શિક્ષણ/સ્વામીજી

 
Side A – SHIKSHAN-NAA TRAN(3) PRERAK TATVO – SANTRAMPUR – શિક્ષણના ત્રણ પ્રેરક તત્વો – સંતરામપુર – હાઇસ્કુલની રજત જયંતી પ્રસંગે – કેળવણીની બે પાંખો છે, ઘડતર અને શિક્ષણ. બહું ઓછા માણસો શિક્ષિત અને ઘડાયેલા હોય છે. શિક્ષણના ત્રણ પ્રેરક તત્વો છે. સૌથી પહેલું તત્વ કુદરત-ઈશ્વર છે. ઈશ્વર ઈચ્છે છે કે માણસ ભણે, એટલા માટે માણસને જીજ્ઞાસા આપી અને એની સાથે એ ઈચ્છાને પૂરી કરવા તત્પરતા આપી. ત્રીજી વસ્તુ છે અનુશાસન. તમને નવું નવું જાણવાની ઈચ્છા થવીજ જોઈએ. મૃત્યુ ભલે આવે પણ જીજ્ઞાસાને મરવા ન દેશો. કોઈપણ પ્રજાને જ્ઞાનથી મારી નાંખવી હોય તો એની જિજ્ઞાસાને મારી નાંખો, એટલે જ્ઞાન શૂન્ય થઇ જશે. કોઈપણ પ્રજાને સમૃદ્ધિથી મારી નાંખવી હોય તો એની ઈચ્છા શક્તિને મારી નાંખો તો પ્રજા ભિખારી થઇ જશે. ભારતની જે આ ભિખારી સ્થિતિ છે એમાં આ બે તત્વોએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે. કોલંબસ, સિકંદર રોટલો શોધવા ન હોતા નીકળ્યા. એડમંડ હિલેરી એવરેસ્ટ ઉપર ચઢ્યો હતો ત્યાં ઉપર કોઈએ ઢેબરું ન હોતું મૂકી રાખ્યું. આપણી ભાગોળે એવરેસ્ટ પણ આપણને કદી ચઢવાની ઈચ્છાજ ન થઇ. કારણકે ભારતની પ્રજાની ઈચ્છા શક્તિને મારી નાંખવાનું નામ અધ્યાત્મ માનવામાં આવ્યું, એટલે સાહસ વૃત્તિ, કંઈ કરી બતાવવાની વૃત્તિ આપોઆપ ખતમ થઇ ગઈ. આપણે સેંકડો, હજારો આચાર્યો પેદા કર્યા પણ એક સિકંદર કે નેપોલિયન પેદા ન કર્યો. @5.01min. આટલો મોટો વિશાળ દરિયો પણ એક કોલંબસ કે વાસ્કો-ડી-ગામા પેદા ન કર્યો. કારણકે આપણને રસજ નથી, માણસ જીવે ત્યાંથી મરી જવાની વાત કે સાથે કંઈ આવવાનું નથી. આપણે એક મુદ્દો સમજવો જોઇશે કે તમારી તમામે તમામ શક્યતાઓ તમારા મસ્તિષ્કમાં રહેલી છે. જ્ઞાનની, સમૃધ્ધિની, આદ્યાત્મિક અને ભૌતિક શક્યતાઓ તમારા મસ્તિષ્કમાં રહેલી છે. જો આ મસ્તીષ્કને તમે મારી નાંખશો તો માણસને મારવા કરતાં મોટું પાપ થશે. માણસ મરશે પણ મસ્તિષ્ક ન મારે તો જુઓ જાપાન ઊભું થઇ ગયું, જર્મની ઊભું થઇ ગયું. કારણકે પ્રજાને તોપોથી કે એટમ બોમ્બથી મારી નથી શકાતી. પ્રજા તો એના મસ્તિષ્કથી મરતી હોય છે અને મસ્તિષ્ક દુશ્મનો નથી મારતાં અમે એ કામ પૂજાઈ પૂજાઈને કરીએ છીએ. એટલે આ પ્રજાને મસ્તિષ્કથી મારી નાંખવામાં આવેલી છે. “या देवी सर्व भूतेषु इच्छा रुपेन संस्थिता नमस्तस्ये नमस्तस्ये, नमस्तस्ये नमो नम:” ઈચ્છા તમારી શક્તિ છે. તમારા જ્ઞાનનો પાયો જીજ્ઞાસામાં છે. અમેરિકામાં એક પાંચ વર્ષની જીજ્ઞાસુ છોકરીનું ઉદાહરણ સાંભળો. @10.44min. પ્રત્યેક જ્ઞાનને વિજ્ઞાન હોય છે, પછી એ ભૌતિક જ્ઞાન હોય કે આધ્યાત્મિક હોય.. વિજ્ઞાન વિનાનું જ્ઞાન આપોઆપ સમાપ્ત થઇ જાય છે. આ જ્ઞાન ત્રણ રીતે મરતું હોય છે. આ જ્ઞાન જડતાથી મરતું હોય છે. તમે 50 વર્ષથી સંતરામપુરમાં રહેતા હશો પણ એક લેખક એક કલાકમાં સંતરામપુરનો લેખ તૈયાર કરે તો તમને નવાઈ લાગશે કે આટલું તો અમે નથી જાણતા. માણસને નજીકનું જાણવાની અને સમજવાની ઇચ્છાજ નથી થતી હોતી. દૂરની વસ્તુ જાણવી કઠીન છે, પણ નજીકની એથીયે કઠીન છે. દૂરની વસ્તુ જોવા ટેલીસ્કોપ જોઈએ પણ નજીકની વસ્તુ જોવી હોય તો માઈક્રોસ્કોપ જોઈએ. કદાચ તમારા ગામમાં કોઈ ખરો, સાચામાં સાચો સંત વસતો હોય પણ તમે એને ન ઓળખી શકશો, પણ કોઈ હિમાલયથી આવશે તો તમે એના પગમાં પડી જશો. કારણકે તમારી પાસે ટેલીસ્કોપ અને માઈક્રોસ્કોપ બંને નથી પણ જેની પાસે આ બંને હોય તો તેને તત્વવેત્તા, જ્ઞાની કહેવાય. એટલે તમે તમારી પત્નીને કે પતિને ન ઓળખી શકશો પણ એ નહિ હોય ત્યારે તમે એને ઓળખશો. @15.20min. બીજો દોષ, પૂર્ણતાનો મોહ છે, જે કારણે માણસ જીજ્ઞાસા વિનાનો બની જતો હોય છે. હું પૂર્ણ છું, અમે પૂર્ણ છીએ, અને જે જાણવાનું હતું તે જાણી લીધું છે. આ પૂર્ણતાના મોહ દ્વારા જીજ્ઞાસા મરી જતી હોય છે. અહિયાં એક બહું મોટો ઇતિહાસકાર અલબેરુન, મહંમદ ગઝની સાથે આવેલો, ભારતમાં રહ્યો, સંસ્કૃત ભણ્યો અને સંસ્કૃતમાં વિદ્વાન થયો. એણે લખ્યું છે કે આ દેશની પ્રજા બહું સારી છે પરંતુ એને મોટામાં મોટો દોષ વળગ્યો છે અને એમ મને છે કે અમે પૂર્ણ છીએ, અમને કોઈની જરૂર નથી. એનું પરિણામ એ આવ્યું કે તમારા દેશમાં હ્યુંએનસાંગ, ઇત્સિંગ, ફાહ્યાન વગેરે આવ્યા, 18000 ફૂટની ઊંચાઈથી ખચ્ચરો લઈને આવ્યા, 12-18 વર્ષ સુધી રહ્યા અને ખચ્ચરો ભરી ભરીને પુસ્તકો લઇ ગયા. આપણે એનું ગૌરવ લઈએ છીએ, પણ તમારે ત્યાંથી કેટલા બહાર ગયા? અને ન ગયા તો કેમ ન ગયા? આ એક ભ્રાંતિ છે કે બધું પૂર્ણ જ્ઞાન ભારતમાંજ છે. જે ટાઇમે આ લોકો આવ્યા ત્યારે તમારી પડોસમાં ઈરાન પાસે, અરબસ્તાનમાં, ચાઈનામાં, મિસ્રમાં જ્ઞાનનો ઢગલો પડ્યો હતો. તમે ત્યાં ગયા નહિ, કારણકે ધર્મ એવું શીખવાડતો હતો કે તમે ત્યાં જશો તો ભ્રષ્ટ થઇ જશો. એ ભ્રષ્ટ્તાએ આપણને જ્ઞાનના ક્ષેત્રમાં કુક મંડૂક બનાવી દીધા. એનું પરિણામ એ આવ્યું કે જમ્બો જેટ ભરી ભરીને લોકો અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની ભણવા માટે જાય છે અને ભણીને પાછા આવે ત્યારે ગૌરવ પૂર્વક કહે છે કે હું અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મનીમાં ભણ્યો છું. આપણે ત્યાં ત્રણ કાળો આવે છે, એમાં ઉપનિષદનો વૈદિક કાળ વિષે સાંભળો.@19.44minઉપનિષદનો ઋષિ પોતાની અલ્પતાનો સ્વીકાર કરે છે. એક ખેડૂત રૈક્વ અને રાજાનું ઉદાહરણ સાંભળો. દર્શન અને પ્રદર્શનનો ભેદ સમજો. જે પોથાં વાંચે એ પંડિત કહેવાય અને જે ચહેરા વાંચે એ સંત કહેવાય અને જે હૃદય વાંચે તે ઋષિ કહેવાય. ચહેરો વાંચવાનું એક ઉદાહરણ સાંભળો. @27.00min. ઉપનિષદનો પીરીયડ પૂરો થયો કારણકે લોકો પૂર્ણતાનો દાવો કરવા લાગ્યા, એટલે એની સાથેજ જ્ઞાનનો પીરીયડ પણ પૂરો થયો. પૂર્ણતાએ તમને વિજ્ઞાન વિનાના બનાવી દીધા, એટલે મસ્તિષ્ક જીજ્ઞાસા વિનાનું બન્યું. ભારતમાં બહું ચિંતનકારો થયા પણ એ ચિંતન તમને નોબલ પ્રાઇઝ કેમ નથી અપાવતું. મોડાસામાં સ્વામીજીની જમાતે ઇસ્લામની સભા વિષે સાંભળો. મુસ્લિમ ભાઈઓને પ્રશ્ન કર્યો કે યુરોપની મુઠ્ઠીભર પ્રજા કેમ આખી દુનિયાને મુઠ્ઠીમાં રાખીને બેઠી છે? એનું કારણ શું છે? ભારતમાં નાસ્તિક્તાનો કોઈ પ્રશ્નજ નથી. આપણે ત્યાં ઓવર-ધાર્મિકતાનો પ્રશ્ન છે. હું ઈચ્છું છું કે તમે થોડા નાસ્તિક થાવ. એટલે તમારી જીજ્ઞાસાને અટકાવનાર ત્રીજું કારણ છે, તમારું ચિંતન, ક્યાં તો એ વ્યક્તિબદ્ધ છે કે ગ્રંથબદ્ધ છે, એટલે તમે મુક્ત ચિંતન ન કરી શકો. યુરોપની પ્રજાનું ચિંતન વ્યક્તિમાંથી, ગ્રંથમાંથી બહાર નીકળી ગયું. @31.00min. જે નવું ચિંતન આવ્યું એણે યુરોપને, આખી દુનિયાને મુઠ્ઠીમાં પકડનાર દેશ બનાવી દીધો. કેવી રીતે? તે સાંભળો. ત્યારે શિક્ષણનો પાયો છે અને અનિર્વાર્ય શર્ત છે, તમારી જિજ્ઞાસાને મરવા ન દો. એક પાયલોટ સાથેની વાત સાંભળો કે એને ખબર નથી કે પ્લેન કેમ ઊડે છે એ ખબર નથી. એક ભાઈ કહે છે, આપણે ત્યાં પુષ્પક વિમાન હતું. તો આપણે કેમ ન બનાવ્યું? તમે તમારી પોતાની કાર કેમ નથી બનાવતા? આ બોલ પેન ક્યાંથી આવી? આ માઈક, RCC, પાટલુન, બુશર્ટની ડીઝાઇન ક્યાંથી આવ્યાં? આ ચશ્માની ડીઝાઇન એમણે કરી, તમે કરશો શું? તમે ચગડોળે ચઢેલી પ્રજા છો. ભલા થાઓ, આ ચગડોળ ઉપરથી ઉતરો, બધા ધર્મો સાથે પ્રેમ કરો, પરમેશ્વર એકજ છે. આજે યુરોપમાં ગોરી પ્રજાના ચર્ચો આપણે ખરીદીએ છીએ. અહિયાં કોઈ મંદિરમાં કે મસ્જીદમાં ચર્ચ થઇ શકે? જો તમારે દુનિયાની પહેલા નંબરની પ્રજા થવું હોય તો તમે મૌલિક ચિંતનને વેગ આપો, નહિ તો આ પરંપરાનું ચિંતન તમને ત્રીજા નંબરની પ્રજા બનાવી દેશે. @35.02min. તમારી પાસે જીજ્ઞાસા હોય પણ તત્પરતા ન હોય. સુખને પડતું મુકીને પણ જાણવાની તૈયારી હોવી જોઈએ. ત્રીજી વસ્તુ છે, આપણે અનુશાસિત પ્રજા છીએ? અનુશાસન માટેની ત્રણ શરતો છે, સમય બધ્ધતા, વચન બધ્ધતા અને વ્રત બધ્ધતા. આ ત્રણથી જે બંધાયેલો હોય એજ અનુંશાસન ઊભું કરી શકે. આચાર્યોને કહું છું કે તમે બિલકુલ સમયસર બ્લેકબોર્ડ પાસે ઊભા રહો તો છોકરાંઓ પર સમય બધ્ધાતાની છાપ પડવાની પણ તમેજ 10-15 મિનીટ મોડા જાવ તો છોકરાંઓ તમારી નકલ કરવાનાજ છે. આચાર્યનો અર્થ છે જેની આંખમાં બાપ બેઠો હોય અને હૃદયમાં માં બેઠી હોય. લોકો કઠોરતા સહન કરવા તૈયાર છે પણ એના નીચે કરુણાનું ઝરણું વહેવું જોઈએ. @39.05min. તમે વચન બધ્ધ છો તો બોલેલું પાળો. વચન બધ્ધતાથી  અઘરી શરત છે વ્રત બધ્ધતા, વિષે સાંભળો. તમારો ધંધો એજ તમારું વ્રત છે., તમારી ઉપાસના છે પણ અહિયાં તો ધંધા સાથે દ્રોહ કરવો છે અને આમ, અગિયારસ કરવી છે. સ્વામીજીના કાશીમાં આચાર્ય હતા તે વિષે સાંભળો. રોજના 18 પીરીયડ ભણાવે. આ માણસને પૈસાનો મોહ નથી, કહે છે ભણાવવું એ મારું વ્યસન છે, એટલે ઉપનિષદનો ઋષિ કહે છે “आमायान तु ब्रह्मचारिन् स्वहा, भिमायान तु ब्रह्मचारिन् स्वहा” રોજ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે તું દૂર દૂરથી મને ભણનારા મોકલ, મારી પાસે ભણનારા વિદ્યાર્થીઓ આવે. @43.41min. સંતની વિશેષતા @45.18min. ગીત – નરસિંહ મેહતા – ચાલ રમીએ સહી, મેલ મથવું મહી, વસંત આવ્યો બનવેલ ફૂલી.  
 

 

 

Leave a comment

Filed under અધ્યાત્મ, ઘટના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s