જ્ઞાન અજ્ઞાનનું ક્ષેત્ર/સ્વામીજી//HAPPY FATHER’S DAY

 
Side B – GNAAN-AGNAAN-NU KSHETRA – AMDAVAD – જ્ઞાન અજ્ઞાનનું ક્ષેત્ર – અમદાવાદ મેડીકલ અસોસીઅસન – કોઈની હાજરીમાં એના બહુ વખાણ ન કરવા અને ગેરહાજરીમાં એની બહું ટીકા ન કરવી. જે માણસ ગેરહાજરીમાં ટીકા નથી કરતો અને હાજરીમાં વખાણ નથી કરતો એ માણસ તમને સારો ન લાગે પણ એ સૌથી વધુ વિશ્વાસપાત્ર માણસ છે. @2.24min. પ્રત્યેક સમાજમાં એક પીરામીડ રચાતો હોય છે. ઈજીપ્તના પીરામીડની આકૃતિ આવી શા માટે કરી? એમાં ઉપર પણ સૌંદર્ય નથી અને અંદર પણ સૌંદર્ય નથી. એવી ડીઝાઇન શા માટે કરી? તમે ઈચ્છો તો એમાંથી મેસેજ લઇ શકો છો. જે મેસેજ લઇ શકે છે એ સૌથી વધુમાં વધુ જ્ઞાની થઇ શકે છે. હમણાં જેમ કહેવામાં આવ્યું કે જેમ જેમ તમારું જ્ઞાન વધતું જાય છે, એમ એમ અમારા અજ્ઞાનનું ક્ષેત્ર પણ વધતું જાય છે. જેમ જેમ તમે આકાશમાં ઊંચે ઉડો , એમ એમ તમારી દ્રષ્ટિનો વ્યાપ ઘણો દૂર સુધી જઈ શકે છે. અજ્ઞાનને જોવું એ જ્ઞાનનું સૌથી પહેલું પગથીયું છે. જેને પોતાનું અજ્ઞાન દેખાતુંજ નથી તે કદી જ્ઞાની હોઈ ન શકે. ભારતનું સૌથી મોટું દુર્ભાગુય છે કે, જેને પોતાનું અજ્ઞાન દેખાતુંજ નથી અને આ બધા લોકો ગુરુ થઇ ગયા છે. તમે વિચાર કરો કે આ પ્રજાનું શું થશે? આ બધા પૂર્ણ જ્ઞાની છે. જેમ જેમ તમારા અજ્ઞાનનું ક્ષેત્ર વધતું જાય એમ એમ તમારી સાધનાનું ક્ષેત્ર પણ વધતું જાય. @5.48min. સદીઓ પહેલા, તબીબી ક્ષેત્રમાં એકજ ફેકલ્ટી હતી. આયુર્વેદનો વૈદ હોય કે યુનાની હકીમ હોય કે એલોપેથીનો ડોક્ટર હોય, એ પૂર્ણ હતો. બધા દર્દો અને દવાની ખબર હતી કારણકે ત્યારે આપણું જગત બહુ નાનું હતું પણ હવે જગત ઘણું મોટું થઇ ગયું છે. તબીબીના અનેક ક્ષેત્રો વધ્યાં છે, એમ એનું અજ્ઞાન પણ વધ્યું છે. જ્ઞાનીનેજ અજ્ઞાન હોય, મૂરખને અજ્ઞાન ન હોય, મૂરખ કદી અજ્ઞાનનો સ્વીકારજ ન કરે. આપણાં અહી, બે પીરીયડો છે, ઋષિ અને ગુરુ. ઋષિ પોતાની અલ્પતાનો સ્વીકાર કરે છે. જ્યાં સુધી અલ્પતાનો, અજ્ઞાનનો સ્વીકાર કરો ત્યાં સુધીજ વિકાસ હોય અને જેવા પૂર્ણ જ્ઞાની થયા એટલે વિકાસ અટકી જાય. ઋષિ પીરીયડ પછી ગુરુ પીરીયડ આવ્યો. હમણાંજ એક શ્લોક આવ્યો, “गुरुर ब्रह्मा, गुरुर विष्णु, गुरुर देवो महेश्वर:, गुरु साक्षात परमब्रह्म तस्मै श्री गुरुवे नम:” યાદ રાખો આ ભાવનાત્મક શ્લોક છે. સિધ્ધાંત્મક શ્લોક નથી. “સૂર્ય નારાયણ” છે, બરાબર છે. એ ભાવનાત્મક વાક્ય છે,  ભાવાતિરેકમાં બરાબર છે. પણ એને સિધ્ધાંત્મક વાક્ય માની લો તો તમે સૂર્યનું વૈજ્ઞાનિક રૂપ નહિ સમજી શકો. એમાં જે તત્વો છે, એની જે સીમા છે, એની કૃતિ છે એ તમે નહિ જાણી શકો. એ બધું વિજ્ઞાનથી જાણી શકાય. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ એ તમારા વ્યક્તિગત જીવનના છે. જેને તમે ગુરુ કહો છો, એણે આ સૃષ્ટિની રચના નથી કરી, એટલે એ બ્રહ્મા નથી. એ સૃષ્ટિનું પાલન નથી કરતો એટલે એ વિષ્ણુ નથી અને એ સૃષ્ટિનો વિનાશ નથી કરતો કારણકે એનો પોતાનોજ સંહાર થઇ જાય છે એટલે મહેશ પણ નથી. @10.35min.ભારતમાં ઋષિ યુગ પૂરો થતાંની સાથેજ જે ગુરુ યુગ આવ્યો તેમાં ગુરુ ઈશ્વરની જગ્યાએ બેસી ગયો, અને જેટલાં ગુરુ એટલાં વિભાજન થયાં. ગુરુ એક પ્રકારનું ટોળું બનાવે છે. હિંદુ પ્રજાની કમજોરી અહીંથી શરુ થાય છે. કોઈ પેથી પૂર્ણ નથી એટલે અપૂર્ણતા એ એક વરદાન છે જેથી નવી નવી દવાઓ શોધાય છે, દુનિયાનો વિકાસ થાય છે. સ્વામીજીના એક આયુર્વેદ ફંક્શનનો અનુભવ સાંભળો. ચરક, સુશ્રુત મહાન હતા પણ ભગવાન ન હતા, ઋષિ હતા. એક ઓળખીતા વાણીયા સજ્જન મંદિરમાં કેમ દાન આપે છે? માણસ એ માણસજ છે. પહેલાં માણસો બહુ સારા હતા અને હવે બધા બગડી ગયા છે, એ વાત ખોટી છે. જો તમે ઈતિહાસ અને પુરાણો જોશો તો ખબર પડશે કે પહેલાં અત્યાચારો, જુલ્મો, અન્યાય બહું થયા છે. બધું સુધર્યું નથી અને બધું તો કદી સુધારવાનું પણ નથી. @15.00min. વિવેકાનંદે, રામકૃષ્ણને કહ્યું ભારતમાં બુદ્ધ-મહાવીર થયા, કેટલાયે ઉપદેશ આપ્યા, સાધુ-સાધ્વીના ટોળેટોળાં ગામેગામ ફરતાં કર્યા પણ લોકો ન સુધર્યા તે ન સુધર્યા. કુતરાની પૂંછડી હતી એવીને એવી, એટલે મારે આ પંચાતમાં પડવું નથી. રામકૃષ્ણ અભણ હતા કહ્યું, નરેન્દ્ર આ કુતરાની પૂંછડી વાંકી થઇ જાય એજ બરાબર છે. જો સીધી થઇ જતી હોય તો આપણું શું કામ? દુનિયા કદી સતપ્રતિશક સુધરવાનીજ નથી. આ કળિયુગ નથી આવ્યો કે નથી આ પાંચમો આરો ચાલતો. મારે સ્વીડન જવાનું થયું અને મેં ત્યાં સતયુગ જોયો એ વિષે સાંભળો. ભારતમાં દોઢ થી બે કરોડ લોકો માત્ર ધાર્મિક આજીવિકા પર જીવે છે અને એ અમે બંધ ન થવા દઈશું. તમારા કાનમાં અમે એટલું ભર ભર કરીશું કે સ્કૂલો બંધ થવાની હોય તો થાય પણ અમારો ધંધો બંધ ન થાય. ચાઈનાના મુસ્લિમ પ્રાંત વિષે સાંભળો. આ પ્રાંતમાં સ્કૂલો, દવાખાનાં કરતાં મસ્જીદો વધારે છે. આપણે ત્યાં પણ એજ પરિસ્થિતિ છે. અમારા ચરોતરના એક પટેલ હમણાં 45 કરોડ રૂપિયા એકકી કલમે મંદિર બાંધવા આપ્યા. વેદના થાય કે તમે એ 45 કરોડમાંથી હોસ્પિટલ બાંધી શકો, મેડીકલ કોલેજ બાંધી શકો, એન્જીનીયરીંગ કોલેજ બાંધી શકો. આ મંદિરની વગર જરૂરિયાતની જરૂરિયાત ક્યાંથી ઊભી થઇ ગઈ? અત્યારે સંસ્કૃત યુનીવર્સીટી અને અહિંસા યુનીવર્સીટી થવાની વાતો ચાલે છે. ચાણક્યે લખ્યું છે “वचनेसु किं दरिद्रता” વચન આપ્યાજ કરો. વચનો ન પાડનારા નેતાઓ દેશની દુર્દશા કરવાનું પહેલું નિમિત્ત બનતા હોય છે. @21.40min. માણસ એ માણસજ છે. માણસ બગડ્યો નથી, ઘણો સુધર્યો છે. ચરક મહાન છે પણ ભગવાન નથી. એક ઝનૂની વૈદરાજની વાત સાંભળો. એલોપેથી આજે પણ પ્રયોગશાળાના દ્વારા જીવે છે. આયુર્વેદ એની 333 દવાઓની શ્રદ્ધાના દ્વારા જીવે છે. એલોપેથી સશોધન કરી દર વર્ષે નવી દવાઓ બનાવે છે, એનું પરિણામ એ છે કે કોઈપણ ડોક્ટર નવા મેગેઝીનના સંપર્કમાં ન રહે તો એ ડોક્ટર જુનો, આઉટડેટ થઇ જાય. આયુર્વેદ અટકી ગયેલી પેથી છે, જયારે એલોપેથી આખી દુનિયામાં પ્રસરી ગઈ છે. એટલે જ્ઞાન જેટલું વધે એટલું અજ્ઞાન પણ વધે અને જેટલું અજ્ઞાન વધે એટલી સાધના પણ વધે. જો તમે પૂર્ણ થઇ ગયા તો સાધના ખતમ થઇ જાય. સમાજનો એક અભિજાત વર્ગ હોય છે અને એ પીરામીડની માફક હોય છે. પીરામીડ એક મેસેજ છે. બોટમમાં વધારે પથરા હોય છે અને ધીરે ધીરે શિખર આવે છે. એમ સૌથી નીચે ગરીબ માણસો છે અને પછી છેક ઉપર ટાટા આવે છે, બિરલા આવે છે, અંબાણી આવે છે. એમ આખી પ્રજાનો એક વર્ગ હોય છે, જે શિખર ઉપર આવે છે અને આ આખા પીરામીડને ઊંચકે છે. જો ઉપરના માણસોને કાપી નાંખો તો આખો પીરામીડનો ધ્વંશ થઇ જશે. રશિયાએ એજ ભૂલ કરી, એમાં આખું રશિયા ખતમ થઇ ગયું. અમેરિકાએ એવી ભૂલ ન કરી, પણ ઉપરના માણસોની વધારે કિંમત કરી એટલે નીચેના માણસો આપોઆપ ઊંચકાયા. ચાઈનાએ પણ ભૂલ કરી પણ હવે એ સમજી ગયું છે. આજે ચાઈનાનો ખુબ વિકાસ થઇ રહ્યો છે. આજ સ્થિતિ ડોકટરી લાઈનની છે. ડોકટરી લાઈનનો પણ પીરામીડ છે. નીચે બધા RMPO છે. @25.40min. ડોકટરો જેટલા દર્દીઓને સારા કરે એથી વધારે RMPO સારા કરતા હોય છે. અભિજિત વર્ગ એટલે એક શક્તિશાળી વર્ગ, એ આખા સમાજને ઊંચકે છે. ગાંધીજી આખા દેશને દોરે ત્યારે સદભાગ્ય કહેવાય પણ આખો દેશ જયારે ગાંધીજીને દોરે તો એ દેશનું દુર્ભાગ્ય શરુ થાય. ચાણક્યે લખ્યું છે કે જે પ્રજાના પ્રેશરને પચાવી શકે એજ સફળ રાજા થઇ શકે છે અને જે ન પચાવી શકે એ પ્રજાનું રમકડું થઇ જાય છે. કચ્છનો ભૂકંપ વખતે ડોક્ટરોની સેવા વિષે સાંભળો. @30.36min. ઘણા ડોકટરો માખી મારતાં હોય છે, બધાને ત્યાં લાઈન નથી હોતી. બહું થોડાને ત્યાં લાઈન લાગતી હોય છે. ભારે ચાર્જ કરતા હોય છે, એની ના નથી પણ સમય આવે જે માણસ પૈસા કમાય તે વાપરી શકે કે નહિ તે મહત્વની વસ્તુ છે. નદી કિનારે એક મહાત્મા બેઠા છે અને એક નવું પરણેલું યુગલ પણ ત્યાં બેઠું છે, ત્યાં એક સ્ત્રીને પાણીમાં તણાતી બચાવવા માટેની વાત સાંભળો. નકાર એ બહું મોટો હકાર છે, એટલે નકારથી પ્રભાવિત થશો નહીં. @36.57min. તમે ડોકટરો લાખો રૂપિયા કમાઈ શકો છો, તમે સારી રીતે ઊંચા દરજ્જાનું જીવન જીવતા હોય એની સામે કોઈ ઈર્ષ્યા નથી, કોઈ વિરોધ નથી પણ માનવતા જયારે ડૂબતી ડૂબતી તણાતી આવે અને બૂમ પાડે કે ડોકટરો કચ્છમાં ધરતીકંપ થયો છે, હજારો દબાઈ ગયા છે, હજારોના હાડકાં ભાંગી ગયા છે, ત્યારે પેલા મહારાજની માફક ગયા જનમના આવ્યા તે ભોગવી લ્યો, એવું કહીને બેસી ન રહેતાં, પણ જે આવ્યું તે હાથમાં લઇ ત્યાં માનવતાની વ્હારે પહોંચી જાવ તો હું માનું કે પેલા સંત કરતાં તમારું સંતપણું ઘણું ઊંચું છે. એ ટાઈમમાં પણ પેલું સર્જરીનું ચાલુ રાખ્યું તો પછી, “वैदराज नमस्तुभ्यम् यमराज सहोदर” પેલો યમરાજ તો પ્રાણથી લોકોને મારે છે પણ તમે તો પ્રાણ અને ધન બંનેથી મારો છો, એજ એનો મેસેજ છે. દર વર્ષે અમદાવાદનું મેડીકલ એસોસીએસન પોતાનું એક સંમેલન કરે છે અને મને જાણીને બહુ આનંદ થયો કે આ 100મું વર્ષ ચાલુ થયું છે અને એણે અમદાવાદમાં એક મોટી અસર ઊભી કરી છે કે તમારી એક યુનિટી હોય પણ એ માનવતા માટે હોય, લોકો માટે હોય અને રાષ્ટ્ર માટે હોય. તમે એક હાથે કમાવ તો બીજે હાથે વાપરવાના પણ દિવસો આવતા હોય ત્યારે આવા કામનો મોકો મળે ત્યારે હજાર કામ પડતાં મૂકીને આવાં કામો કરવાનો લાભ લેવો જોઈએ, એ તમારા અહોભાગ્ય છે. सुखिन: क्षत्रिया:…..युद्धमीदेशम्”….(गीता 2-32). અર્જુન યુદ્ધ કરવાનો મોકો ભાગ્યશાળી ક્ષત્રિયોનેજ મળે છે. તમે ડોક્ટર છો અને કોઈવાર આવો કુદરતી વિપત્તિ કે બીજી વિપત્તિનો ચાન્સ મળ્યો અને ત્યારે તમે કમળની માફક ખીલી ઊઠ્યા, એ એક જિંદગીનો સુવર્ણ યુગ હતો. જે ભાઈઓના બહુમાન કર્યાં, જે સંસ્થાઓના બહુમાન કર્યાં, ખરેખર એ માણસોએ ખુબ સારાં કામ કર્યાં અને અમદાવાદ તો એ બાબતમાં તૈયારજ રહેતું હોય છે, આવાં માનવતાના કામો થતાં રહે એવી પરમેશ્વરને પ્રાર્થના, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત.@40.33min. રાણી અને દિગંબર સાધુ. @41.45min. भजन – कलियुगमें केहणीके बहुत मजूर – श्री नारायण स्वामी  AND 

HAPPY FATHER’S DAY
Every one knows the marriage can be a Very Funny affair
The institute of marriage has its ups & downs
Sometimes it could be a good sense of humor
000000000000000000000000000000000000000000You can see it in their eyes,

in tender hugs and long good-byes,
a love that only Dads and daughters know.

You can see it in their smiles,
through passing years and changing styles,
a friendship that continually seems to grow.

You can see it in their lives,
the joy each one of them derives,
in just knowing that the other one is there…

To care and to understand,
lend an ear or hold a hand,
and to celebrate the memories they share.
Once upon a memory
Someone wiped away a tear
Held me close and loved me,
Thank you, Father dear.

 

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s