પેટ્રિકોર: પહેલા વરસાદની અહલાદક ગંધ/ પરેશ વ્યાસ.

 

0c

 

 

 

 

 

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ, એવુંકાંઈ નહીં !

હવેમાટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ, એવુંકાંઈ નહીં !

–ભગવતીકુમાર શર્મા

ચોમાસાનેઅલ-નીનોનુંગ્રહણ લાગવાનાંવાવડ મળેએટલેહાજાંગગડી જાય. જીવ ચકરાવેચઢે. તમ્મર આવી જાય.

અમેતો છાપા વાંચવાનાંજ બંધ કરી દીધા છે. રીતસરની બીક લાગેછે. વરસાદ ન આવેતો? પછી માટીની ગંધ/ભીનો સંબંધ/

મઘમઘતો સાદ એવું કાંઇ નહીં? અરે ભાઇ, મૌસમ વિભાગની આગાહી કોઇ દિ સાચી પડી છે ખરી? વરસાદ આવશે જ. તમતમારે

જલસા કરો. બિઝનેસ સ્ટાન્ડર્ડનો તાજો અહેવાલ કહે છે કે પહેલો અને બીજા વરસાદ તો વરસશે પણ છેલ્લાનું કાંઇ નક્કી નથી.

છેલ્લો કોઠો છાણમાટીનો, એની ચિંતા આજે શા માટે? આજે જે શબ્દની ચર્ચા કરવી છે એને પહેલો વરસાદ અને માટીની ગંધ

સાથે ડાયરેક્ટ લેવાદેવા છે. ર. પા. કહે છે કે ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું, હવે આંખોને કેમ રે

ભુલાવવું? વાત સાચી છે. સોનલનાં આગમનનું આ મેટાફોર દ્રશ્યેન્દ્રિય માટે અવિસ્મરણીય છે; પણ 46 ડિગ્રીને આંબતી

જ્યેષ્ઠી ગરમીનાં માહોલમાં પહેલો વરસાદ ટપકી પડે ત્યારે મહેંક મહેંક થતી માટીની ગંધ ઘ્રાણેન્દ્રિય માટે પણ અભુલવણીય

હોય છે. જેમ આંખ પહેલા વરસાદનું દ્રશ્ય ક્યારેય ભુલી ન શકે તેમ નાક પણ પહેલા વરસાદની ગંધ તો ક્યારે ય વિસરી ન શકે. હા,

એવામાં છમ્ દઇને સોનલ પ્રવેશે તો જલસામાં મૂલ્યવૃદ્ધિ થાય એ સ્વાભાવિક છે. ર.પા.નો જય હો. પણ ચાલો આપણે કુદરતી કવિતાવેડાને

જતા કરી એક નવતર વરસાદી શબ્દનું કીર્તન કરીએ.

તમેપહેલાંવરસાદ વેળાની મઘમઘતી માટીની સોડમ માણી છે? હિંદીમાંમિટ્ટી કી વો સૌંધી સૌંધી ખુશ્બૂ. ઉર્દૂમાં એને બૂ-એ-ખાક કહે છે. અંગ્રેજીમાં એને પેટ્રિકોર (Petrichor) કહે છે. ના, દર વર્ષે ઉજવાતા પહેલા વરસાદનાં આ શકવર્તી સુગંધપર્વ માટે ગુજરાતીમાં કોઇ એક ચોક્કસ શબ્દ નથી. કૃષ્ણ ભગવાન અર્જુનને ભગવત ગીતાનાં સાતમા અધ્યાયનાં નવમા શ્લોકમાં કહે છે:

પુણ્યો ગંધ: પૃથ્વિયાંચ, તેજશ્વાસ્મિ વિભાવસૌ; જીવનં સર્વ ભૂતેષુ, તપશ્ચાસ્મિ તપસ્વિષુ. અર્થાંત પૃથ્વીમાંપવિત્ર ગંધ અનેઅગ્નિમાંતેજ હુંછું; સંપૂર્ણ જીવોમાંએનુંજીવન હુંછું અને તપસ્વીઓમાંએનુંતપ હુંછું. તપ્ત પૃથ્વી પર પહેલાં વરસાદ પછી પમરતા મઘમઘાટને આપણે ‘કૃષ્ણપુણ્યગંધ’ કહી શકીએ.

અંગ્રેજી ભાષામાંપેટ્રિકોર શબ્દ બહુજુનો નથી. વર્ષ 1964માંઓસ્ટ્રેલિયાનાંબેવૈજ્ઞાનિકો આઇ. જેબેર અનેઆર.

જી. થોમસેકાળઝાળ સુક્કી ધરા પર પડેલા પહેલાંવરસાદની સુગંધનેપેટ્રિકોર નામ આપ્યું. આ પહેલાંઅંગ્રેજી ભાષામાંઆવી

ગંધનેએગ્રિલેસિયસ ઓડર(માટીની ગંધ) કહેવામાંઆવતી હતી. લેટિનમાંએગ્રિલા એટલેમાટી એવો અર્થ થાય છે. એગ્રિકલ્ચર

શબ્દ આપણેજાણીએ છીએ. બન્નેવૈજ્ઞાનિકોએ નોંધ્યું કેઉનાળામાંજેપાંદડાઓ ખરેછે, જેવનસ્પતિ સુકાય છેએનો તૈલી

પદાર્થ ફક્ત માટીમાંજ શોષાય છેતેવુંનથી. પૃથ્વીનાંપથ્થર કેખડકમાંપણ એ મહદ અંશેશોષાય છે. આમ આ ગંધને માત્ર માટીની

ગંધ કહેવી ઉચિત નથી. આ સમગ્ર પૃથ્વીની ગંધ છે. જ્યારે પહેલો વરસાદ આવે છે ત્યારે અનોખી સુગંધ આવે છે એ પચાસથી

પણ વધુ તૈલી રસાયણોનું ગંધોદક છે; જે હવામાં પ્રસરી જાય છે. પેટ્રિકોર પેટ્રોસ+આઇકોર શબ્દની સહિયારી નીપજ છે. ગ્રીક

શબ્દ પેટ્રોસ એટલે પથ્થર. અને આઇકોર એટલે દેવોની શિરાધમનીઓમાં વહેતું અને દેવોને અમરત્વ બક્ષતું સોનેરી પ્રવાહી.

પેટ્રિકોર કાવ્યાત્મક નામકરણ છે જેનો અર્થ ‘પથ્થરનો અર્ક’ એવો થાય છે. ગીતામાં કહ્યું છે તે ‘પુણ્યો ગંધ: પૃથ્વિયાં’ પણ

કહી શકાય. ઓસ્ટ્રેલિયન મેક્વેરી ડિક્સનરી અનુસાર સુકાયેલી વનસ્પતિ ખાસ કરીને નીલગીરી(યુકેલિપ્ટ્સ)નાં પાંદડા વહીને

જળાશયમાં આવે ત્યારે એની સુગંધ માછલીઓ અને અન્ય જળચરો માટે સંદેશો લાવે છે કે પૃથ્વી હવે પુરતી ભીની થઇ ગઇ છે,

હવે પ્રજનન કરી શકાશે. માટે મંડી પડો.

ધરા અનેવન સાથેજોડાયેલા વનવાસીઓનેડેવલપમેન્ટનાંનામેતળથી વિખૂટા પાડી દેવાની નિષ્ઠુર પેરવી

સામેબગાવતી તેવરનેતાદ્દશ કરતા બંગાળી લેખિકા અનિતા અગ્નિહોત્રીનાં ચુનંદા લેખનને અંગ્રેજીમાં ‘ફોરેસ્ટ ઇન્ટરલ્યુડ્સ’

તરીકે અનુસર્જન કરનાર અર્થશાસ્ત્રી અને વહિવટદાર ડો. પ્રદીપ ભટ્ટાચાર્ય પ્રસ્તાવનામાં લખે છે કે વિષયની ક્રુરતા

અને ઉદાસીનતાનાં તગતગતા દયાવિહીન વર્ણન વચ્ચે લેખિકાનું ગદ્ય કાવ્યાત્મક સૌંદર્યમાં સરી પડે છે, જે લેખનશૈલી મનને

પ્રફુલ્લિત કરી દેતા પેટ્રિકોર જેવી છે. વિષય લૂ વરસતા ઘોર ઉનાળા જેવો છે. પણ લેખિકાની લેખન શૈલી પહેલા વરસાદનાં

કાવ્યાત્મક છાંટાપાણી જેવી છે. પેટ્રિકોર શબ્દનો ઉપયોગ હવે તકલીફમાં આશાનાં એક કિરણનાં અર્થમાં થઇ રહ્યો છે. પહેલો

વરસાદ એ રાહતનો શ્વાસ છે, આહલાદક મદમાત છે, અનુરાગનો ઉન્માદ છે. પૃથ્વીની પુણ્ય ગંધ સાથે કૃષ્ણનું અનુસંધાન હોય તો

પછી પૂછવું જ શું? પેટ્રિકોર શબ્દ લાંબી રેસનો ઘોડો છે.

પેટ્રિકોર જેવી સુગંધનું અત્તર પણ હવે બજારમાં મળે છે. ઉત્તરપ્રદેશનું કનૌજ ભારતનાં અત્તરની

રાજધાની છે. ત્યાં નદીની માટીને ભઠ્ઠીમાં સુકવી વિવિધ વનસ્પતિનાં અર્કને એકઠાં કરી મિટ્ટી અત્તર

બનાવવામાં આવે છે. ઉર્દૂમાં એને ઇત્ર-એ-ખાક કહે છે. પણ કુદરતનો આસ્વાદ આ માનવસર્જિત

ડિઓડરન્ટમાં ક્યાંથી હોય?

પિત્ઝાની સોડમની હેવાયી આખી યુવા પેઢીનેઆ ચોમાસાનાંપ્રથમસ્ય દિવસેપૃથ્વીની ભીની ભીની સુગંધ

માણવા ઇજન છે. ગોપીભાવથી કૃષ્ણની પુણ્ય ગંધનો લચકાલોળ આસ્વાદ માણી લેવા નિમંત્રણ છે.

શબદ આરતી:

‘આપણેએક દિવસ અચાનક આ ખોળિયુંછોડવુંપડશે. મૃત્યુની સાથેએક દિવસ આપણેકેટલી કેટલી વસ્તુઓ એકદમ છોડી દેવી

પડશે. સંગીત, હાસ્ય, નીચે પડતા પાંદડાનું ફિઝિક્સ, ઓટોમોબાઇલ્સ, હાથમાં હાથ લઇને ચાલી નીકળવું તે, વરસાદની સુગંધ..

કાશ, આપણે જિંદગીને હળવેકથી ધીમે ધીમે છોડી શકીએ !’

–અલગારી રખડપટ્ટીનો ચાહક અમેરિકન લેખક રોમન પાઇન ‘અગાસીમાં સ્વગતોક્તિ’ માં

યાદ આવે
ભીનું ભીનું અંધારું – વેણીભાઈ પુરોહિત

ભીનું ભીનું અંધારુંને વર્ષાનું વાલમા
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં

ભીની ભીની ધરતીને ભીનું ભીનું આભ
એની વાદળીનો ગંજ ઘટાટોપ- હો મારા વાલમા
તું યે ઝૂરે ને હું યે ઝૂરું ઝરમરિયા તાલમાં
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં

ભીની ભીની ઢેલડને, થનગનતો મોર
કેવો નાચે ગુલતાન છમાછમ – હો મારા વાલમા
મોસમ છે મદઘેલી તરવરિયા તાલમાં
ગલગોટા કરમાણાં ગોર ગોરા ગાલમાં

મચકાતી મસ્ત હવા લચકાતી લ્હેર
એનાં મુજરામાં રંગ છલોછલ – હો મારા વાલમા
વાંકી ચૂંકી વાંકી ચૂંકી રમતી રે વાલમા
મીઠું મીઠું ઘેન મારા ચિત્તડાની ચાલમાં

ભીનું ભીનું અંધારુંને વર્ષાનું વાલમા
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં

0d

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s