ભૂલ બીજાની સૌ શોધવા વ્યસ્ત છે,/ કિશોર મોદી

કિશોર

 

 

 

અા જ ની તા જા ગ ઝ લ

ખુરશીને મૌનનું કેવું વરદાન છે !
  લાંચ, રેઇપને કાયમ અભયદાન છે ?
             મોંઘવારીનું ફુલેકું છોડી દીધું,
             રાજવશ વારતામાં કલહદાન છે.
             કોર્ટ,પોલીસ,સરકાર બિચારી છે !!!
             સૌ કને ફાલતું ક્યાં સમયદાન છે ?
             ભૂલ બીજાની સૌ શોધવા વ્યસ્ત છે,
             શબ્દનું સામસામે વમનદાન છે.
             અાદિથી સર્વ માટીપગા છે કિશોર,
             અાપવામાં શું અાપે ? નમનદાન છે.
         પ્રસાદ–   કિશોર મોદી
chairઆપણે જે કાંઈ છીએ સુખી કે દુ:ખી તે આપણી પોતાની સર્જત છે. તેને માટે બીજું કોઈ જવાબદાર નથી. બીજા પરથી નજર ઉઠાવી લઈને ખુદ પોતાના તરફ દૃષ્ટિ કરીએ તો સાચો રસ્તો મળી જશે બીજાને સુધારવા અને મિટાવવા આપણે પડ્યા છીએ એટલે ખુદમાં પરિવર્તન આવતું નથી. દુ:ખના ઘાવ અંદર છે. તેને બહાર ક્યાંય શોધવાની જરૂર નથી અને તેને માટે આપણે ખુદ જવાબદાર છીએ. બીજાઓ આપણને માત્ર દુ:ખની રેસીપી આપે છે અને દુ:ખ આપણે પોતે જેવું જોઈએ તેવું બનાવી લઈએ છીએ. આપણે આપણી અંદર જ્વાળામુખી ઊભો કરી દઈએ છીએ અને આપણે પોતે જ દાઝીએ છીએ.
પણ માણસની એક કુટેવ છે કે તે સૌ પ્રથમ એમાથી ભૂલ શોધશે ખામી ગોતશે ને પછી પોતાની અક્કલ્નુ પ્રદર્શન કરશે

1 ટીકા

Filed under ગઝલ

One response to “ભૂલ બીજાની સૌ શોધવા વ્યસ્ત છે,/ કિશોર મોદી

  1. બીજાને સુધારવા અને મિટાવવા આપણે પડ્યા છીએ એટલે ખુદમાં પરિવર્તન આવતું નથી.

    આપણે જ્યારે કોઈની તરફ આંગળી ચીન્ધીએ છીએ ત્યારે ભૂલી જઈએ છીએ કે એ વખતે

    ત્રણ આંગળીઓ આપણી તરફ ચીન્ધાયેલી હોય છે .

    બુરા બુરા સબ કોઈ કહે ,મુજ સે બુરા ના કોઈ …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s