પ્રવચન વિશેષ – ૨૨/સ્વામીજી+શ્રી જયકાંત જાની

 
Side B – GAU-SANSKRUTI ANE VIGNAAN – AMDAVAD – ગૌ-સંસ્કૃતિ અને વિજ્ઞાન – અમદાવાદ– દુનિયામાં તમને ચાર પ્રકારની પ્રજા જોવા મળશે. સંસ્કૃતિ પ્રધાન, અર્થ પ્રધાન, સૈનિક પ્રધાન અને વિજ્ઞાન પ્રધાન. આ ચાર દ્રષ્ટિકોણને સમજજો એટલા માટે કે પશુ સંબંધી જે ચિકિત્સા અથવા જીવનની બીજી કોઈપણ બાબતની વૈજ્ઞાનિક દ્રષ્ટિ પરદેશમાંથી કેમ આવે છે? એનું મૂળ કારણ શું છે? ભારતની પ્રજા સંસ્કૃતિ પ્રધાન પ્રજા છે. મુસ્લિમ પ્રજા સૈનિક પ્રધાન પ્રજા છે. મુસ્લિમ પ્રજાનો અભિગમ સાયન્સ પ્રત્યે નથી પણ સૈનિક શક્તિ પ્રત્યે છે, એટલે ઈસ્લામે બહું મોટો ઈતિહાસ સર્જ્યો છે. 1300-1400 વર્ષ પહેલાં જે ઇસ્લામનો ઉદય થયો અને માત્ર 100 વર્ષના ટૂંકા ગાળામાં અબ્રસ્તાનથી માંડીને સ્પેન સુધી લીલો ઝંડો ફરકાવી દીધો અને આજે આખી દુનિયામાં દરેક જગ્યાએ મુસ્લિમોની આબાદી છે અને શક્તિ છે. ભારતની પાસે સૈનિક શક્તિ નથી, એટલે ભારત ફેલાઈજ  ન શક્યું. આપણી સંસ્કૃતિને વહન કરનારા ત્રણ મુખ્ય ધર્મો હિંદુ, જૈન અને બૌદ્ધ એ ત્રણે અંતર્મુખતાને પ્રાધાન્ય આપે છે કે બહિર્મુખ થઈને શું મળશે? તમારા પોતાના અંદર ડૂબકી મારો, એનું પરિણામ એ આવ્યું કે તમારા અહિયાં હજારો આચાર્યો થયા, સતાવધાનીઓ, અષ્ટાવધાનીઓ, વેદ-ખડ્શાસ્ત્રો મોઢે રાખનારા થયા પણ ઇતિહાસનું નિર્માણ કરનારા કોઈ ન થયા. @5.47min. પશુને આપણે જોઈએ છીએ અને પશુને પશ્ચિમનો માણસ જુએ છે એમાં શું ફરક છે? આપણે ગાય જોઈએ એટલે કહીએ કે શુકન થયા. આદિથી અંત સુધી, ગાય પવિત્ર છે એમ કહીએ છીએ. કાશીના દશાસ્મેદ ઘાટ ઉપર વાછરડી દ્વારા વૈતરણી તરવાની વાત સાંભળો. જર્મનીમાં ગાયના બાવડાં એવડાં મોટાં કે જમીનને અડતાં હોય. વૈતરણી પર કરવા વિશેની એના મગજમાં કોઈ વાતજ નહિ, એના મગજમાં એકજ પ્રશ્ન છે કે આ ગાયમાંથી વધારેમાં વધારે દૂધ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? આપણાં મગજમાં એ વાત છેજ નહિ, એનું પરિણામ એ આવ્યું કે ગાયનું સાયન્સ આપણે ત્યાંથી લાવવું પડ્યું. આપણું વૈતરણી વાળું સાયન્સ કોઈ લેવા તૈયાર નથી. આપણે કહીએ કે તમારા પૂર્વજોને પાર કરવા હોય તો થોડી ગાયો રાખો પણ એ કોઈ લેવા તૈયાર નથી. પ્રજા   ક્યારે મરતી હોય છે? સાયન્સ વિરોધી બનાવો ત્યારે. સંસ્કૃતિ વિના પ્રજા જીવે નહિ, સંસ્કૃતિ હોવીજ જોઈએ પણ સંસ્કૃતિને સાયન્સ વિરોધી ન બનાવો. સંસ્કૃતિનો પાયો ધર્મ અને ધર્મનું પરિણામ અધ્યાત્મ અને આ ત્રણેને તમે માનવતાનું દ્રોહી ન બનાવો, નહિતો તમારી સંસ્કૃતિના કારણે તમારી પ્રજા પીડા પામતી થશે. આ દેશમાં કેટલી વિધવાઓ દુઃખી થઇ? આજે પણ એવીજ સ્થિતિ છે.@8.56min. સિદ્ધપુરમાં વિધવાઓ વિષે સાંભળો. આપણી સંસ્કૃતિ વિધવાઓના પ્રશ્નોને હલ કરે છે? તમારે ત્યાં કેટલા શૂદ્રો થયા, અસ્પૃશ્યો થયા એ બધાની વચ્ચે તમારી સંસ્કૃતિ ચાલતી રહી. આજે જે કંઈ જુઓ છો એ પશ્ચિમની હવાનું પરિણામ છે. @13.13min. હું જોઉં  છું કે આજે એક વિશ્વ સંસ્કૃતિ ઊભી થઇ રહી છે અને એ કલ્યાણકારી છે. આપણે પોતે એમ કહીએ છીએ કે “वसुदैव कुतुंबकं, यत्र विश्वम् भवत्येकनीडं” આ વિશ્વ સંસ્કૃતિ ઉદાહરણ સહીત સાંભળો. @18.23min. આયુર્વેદના સંમેલનની વાત સાંભળો. આ ચર્ચા બીજા પ્રવચનોમાં આવી ગઈ છે. અહીં લોકોના મગજમાં એટલું બધું ભર્યું છે કે સાયન્સ માટે જગ્યાજ નથી. સાયન્સના પ્રોફેસરનો MSc. પાસ થયેલો છોકરો હવે વૈભવ લક્ષ્મીના વ્રત દ્વારા વૈભવનો ઢગલો કરવા માંગે છે, એના અંદર સાયન્સ ભર્યુંજ નથી. @20.48min. કોઈ માણસને ભગવાન ન બનાવો. માણસને ભગવાન બનાવશો તો પછી તમે એની ભૂલ કાઢી શકશો નહિ અને ભૂલ નહિ કાઢી શકો તો તમે વિકાસ ન કરી શકો. રાઈટર બંધુના વિમાનમાં તમે ઉમેરો-સુધારો ન કરો તો કોનકોર્ડ અને જમ્બોજેટ ન બનાવી શકો.ચરક અને સુશ્રુત ઋષિ છે, મહાપુરુષ છે, પણ ભગવાન નથી. ઋષિ કદી દાવો નથી કરતો કે એ પૂર્ણ છે. હવે તો ભગવાન થવું ઘણું સરળ છે. રજનીશ 30 વર્ષ સુધી ભગવાન રહ્યા પછી કહ્યું કે હું ઓશો છું. પરમેશ્વર એ પરમેશ્વરજ છે. જયારે કોઈ ન હતું અને આપણે કોઈ ન હોઈએ અને જે રહે છે તે પમેશ્વર છે. પરમેશ્વર એકજ છે, શાને માટે આ રવાડે ચઢ્યા છો? કોઈ જ્ઞાન પૂર્ણતાવાળું હોતુંજ નથી. આપણે ત્યાં 40 વર્ષથી એમ્બેસેડોર એકજ મોડેલ ચાલી આવે છે. ભલા થાઓ, જ્ઞાન ઉપર કદી પૂર્ણવિરામ ન હોય. @25.06min. ભારતમાં રીસર્ચ વૃત્તિ કેમ નથી? એક વાંદરો મરી ગયો તો આપણે કલ્ચરની દ્રષ્ટિએ હનુમાનજીની સ્મશાન યાત્રા માટે ફાળો ભેગો કરીએ છીએ. એ હનુમાનજીને આ પશ્ચિમવાળાએ રીસર્ચનું માધ્યમ બનાવી દીધું કે જાતજાતના રોગો કેમ થાય છે? મેલેરિયા કેમ થાય છે? હાડકું તૂટ્યું હોય તો કેમ સાંધી શકાય? વિગેરે. ભારતમાં જેટલી પ્રાણીઓ પ્રત્યે વૃત્તિ છે એટલી દુનિયાના કોઈ ભાગમાં નથી, તેમ છતાં જેટલાં પ્રાણીઓ ભારતમાં રિબાય છે એટલાં દુનિયાના કોઈ ભાગમાં રીબાતાં નથી. અમેરિકામાં ગૌ શાળા જોઈ. અહીં પ્રાણીઓને રીબાવવામાં નથી માનતા અને આપણે ત્યાં જીવાડવામાં માનીએ છીએ કે જીવો પણ રીબાતાં-રીબાતાં. કેટલી દયાના પરિણામે પાંજરાપોળ બનતી હોય છે, એની વૃત્તિની હું કદર કરું છું પણ ત્યાં એટલી બધી જીવાત જોવા મળશે કે આ ઢોરાંની જગ્યાએ પાંજરાપોળ ચલાવનારાને 24 કલાક બાંધો તો કહેશે કે આના કરતાં મને મારી નાંખો તો વધારે સારું, કારણકે આપણી સંસ્કૃતિમાં ધર્મ છે, સંસ્કૃતિ છે પણ સાયન્સ નથી. એટલે આપણે ઓછીતું સાયન્સ લેવું પડ્યું છે.આપણું પ્રાચીન કાળનું થોડું ઘણું સાયન્સ હતું તે દબાઈ ગયું છે. આયુર્વેદના વૈદો પોતાને ડોક્ટર લખે છે અને વૈદ લખે તો ખોટું લાગે છે. APC વાટી વાટીને આપ્યા કરે છે, કારણકે એ અસર કરે છે. તમે પૂર્ણવિરામ મુક્યું એટલે તમારું સાયન્સ દબાય ગયું છે. આ પૂર્ણતાએ ભારતને મારી નાંખ્યું પણ એને ઋષિઓની માફક ગતિશીલ રાખ્યું હોત તો પશ્ચિમની સાથે ભારત પણ દુનિયામાં છવાઈ ગયું હોત. @29.28min. આજે ગુજરાતમાં 1કરોડ 85લાખ ઢોરો છે. ખરેખર ગુજરાતને 50 લાખ ઢોરોનીજ જરૂર છે. એટલે સવા કરોડ ઉપરાંત ઢોરાં ફાજલ છે. આ વધારેના ઢોરો પેલા 50લાખ ઢોરોનું ઘાસ ખાય જાય છે.આપણે જે સમાજ વ્યવસ્થા ગોઠવી તેમાં બહું મોટી પાયાની ભૂલ થતી લાગે છે, તે વિસ્તારથી સાંભળો. પશ્ચિમવાળાઓએ શું કર્યું કે જે ખેતી કરે એજ પશુ પાલન કરી શકે. આપણો ખેતી કરનારો વર્ગ જુદો, ખેતીની પેદાશને વેચનારો જુદો અને પશુપાલન કરનારો વર્ગ જુદો. હવે આ શોષણ ન થાય તો તો થાય શું? ખેતી કરનારને વેપાર નથી આવડતો એટલે વેપારી એનું શોષણ કરે છે. આજે ઘણું બદલાઈ રહ્યું છે. 40 વર્ષમાં બે મોટી ક્રાંતિઓ થઇ છે. ખેડૂતના દીકરાઓ વેપારી થયા અને મજુરના દીકરાઓ સાહેબ થયા. 40 વર્ષ પહેલાં જે બહાર ન હોતા બેસી શકતા તે ઓફિસમાં ખુરસી પર બેસે છે. હું આને ઓછી ક્રાંતિ નથી માનતો. આ ક્રાંતિ મારા કે કોઈ ધર્મગુરુના કહેવાથી નથી આવી, તમે એને રોકી ન શકો. તમે સમયને ઓળખો, પ્રવાહને ઓળખો અને ભૂલોને સુધારો. @35.06min. અમારા એક મુની છે જે પ્રચાર કરે છે કે ટ્રેકટરો ન રાખો અને બળદથી ખેતી કરો. ટ્રેક્ટરનો શું ફાયદો છે તે જાણો. તમે એને અટકાવી ન શકો, કારણ કે માણસનું માઈન્ડ અર્થપ્રધાન છે. તો પછી વધારેના ઢોરોનું કરશો શું? આ બાબતમાં સ્વામીજીના બે લેખો એમના પુસ્તક “નવા વિચારો” માં છે.વીસ વર્ષની યોજના બનાવો. આ જર્મની કે ઓષ્ટ્રેલિઆ નથી કે તમે ઢોરોને કતલ ખાને મોકલી નાશ કરી શકો.એ તો આ દેશમાં શકયજ નથી પણ 20 વર્ષમાં એનો વંશ બદલી નાંખો અને એવો વંશ બનાવો કે પેલા ભરવાડને 200 ગાયો રાખવાના બદલે ફક્ત 10 ગાયો રાખવી પડે.એક સમયે જર્મનીને એવો પ્રોબ્લેમ હતો કે 10 લાખ ટન બટરને કરવું શું? જ્યાં સુધી તમારા મગજમાં સાયન્ટીફીક એપ્રોચ નહિ આવે  ત્યાં સુધી તમે આ ભિખારીપણામાંથી ન છૂટી શકો. ઈશ્વરે તમને ઢગલાબંધ આપ્યું છે પણ તમે એનો સંસ્કૃતિ-સાયન્સ, સંસ્કૃતિ-સૈનિક, અને સંસ્કૃતિ-અર્થતંત્રનો મેળ કરી જાણો તો. @39.48min. આખું મિઝોરામ, નાગાલેંડ કેમ ક્રિશ્ચિયન થઇ ગયું? તે સાંભળો. @44.27min. દૈવી પ્રેમ અને માયાવી પ્રેમ @46.13min. ભજન – અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. 
 
http://www.sachchidanandji.org/cgi-bin/playlect.cgi?../SATLECT/mp3ss203.htm:SATLECT   10 

શ્રી જયકાંત જાની

જયકાંતભાઈનો જન્મ ૧૯૪૬ માં ગોહિલવાડ જીલ્લાના ભાવનગરમાં થયો હતોએમના પિતા ભાવનગરની એક તાલુકાશાળામાં આચાર્ય હતાજયકાંતભાઈનું પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં થયું,પણ હાઈસ્કૂલ માટે પાંચ કિલોમીટર ચાલીને જવું પડતું૧૯૬૩ માં એસ.એસ.સીપરીક્ષા પાસ કરી સર પી.પીઈનસ્ટીટ્યુટ ઓફ સાયન્સમાં એડમિશન લીધુંઈન્ટર સાયન્સમાં પૂરતા માર્કસ ન મળવાથી એંજીનીઅરીંગ કોલેજમાં એડમીશન ન મળ્યુંએટલે બી.એસસીકોર્સમાં જોડાવું પડ્યું૧૯૬૭ માં ફર્સ્ટક્લાસમાં બી.એસસીની ડીગ્રી મેળવી.

૧૯૬૮ માં આલફ્રેડ હાઈસ્કૂલમાં સાયન્સના શિક્ષક તરીકે ૪૩૦ રૂપિયાના માસિક પગારવાળી નોકરીમાં જોડાયાએમને આજીવન શિક્ષક બની રહેવાની ઈચ્છા ન હતી એટલે ૧૯૬૯ માં ૨૧૫ રૂપિયા પગારવાળી નોકરી લઈ એક સ્ટીલ ફાઉન્ડ્રીમાં કેમીસ્ટ તરીકે જોડાયાઅહીં ચીવટ પૂર્વક કામ કરી પ્રોડક્શન મેનેજરની પદવી સુધી પહોંચ્યાકંપનીએ એમને વધારે સારી ટ્રેનીંગ મળે એટલા માટે જાપાન મોકલ્યા૩૫ વર્ષ સુધી આ એક જ કંપનીમાં નોકરી કરીજયકાંતભાઈ ૨૦૦૪ માં રીટાયર્ડ થયા.

એમને એક વાત સારી રીતે સમજાઇ ગયેલી કે વર્તમાન યુગમાં શિક્ષણ અતિ મહત્વનું છેએટલે એમની દિકરીને બી.અને દિકરાને ફાર્મસીમાં પી.એચડીસુધીનું શિક્ષણ અપાવ્યું.

૨૦૦૪ માં એમના નજીકના સંબંધીઓએ એમને અમેરિકાના વિઝા માટે સ્પોનસોર કર્યા એટલું જ નહિં,અમેરિકામાં સ્થાયી થવા માટે જરૂરી મદદ કરીજયકાંતભાઇએ અમેરિકામાં નોકરી કરવા માટે જરૂરી ટ્રેનિંગ લીધી અને નોકરીએ લાગ્યાસમય જતાં અમેરિકાના નાગરિક પણ થઈ ગયાઅલબત એમના સંતાનોએ ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું અને ત્યાં રહીને જ સારી પ્રગતી કરીમોટાભાગે આપણને આનાથી ઉલટું જોવા મળે છેજ્યાં બાળકો અમેરિકામાં અને માબાપ ભારતમાં રહેતા હોય છે.

શાળાકોલેજના અભ્યાસ દરમ્યાન એમને ગુજરાતી સાહિત્ય પ્રત્યે સારૂં એવું આકર્ષણ હતુંવાંચનની સાથે સાથે લેખનની શરૂઆત શાળામાંથી જ થઈ ગઈ હતીલેખવાર્તા અને કવિતાઆ ત્રણે સાહિત્યના પ્રકાર ઉપર હાથ અજમાવ્યો૨૦૦૬ થી બ્લોગ્સમાં એમને રસ પડ્યો અને એમણે નિયમિત રીતે અલગ અલગ બ્લોગ્સમાં એમના લખાણ મૂકવાના શરૂ કર્યાઅત્યાર સુધીમાં ૪૦૦ થી વધારે કવિતા અને પ્રતિકાવ્યો લખીને એમણે બ્લોગ્સમાં મૂક્યા છેજેમા એમને સારો આવકાર મળ્યો છેઅમેરિકાના ઈસ્ટ કોસ્ટથી પ્રસિધ્ધ થતાં માસિક “ગુજરાત દર્પણમાં પણ એમની કવિતાઓ છપાય છેએમની કવિતાઓ મુખ્યત્વે બે પ્રકારની છેએક પોતાના સ્વતંત્ર વિચારોમાંથી સર્જાયલી કવિતાઓ અને બીજા પ્રતિકાવ્યોમારી બ્લોગ્સમાં મુકાયલી કેટલીક કવિતાના પ્રતિકાવ્યો જયકાન્તભાઇએ લખ્યા હતાપહેલા પ્રકારની કવિતાઓમાં વતન અને અમેરિકા વચ્ચે મનમા ચાલતી ખેંચતાણ સ્પષ્ટ પણે જોવા મળે છેએક કવિતામાં જયકાન્તભાઈએ લખ્યું છે,

બહેન રાખડી બાંધવાની રાહમાં સ્વર્ગવાસી થઈ ગઈ,

બહેનના ભ્રાત્રુપ્રેમથી મોં ફેરવીઅમે દૂર ભાગી આવ્યા.”

બીજી જગ્યાએ પોતે સમાજ માટે ખાસ કંઈ કરી શક્યા ન હોવાનો અહેસાસ વ્યક્ત કરતાં કહે છે,

હજાર  હાથે તું  સૌને લુંટાવે છે,

 એક હાથે કોઈને ન દેવાય પ્રભુ?”

આજની સમાજ વ્યવસ્થાથી વ્યથિત થઈફરી ઇશ્વરને પૂછે છે,

સંતાનો હક્ક લઈફરજ ભૂલી જાય છે,

 તારાથી એને ન સમજાવી શકાય પ્રભુ?”

અમેરિકામાં રહેતા કેટલાય ભારતિયોની મનની વાત કહેતાં લખે છે,

“ મુંઝારો એવો અનુભવી રહ્યો છું આ ડોલરના દેશમાં,

  કે ઉભડક શ્વાસે જીવી રહ્યો છું  આ ડોલરના  દેશમાં

પોતાના ગામ ભાવનગરને યાદ કરીને લખે છે,

ગામ વચ્ચે તખ્તેશ્વરઅનુપમ સામે અંબાજી,

 ભીડ ભાંગતા ભીડભંજનમંદીર મંદીરમાં કાલી,

થાપનાથના ચરણ પખાળે બોતળાવના નીર..”

એમની બ્લોગ જગતમાં ખૂબ જ જાણીતી એક કવિતા “સારી રીત નથી” માં જયકાન્તભાઈ લખે છે,

એવું  યે  નથી વતન  માટે  મને પ્રીત નથી,

હું જાણું છું કે અમેરિકા રહેવામાં મારૂં હીત નથી;

 ઇચ્છા થાય છે અમેરિકાના અનુભવો લખું તમને,

 શું લખુંઅહીંયા સંસ્કારસંસ્કૃતિ સંકલિત નથી.

સાહિત્ય ઉપરાંત જયકન્તભાઈએ વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના અભ્યાસનો શોખ કેળવેલોભારતમાં આ વિષય ઉપર એમના ઘણાં લેખ જાણીતા પંચાંગ અને સમાચાર પત્રોમાં છપાયલાજ્યોતિષશાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ એમણે ભારતમાં અને અમેરિકામાં કર્યો અને આમાંથી થતી બધી આવકનો ઉપયોગ એમણે ધરમદાન માટે જ કર્યો.

ધનની બાબતમાં જયકાન્તભાઈ કહે છે કે “લોકોને કમાતાંવાપરતાં અને બચાવતાં આવડવું જોઈએ.”વધુમાં એ કહે છે, “ભોગવે તે ભાગ્યશાળી.”

હાલમાં તેઓ ન્યુજર્સીમાં વોલમાર્ટના ફાર્મસી વિભાગમાં નોકરી કરે છેડાયાબિટીસને લીધે એમની નર્વસને નુકશાન થયું હોવાથી તેઓ હવે પહેલા જેવો કોમપ્યુટનો ઉપયોગ કરી શકતા નથીએટલે હાલમા બ્લોગ્સમાં એમની હાજરી દેખાતી નથીનજીકના ભવિષ્યમાં જ શેષ જીવન બાળકો સાથે ગુજારવા ભારત પાછા ફરે એવી શક્યતા છે.

આપ જયકાંતભાઈનો સંપર્ક ઈમેઈલ દ્વારા jjani1946@gmail.com અથવા ટેલિફોન દ્વારા ૯૭૩૪૦૨૬૭૫૧ માં કરી શકો છો.

પીકેદાવડા

 

1 ટીકા

Filed under અધ્યાત્મ, ઘટના

One response to “પ્રવચન વિશેષ – ૨૨/સ્વામીજી+શ્રી જયકાંત જાની

  1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન

    મસ્ત મજાના માનવીનો અદ્કેરો પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s