ભીનાં ભીનાં કરી દે એવું મજાનું…/યામિની વ્યાસ

ભીનાં ભીનાં કરી દે એવું મજાનું…
 Photo

યાદ

 શ્રી- ધ્રુવ ભટ્ટ નું કાવ્ય

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં
વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું
કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાંછટો રહેશે મકાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને
આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતા ગામને
તમને યે થાય ચાલ ટહુકો થઇ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

6 ટિપ્પણીઓ

Filed under કવિતા, યામિની વ્યાસ

6 responses to “ભીનાં ભીનાં કરી દે એવું મજાનું…/યામિની વ્યાસ

 1. હરીન્દ્ર દવે યાદ આવી ગયા.. મને બહુ જ ગમતું ગીત
  ચાલ! વરસાદની મોસમ છે, વરસતા જઈએ.

  • pragnaju

   ખૂબ સુંદર ગીત
   ચાલ, વરસાદની મોસમ છે, વરસતા જઈએ,
   ઝાંઝવા હોય કે દરિયાવ, તરસતા જઈએ.

   મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
   કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઈએ.

   આપણે ક્યાં છે મમત એક જગાએ રહીએ,
   માર્ગ માગે છે ઘણા, ચાલને, ખસતાં જઈએ.

   સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
   બાંધીએ એક નગર, ને જરા વસતાં જઈએ.

   તાલ દેનાર ને પળ એક મૂંઝવવાની મઝા,
   રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ

   – હરીન્દ્ર દવે સદા યાદ રહે

 2. સાચે જ ભીના કરી દે એવું સુંદર પલળતું ગીત. યામિનીબેનના ઘણાં ગીતો ખુબ જ ગમી જાય એવાં હોય છે.

 3. યામિની બેન અને ધ્રુવ ભટ્ટ ના સરસ ભાવ પૂર્ણ કાવ્યોની ભીનાશ અંતરને ઝંકૃત કરી ગઈ . બન્ને ને ધન્યવાદ .

 4. Ramesh Patel

  યામિની બહેનની રચનાઓ સદા હટકે જ હોય છે. જાણે સ્વયં પ્રગટતાં હૈયાં ઝરણાં.ખૂબ જ ભાવભરી કૃતિ…અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  rjpsmv ઈ મેલના રીસણે ઈનકમીંગ બંધ થતાં..આ નવું ઈ મેલ એડ્રેસનો હવે ઉપયોગ કરવા વિનંતી. ..srpvadi@gmail.com

  અમેય આ વખતે ચોમાસું યુએસએ.જ્યોર્જીઆમાં લંબાયેલું ભાળ્યું..ભારતના ભાગે ૧૦મી જુલાઈના વાવડ ને અહીં દીધે જ જાય છે.ગરમીના પારામાં રાહત..ચાલો ગાવા લાગીએ..સુરેશભાઈના ભાવો ઝીલી..
  ………………………..
  નથી રે કોઈ સરનામું……..રમેશ પટેલ(આકાશદીપ)
  અંગ અંગ અજવાસું
  કોણ લાવ્યું ચોમાસું?

  અમે તો વાદળ નભના
  નથી રે કોઈ સરનામું
  હસી ઝીલો રંગ ભીંના
  લખીએ વ્હાલનું નામું

  બહુરૂપિયા અમે રાજા
  ના પરદો ના કઈં છાનું
  ધડધડ ફરફર સાદું
  ગમે આ ધરણ બાનું

  તમે મલકો સહુ છલકે
  હસો તો મધુ સોઢમ
  ગમો વ્હાલા ઉદધિ છોરું
  સહુ જાણે રસિયા બાલમ

  ધરા રાણી ને મેઘા
  હરિયાળું એ જોડું
  નવોઢા ચાતક ગાયે
  કણકણમાં તમ સરનામું(૨)

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન

  સાચે જાણે ભારતમાં હોઇએ ને વરસાદમાં ભિંજાતા હોય તેવી લાગણી થાય તેવું સુંદર ગીત.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s