ઇન વિનો વેરિટાસ: સત્યનાંપ્રયોગો../ પરેશ વ્યાસ

ઇન વિનો વેરિટાસ: સત્યનાંપ્રયોગો..

હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી

હવે પીધા પછી પણ મારુંદિલ ગભરાય છે સાકી

ભલેએ સત્ય છેપણ વાત છે જૂના જમાનાની,

નશામાંપણ હવેક્યાંઆદમી પરખાય છેસાકી.

-મરીઝ

જૂના જમાનાની વાત છે. રોમન સામ્રાજ્યનાં ઇતિહાસકાર ટેસિટસે (ઇ.સ. 97- ઇ. સ.156) નોંધ્યું હતુ કે જર્મનિક

લોકો (ઉત્તર યુરોપનાંમૂળ નિવાસી લોકો) કાઉન્સિલ મીટિંગ એટલે કે ચૂંટાયેલા લોકોની સભા બોલાવતા ત્યારે

તેમાં દારૂ પીવો ફરજિયાત હતો. કારણ તેઓ માનતા કેકોઇ પણ માણસ પીધેલો હોય તો જુઠ્ઠું બોલી જ ન શકે.

પાણીમાંતો ખુદનો ચહેરો જોઇ શકાય, પણ દારૂમાંતો માણસ હૃદયસોતો છતો થઇ જાય. નશામાં આદમી પરખાય

જાય. અનેલેટિન મુહાવરો બન્યો: ઇન વિનો વેરિટાસ( In Vino Veritas), ઇન એક્વા સેનિટાસ.

અર્થાંત દારૂમાં સત્ય છે અને પાણીમાં તંદુરસ્તી. વિશ્વનો પ્રથમ ઇતિહાસકાર ગ્રીક હેરોડોટસ (ઇસપૂર્વે

484-425) નોંધે છે પર્શિયન લોકો હોંશમાંલીધેલા નિર્ણયની પુન:વિચારણા નશો કરીનેકરતા.

કારણ ઇન વિનો વેરિટાસ !

સાચુ તો નશામાં ઝૂમતા જ સુઝે. રશિયન કહેવત છે કે જે સોબર માણસનાં દિમાગમાં હોય, એ વાત પીધેલાં

માણસની જીભ પર હોય છે. બેબિલોઇન શિક્ષાપત્રીમાં ઉલ્લેખ છે કે દારૂ દાખલ થાય એટલે રહસ્યોનાં પડળો

એક પછી એક ઊઘડવા માંડે. હિબ્રુભાષામાં કહેવાય છે કેપુરુષની સાચી પ્રકૃતિ ત્રણ સંજોગોમાં ઉઘાડી થાય.

1. જ્યારે એ નશામાં હોય, 2. જ્યારેએનાં પાકીટમાં પૈસા હોય અને 3. જ્યારેએ ગુસ્સામાંહોય. ચીનમાં કહેવત  છે

દારૂ પીધેલી વ્યક્તિ હંમેશા સાચું ભરડી નાખે છે. વર્ષ 1777માં લખાયેલી ‘ઇન વિનો વેરિટાસ’ શીર્ષકની

કવિતાની કડી છે કે સત્યમાં સદગુણ છે; અનેએ સત્ય મદિરામાંછે. જેદારૂપીતો નથી તેસાચો પુરુષ હોઇ જ ન

શકે….

પણ કેજરીવાલ ગુજરાતમાંઆવીનેકહેછેકેઅહીંદારૂની રેલમછેલ છે. પોલિસ પૈસેલેકેશરાબ બિકવાતી હૈ.

હાથીનાંપગ અડીનેકહેકેહાથી તો થાંભલા જેવો અનેકાનનેઅડીનેકહેકેહાથી તો સૂપડા જેવો. કેજુભૈ, તમે

ગુજરાતમાં આવીને ગુજરાતની અસ્મિતાને પડકારશો નહીં. અને અમે તો ગાંધીની ધરાનાં છીએ. સત્યનેવરેલા

છીએ. અમે દારૂન પીએ તો કોણ પીશે? જસ્ટ જોકિંગ, યાર !

ભારતમાંશરાબની જાહેરાત પર પ્રતિબંધ છે, પણ ટીવી પર વ્હિસ્કીની સરોગેટ જાહેરાત આવેછે. એટલેકે

નામ એ જ પણ પ્રોડ્ક્ટ બીજી. શરાબની જગ્યાએ સોડા, મ્યુઝિક સીડી, મિનરલ વોટર, ગોલ્ફ એસેસરીઝ

વગેરે. સર્વેઆધારેસાબિત થયુંછેકેસરોગેટ જાહેરાત જોનારા 84% લોકો સમજી જાય છેકેઆ જાહેરાત

દારૂની છે. ટીવી પર સીગ્રેમ ઇમ્પિરિયલ બ્લ્યુની જાહેરાત જોઇ છે? એક પચ્ચીસ ત્રીસ વર્ષનો પુરુષ

ફાઇવ સ્ટાર હોટલનાંગ્રાઉન્ડ ફ્લોર પર એક આધેડ સ્ત્રી માટેલિફ્ટ રોકતો નથી પણ ઉપર જઇનેએક

અજાણી સુંદર યુવતીનેજોઇ લિફ્ટમાંજ રોકાય જાય છેઅનેએની સાથેગ્રાઉન્ડ ફ્લોર પર પરત ફરેછે. જો

કે લિફ્ટનાંચંદ પળોનાંસહેવાસમાંકાંઇ છાનુંછપનુંઅમસ્તુ ‘નેઅમથુંકેમનગમતું, કાંઇ પણ થતુંનથી. પેલી

આધેડ વયની સ્ત્રી એનાંપતિ સાથેનીચેલિફ્ટની રાહ જોઇનેઊભી હોય છે. ઉતાવળમાંઉપર ગયેલા પુરુષને

નવરાશથી પરત ફરેલો જોઇ એ મોઢુંબગાડેછે. પુરુષ હોય એ તો પુરુષવેડા કરેજ ને?!! મેન વિલ બી મેન.પુરુષનું

સ્ત્રીદાક્ષિણ્ય સુંદર સ્ત્રી પુરતુંજ મર્યાદિત હોવાનું. કાંઇ લાભ મળેતેમ હોય તો જ લોટાય. આમ તો આખી

જાહેરાત મ્યુઝિક સીડીનાંનામેઆવેછેપણ મ્યુઝિક પાઇરસીનાંજમાનામાંમ્યુઝિક સીડીની જાહેરાત પાછળ

આટલો ખર્ચ કઇ કંપનીનેપોષાય? સીગ્રેમ કંપની વ્હિસ્કી બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપની છે. દારૂમાં

હવેસત્ય રહ્યુંનથી. હવેવિનો-માંવેરિટાસ નથી ! દારૂનુંમાર્કેટીંગ જ અસત્યનાંઆધારેહોય તો એ પીનેએનાં

નશામાંહવેઆદમી પરખાય શી રીતે?

જો કે દક્ષિણ આફ્રિકામાં દારૂની  જાહેરાત પર પ્રતિબંધ નથી. આ વર્ષની સૌથી વધુઇન્સપાયરીંગ

એડવર્ટાઇઝમેન્ટ તરીકેજેની ગણના થઇ રહી છેએ જાહેરાત શરાબની છે. દારૂની જાહેરાત પ્રેરક શી રીતે

હોઇ શકે? દક્ષિણ આફ્રિકામાંએક અશ્વેત સિનિયર સીટીઝન આધુનિક બૂક સ્ટોરમાંડિસ્પ્લેકરાયેલા એક

બેસ્ટસેલર પુસ્તક સામેધારી ધારીનેજોયા કરેછે. પોતેઅભણ છે. એનેપુસ્તક વાંચવાનાંકોડ છે. હવેઆ

અભણ એવુંઆદરેછેકેભણેલાંભૂલી ભૂલી જાય. રાત્રિ ક્લાસમાંજઇનેકક્કોબારખડી શીખે, રસોડાનાંદરેક

સાધનો પર લેબલ લગાડે, રાત્રેસૂતા પહેલાંમોડેસુધી પાઠ ભણે, મિત્રો સાથેસ્ક્રેબલ યાનેશબ્દરમત

રમવાનાંમંડાણ કરે. અનેમહિનાઓની મહેનતથી એ વાંચતા શીખી જાય છે. અનેપછી એક દિવસ પેલા

પુસ્તકનાંયુવાન સેલિબ્રિટી લેખકને જઇને મળે છે. એનેજોતા જ યુવાન લેખક બોલી ઊઠે, “ડેડ..” અનેપિતા

એનાંબેસ્ટસેલર લેખક દીકરાનેકહેકે “મેંતારુંપુસ્તક વાંચ્યુંછે.” અનેબન્નેભેટી પડે. બાપની સાક્ષરતાની

ઉજવણી બાપબેટા સાથેમળીનેબેલ સ્કોચ વ્હિસ્કીથી કરેછે. કેવી સાચૂકલી જાહેરાત…ગાંધીનો સત્ય માટેનો

આગ્રહ દક્ષિણ આફ્રિકાથી શરૂથયો’તો. આપણેઆ સત્યનો પ્રયોગ કરવા જેવો છે.

ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું છે. સૌ રાજકારણીઓ હથેળીમાંચાંદતારા બતાવવાનાં ખેલ પાડશે. આપણેત્યારે તેઓને

કહેવું કે તમે દારૂ પીનેઆ બધા વચનો ફરીથી ઉચ્ચારો. નહીંતર તમેસાચુબોલો છો એ અમને ખબર શી રીતે

પડે? ઇન વિનો વેરિટાસ. કારણ સત્ય તો દારૂમાંછે. એ જ તો આપણી આદર્શ આચારસંહિતા છે. આ વખતે

ચૂંટણીનાંઇવીએમ મશીનમાં ‘નોટા’(નન ઓફ એબાવ) અર્થાંત ‘ઉપરમાંથી એકેય (ચૂંટાવાનેલાયક) નહીં’ એવું

બટન પણ છે. મનેબીક છે કેચૂંટણી ટાણેમતદાતા દારૂપી જશેતો નોટા બટન જ દબાવશે. કારણ પીધેલો તો

સાચુંજ બોલે.. હેંને? હેંને?

શબદ આરતી:

 ‘વાઇનમાં વિદ્વતા છે, બિયરમાં સ્વતંત્રતા છે અને પાણીમાં… પાણીમાંબેક્ટેરિયા છે.’

– ‘ધ ફર્સ્ટ અમેરિકન’ તરીકેજાણીતા અમેરિકા દેશનાંસ્થાપક પૈકીનાંમુખ્ય એવા બેંજામિન ફ્રેંક્લીન

૦૦૦અ000b000c

6 ટિપ્પણીઓ

Filed under કવિતા, ઘટના, પરેશ વ્યાસ

6 responses to “ઇન વિનો વેરિટાસ: સત્યનાંપ્રયોગો../ પરેશ વ્યાસ

 1. નેટ ઉપર એક જ ગુજરાતી પીનારો છે – પીકે!!

  • pragnaju

   યાદ
   રસપાન લરો નવ ઢીલ કરો,
   રસપાત્ર લઈ ઝટ હોઠ ધરો;
   રસ છે મધુરો, પણ કોણ કળે? –
   કડવો બનશે કદિ કાળબળે?
   ……………………………..
   ઉતરે રસનો ઘૂંટડો, ઉઘડે અક્કલ તર્ત,
   હૈયું ફાલે હર્ષમાં, નાસે દિલનાં દર્દ.

 2. P.K.Davda

  હું પીતો નથી ભાઈસા’બ

  • pragnaju

   ઝહર ભી દેતે હૈં તો કહતે હૈં કિ પીના હોગા
   જબ મૈં પીતા હૂઁ તો કહતેં હૈ કિ મરતા ભી નહીં,
   જબ મૈં મરતા હૂઁ તો કહતે હૈં કિ જીના હોગા.
   મઝહબ\-એ\-ઇશ્ક કી હર રસ્મ
   યાદ મા વલીસાહેબ
   “મહોબ્બતમેં ઐસે કદમ ડગમગાયે, જમાના યહ સમઝા કિ હમ _
   પાંચ ખાલી જગ્યાઓ પુરુષોત્તમભાઈ જ ભરી આપશે તો ઠીક રહેશે
   પીકે આયે, હમ પીકે આયે
   અને અમારા હુરટી Murtaza Patel
   , આનો જવાબ…આંખ ગીત સાથે…બધું જોવા અને જાણવા મળી જાશે,,

   http://atulsongaday.me/2012/12/07/muhabbat-mein-aise-qadam-dagmagaaye/

   અને દી આ ચિ સુ જા
   તેઓ પીકે છે – અને અમારા પાવર હાઉસમાં એક પીનારા હતા !
   Mohabbat Mein Aise Kadam – Bina Rai, Lata Mangeshkar …
   Video for muhabbat-mein-aise-qadam-dagmagaaye► 3:51► 3:51
   http://www.youtube.com/watch?v=FJBzs1YZ7rU
   Dec 28, 2009 – Uploaded by Ultra Hindi
   Old Classic Song from Anarkali (1953), a love story, starring Pradeep Kumar, Bina Rai, Kuldip Kaur, Nurjehan ..
   જો કે, હાસ્ય રસના તો આપણે સૌ પીનારા છીએ! આગળ તમારી કલમ ચલાવશો અમે છાપશુ

 3. ગુર્જીએફ, વેસ્ટર્ન જગતમાં થયેલ સતગુરુઓમાં અત્યંત પ્રભાવશાળી ગુરુ રહ્યા. તેઓ સ્કુલ (આશ્રમ) ચલાવતા. સ્કુલમાં કોઈ દાખલ થાય તો તેને શરુઆત દારુ પીવડાવાથી કરતા. એમને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે,” આજનો માણસ એટલો બધો કુશળ હિપોક્રેટ થઈ ગયો છે કે તેની ઉપર કામ કરવું મુશ્કેલ છે. અને જ્યાં સુધી હું એ ન જાણી લઊં કે મારો સ્ટુડન્ટ કયા લેવલે ઊભો છે ત્યાં સુધી હું તેને ઉપરના પગથીયે કેવી રીતે લઈ જઈ શકું? આથી તેને દારુ પીવડાવું છું અને દારુના નશામાં તે તેનુ અસલી રુપ પ્રગટ કરી દે છે.” (ઈન વિનો વેરિટાસ)
  કદાચ ઘણા તો એ ડરથી જ પીતા નહી હોય કે અસલિયત છતી ન થઈ જાય. અને આપણી અસલિયત આપણે પણ સહન નથી કરી શકતા એ હકિકત છે.

  • pragnaju

   ધન્યવાદ
   આવો પણ અનુભવ થાય !
   દેખું તેજ કાંઈ, પણ, ના રૂપરંગ,
   ચાખું સ્વાદ કાંઈ, પણ ન રસનરંગ;
   સૂંઘું ગંધ કાંઈ, પણ ન ઘ્રાણગ્રાહ્ય,
   સૂણું શબ્દ કાંઈ, પણ ન શ્રોત્રશ્રાવ્ય.
   અડકું વસ્તુ કાંઈ, પણ ન તે ત્વચામાં,
   વસું દેશ કાંઈ, પણ ન તે ધરામાં;
   દિસે અંકુર નહિં, ફૂટતું કાંઈ લાગે,
   દેહમાંથિ ભાગ કાંઈ આત્મ માગે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s