અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે./ પરેશ વ્યાસ

000bલોન્ડ્રી લિસ્ટ: દાગ અચ્છે હૈ..

હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે,

અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.

-રમેશ પારેખ

અરુણોદય થયો. અસંખ્ય ઝાંઝવાને સ્પર્શીને સંસદની મેજ પરથી નાણાં મંત્રીએ બજેટ રજૂ કર્યું. તેઓ બોલ્યા. ઘણું

બોલ્યા. ઇન ફેક્ટ, એમની બજેટ સ્પીચમાં 16536 શબ્દો હતા. કમર દુ:ખતી હતી તો બેસીને બોલ્યા. પણ બોલ્યા. અગાઉનાં

નાણાંમંત્રીઓ પ્રણવ મુખર્જી, ચિદંબરમ, યશવંત સિન્હા, જશવંત સિંઘની બજેટ સ્પીચનાં મહત્તમ શબ્દોનો રેકોર્ડ એમણે

તોડ્યો. કોંગ્રેસ વિરોધ પક્ષમાં એટલે વિરોધ તો એમણે કરવો જ રહ્યો. ચિદંબરમ બોલ્યા કે આમાં નવું કાંઇ નથી. મેરી દાસ્તાંકો

જરા સા બદલકે મુઝે હી સુનાયા સવેરે સવેરે. રાહુલ ગાંધી ય બોલ્યા કે આ તો રૂપિયા સો કરોડની દરખાસ્તોનું લોન્ડ્રી લિસ્ટ છે.

લોન્ડ્રી લિસ્ટ? ધોબીની યાદી? પણ અમને મઝા પડી. મૂળ અમે તો નાણાંમંત્રીની સ્પીચમાં કોઇ કવિતા, કોઇ શેરોશાયરી. કોઇ

સુવિચાર, કોઇ ફિલસૂફીની રાહ જોતા રહ્યાં. અમારે કાંઇ ઇન્કમ ટેક્સ, સર્વિસ ટેક્સ કે હાઉસિંગ લોનની છૂટછાટ સાથે નિસબત

નહોતી. શોખ મોંઘા અને સુવિધા સસ્તી સાથે અમને કાંઇ લેવાદેવા નહોતી. અમે તો શબ્દોનાં પૂજારી. પણ નાણાંમંત્રીએ અમને

કોઇ શબ્દ દીધો નહીં. કાંઇ વાંધો નહીં. રાહુલ ગાંધીએ તો દીધો. જો દે ઉસકા ભલા, જો ન દે ઉસકા ભલા. ચાલો કરીએ, અરુણ

જેટલીને ધોબી અને સંસદને ધોબીઘાટ તરીકે ચીતરતા લોન્ડ્રી લિસ્ટ(Laundry List) શબદનુંકીર્તન.

આમ તો લોન્ડ્રી લિસ્ટનો શાબ્દિક અર્થ એ જ. ધોબીની મેલા કપડા ધોવાની યાદી. 18મી સદીનાંપાછલા

વર્ષોમાંઅમેરિકામાંઆંતરવિગ્રહ ફાટી નીકળ્યો હતો. સૈનિકો જાતેકપડા ન ધોઇ શકે. પોતેધોવા જાય તો લડેકોણ?

આથી સૈનિકો પોતાનાંગણવેશની ધોલાઇનુંલિસ્ટ બનાવતા. ધોબીનેદેતા. ધોવાઇનેકપડાંપાછા આવી જતા. એ પરથી 19મી સદીમાં

લોકોનેપણ લાગ્યું કે જાતે હાથે ઘરમાં શા માટે કપડાં ધોવા? લિસ્ટ કરીનેમોકલી દો લોન્ડ્રીમાં. ડેનેવર પોસ્ટ અખબારમાં કોલમિસ્ટ

એડ ક્વિલેન નાના હતા ત્યારેલોન્ડ્રીમાં કામ કરતા. એણેપોતાની કોલમમાંલખ્યું કેજાત જાતનાં કપડાંએમની પાસેધોલાઇ માટે

આવતા. આમ તો આ ફેમેલી બિઝનેસ હતો.

પોતેનાના હતા એટલેકપડાંનેઅલગ પાડવા, નોંધ કરવા અનેએની પર વિશિષ્ટ નિશાની કરવાનુંએનું કામ. જાત જાતનાં કપડાં.

પુરુષનાં, સ્ત્રીનાં, બાળકોનાંઅલગ અલગ કપડાં. વળી હોસ્પિટલનાં કપડાંજુદા. હોટલનાં કપડાંજુદા. કોઇ સફેદ કપડાંતો કોઇ

રંગીન. કોઇ વધારેમેલા હોય તો ગરમ પાણીમાંઝબોળવા પડે. કોઇ ટાઢેપાણીએ ધોવાય જાય. આ બધાનેઅલગ કરવાની યાદી ખાસી

મોટી. એટલેએ અર્થમાંલાંબી લચક વિગતવાર યાદી હોય એવા કોઇ પણ કામનેલોન્ડ્રી લિસ્ટ કહેવાય. દાખલા તરીકેકોઇ તમને

પાર્ટી માટેબોલાવે, તમેજવા માંગો પણ જઇ ન શકો એમ હો તો કહો કેઆ રજામાં કાંઇ જલસા કરી શકાય તેમ નથી. મારી પાસે

ગદ્ધાવૈતરાંનું ઘણુંલાંબુલોન્ડ્રી લિસ્ટ છે. આ મહાવરો નકારાત્મક અર્થમાંવપરાય છે. કોઇ વસ્તુપર ધ્યાન કેન્દ્રિત ન હોય, ઘણી

બધી આડ વાતો કરી હોય, શુષ્ક વાતો હોય ત્યારેએવું કહેવાય કેઆ લોન્ડ્રી લિસ્ટ છે. ટૂંકમાંઅર્જુનની માફક આપણનેપક્ષીની

આંખ દેખાય પણ આપણે કહીએ કેકેપંખીની પાંખ લીલી છે, ચાંચ લાલ છે, મીઠુંમીઠુંબોલેછે, મરચુંખાય છે. અરેભાઇ, આપણે

પોપટનાંલક્ષણો ગણવા ગણાવવા બેઠા નથી. આંખ વીંધવા બેઠા છીએ. મેઇન ક્યા હૈ? કાવ્યનો મધ્યવર્તી વિચાર શુંછે? એ કહ્યા

વિના લાંબુંપિષ્ટપેષણ કરીએ એ લોન્ડ્રી લિસ્ટ. શુંરાહુલ ગાંધીનેઅરુણ જેટલીની સ્પિચમાં કાંઇ હાર્દ લાગતો નથી? ચાલો એ વાત

જવા દો. લોન્ડ્રી લિસ્ટ મહાવરા સાથેબધી વાતો નકારાત્મક નથી. મોટા બિઝનેસ સંસ્થાનો પોતાનાંસોફ્ટવેરમાંએવી આઇટેમ

રાખેછેજેવારંવાર જરૂર પડે. જેમ કેઓફિસ માટેકાગળ, પ્રિંટર કાર્ટ્રિજ, ટોયલેટ ક્લિનિંગ સાધન સામગ્રીઓ. ડીડીએમએસ જેવા

સોફ્ટવેરમાંલોન્ડ્રી લિસ્ટ આવા અગાઉનાંઓર્ડરની યાદી મળી આવેછે.

અગર દાગ લગનેસેકુછ અચ્છા હોતા હૈતો દાગ અચ્છેહૈ. મૂળ આ ડિટરજન્ટની જાહેરાતની ટેગલાઇન. પણ

ચૂંટણી પંચેલોકોનેમત આપવા પ્રેરણા આપવાનો વિડિયો બનાવ્યો ત્યારેએનો સરસ ઉપયોગ કર્યો હતો.

જ્યાંત્યાંકચરા, રોડ અકસ્માત, સ્ત્રી પર અત્યાચાર, લાંચ રુશ્વત ગંદી વાત છે. પણ કેટલાંક ડાઘ સારા

હોય છે. ચંદ્રમાનુંલાંછન, પ્રિયતમાનાંગાલનો તલ, રોટલાની બળેલી પોપડી અનેડાબા હાથની તર્જની પર

કાળી અવિલોપ્ય શાહીનુંનિશાન. મત દીધાનો પુરાવો. આપણેએ ડાઘનેપોતીકો કર્યો. ખોબલેખોબલેમતદાન

કીધું. મોદી સરકાર ચૂંટી. હવેબજેટ રજૂથયું. રાહુલ ગાંધી ભલેબજેટનેલોન્ડ્રી લિસ્ટ કહે. પણ મોદી કહેશેકે

યુપીએ શાસનનાંગંદા કપડાંધોઇનેઉજળા કરવા લોન્ડ્રી લિસ્ટ બનાવવુંજરૂરી છે. બજેટ એ મોદી સરકારનું પહેલું

સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. મોદી કહે છે કે યુપીએ સરકારનાં મૂર્છિત તંત્ર માટે આ બજેટ સંજીવની છે. વાત સાચી છે. મોદી રામ છે

અને જેટલી લક્ષ્મણ. રામ મોંઘવારીનાં, અત્યાચારીનાં , બેકારીનાં રાવણ સામે વિજયી નીવડશે એવી અમોને અપાર શ્રદ્ધા છે.

(શ્રદ્ધા રાખ્યા સિવાય કાંઇ છૂટકો છે?) માત્ર ચિંતા એ જ છે કે વિજય મેળવી અયોધ્યા પાછા ફર્યા પછી પેલા ધોબીનાં કહેવાથી

સીતા સમી પ્રજાને કાઢી તો નહીં મુકેને? મારા વિશ લિસ્ટ અડધામાંથી અડધો પણ સુખનો રોટલો છે. મારા લોન્ડ્રી લિસ્ટમાં

મેલી ચાદરને ઉજળી કરવા મને ઓરતા છે. છે. મેલી ચાદર ઓઢકે કૈસે દ્વાર તુમ્હારે આઉં…

000a

શબદ આરતી:

”મનેલોન્ડ્રી કરવાનુંગમેછે. એકદમ સંતોષપ્રદ કામ છે. એની ગંધ મનેગમેછે. ચાદરો ધોવાનું મને ખૂબ ગમે

છે.” –કેરી રસેલ, અમેરિકન એક્ટ્રેસ

1 Comment

Filed under ઘટના, પરેશ વ્યાસ

One response to “અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે./ પરેશ વ્યાસ

  1. લોન્ડ્રી લીસ્ટ જેવો જ બીજો પ્રચલિત શબ્દ છે બકેટ લીસ્ટ .

    મોદી સરકાર માટે આર્થિક ગન્દી લોન્ડ્રી મૂકી ગયેલ ગત યુપીએ સરકારના વડા

    રાહુલ ગાંઘી ના મુખે લોન્ડ્રી લીસ્ટ ની વાત જામતી નથી .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s