कबीर ‘साहिब आप ठगाईये’ -हे साहिब तू मुझे ठग।

000a “pkdavda@gmail.com” <pkdavda@gmail.com>

http://www.youtube.com/watch?v=5xOPBTb2mjo  આ વિડિયોમાં કબીરના એક દોહા વિશે સવાલ પૂછ્યો છે.

૧ કે.નરેન્દ્રજી નો ઉતર

સંત કબીરના આ દોહાને વાણી જયરામે ગાયો છે. કબીરદાસના સાહિત્યમાં આ દોહાનો શરૂઆતનો શબ્દ જુદો છે: “સાહિબ આપ ઠગાઈયે…” એક હિંદી બ્લૉગરે આ દોહાને જે રીતે સમજાવ્યો છે તે જોઈએ:

तो कबीर कहते हैं ‘साहिब आप ठगाईये’ -हे साहिब तू मुझे ठग। ‘और ना ठगिये कोय’ – मुझे कोई दूसरा ना ठगे, ठग पाये। ‘आप ठगैं सुख उपजै‘ – हे साहिब जब आप ठगते हैं तो सुख उपजता है, पैदा होता है। हे प्रभु जब तू ठगता है तो बड़ा मज़ा आता है, बड़ा सुख पैदा होता है, बड़ा आनंद आता है। ‘और ठगे दुख होय’-लेकिन कोई और, पराया ठगता है तो दुख होता है। लेकिन साहिब की वो कौन सी ठगी है जिससे सुख उपजता है? और किसी ‘और’ की वो कौन सी ठगी है जिससे दुख होता है?
यहाँ ‘और’ शब्द के बड़े निहितार्थ हैं- ‘और’ का मतलब साधारण सामान्य तौर पर इस्तेमाल किये जाने वाले शब्द ‘और’ से है जिसका अर्थ – ‘जो है उसके अतिरिक्त, ज्यादा’ मोर। ‘और’ यानि ‘ईश्वर के अतिरिक्त जो अन्य या पराया है वह‘। और यानि गैर। ‘और’ यानि वो संबंध जो रक्त के हैं तथा वो संबंध या रिश्ते जो हमने बना लिये। रिश्ते कुदरती हों या हमारे बनाये… स्वार्थ का गोंद काम करता है। स्वार्थ यानि हमारे अपने मतलब…. हमारे मतलब यानि हमारे भीतर उपजने वाली इच्छाएं….कामनाएं। तो ‘और’ का अर्थ ‘इच्छाएं-कामनाएं-वासनाएं’ भी हैं। रिश्तों के रूप में ‘और’ हमें कई तरह से ठगता है। मां-बाप द्वारा अपनी संतानों से पाली गई उम्मीदें-सपने ठगी हैं, वो बच्चों के कुदरती विकास को ठग लेती हैं। फिर समाज ठगता है किसी व्यक्ति को अपने ही सिस्टम और ढर्रे पर चलाकर। फिर धर्म के ठेकेदार ठगते हैं ईश्वर के डर दिखाकर। भूख, प्यास की शक्ल में में देह का रिश्ता ठगता है। प्रेम-स्नेह के मुखौटे में दैहिक वासनाएं ठगती है। इन सबसे पैदा हुए दुःख के नर्क में हम रहते हैं।
लेकिन ईश्वर की ठगी क्या है? ईश्वर की ठगी अनोखी है। वो आपको सुखों की शक्कर देकर, शुगर का मरीज ही नहीं बनाता। वो समय-समय पर सच के काढ़े देकर, आपकों कई तरह के बुखारों से मुक्त करता रहता है। आपकी असंतुष्टि, बेचैनी, असफलताएं। आपके घमंड का बार बार टूटना। आपके सच्चे-झूठे रिश्तों की मौतें। आपकी बेईमानयों की सजाएं। आप जब खुद की छलते हैं, तब वह दर्पण सा सामने आकर आपसे सारे छल, ठग लेता है… सारे मुखौटे और आवरण उतार कर निर्वस्त्र कर देता है। वो सब छीनकर आभाव देता है, आपको विवश करता है… झूठे धन-समृद्धि, झूठे सुख-संतुष्टि, झूठे वासना आधारित प्रेम से परे ले जाकर.. वो दिखाता है जो आपकी हकीकत है… जो परमानंद है.. बिना ‘और’ कुछ हुए। बिना ‘और’ पाए बिना किसी ‘और’ से किसी तरह रिश्ता बनाए।
Capt Narendraji
…………………………………………………………………………………………….

 ૨ Pragna Vyas <pragnajuvyas@yahoo.com>:

 કબીર આપ ઠગાઈએ ઓર ઠગે ન કોઈ,
આપ ઠગે સુખ ઉપજે, ઓર ઠગે દુઃખ હોઈ.
પ્રજ્ઞાજુ ઉવાચ,” હે વત્સ આ સિધ્ધાંત વાસ્તવિક રીતે કોઈ દુનિયાદારીને ગમતો નથી, તો એ યથાર્થ શું છે ?
આ વાણી સાચી છે. આખી જિંદગી સુધી અમે આ જ ધંધો માંડેલો. જુઓને, આ અમે છેતરાઈને ભગવાન થયા. આ લોકોની જોડે છેતરા છેતરા કર્યા અને છેતરે એનો ગુણ માનું પાછો કે બહુ સારું થયું, બા ! નહીં તો આપણે પાંચ હજાર રૂપિયા આપોને તોય કોઈ છેતરે નહીં. હું તમને પાંચ હજાર રૂપિયા આપું તોય તમે છેતરો નહીં. કહેશે, હું આ જોખમદારી શું કરવા લઉં અને આ મૂરખા એમ ને એમ જોખમદારી લે છે. જોખમદારી કોણ લે ? આ દુઃખને વિચારવા માંડે તો દુઃખ જેવું નહીં લાગે. દુઃખનું જો યથાર્થ પ્રતિક્રમણ કરશો તો દુઃખ જેવું નહીં લાગે. આ વગર વિચારે ઠોકમઠોક કર્યું છે કે આ દુઃખ છે, આ દુઃખ છે ! એમ માનો ને, કે તમારે ત્યાં બહુ વખતના જૂના સોફાસેટ છે. હવે તમારા મિત્રને ઘેર સોફાસેટ હોય જ નહીં એટલે તે આજે એ નવી જાતના સોફાસેટ લાવ્યા. એ તમારા ‘વાઇફ’ જોઇ આવ્યાં. પછી ઘેર આવીને કહે કે, ‘તમારા ભાઇબંધને ઘેર કેવા સરસ સોફાસેટ છે ! ને આપણે ત્યાં ખરાબ થઇ ગયા છે.’ તે આ દુઃખ આવ્યું !! ઘરમાં દુઃખ નહોતું તે જોવા ગયા ત્યાંથી દુઃખ લઇને આવ્યા !
ઠ અક્ષર કહે છે કે જીવ પોતાના ઘરથી દૂર થઈ ગયો છે ને નજીક તો તેની ફરતે નિર્દય ચોર લોકો ઘેરી ઘાલીને બેઠા છે. જે ચોર લોકો મોટા મોટા ચતુર ગણાતા લોકોને છેતર્યા છે તેને બરાબર ઓળખી લેવા જોઈએ અને તેઓનું સ્થાન ક્યાં છે તે પણ જાણી લેવું જોઈએ.
માયા તો ઠગની ભઈ, ઠગત ફીરૈ સબ દેસ
જા ઠગ યા ઠગની ઠગી તા ઠગ કો આદેશ.
સમસ્ત જગતને માયા કાયમ ઠગ્યા જ કરે છે તેથી તે મોટી ઠગારી કહેવાય. પરંતુ જે ઠગે તે માયાને ઠગી હોય તે જ આવો ઉપદેશ આપી શકે છે. માયાને ઠગનાર સાચા સંતો જ માયા વિષે સ્પષ્ટ કહી શકે છે
………………………………..

૩ કબીર આપ ઠગાઇએ, ઔર ન ઠગિયે કોઈ

આપ ઠગૈ દુખ ઊપજે, ઔર ઠગૈ દુખ હોઈ

આમાં ત્રણ મુદ્દા છે.

તમે પોતે ઠગાઇ જાઓ. (આપ ઠગાઇએ)
તમે બીજાને ન ઠગો. (ઔર ન ઠગિયે કોઈ)
તમારી જાતને ઠગો (આપ ઠગૈ)
ચોથી વાત છે (ઔર ઠગે)

ત્રીજા અને ચોથા મુદ્દા બન્નેમાં દુઃખ છે, તમે ભલે એને સુખ માની લો.

ચોથો મુદ્દો મેં એટલા માટે અલગ કર્યો કે એ બીજા મુદ્દા સાથે જાય છે.

તમે પોતે ઠગાઈ જાઓ એમાં  કબીર સાહેબ ખુશી નથી જોતા અને એમાં ખુશ થવાપણું છે પણ નહીં. એમાં દુઃખ થાય તે સ્વાભાવિક છે. આમ છતાં એમની સલાહ છે કે  “ઔર ન ઠગિયે કોઈ”) કારણ તમે ઠગાયા તેનું દુઃખ થયું તેમ બીજાને પણ થશે.પહેલા કેસમાં ‘તમે’ ઠગાઓ છો, બીજા કેસમાં ‘કોઈ’ ઠગાય છે. આમ ઠગવાની ક્રિયા સરખી જ છે એટલે ઠગાવાની પ્રતિક્રિયા પણ સરખી જ હોવી જોઇએ. જે ઠગાશે તેને દુઃખ થશે. તમારા અનુભવ પરથી નક્કી કરો કે તમે કોઈને ઠગશો નહીં.  અહીં કબીરસાહેબની ચોથી વાત જુઓ.

બીજા મુદ્દાના બે અર્થ છે.

(૧) તમે ઠગાઈની ક્રિયામાં પ્રવૃત્ત થાઓ.

(૨) બીજાને નહીં પણ તમારી જાતને જ ઠગતા હો.

પહેલો અર્થ તો  તમને ઉપર આપેલા અર્થ તરફ જ લઈ જશે પણ બીજો અર્થ જ મૂળ છે, જેના માટે કબીર સાહેબે આ દોહરો રચ્યો છે. ફરી ફરીને એક જ લાગે એવી વાત માટે એમણે બહુ ખૂબીથી ‘આપ’ ‘ઔર’ અને ‘ઠગૈ’ શબ્દોનો પુનરુપયોગ કરીને વાતાવરણ જમાવ્યું છે. અને એમાં જ આત્માને ઠગવાની વાત કરી દીધી છે. ઠગાઈ જવામાં સાંસારિક દુઃખ છે. બીજાને ઠગવામાં આપણે કદાચ ખુશ થઈએ પણ એકંદરે સંસારમાં સરેરાશ ખુશી ઘટાડીએ છીએ. એટલે ચોથા મુદ્દામાં એમણે કહ્યું  જ છે કે “ઔર ઠગૈ દુઃખ હોઈ”.

પરંતુ સૌથી મોટું દુઃખ તો આત્માને – પોતાની જાતને – ઠગવામાં છે. જે સ્થિતિ ન હોય, તે છે – એમ માનવું એટલે જાતને ઠગવી.

કોઈને આપણે અન્યાય કર્યો હોય અને એ સમજાઈ જાય તે પછી પણ એની માફી માગવાને બદલે અન્યાય નથી કર્યો અથવા તમે જે કર્યું તે કરવાનાં કારણો હતાં એમ મન દલીલો કર્યા કરે તે જાતને ઠગવા બરાબર છે.

વળી કોઈને વચન આપતી વખતે,   સાથોસાથ મનમાં એવો વિચાર પણ આવતો હોય કે “અરે હમણાં તો કહી દો પછી જોયું જશે” એ આત્માને ઠગવા બરાબર છે. કોઈ કામ કરવા માટે હું તમને ‘હા’ પાડું, ત્યારે માત્ર તમને ‘હા’ નથી કહેતો, મારી જાતને પણ ‘હા’ કહું છું. પણ મારી અંદર કંઇક જુદું ચાલતું હોય તો એ તો માત્ર હું જ જાણી શકું છું અને એ ‘હું’ મને કહે છે કે “હે ‘પ્રકટ-હું’, તું ખોટું બોલે છે તે વાત  હું (અપ્રકટ-હું) જાણું છું.” કબીર સાહેબ ઠગવા-ઠગાવાની પ્રક્રિયામાં આને સૌથી વધારે ગંભીર માને છે.

આ મેઇલ તમે કોને મોકલ્યો હશે તેની મને ખબર નથી, પરંતુ હું શ્રી જુગલભાઈને સામેલ કરું છું, માત્ર મારા સંતોષ માટે. કારણ કે મારો ખુલાસો સાચો કે ખોટો  હોવાની શક્યતા એક સરખી છે. આશા છે કે  એમને સામેલ કરવાથી તમને ખરાબ નહીં લાગે.

દીપક ધોળકીયા.

………………………………………………………………………………………….

૪ કબીરા આપ ઠગાઈએ, ઔર ન ઠગીયે કોય,
આપ ઠગે સુખ ઉપજે,ઓર ઠગે દુખ હોય.
પ્રિય દાવડાજી;
પ્રેમ,
કબીરજી જે ઊંચાઈ પરથી કહી રહ્યા છે તે આપણી પહોંચની બહાર છે.(આ વાત અન્ય
બુધ્ધપુરુષો માટે પણ એટલીજ સત્ય છે) આપણે જે કાંઈ સમજીએ કે સમજવાનો
પ્રયત્ન કરીએ તે આપણા કન્ડીશન્ડ માઈન્ડથી(પ્રોગ્રામ્ડ કે સંસ્કારિત મન) જ
કરવાના અને તે જ મોટી સમસ્યા છે. જ્યારે કબીર કે કૃષ્ણ, મહાવીર કે મહમ્મદ
કે અન્ય સંતોની વાણી તેમના સ્વ દર્શનની નીપજ છે કોઈની ઉધાર વાણી નથી.
જ્યારે આપણી તમામ વાણી ઉધાર. ક્યાંક મા-બાપે, કે શિક્ષકો કે પુસ્તકો કે
અન્ય બહારથી ભેગો કરેલ કચરાથી અધિક કાંઈ નથી હોતુ અને તેથી જ ગમે તેવા
સુંદર શબ્દોની જાળ ઉભી કરીએ પણ પરિણામ દુર્ગંધ જ હોય છે.
કબીરજીનો ઉપરોક્ત દોહો મારી સમજ મુજબ સમજાવા પ્રયત્ન કરું છું પણ હું
ખોટો હોઊં તેવી પુરી શક્યતા છે, જેથી મારી વાતને આખરી ન સમજી કબીરની
ઊંચાઈએ પહોંચવા પ્રયત્ન કરજો એક દિ’ સંપૂર્ણપણે સમજાઈ જશે અને ત્યારે જ
મળેલ મનુષ્ય જીવન તેની પૂર્ણતાએ પહોંચશે.
” કબીરજી તેમના અનુભવે જોયું કે આ જગતમાં તમે કાંઈ કાઢી કે ઉમેરી નથી
શકતા. એકજ એનર્જીનુ રુપાંતરણ માત્ર છે. (એજ વાત વિજ્ઞાન પણ કહે છે).અહીં
બધું નિયમથી ચાલે છે. લેણ-દેણ પણ નિયમ આધારિત જ છે. કોણ કોનુ રુણ ચુકવી
રહ્યો છે અને કોણ કોના માટે કમાઈ રહ્યો છે તે અગમ્ય છે. ત્યારે કોઈ તમને
ઠગી કેમ શકે? અને કદાચ કોઈ ઠગી જાય તો બે સંભાવના છે. એક તો તેનુ રુણ
ચુકવાઈ રહ્યું છે અથવા ઠગનાર પોતાના માઠે રુણ ચઢાવી રહો છે અને ગમે
ત્યારે તેને ચુકવ્યા વગર છુટકો નથી. હવે જેને આ નિયમનુ દર્શન થયું હોય તે
બીજું શું ગાય? એ ઠગાવામાં આનંદિત નથાય તો બીજું શું થાય.
પરંતુ આપણે તો બાળપણથી શિખ્યા છે કે છેતરાનારો મુર્ખ છે. અને હું અને
મુર્ખ? સહન જ કેમ થાય? મારાથી અધિક ડાહ્યો અને શાણો બીજો કોણ હોય? આ
અહમનો પરદો સત્ય કેમ જોવા દે? ઈચ્છું કે આપણો આ પરદો હટે અને જે દર્શન
કબીરજીને થયું તે આપણને સર્વેને થાય.
પ્રભુશ્રીના આશિષ;
શરદ.

………………………………………………………………………………………….

૫શ્રી દાવડા  સાહેબ,

નમસ્કાર . કબીરજીના આ દોહરા માટે હું સમજ્યો છું તે પ્રમાણે  આપણી  પાસે બે વિકલ્પ છે .  કોઈ એવી સમસ્યા સર્જાય  જે માટે કાં તો આપણે છેતરાવું પડે અથવા અન્યને છેતરાવું  પડે તો એમાંથી અન્યને છેતરવા કરતા આપણે  જ છેતરાવું યોગ્ય રહે જેથી સ્વાર્થી બનવાથી દૂર  રહી શકાય . ભલે હું છેતરાઉ પરંતુ અન્ય કોઈ છેતરાયા નથી જેવો ભાવ સ્વ માટે આનંદ આપનારો બની રહે. આ વિચારધારા સમાજલક્ષી ગણી શકાય .ત્રણ રોટલી હોય અને ત્રણ બાળકો હોય તો માં ત્રણે બાળકોને રોટલી આપીને કહે કે મને ભૂખ નથી આ માને બાળકોને રોટલી જમાંડ્યાનો આનંદ થશે બસ આવો જ ભાવ કૈક આ દોહરામાં રહેલો છે. જો દરેક વ્યક્તિ  અન્ય માટે  જ ભલું વિચારે તો દુનિયા સ્વર્ગ બની જાય. સંત કબીર સાધુ પુરુષ હતા, સાચા અર્થમાં સર્વ ધર્મ સમભાવના પુરસ્કર્તા હતા, સમાજલક્ષી હતા એટલે આવું લખી શક્યા .

રૂદ્રપ્રસાદ ભટ

 

 

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “कबीर ‘साहिब आप ठगाईये’ -हे साहिब तू मुझे ठग।

 1. माया महा ठगनी हम जानी।।

  तिरगुन फांस लिए कर डोले

  बोले मधुरे बानी।।

  केसव के कमला वे बैठी

  शिव के भवन भवानी।।

  पंडा के मूरत वे बैठीं

  तीरथ में भई पानी।।

  योगी के योगन वे बैठी

  राजा के घर रानी।।

  काहू के हीरा वे बैठी

  काहू के कौड़ी कानी।।

  भगतन की भगतिन वे बैठी

  बृह्मा के बृह्माणी।।

  कहे कबीर सुनो भई साधो

  यह सब अकथ कहानी।।

  कबीर

  • pragnaju

   ધન્યવાદ સંતો આ રીતે સમજાવે છે
   इस सांसारिक माया के तीन गुण स्वरूप हैं- सत्त्व, रज और तम। तीनों ही गुण व्यक्ति को बाँधे रखते हैं और उसे अपने कल्याण के लिए इन तीनों गुणों को ही पार करना होता है। रामकृष्ण परमहंस इन गुणाें के बारे में समझने के लिए एक आख्यान कहते थे- एक आदमी जंगल की राह से जा रहा था। इतने में तीन डाकुओं ने आकर उसे पकड़ लिया और उसके पास जो कुछ सामान था, वह सब लूट लिया। फिर उन डाकुओं में से एक ने कहा- ”इसको रखकर और क्या होगा?” यह कहकर वह खड्ग उठाकर उस आदमी को मारने चला। तब दूसरे डाकू ने आकर कहा-”इसे मारो मत, मारने से क्या होगा? इसके हाथ-पैर बांधकर यहीं छोड़ दो।” अंत में सबने उसके हाथ-पैर बाँधकर उसे वहीं छोड़ दिया। थोड़ी देर में उन्हीं में से तीसरा डाकू लौटकर उससे बोला-”अरे। तुमने कितनी चोट खाई। आओ, मैं तुम्हे रास्ता बतला देता हूँ।”
   फिर रास्ते के समीप आकर आदमी ने उस डाकू से कहा-”आपने मुझे प्राण-दान दिया, आप मेरे घर तक चलिए।” डाकू ने कहा- ”नहीं मैं वहाँ नहीं आ सकता। लोगों को मेरा पता लग जाएगा। मैं केवल रास्ता बतलाकर लौट जाता हॅँ।” रामकृष्ण परमहंस कहा करते थे कि पहले डाकू को तमोगुण समझो, जिसने आदमी को मार डालने की चेष्टा की, दूसरे डाकू को रजोगुण जानो, जिसने आदमी को बंधन में डाल दिया और तीसरे डाकू को सत्त्वगुण समझो, जिसने आदमी के बंधन खोल दिए और उसका मार्गदर्शन कर उसे उसके घर का रास्ता बतला दिया, लेकिन तीनों में से कोई भी नहीं और यहाँ तक कि सत्त्वगुण भी उस आदमी के घर तक नहीं पहुँच सके अर्थाता परमेश्वर त्रिगुणातीत है। उस तक पहुँचने के लिए इन तीनों गुणों को ही पार करना पड़ता है। सत्य यही है कि जो संसार को प्रकृति के गुणों का खेल समझकर उससे अनासक्त रहते हुए त्रिगुणातीत हो जाता है, वह स्वयं परमेश्वर हो जाता है और संसार के भवबंधनों से मुक्त हो जाता है।

   • પ્રિય પ્રજ્ઞામા,
    પ્રેમ.
    પરમચૈતન્ય જેવું મનુષ્ય દેહ ધારણ કરે છે એટલે તેને ત્રિગુણી માયાનુ બંધન લાગી જાય છે.ભારતિય મનિષીઓએ આ ત્રિગુણી (સત્વ,રજસ,તમો) માયા અને તેમાંથી મુક્તિના માર્ગ દર્શાવ્યા છે. અનેક સતગુરુઓએ જુદી જુદી રીતે અનેક આયામોથી આપણને સમાજાવવા પ્રયત્ન કર્યો છે. પરંતુ સમસ્યા એ છે કે આપણે સમજીએ છીએ ક્યાં? આપણને લાગે છે કે સમજાઈ ગયું, પરંતુ બધું ભેજાથી જ સમજાય છે. અંદર તો કાંઈ ઉતરતું જ નથી. અને એજ ખબર નથી પડતી કે આપણે અટકીએ છીએ ક્યાં? જો સમજાઈ ગયું તો માયામાંથી મુક્ત કેમ નથી થવાતું? ક્યાંક આ ભેજું જ બધી ગરબડ તો નથી કરતું ને? તમે શું કહો છો? જરા મંથન કરીએ.
    શેષ શુભ.
    પ્રભુશ્રીના આશિષ.
    શરદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s