરાવતાં કૃષ્ણકાંત ઉનડકટ વાચકોના મનને સ્પર્શી જાય એવાં લેખો લખવામાં માહેર છે. જિંદગીની ઘટમાળને ફિલોસોફી સાથે સાંકળી અને લોકોને કંઈક શીખવા મળે એ રીતે તેમના શબ્દો વાચકના હ્રદય સુધી પહોંચે છે. સાંપ્રત પ્રવાહો અને રાજકારણને લગતાં લેખોમાં તેમની હથોટી અને બહોળો અનુભવ રીફ્લેક્ટ થયાં વગર નથી રહેતો.

દર રવિવારે સંદેશ દૈનિકની સંસ્કાર પૂર્તિમાં કૃષ્ણકાંત ઉનડકટની ચિંતનની પળે કોલમ છેલ્લાં દસ વર્ષમાં એક મુકામ કાયમ કરી શકી છે. અનેક વાચકોને પોતાની જિદંગી વિશેની સમજ અને સહજતા આ લેખોમાંથી મળે છે એવું લખીએ તો યોગ્ય કહેવાશે. એમના લેખોમાં વિષયની સમજ, ઊંડાણ, પ્રવાહિતા સાથે સાથે સરળતા જોવા મળે છે. કોઈપણ વિષયને દાખલા-દલીલો સાથે સમજાવવાની એમની શક્તિ અદભૂત છે.

સાંપ્રત પ્રવાહો અને રાજકારણને લગતાં લેખો પણ સંદેશ દૈનિકમાં પ્રકાશિત થાય છે. દેશ અને દુનિયાનાં વિષયો આવરી લેતી દૂરબીન કોલમ દર સંદેશ દૈનિકમાં બુધવારની અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં પ્રકાશિત થાય છે. આ ઉપરાંત દેશ અને દુનિયા રાજકારણને સ્પર્શતી તેમની એકસ્ટ્રા કોમેન્ટ કોલમ દરરોજ નિયમિત રીતે સંદેશના એડિટ પેઈજ ઉપર પ્રકાશિત થાય છે. આ તમામ લેખો તેમનાં પોતાના બ્લોગ http://krishnkantunadkat.blogspot.com/ , સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પણ તેમજ બીજા અનેક બ્લોગ્સમાં જોવા મળે છે.
ચિંતનના વિષય ઉપર એમના પાંચ પુસ્તકો ચિંતનની પળે, ચિંતનને ચમકારે, ચિંતનને અજવાળે, ચિંતન @ ૨૪ X ૭ અને આમને-સામને પ્રગટ થયા છે.

કૃષ્ણકાંતભાઈ એક સારા લેખક ઉપરાંત એક સારા વક્તા છે. એમણે ઘણી જાણીતી સંસ્થાઓમાં પત્રકારિતા અને અન્ય વિષય ઉપર પ્રવચનો આપ્યા છે. આ અંગે એમણે સિંગાપોર, લંડન, સ્વીટ્ઝરલેન્ડ અને બાંગ્લાદેશનો પ્રવાસ પણ કર્યો છે. પોતાનું પત્રકારિતાનું જ્ઞાન અન્ય લોકોને મળે એટલા માટે પત્રકારિતાની કોલેજોમાં પાર્ટ ટાઈમ લેકચરર તરીકે પણ સેવા આપે છે.

કૃષ્ણકાંતભાઈને જાણવા માટે પહેલા એમના લેખ વાંચવાની હું ભલામણ કરૂં છું, એ લેખ વાંચ્યાબાદ તમને લાગશે કે મેં એમનો પરિચય અધૂરો જ આપ્યો છે.

-પી. કે. દાવડા

image[1]

Leave a comment

Filed under અધ્યાત્મ, ઘટના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s