બ્રહ્મ અને સમાજ/સ્વામીજી

 
Side A – BRAHM ANE SAMAAJ – BHUJ – બ્રહ્મ અને સમાજ – ભૂજ – વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, અને માનવતાની બિંદુ અને વર્તુળ દ્વારા સમજણ. આ પાંચ વર્તુળ મોટાં થતાં જાય છે અને તે દરેક વર્તુળને બે-બે રીતે જોવાનું છે.તમારે જો વ્યક્તિનું રક્ષણ કરવું હોય તો તલવાર બાંધવાની જરૂર નથી. એકજ કામ કરવાનું કે એને કુસંગમાં નહિ પડવા દેવાનું. જો કુસંગમાં પડશે તો એની તલવારજ એની દુશ્મન થશે. એનો બંગલો, એની મિલકત એ બધું એનું દુશ્મન થઇ જશે. ઘણીવાર તમે સત્સંગના નામે કુસંગ કરતા હોય છે. એક બહેનનું ઉદાહરણ સાંભળો, જેણે પોતાના પતિને એક બાપુના સત્સંગમાં ખોઈ નાંખ્યો. કેવી રીતે? અને  સ્વામીજીના સાહિત્યે એને કેવી રીતે બચાવ્યો તે સાંભળો. આ માણસ સત્સંગમાં ગયો અને એનું ઘર ભાંગ્યું. @5.44min.સત્સંગનો અર્થ થાય છે, જવાબદારીઓનું ભાન કરાવવું અને જવાબદારી નિભાવવા મક્કમતાથી ચાલવાની હિંમત આપવી. જવાબદારી ઉપર નફરત કરાવી શાંતિ મેળવવી એનું નામ કુસંગ કહેવાય. સ્વામીજી કહે છે, કાલે હું મરી જઈશ, મને એનું દુઃખ નથી પણ મને મરતી વખતે સંતોષ રહેશે કે મેં વૈરાગ્યના નામે કોઈના ઘર ભંગાવ્યાં નથી, નીકરી છોડાવી નથી અને લોકોનો અંધશ્રદ્ધા ઓછી કરાવી છે. એટલે કોઈ વ્યક્તિનું રક્ષણ કરવું હોય તો એને કુસંગમાં ન પાડવા દેશો, પણ જો એને પ્રગતિ કરાવવી હોય તો એને પુરુષાર્થવાદી બનાવજો. પ્રારબ્ધવાદી બનાવશો નહીં. પાકિસ્તાનમાંથી આવેલા સિંધીઓનું ઉદાહરણ સાંભળો. બંગાળમાં નિરાશ્રિતોની છાવણી હજી એમની એમ છે. કાશીમાં ધંધાદારી ડાઘુઓની વાત સાંભળો. પુરુષાર્થી માણસો પાસેથી જીવનની કળા શીખજો. નિષ્ફળતા મળવાની હોય તો પણ નિષ્ફળતાથી હારવું નહીં. @10.15min. પરિવારનું રક્ષણ કરવું હોય તો એકજ કામ કરવાનું કે પોતાના ઘરમાં કાન ભંભેરનારું માણસ નહિ પેસવા દેવાનું. કાનમાં ફૂંકનાર માણસોથી કોઈ ભયંકર માણસો નથી. ચાણક્યે બહુ સરસ વાત લખી છે કે સર્પ ડંખ મારી જાય તો ગારુડી એનું ઝેર ઊતરી આપે પણ કાનમાં ફૂંકનાર એવો માણસ હોય છે કે કોઈને ખબર ન પડે અને એવી ફૂંક મારી જાય કે ગારુડી ઝેર ઊતારે એના પહેલાં તો માણસ મરીને ઢગલો થઇ જાય. તમારા પરિવારનું રક્ષણ કરવું હોય તો કાન ભંભેરવાવાળા માણસોને ઘરમાં પ્રવેશવા ન દેશો. દશરથનું ઘર એમાંથી ન હોતું બચ્યું. પણ જો પરિવારની પ્રગતિ કરવી હોય અને  ઘરમાં વૃદ્ધ માણસ હોય તો એ વૃદ્ધ માણસે હંમેશાં પોતાના પરિવારની અંદર સહન શક્તિ વધે એની કાળજી રાખવાની. જો સહન શક્તિ ઘટી જશે તો પ્રગતિ ન થઇ શકે. મહાભારતનું ઉદાહરણ સાંભળો. ભીમનું વ્યક્તિત્વ સાંભળો. @16.11min. એક વાર નેતા ચૂંટી લો અને નેતૃત્વને ચૂંટ્યા પછી લગામ હાથમાં આપી દો. વિશ્વયુદ્ધ વખતનું લંડનનું ઉદાહરણ સાંભળો. નિરાશામાંથી જે આશા ઉત્પન્ન કરે એનું નામજ નેતૃત્વ છે. આપણાં દેશની મુશ્કેલી એ છે કે પહેલાં તો આપણે નેતાને સરખી રીતે ચૂંટતા નથી અને કદાચ ચૂંટીએ તો ચૂંટ્યા પછી એના પગ ખેંચીએ છીએ અને સારા માણસને કામ કરવા દેતા નથી. કૃષ્ણે દ્વારિકા છોડી દીધું, પરિવાર છોડી દીધો, એક માત્ર ઉદ્ધવ પાછળ પાછળ ગયો હતો. કૃષ્ણે પ્રાચી પીપળા નીચે ઉત્સર્ગ કરી દીધો કારણકે એ અનાશક્ત છે. “मरना भलो विदेशको, जहाँ न अपनों कोई. माटी खाये जनावरा, महा सुमंगल होय” કૃષ્ણ યાદવોનો ઉદ્ધાર ન કરી શક્યા કારણકે યાદવોમાં લાયકાત ન હતી એટલે. પરિવાર સહન શક્તિ ખોઈ બેસે એટલે પરિવાર નષ્ટ થવા લાગે. એનાથી જે મોટું વર્તુળ છે, જેમાં ઘણાં પારિવારો સંકળાયેલા છે, એનું નામ છે સમાજ. એની ચર્ચા અત્યારે નહિ કરીએ.@19.06min. એનાથી જે મોટું વર્તુળ છે એનું નામ છે, રાષ્ટ્ર. તમારે રાષ્ટ્રનું રક્ષણ કરવું છે? રાષ્ટ્રનું રક્ષણ તોપોથી નહિ થાય, ટેન્કોથી નહિ થાય. રાષ્ટ્રનું રક્ષણ એકજ રીતે થશે કે તમારે ત્યાં દેશ-દ્રોહીઓ, ગદ્દારો નથી ને? ખૂણે-ખૂણે, ખાંચે-ખાંચે દેશ દ્રોહીઓ બેઠા હશે કે તમારી ટેન્કો અને પ્લેન એમને એમજ રહી જશે. ભરોસો તો એના ઉપર છે કે અમારો દેશ શુદ્ધ છે. શુદ્ધનો અર્થ એ છે કે સારા માણસ આગળ લાખનો ઢગલો કરે તો એ ઢગલાને લાત મારશે, પણ દેશ દ્રોહનું કામ નહિ કરશે. ખરી શુદ્ધિ એ છે કે તમે કોઈ વિશ્વાસઘાત નથી કરતા?  દેશ દ્રોહ નથી કરતા? દેશ દ્રોહીના ભાઈબંધ નથી થતા, એને બચાવતા નથીને? દેશ ભક્તોને આગળ કરો છો? એનો જય જયકાર કરો છો, તો તો તમારો દેશ બચી જશે. તલવારોથી, બંદુકોથી દેશ મરતો નથી. મરતો હોત તો જાપાન, જર્મની, વિયેતનામ ક્યારનાયે મરી ગયાં હોત. તમે કોઈ જાપાનીસ દેશ દ્રોહીની વાત સાંભળી? અંગ્રેજોએ ભારત પર 150-175 વર્ષ રાજ કર્યું, એમાં ફૂટેલા અંગ્રેજો કેટલા નીકળ્યા? એટલે દેશનું રક્ષણ કરવું હોય તો દેશ દ્રોહીઓની જડોને કાપી નાંખો તો તમે શાંતિથી ઘસ ઘસાટ ઊંઘી શકશો. પણ દેશની પ્રગતિ કરવી હોય તો એને માટે પણ એકજ રસ્તો છે કે દેશની પ્રતિભાઓ છે, એને મહત્વ આપો. તમારા નારલીકરો, રામાનુજનો, હરગોવિંદ ખુરાના વિગેરે ઢગલાબંધ પ્રતિભાઓ પડી છે, એને ઠોકરે ન ચડાવો. પ્રતિભાઓના બદલે તમે પથરાઓને માથે ચઢાવશો તો દેશ કદી પ્રગતિ નહિ કરી શકે. કોઈપણ દેશ મસ્તિષ્કના દ્વારા પ્રગતિ કરતો હોય છે. @22.34min. સમાજ શું વસ્તુ છે? ઘણાં પરિવારો એક લક્ષ્ય માટે એક સમાન સાધનો લઇને ચાલે એનું નામ સમાજ કહેવાય. ભારતમાં ઘણાં સમાજો છે અને દુનિયામાં પણ ઘણાં સમજો છે. આજે તમારે ભૂજમાં બધાને માટે છાત્રાલય બાંધવું હોય તો ભાગ્યેજ પૈસો ભેગો કરી શકશો પણ તમારે પટેલ છાત્રાલય, વણિક છાત્રાલય કે બ્રાહ્મણ છાત્રાલય બાંધવું હોય તો તરતજ લોકો પૈસો આપશે. સમાજની રેલ ગાડી ત્રણ પાટા ઉપર ચાલે છે. પહેલો પાટો છે, આત્મીયતા. આ આત્મીયતા દ્વેષજનક નથી. એક સમાજ જયારે પોતાના સમાજને બેઠો કરવા પ્રયત્ન કરે ત્યારે બીજા સમાજને પાળવા(અહિત કરવા) માટે પ્રયત્ન નથી કરતો. બીજી વાત સંપ – એક થઈને રહો. @26.30min. મને એક સજ્જને કહ્યું આટલાં વર્ષો વીતી ગયા, હિંદુ પ્રજા ઉપર કેટલાં જુલ્મો થયાં તો પણ આપણું અસ્તિત્વ છે. આ ગૌરવ લેવા જેવી વાત નથી. આટ-આટલું DDT છાંટ્યા પછી પણ કીડીઓ અને મચ્છરો છે. તમે કોઈના બુટ નીચે કચડાઈ કચડાઈને જીવો છો? આવું અસ્તિત્વ કહેવાય નહીં. તમારે અસ્તિત્વ જોવું હોય તો મધમાખીનું જુઓ અને જુઓ કે એક મધમાખીને છેડવાથી શું થાય છે? મધમાખી કોઈની દયાથી નથી જીવતી, એ તો સારામાં સારા બગીચાઓના ફૂલોનો રસ લઈને જીવે છે અને દુનિયાને ઔષધ આપે છે. પરશુરામ પાસેથી શું શીખ્યા તમે? હાથ જોડનારને હાથ જોડીશું પણ હાથ ઉગામનારને ફટકો મારતાં પણ આવડે છે. ગીતની અહિંસાનો અર્થ એ થાય છે કે તમારી અહિંસા હિંસકોને પાનો ચઢાવનારી ન હોવી જોઈએ, નહિ તો એ અહિંસા તમારું મોત બની જશે. તમારી અહિંસા, હિંસકોના કાળજા ફફડાવનારી હોવી જોઈએ. @30.13min. સમાજ બનાવનારા ત્રણ ઘટકો છે. આત્મીયતા, સંપ અને ઉદારતા વિષે ઉદાહરણ સાથે સાંભળો. ઉદારતા સંબંધે દયાપર ગામમાં 69 જોડકાં પરણ્યા હતાં તેનો વિશાળ મંડપનો અને 15 થી 20 હજાર માણસો જમાડવાનો ખર્ચ એકજ માણસે ઉપાડી લીધો હતો. આ સામાજિક ઉદારતા છે. આ ત્રણે તત્વો ભેગાં થાય ત્યારે સમાજની પ્રગતિ શરુ થાય. આ જે સમાજ છે એને હું ચાર કક્ષામાં મુકું છું. એક ગટર જેવો સમાજ, બીજો તળાવ જેવો, ત્રીજો નદી જેવો અને ચોથો સમુદ્ર જેવો સમાજ. જયારે સમાજમાં કુરૂઢીઓ ભેગી થઇ જાય ત્યારે સમાજ ગટર જેવો થઇ જાય છે. @35.35min. દુનિયાને જેટલી પુરુષોની જરૂર હોય છે, એટલીજ  સ્ત્રીઓની જરૂર છે. કેવી કુરૂઢી છે કે છોકરી એ પાપ છે. ધર્મે કે ઈશ્વરે એવું કહ્યું નથી. કુરૂઢીઓનો અર્થ શું? બહેનોને નુકશાન કરનારી કુરૂઢીઓ પણ બહેનો દ્વારાજ થતી હોય છે. ઉદાહરણ સાંભળો. સ્ત્રીઓ જે દિવસે ઓછી થઇ જશે તે દિવસે ખબર પડશે કે દુનિયા કેવી છે? ત્યારે બધા માર્યા માર્યા ફરશો. સ્વામીજીનું પુસ્તક “ભારતીય યુદ્ધોનો ઈતિહાસ વાંચજો. આપણે ત્યાં રાજપૂતોને હંમેશાં બહારનુંજ લશ્કર રાખવું પડતું, કારણકે લશ્કર આપનારો ગ્રોથ બહુ નાનો છે, જયારે સામે પક્ષે ઘણી પત્નીઓ છે અને ઘણાં બાળકો છે. તમારી સમાજ રચના તમારી રૂઢીઓના કારણે ગુંગળાવનારી બને, તમે લશ્કર ન પેદા કરી શકો. @39.40min. ઘણી કુરૂઢીઓ એવી હોય છે કે તમે બહારથી કન્યા લાવી ન શકો અને આપી પણ ન શકો, ઉદાહરણ સાંભળો. MBBS ભણેલી છોકરીનું ન્યાતમાં બહુમાન થવું જોઈએ પણ એ કૌમાર્ય ભોગવી રહી છે. આ કૌમાર્યનું પાપ સમાજનું છે, એના બાપનું નથી. @42.19min. સિદ્ધપુરમાં જવાનું થયું, 18 થી 80 વર્ષની વિધવાઓ માથું મુંડાવેલી જોઇને મારું હૃદય કકળી ઊઠયું. એક ભણેલી ગણેલી વિધવા થયેલી પુત્રવધુએ સ્વામીજીની સલાહથી માથું ન મુડાવ્યું. દુલાભાયા કાગની કવિતા વિષે સાંભળો.@45.16min. સગી ભાભીને સતી થવા માટે તૈયાર કરી ત્યારે, રાજારામમોહન રાયે ના પાડી છતાં ભાભીને સતી કરી ત્યારે ચિતા આગળજ પ્રતિજ્ઞા કરી કે આખું જીવન વિધવાઓને અર્પણ. કહ્યું હવે હું જીવીશ પણ આવનારી હજારો સ્ત્રીઓને આ ચિતામાંથી બચાવવા જીવીશ. એક સજ્જન પોતાની 22 વર્ષની વિધવા દીકરીને લઈને સ્વામીજી પાસે આશીર્વાદ લેવા આવ્યો કે હવે એ બાકીની જીંદગી ભક્તિ કરે
 

 

1 ટીકા

Filed under Uncategorized

One response to “બ્રહ્મ અને સમાજ/સ્વામીજી

  1. હમ્મેશની જેમ સ્વામીજીની મનનીય અમૃત વાણી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s