જન્માષ્ટમી ના અભિનંદન

ગોવિંદા આલા રે !

જન્માષ્ટમી એ ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ છે.

આ

 

અમારી ધૂન

શ્રીકૃષ્ણ: શરણં મમ:, શ્રીકૃષ્ણ: શરણં મમ:

શ્રીકૃષ્ણ: શરણં મમ:, શ્રીકૃષ્ણ: શરણં મમ:

કદમ્બ કેરી ડાળો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

જમુના કેરી પાળો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

વ્રજ ચોરાસી કોશ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

કુંડ કુંડની સીડીઓ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

કમલકમલ પર મધુકર બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

વૃંદાવનના વૃક્ષો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

ગોકુળિયાની ગાયો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

કુંજ કુંજ વન ઉપવન બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

વ્રજભૂમિના રજકણ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

રાસ રમંતા ગોપી બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

ધેનુ ચરાવતા ગોપો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

વાજાં ને તબલામાં બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

શરણાઈ ને તંબૂરમાં બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

નૃત્ય કરંતી નારી બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

કેસર કેરી ક્યારી બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

આકાશે – પાતાળે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

ચૌદ લોક બ્રહ્માંડે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

ચન્દ્ર સરોવર ચોકે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

પત્ર પત્ર શાખાએ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

આંબ – લીંબુ ને જાંબુ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

વનસ્પતિ હરિયાળી બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

જતીપુરાના લોકો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

મથુરાજીના ચોબા બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

ગોવર્ધનને શિખરે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

ગલી ગલી ગહેવરવન બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

વેણુ સ્વર સંગીતે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

કળા કરંતા મોર બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

પુલિન કંદરા મધુવન બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

શ્રી યમુનાજીની લહેરો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

આંબા ડાળે કોયલ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

તુલસીજીના ક્યારા બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

સર્વ જગતમાં વ્યાપક બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

વિરહીજનનાં હૈયાં બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

કૃષ્ણ વિયોગે આતુર બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

મધુર વીણા વાજિંત્રો બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

કુમુદિની સરોવરમાં બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

ચન્દ્ર સૂર્ય આકાશે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

તારલિયાના મંડળ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

અષ્ટ પ્રહર આનંદે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

રોમરોમ વ્યાકુળ થઈ બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

મહામંત્ર મન માંહે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ:

જુગલ ચરણ અનુરાગે બોલે, શ્રીકૃષ્ણ: શરણં મમ: 

શ્રીકૃષ્ણઃ શરણં મમ’ તે અષ્ટાક્ષર મંત્ર છે. તેનો અર્થ એવો છે કે શ્રીકૃષ્ણ જ મારું શરણ છે. એટલે કે હું શ્રીકૃષ્ણનું શરણ સ્વીકારું છું. શરણ શબ્દના ઘણા અર્થ છે. તેમાં ત્રણ મુખ્ય અર્થ છે. શરણ એટલે આશ્રય, ઘર અને રક્ષકઆ ત્રણે અહીં લાગુ પડે છે. શ્રીકૃષ્ણ જ મારો આશ્રય છે. એટલે કે હું જ શ્રીકૃષ્ણનો જ છું. મારું સર્વ કંઈ શ્રીકૃષ્ણ જ કરશે. મારા કોઈ નાના મોટા સ્વાર્થ માટે હું શ્રીકૃષ્ણને છોડીને બીજા કોઈ પાસે જઈશ નહિ. શ્રીકૃષ્ણ સર્વસમર્થ છે, તેથી તેઓ જ મારી રક્ષા કરશે. તેઓ મારા રક્ષક છે. તેમની રક્ષા કરવાની શક્તિમાં મને દ્રઢ વિશ્વાસ છે. જેમ ઘર માણસને રક્ષણ આપી નિર્ભય બનાવે છે અને સુખ આપે છે, તેમ શ્રીકૃષ્ણના ચરણકમળોમાં જ મારું નિવાસસ્થાન છે તેમના ચરણારવિંદની છત્રછાયામાં હું સંપૂર્ણ રીતે સુરક્ષિત અને નિર્ભય છું. મને ત્યાં કોઈપણ પ્રકારનો ડર નથી. ‘શ્રીકૃષ્ણ શરણં મમ’ મંત્રનો આવો અર્થ છે

..આરતી

‘જયારે સંશયોનાં વમળોમાં ફસાઇને નિરાશાઓથી હું ઘેરાઇ વળુંછું અને આશાનું કોઇ કિરણ જોવા નથી મળતું ત્‍યારે હું ભગવદ્દ ગીતા તરફ વળું છું. તેનો કોઇપણ શ્‍લોક મને સાંત્‍વના પ્રદાન કરે છે અને હું તરત જ ઘોર વિષાદ વચ્‍ચે પણ સસ્‍મિત પ્રસન્નતા અનુભવું છું. જે લોકો ગીતાનું અધ્‍યયન કરે છે તેમને નિત નવો આનંદ પ્રાપ્ત થાય છે અને તેમાંથી નવા અર્થો મળે છે.’ -મહાત્‍મા મોહનદાસ કરમચંદ ગાંધી

क्यों मन शरन न अब तक आया ?

क्या पाया माया-रति पोंखे ?

क्यों नहीं श्याम समाया ? .. क्यों मन …

मन बुद्धि कछु काम न आवै ,

बहक बहक तुझको भरमाये ;

भज करतार , छोड़  जग सारा ,

बैरागी बन चल  दे , प्यारे ! .. क्यों मन …

बिनु भक्ति भवसिन्धु न तरही ,

श्रद्धा सहज , कृपानिधि वरही ;

जाग ! त्याग सब राग , पियारे !

श्याम ही  आखिर सही सहारा !! .. क्यों मन …

krishna_sundara_by_yogeshvara-d3ld13s (1)

 

.

……………………….

Attached picture courtesy of an Islamic Devotee Imran A. Raza from Texas

Krishna Rehda

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “જન્માષ્ટમી ના અભિનંદન

 1. chandravadan

  શ્રીકૃષ્ણઃ શરણં મમ’ તે અષ્ટાક્ષર મંત્ર છે. તેનો અર્થ એવો છે કે શ્રીકૃષ્ણ જ મારું શરણ છે. એટલે કે હું શ્રીકૃષ્ણનું શરણ સ્વીકારું છું. શરણ શબ્દના ઘણા અર્થ છે. તેમાં ત્રણ મુખ્ય અર્થ છે. શરણ એટલે આશ્રય, ઘર અને રક્ષક. આ ત્રણે અહીં લાગુ પડે છે……
  Nice Post.
  Happy Janmasthmi.
  May the Blessings of Krishna be on All !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  See you @ Chandrapukar !

 2. પ્રજ્ઞાબેન , આપને તથા અન્ય સૌ મિત્રોને જન્માષ્ટમી ના અભિનંદન અને હાર્દિક

  જય શ્રી કૃષ્ણ .. કૃષ્ણ શરણાગતિ ની ભાવના અમર રહે .

  Attached picture courtesy of an Islamic Devotee Imran A. Raza from Texas

  વાહ, એક મુસ્લિમ ભાઈનો કેવો અજબ કૃષ્ણ પ્રેમ કહેવાય . એમને ધન્યવાદ .

  આવી સર્વ ધર્મ સમભાવ ની ભાવના જો દરેક માં દ્રઢ બને તો આજની હિંસા કેટલી ઓછી થઇ જાય . !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s