નગ્નતાનાંઔપચારિક આવરણ: ફિગ લીફ, એકોર્ડિયન અને હવે ટેપરેકોર્ડર…..પરેશ વ્યાસ

fig1

નામ ફૂટીને કળાનું થીગડાં મારી ફરે, 

જ્યાં જુવાનો નકલ નખરાંય ફિસિયારી કરે! 

દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા. 

– ખલિલ જીબ્રાન અનુવાદ: મકરંદ દવે

આમીરખાન નગ્ન થવામાંય નકલ કરેછે. કહેછેકેએનુંન્યુડ પોસ્ટર 1973નાંપોર્ચુગીઝ સંગીતકાર ક્વિમ

બેરૈરોસનાંપોસ્ટરની નકલ છે. ફરક એટલો કેક્વિમેનગ્નતાનેએકોર્ડિયનથી ઢાંકી હતી. આમીર પોતાની

નગ્નતાનેટેપરેકોર્ડરથી ઢાંકેછે. ગામનો ઉતાર હોય હોય એ નાગો કહેવાય. નાગાનેકૂલેબાવળિયો. તો ય

એ કહેકેસારુંથયું, છાંયડો થયો. બેશરમની હદ છે. નકરી નફ્ફટાઇ. પીકેનુંપોસ્ટર ચર્ચાનાંચકડોળેચઢ્યું

છે. ટ્વિટર પર એનેસની લિયોન કેપૂનમ પાંડેની પુરુષ આવૃત્તિ તરીકેટીખળી કરવામાંઆવી છે. મુંબઇનાં

એમએલએ કૃષ્ણ હેગડેનાગા પોસ્ટરનેવસ્ત્રો પહેરાવીનેનગ્નતાનો વિરોધ કરવાની જાહેરાત કરી ચૂક્યા

છે. કૃષ્ણ નામ છે. મહાભારતમાંદ્રૌપદીનાંચીર પૂર્યા’તા, હવેમહારાષ્ટ્રમાંપીકેનાંચીર પૂરવા જઇ રહ્યા

છે. હવેપરમ દિવસેસ્વાતંત્ર્ય દિનેપીકેનુંટ્રેલર બીજુંપોસ્ટર રીલીઝ થશે. દેશ સ્વતંત્ર છે, ભાઇ ! અને

કલાની અભિવ્યક્તિમાંઆમ પણ નગ્નતા જાયજ ગણાય છે. લોકોનાંમનમાંહવેચટપટી થઇ રહી છે. પોસ્ટર

આવુંહોય, તો ટ્રેલર કેવુંહશે? અનેટ્રેલર જો આવુંહશેતો…… સૌ રાહ જોઇ રહ્યા છેપેલુંટેપરેકોર્ડર ક્યારે

એનાંહાથમાંથી છટકીનેનીચેપડે ! જો કેઆ અશ્લીલતા સામેવકીલો કોર્ટમાંજંગેચઢ્યા છે. કહેછેકેઆનાથી

બળાત્કારનાંબનાવો વધશે. પીકેનાંપોસ્ટર સામેમુંબઇમાંકેટલીક સન્નારીઓએ પોલિસ ફરિયાદ કરી તો

ત્યાંના ગેઇટી ગેલેક્સી થિયેટરનાંમાલિકેપોસ્ટર્સ ઉતારી લીધા. જો કેવિવાદ થાય તો એનો ફાયદો ફિલ્મને

થતો જ હોય છે.

પુરુષ શિશ્નનાંઉઘાડા પ્રદર્શનનેઢાંકવાનો સિલસિલો પુરાણો છે. ઇડન ગાર્ડનમાંઇવની સંગાથેરહેતા

આદમની લાઇફ સાવ સીધી લીટીની હતી. પોતેઇવની માફક આમ તો નાગો ટાટ હતો. પણ એનાંમનમાં

વાસનાનો સર્પ સળવળતો નહોતો. ઇડન ગાર્ડનમાંસારા અનેનરસાનાંજ્ઞાન આપતા વૃક્ષનુંફળ ખાવા

પર પ્રતિબંધ હતો. પણ વૃક્ષ નિવાસી સર્પની ચઢામણીથી, ઇવનાંકીધેભલાભોળા આદમેજ્ઞાનનુંસફરજન

આરોગ્યું. અનેપછી એનેકુછ કુછ હોતા હૈથયું. પછી એ શરમાયો. અનેપછી….. એણેએની નગ્નતા પર

અંજીરનાંપાંદડાંથી ઢાકોઢૂમો કર્યો. શ્લીલઅશ્લીલનો ભેદ ત્યારથી શરૂથયો. અનેઆમ અંજીરનુંપાંદડું

એટલેકેફિગ લીફ (FIG LEAF) શબ્દ અંગ્રેજી ભાષામાંઉઘાડાનેઢાંકવાનાંઅર્થમાંદાખલ થયો. આમીર ખાનનું

ટેપરેકોર્ડર કેક્વિમ બેરૈરોસનુંએકોર્ડિયન ફિગ લીફની નવતર આવૃત્તિ છે. મોબાઇલ ફોનનાંરોજ રોજ નિત

નવા મોડલ બહાર પડેતો ફિગ લીફનાંય નવા મોડલ બહાર પડવા જોઇએ ને?

ગ્રીક રોમન પુરાણ અનુસાર એપોલો સંગીત, કલા, કવિતા, ઔષધ, સૂર્ય, પ્રકાશ અનેજ્ઞાનનાંદેવતા હતા. 

પ્રાચીન ગ્રીક સમયની કલા અભિવ્યક્તિમાંદેવોનેનગ્ન દેખાડવાનો રિવાજ હતો. એ અલગ વાત હતી કે

દેવીઓનેવેલ કેઅન્ય કોઇ રીતેઢાંકીનેદેખાડાતી. પણ પછી રોમન સામ્રાજ્યનુંખ્રિસ્તી ધર્મમાંપરિવર્તન

થયુંત્યારેશિલ્પ તેમજ ચિત્રકલામાંથી પૌરુષ નગ્નતા અદ્રશ્ય થઇ ગઇ. લોક પ્રદર્શન માટેનાંશિલ્પનાં

પુરુષ શિશ્નનેફિગ લીફથી ઢાંકી દેવાયા. ક્યાંક સ્ત્રીઓ શરમાય ન જાય કેછોકરાઓ બગડી ન જાય. રશિયાનાં

પાટનગર મોસ્કોની મધ્યમાંસ્થિત સંગીત અનેનૃત્યનાટિકાનાંશિરમોર વૈશ્વિક થાનક બોલ્શોય થિયેટરનો

વર્ષ 2011માંજીર્ણોદ્ધાર થયો ત્યારેલોકોએ જોયુંકેએની છત પર વિશ્વકક્ષાની શિલ્પકલાનો બેનમૂન

નમૂનો એવા, રથ પર સવાર એપોલોની જબરજસ્ત મોટી શિલ્પમાંકાંઇક અલગ હતુ. બોલ્શોય થિયેટરનાં

છાપરેચઢીનેબેઠેલી એપોલોની ઓરિજીનલ નગ્નતાને જિર્ણોદ્ધાર બાદ અંજીરનાંપાંદડાંથી ઢાંકી દેવામાં

આવી. તંત્રએ એનો બચાવ કર્યો કેમૂળ શિલ્પકારેફિગ લીફ બનાવ્યુંજ હતુપણ ઢાંકવાનુંરહી ગયુહતુ. પણ

પ્રશ્ન એ થાય કેજો ઢાંકવાનુંજ હતુતો પછી શિશ્ન કંડારાયુજ શા માટે? હવેરશિયામાંતાજેતરમાંજ નવો

વિવાદ શરૂથયો છે. રશિયાની 100 રુબલ (=180 રૂપિયા)ની નોટ પર બોલ્શોય થિયેટર પરનુંફિગ લીફ વિનાનું

ઓરિજીનલ નગ્ન એપોલોનાંશિલ્પનુંચિત્ર અંકિત કરેલુંછે. ગયા મહિનેરશિયાનાંએક સાંસદેરશિયન

સેન્ટ્રલ બેંકનેપત્ર લખીનેકહ્યુંકેઆ 100 રુબલની ડીઝાઇન બદલો, મારા ભાઇ, આ છોકરા બગડી જાય છે. 

એણેલખ્યુંકેહુંમારા દીકરાનેલેવા સ્કૂલેગયો ત્યારેમેંજોયુંકેસ્કૂલની બહાર દસેક વર્ષનાંબેછોકરા 100 

રુબલની નોટ હાથમાંલઇ એપોલોનાંઉઘાડા શિશ્ન તરફ આંગળી ચીંધી અંદરોઅંદર ઠઠ્ઠામશ્કરી રહ્યા હતા. 

રશિયામાંથિયેટર, ફિલ્મ, કલા કેપ્રસાર માધ્યમોમાંઅપશબ્દોનાંઉપયોગ ઉપર હજી ગયા મહિનેજ

પ્રતિબંધ મુકાયો. ગયા વર્ષથી સમલિંગી સંબંધોનાંપ્રચાર પર પ્રતિબંધ મુકાયો છે. ભારતમાંઆવુંથાય તો

બુધ્ધિજીવીઓ, કલાપ્રેમીઓ એવી રાડારાડ કરી મુકેકેરાજકારણનુંપંડિતમુલ્લાકરણ થયુંછે. જો કેઆપણી

પ્રાચીન સંસ્કૃતિ, આપણા ધર્મમાંનગ્નતાની કોઇ છોછ નહોતી. આપણેશિવલિંગની પૂજા કરીએ છીએ. 

કર્ણાટકમાંજૈન તીર્થ શ્રવણબેલગોલામાંઆવેલી 57 ફીટ ઊંચી બાહુબલિની પ્રતિમાનેકોઇ ફિગ લીફથી

ઢાંકવાની વાત કરતુનથી. આપણી સંસ્કૃતિ નગ્નતા પ્રત્યેક્યારેય દંભી નહોતી. 

જો કેઅત્યારેબળાત્કારની વણથંભી વણઝારનાંસમાચારનાંમારા વચ્ચેનગ્નતાની નુમાઇશની ચર્ચા

સાંપ્રત ગણી શકાય. શુંકલાનાંનામેનગ્નતાનાંઉઘાડેછોગ પ્રદર્શનનેટાળવુંજોઇએ? નગ્નતાનેદેખાવ

પુરતી ફિગ લીફ, એકોર્ડિયન કેપછી ટેપરેકોર્ડરથી ઢાંકવુંવ્યાજબી છે? નગ્નતા તો ય તો છતી થાય છે. 

ઇંતેજારી ઔર વધેછે. ફિગ લીફ શબ્દનો મહાવરા તરીકેઅર્થ થાય છેકોઇ વાત પર પડદો પાડવો. એવી વાત

જેશરમજનક હોય, અરૂચિકર હોય, અનુચિત હોય, અણછાજતી હોય એનેઢાંકી દેવાનેફિગ લીફ કહેવાય છે. પણ

ધ્યાન રહેકેઆ પૂર્ણ ઢાકોઢૂમો એટલેકેટોટલ કવર અપ નથી. પણ લાગેકેકહેવા પુરતુંકંઇક ઢાંક્યુછે. પોતાની

નાગાઇનો બચાવ કરી શકાય. ગુજરાતીમાંફિગ લીફને -છતુંથઇ જાય એવુંછદ્માવરણ- કહી શકાય. ઘણાં

રાજકારણીઓનાંકૌભાંડનો પર્દાફાશ થાય ત્યારેઅંતેરાજીનામા રૂપી અંજીરનાંપાંદડાંથી એની નગ્નતાને 

ઢાંકીને, છટકી જવાની તક એનેમળી જતી હોય છે. ઘણાંતો એથી ય વધારેનસીબદાર હોય છે. એનેકૌભાંડ ઢાંકવા

કેળની સાઇઝનાંપાંદડાંય મળી જાય છે. આપણો દેશ ફિગ રીપબ્લિક નથી; પણ બનાના રીપબ્લિક છે ! અહીં

નાગાની પાંચશેરી હંમેશા ભારેહોય છે.

fig2

શબદ આરતી:

અમેરિકાની સમરસ સમાજની વાત બોદી છે.

કાન દઇને સાંભળો કેધ્યાનથી જુઓ તો સમજાય જાય.

લોકશાહી એ ભદ્ર લોક (Elite Class)નું ફિગ લીફ છે. –

અમેરિકન લેખિકા ફ્લોરેન્સ કિંગ

fig3

 

4 ટિપ્પણીઓ

Filed under ગીત, ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

4 responses to “નગ્નતાનાંઔપચારિક આવરણ: ફિગ લીફ, એકોર્ડિયન અને હવે ટેપરેકોર્ડર…..પરેશ વ્યાસ

 1. .’નાગો વરસાદ’ કેમ કહેવાયો હશે?

  • pragnaju

   ધન્યવાદ
   આપે પ્રશ્ન કર્યો અને તરંગ શરુ.ગુજરાતીમા નાગો વરસાદ કહીએ તેમ અંગ્રેજીમા
   sun shower A rain shower which occurs while the sun is shining.કહે તો
   Estonian: vaeslapse pisarad; French: mariage du loup m; Georgian: ჟუჟუნა (žužuna); German: Sonnenregen m; (nāgō varsād); Japanese: 狐の嫁入り (きつねのよめいり, kitsune no yomeiri) (literally “fox’s wedding”), 天気雨 (てんきあめ, tenki ame); Kannada: ಕಾಗೆ ನರಿ ಮದುವೆ (kāge nari maduve) !

   મને આ કલ્પના ગમે છે–જ્યારે જ્યારે એ મેઘ અને ધરતીનો પ્રણય જુએ ત્યારે ‘નાગો વરસાદ’ ‘નાગો વરસાદ’ કહેવડાવતો! આથી મેઘને ય ઘણી શરમ આવતી..અને એને ધરતી સાથેની મુલાકતો ઘટાડી નાંખી! આમેય ચોમાસું કેવું આવશે- જશે અને શા માટે ક્યારે કેટલો વરસાદ પડશે કે નહિ પડે એનો ખેલ અદ્રશ્ય સર્જનહાર સિવાય પૂરેપૂરો કોઇ જાણી શકતું નથી.માટે આ સાયન્સમાં મિસ્ટિક એલિમેન્ટ છે. ગેબી ગૂઢ સંકેતોની માયાજાળ છે. ધરતીને મન ફાવે તેમ સરહદોમાં વહેંચીને ઝગડતી રહેતી માનવજાત માટે ચોમાસાની ‘મૌન આકાશવાણી’ પણ એ જ છે કે- કોનું પાણી ક્યાં જઇ કેમ કેટલું વરસે એનો કોઇ ભૌગોલિક લેવડ-દેવડનો હિસાબ નથી! જેમ લોહી બધે સરખું લાલ હોય, એમ પૃથ્વીવાસીઓ માટે પાણી સરખું જ પારદર્શક છે! તો નાગા વરસાદ સામે લડવું જ હોય તો સાથે મળી લડો!
   નરસિંહરાવ દિવેટિયા આવો અણસાર આ કાવ્યમા આપે છે

   દ્યૌદેવી દીર્ધકાળ મેઘે બન્દી કીધી રે,
   ઘનકારાગૃહની માંહ્ય પૂરી દિધી રે; ૧

   હેવું નિરખી દેવીનો કાન્ત રવિ આ ઠારે રે
   તોડી નાંખી કારાદ્વાર પાદપ્રહારે રે, ૨

   કીધી દ્યૌદેવીને મુક્ત, એ હસતી ઉલાસે રે,
   ત્‍હેને ભૂમિસખી નિરખંતી રહી પ્રતિહાસે રે. ૩

   હવે જાણું જે પ્રલય કરંત મેઘ જશે ન્હાશી રે,-
   ત્ય્હારે જો ને એકાએક રચના આ શી રે! ૪

   પવનતુરંગ પલાણીને આવ્યું ઘનદળ આમ!
   જોતામાં સહુ દિશે ઝૂકી, કરે વૃષ્ટિપ્રહારો સહુ ઠામ; ૫

   કહિં સંતાયેલી જો સેના મેઘની આવી રે,
   દ્યૌદેવીને ગ્રહી લઈ જોરે અતિશ અકળાવી રે. ૬

   ફરી વર્તાવ્યું સામ્રાજ્ય જો ઘનરાયે રે,
   ક્યહાં સંતાયો રવિરાય, કંઈ ના જણાએ રે. ૭

   આહા! પાછી જો પલટાઈ રચના કે’વી રે;
   પડ્યે જાતી વૃષ્ટિની ધારા હેવી ને હેવી રે; ૮

   તો એ કો કો સ્થળ રવિતેજ ભેદી પ્રકટ્યું રે;
   દ્યુતિલીલા વૃષ્ટિની સંગ પ્રકાશી, આ શું રે! ૯

   જે’વી કો મૃદુ સુંદરી રુદન કરંતી જાય,
   મહિં વેરે સ્મિત ચળકતાં,- હેવી રચના આ રમ્ય જણાય. ૧૦

   હવે જાશે ઘનનું જોર હેવું ભાસે રે,
   અટક્યો વર્ષાઘાત, ને આમ જો આકાશે રે; ૧૧

   છિન્ન ભિન્ન થયો શતખણ્ડ મણ્ડપ ઘનનો રે,
   ને દેખાયો ભૂરો ગભીર ઉદધિ ગગનનો રે; ૧૨

   ભૂરા ઊંડા એ સાગરમાંહિં ધરી દ્વીપલીલા રે,
   શા મેધખણ્ડ સુવિશાળ ઠર્યા રંગીલા રે ! ૧૩

   ને નીચે લીલેરું આ ક્ષેત્ર ટેકરી તે પારે રે,
   દેવાલય ઊભું ભવ્ય ટોચે તે ઠારે રે, ૧૪

   રવિકિરણે ચુમ્બિત ત્‍હેનાં શિખર વિરાજે રે;
   ત્‍હેની ઉપર ઈન્દ્રધનુ રમ્ય રચ્યું રવિરાજે રેઃ ૧૫

   ઇન્દ્રધનુ આલેખિયું ગગનપટે રવિરાય,
   મેઘાસુરસંહારનું એ વિજયતોરણ શું જણાય! ૧૬

   આમ વિજયી જો રવિરાય દ્યૌદેવી સંગે રે,
   રંગે રમતો મલકાય પડ્યો તે ઉછંગે રે ! ૧૭

   હેવા વિજયલગ્નનાં ગીત ચૉગમ ગાજ્યાં રે,
   મીઠાં પંખીડાં હર્ષનાદ કરીને નાચ્યાં રે, ૧૮

   અને મધુર મધુકરવૃન્દ સ્થળ સ્થળ ગુંજે રે,
   વૃક્ષવેલી કુસુમઉપહાર અર્પે કુંજે રે; ૧૯

   લીલી ભૂમિ વર્ષાબિન્દુ તૃણતૃણ ધારી રે,
   અર્પે ભરીને મરકતથાળ મોતીડાં ભારી રે. ૨૦

   એમ વિજય વ્યાપી રહ્યો જગ રેલ્યો ઉછરંગ,
   હેવા વિજયી લગ્નનો મુજ હઇડે લાગ્યો રંગ; ૨૧

   રંગાઈ હઈડું મ્હારું કરે ગુંજારો રે,
   હું એ અર્પું પ્રેમે કાવ્યકુસુમ-ઉપહારો રે. ૨૨

   ,”વરસાદની માટીની સુગંધ પરફ્યુમ ની બોટલમાં ભરી નથી શકાતી,પણ કવિતાના અક્ષરોમાં ચમકાવી જરૂર શકાય છે,” “સુરજ દેખાતો હોય અને નાગો વરસાદ પડતો હોય એવા આકાશને ઈશ્વરે જીવન નું નામ આપ્યું છે.લોકોનો ડોળ,દંભ અને ઈર્ષ્યા એ બધું જીરવવામાં નિષ્ફળ ગયો એ જ મારી સફળતા.”
   રમુજ મા કહીએ તો
   “કેટલાક કવિઓ તો ફલૅટની ગૅલેરીમાં ભરતડકે પોતાની ટાલ પર પાણીનાં ફોરાં ઝીલતાં ઝીલતાં કવિતાનું શીર્ષક બાંધે છે : ‘નાગો વરસાદ’. ઉપલા માળે સૂકવાયેલાં કપડામાંથી ટપકતું પાણી કવિની ટાલ પર ઝીલાતું હોય, એની ન કવિને ખબર હોય, ન આપણને !”
   મેઘધનુષની બસ એટલી ફરિયાદ છે
   આછો સુરજ અને નાગો વરસાદ છે.
   આવો લોકો તમને સંભળાવુ વાત કપાયેલા પતંગની,
   જે દિવસે હું કપાયો એ દિવસના આકાશીજંગની.
   ખંભાતમાં મારી બનાવટ થઇ ને લઇ જવાયો હું અમદાવાદ,
   ભીનો થઇ ગયો પહેલા જ દિવસે જ્યારે પડ્યો નાગો વરસાદ.
   શેષ લેખ તમે લખશો

 2. પ્રિય પ્રજ્ઞા બેન
  અહી એરિઝોનામાં થોડા દિવસ પહેલા ખાસો વરસાદ પડી ગયો .પણ થોડા વરસ પહેલા 118 ડીગ્રી ફેરાન હિત ટેમ્પરેચર હતું થોડા દિવસ માટે પણ વરસાદનું ફોરું પડ્યું નહિ .પછી મારે મેઘ રાજાને કહેવું પડત્યું કે
  ખડ સુક્યાં બાવળ બળ્યા થોરીયાય સુકાણાં
  ક્યે અપરાધે મેહુલા તમે અમ પર કોપાણાં

  • pragnaju

   બે ઘડી વરસાદના ધરતી પર ફોરા પડ્યા
   એટલામા કેટલો તલસાટ ચાલી જાય છે
   વરસાદના આ પહેલા છાંટે અમે ભીંજાયા
   શબ્દોથી એ ખુશી માપી નથી શકાતી
   ઉપરના બન્ને શેર અમરી દિકરી યામિનીના છે.
   તમારા પ્રતિભાવ બદલ ધન્યવાદ
   જરુર પધારશોજી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s