હેવ ઇટ ઓલ: કહીં જમીં તો કહીં આસમાં નહીં મિલતા…./ પરેશ પ્ર વ્યાસ

hia3

બેઉ હાથે માગવાનું બંધ કર,

લાખ ચોર્યાસીના હપ્તા હોય છે. – ગૌરાંગ ઠાકર

બધાને બધું મળતુ નથી. હેવ ઇટ ઓલ(Have It All) મહાવરો ખરેખર નકારાત્મક છે. અહીં આગળ ‘નોટ’(નથી)

શબ્દ ઇન-બિલ્ટ છે. આમ તો સમગ્ર માનવ જાતને બધું મળતુ નથી પરંતુ આ મહાવરો જાણે  સ્ત્રીઓ માટેજ

બન્યો છે. સ્ત્રીને શક્તિ રૂપેણ ગણીએ છીએ પણ સાંપ્રત કાળમાં સ્ત્રી સશક્તિકરણનાં પખવાડિયા ઉજવવા

પડેછે. સ્ત્રી ક્યાંક કલેક્ટર, ક્યાંક કમિશ્નર, ક્યાંક મંત્રી, ક્યાંક મુખ્યમંત્રી બનેતો તેના ઓવારણાં લેવાય

છે. એની પ્રશસ્તિ થાય છે. પછી એ કુંટુંબ માટે પૂરતો સમય નથી ફાળવી શકતી.

એટલે એને પોતાને ગિલ્ટી ફીલ થાય છે. ગયા મહિને પેપ્સી કંપનીની ચેરપર્સન ઇન્દ્રા નૂયીએ નિખાલસ વાત

કરી કેએના માટે ‘હેવ ઇટ ઓલ’ શક્ય નથી. ભારતમાં  જન્મેલી અમેરિકી નાગરિક ઇન્દ્રા નૂયીને જ્યારે

દુનિયાની બીજા નંબરની ખાણીપીણીની કંપની પેપ્સીનાં પ્રેસિડન્ટનો તાજ મળ્યો ત્યારેએ રાત્રે દસ વાગે

પોતાના ઘરેપહોંચી તો એની મા દાદર પર ઊભી હતી. ઇન્દ્રાએ માને કહ્યું કે ‘એક સારા સમાચાર છે’. માએ

કહ્યુંકે ‘એ બધુંપછી, પહેલાંદૂધ લઇ આવ. હું મંગાવતા ભૂલી ગઇ છું’. ઇન્દ્રાએ જોયું કે એનાંપતિની કાર

ગેરેજમાં પાર્ક કરી હતી. પૂછ્યું કે ‘પતિ ક્યારે પધાર્યા?’ માએ કીધું, ‘આઠ વાગે’. ‘તો પછી તુ એને કેમ નથી

કહેતી?’  ઇન્દ્રાએ દલીલ કરી તો માએ કહ્યું કે ‘એ થાકી ગયા છે’. ‘તો નોકરચાકરને કેમ ન કીધું?’ માએ કહ્યું

કે ‘ભૂલી ગઇ. અત્યારે દૂધ લઇ આવ, સવારે જોઇશે.’ ઇન્દ્રાએ માનેકહ્યુંકે ‘તું તેકેવી  મા છે. તારી દીકરી આજે

પેપ્સીની પ્રેસિડન્ટ બની છે અને તુ એને દૂધ લઇ આવવાનું કહે છે.’ માએ કહ્યુંકે ‘તું પ્રેસિડન્ટ હોય તો

પેપ્સીકંપનીમાં. જ્યારે તુ ઘરેઆવે ત્યારે તુ પત્ની છે, દીકરી છે, મા છે અને વહુ છે. અને તારી એ જગ્યા કોઇ ન

લઇ શકે.’ સ્ત્રી તો હંમેશની નોકરિયાત છે. ઘર કે ઓફિસ વચ્ચે પસંદગી કર્યા કરવી પડે. ટીન એજ સંતાનોને

માની જરૂર પડે. ઘરનાં વડીલો ઘરડાં થાય એને પણ સારસંભાળની જરૂર પડે. પોતે કુંટુંબ માટેકાંઇ કરતી નથી,

એવી અપરાધ ભાવના સાથેતો ક્યાં સુધી જીવી શકાય? નો, વૂમન કાન્ટ હેવ ઇટ ઓલ. અમેરિકાની પ્રિંસટન

યુનિવર્સિટીમાં પબ્લિક એન્ડ ઇન્ટરનેશનલ વિભાગની ડીન ઍન મેરી સ્લોટરને અમેરિકન સરકારની ફોરેન

પોલિસીનાં  ડિરેક્ટર પદનો ડ્રીમ જોબ મળ્યો પણ એના બેટી ન એજ દીકરાનાં ભવિષ્યની ચિંતા એનેસતત રહી.

એણે જ્યારે ‘વૂમન કાન્ટ હેવ ઇટ ઓલ’ શીર્ષક હેઠળ લેખ લખવાની વાત કરી તો એની સાથી વરિષ્ઠ

અધિકારીને નવાઇ લાગી. એણેના પાડી. કહ્યું કે તું હજારો યુવતીઓ માટેપ્રેરણાનો સ્ત્રોત છે જે પોતાની

કારકીર્દી ઘડવાનાંસ્વપ્નો જોઇ રહ્યા છે. તુંએવી નકારાત્મક વાત ન કર. પણ આખરેબેવર્ષ બાદ પોતાની

મૂળ જોબમાંપાછી ફરી. પોતાનાં કુંટુંબ માટે. ઍન મેરી માનેછે કે સ્ત્રીઓના સમાન હકોનાં હિમાયતીઓ આજની

છોકરીઓને કપોળકલ્પના વેચી રહ્યા છે.

આ ‘હેવ ઇટ ઓલ’ શબ્દો મૂળમાંથી જૂઠડાંછે. આ ‘ઇટ’ એટલેશું? એની કોઇ વ્યાખ્યા નથી. બધાને બે હાથે

લાડવા ખાવા છે. પણ મોઢુંતો એક જ છે. જ્યારે કોઇ સ્ત્રી સીઇઓ હોય ત્યારે બધા એને પૂછ પૂછ કરે છે કેહેં

બૂન, તમારા સોકરાંસૈયાં, પતિ પરમેસર ‘નેવધારામાંઆ નોકરી. તમેનભાવો સો સી રીતે? કોનેકેટલોક ટેમ

દૈહકો સો? કોઇ ભાયડાંનેપૂસેસેકેતારો સાયેબ તારી રોજ મેથી મારેતિયારેતનેબાયડી સોકરાંયાદ આવેસે

કેનંઇ? પણ ભાઇ એવુંબન્યુ. ખરેખર બન્યું. હમણાંજ બન્યું. સોફ્ટવેર ડેટાબેસ કંપની મોંગોડીબીનાંસીઇઓ

મેક્સ સ્કિઅર્સેઆવતા મહિનાથી અમલમાંઆવેતેરીતેરાજીનામુઆપી દીધુંછે. મેક્સભાઇએ પોતાના બ્લોગ

પર લખ્યુંકેએનેમાટે ‘હેવ ઇટ ઓલ’ શક્ય નહોતું. નોકરી માટેવિમાનમાં ઊડાઊડ કરીએ ત્યારે બાળકોને

મળવાનો ય સમય ન મળે. આ પહેલાં જ્યારે બાળકોનાં પાળેલાં ગલુડિયાને વાહનથી અકસ્માત થયો ત્યારે

એ બાળકો પાસેપહોંચી ન શક્યો. એનેસાંત્વન ન દઇ શક્યો. બાળકને ખુદ વાગી ગયુ. ભલે કોઇ ગંભીર ઇજા

નહોતી. પણ ત્યારેપણ સારવાર દરમ્યાન એ પહોંચી નહોતો શક્યો. એ રાજીનામુએટલેજ આપી રહ્યો છે.

એ કંપનીમાંજ કામ કરતો રહેશે. પણ નોર્મલ વર્કીંગ કલાકો. ગાંડાની માફક ઘડિયાળ જોયા વિના કામ કર્યે

જ જવાનું, ઢસરડો ઢસડ્યે જ જવાનું, એવુંનહીં. પણ દુનિયા આખી ઇન્દ્રાબેન કેમેરીબેનની ચર્ચા કરે છે.

મેક્સભાઇની ચર્ચા થતી નથી. ભાઇઓને ‘હેવ ઇટ ઓલ’ની પડી નથી. બહેનો ‘હેવ ઇટ ઓલ’ની ઇચ્છાનાંકારણે

દુ:ખી થાય છે.

અઠવાડિયામાં કેટલાં કલાક કામ કરવું વ્યાજબી છે? દુનિયાભરનાં વિકસિત દેશો અઠવાડિયાનાં 44 કલાક કામ

કરેછે. ફ્રાંસ અપવાદ છે. ત્યાંમહત્તમ 35 કલાકનો કાયદો છે. પછી ઓવરટાઇમ. આજકાલ સુધરેલા દેશો ચાર

દિવસનું કામ અને ત્રણ દિવસની રજાની તરફેણ કરેછે. ઔદ્યોગિક ક્રાંતિ થઇ એટલેરાત દિવસ કામ કરી

શકવાની સવલત થઇ ગઇ. પણ ફોર્ડ કારનાંમાલિક હેન્રી ફોર્ડ ટૂંકા કામનાંકલાકોનાંટેકેદાર હતા. રજા વધારે

હોય તો લોકો ફરવા જાય. એટલેકાર ખરીદે, યુસી ! ભારતમાં અઠવાડિયાનાં 48 કલાકનું કામ હોય છે. અહીંકામ

કરનારા ભારેઢસરડો કરેછે. બાકી બધાનેજલસા છે. ભૂમધ્ય સમુદ્રનાંતટેવસેલા સ્પેન જેવા દેશોમાંબપોરે

ખાઇને સૂઇ જવાનો રિવાજ છે. એમની ‘સિએસ્તા’(Siesta) સૌરાષ્ટ્રમાંઆવીને ‘વામકુક્ષી’ થઇ જાય છે. અહીં

લોકો મારીને ભાગી જવું અને જમીને ઉંઘી જવું અહીંની તાસીર છે. રાજકોટની સોનીબજારની એક દુકાનમાંતો

પાટિયું માર્યું જતું કે બપોરે બેથી ચાર દુકાન બંધ રહેશે, તમે રજનીકાંત હો તો પણ ! આ ‘હેવ ઇટ ઓલ’નો અર્થ

અહીં સાર્થક થાય છે. અહીં તહેવારોમાં અઠવાડિયા અઠવાડિયા સુધી ધંધાપાણી બંધ રહે છે. છતાં કોઇનાંપેટનું

પાણી હાલતુંનથી. ઇન્દ્રાબહેન રાજકોટમાંરહેતા હોત ‘વૂમન કાન્ટ હેવ ઇટ ઓલ’ની ફરિયાદ ન કરતા હોત !

દુનિયાભરનેપોતાનાંઅભિનયથી મંત્રમુગ્ધ કરી દેતા અભિનેતા રોબિન વિલિયમ્સેગળેફાંસો ખાઇને

આત્મહત્યા કરી લીધી. ફોક્સ ન્યૂઝ ટીવી પર નીલ કોવેટોએ કહ્યુંકેરોબિન વિલિયમ્સ પાસે ‘હેવ ઇટ ઓલ’

હતું. દેખીતી રીતે. પૈસો, કીર્તિ, ચાહકોની તો વણઝાર. અને મિત્રો, કુંટુંબીજનો બધુંજ તો હતું. પણ એ મર્યો

એકલો. ડ્રગ્સનો બંધાણી હતો. જ્યારેબધાનેબધુંમળી જાય ત્યારેપણ કાંઇ એવુંરહી જાય છે; જેની કમી

મહેસૂસ થયા કરેછે. માટેદોડધામ છોડો. જાત માટેસમય ફાળવો. કદાચ એ જ ‘હેવ ઇટ ઓલ’ છે. આપણેતો હેવ

ઇટ ઓલ મેળવવા ચોર્યાંસી લાખ જન્મોનો કાફલો છે. આ ભવે નહીં તો આવતા ભવે અને આવતા ભવેનહીંતો

તેપછી…..

શબદ આરતી:

તમને બધું જ મળી શકે. ફક્ત એટલું જ કે બધું એકી સાથે મળતુ નથી.

– મશહૂર ટોક શૉ ક્વીન ઓપ્રા વિન્ફ્રી

hia2hia 1

4 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ, Uncategorized

4 responses to “હેવ ઇટ ઓલ: કહીં જમીં તો કહીં આસમાં નહીં મિલતા…./ પરેશ પ્ર વ્યાસ

 1. ઇન્દ્રા નૂચીને અને એવાં બધાંને ‘બની આઝાદ’ વાંચવાનું કહીશું? !
  http://gadyasoor.wordpress.com/2013/02/19/bani_azad_2/
  અને
  http://gadyasoor.wordpress.com/2013/02/27/bani_azad_4/

 2. સરસ વિચારવા જેવો લેખ . સ્ત્રીશસ્ક્તીકરણની વાતો એની જગાએ ઠીક છે પણ સ્ત્રીઓએ તો ઇન્દ્ર નુચી ના જેવો જ અનુભવ કરવાનો હોય છે .
  એમના સાસુનું આ વાક્ય ” પેપ્સીકંપનીમાં. જ્યારે તુ ઘરેઆવે ત્યારે તુ પત્ની છે, દીકરી છે, મા છે અને વહુ છે. અને તારી એ જગ્યા કોઇ ન લઇ શકે.’ એ લગભગ દરેક ઘરની કહાની છે.
  આપની દીકરી યામિનીની પેલી કાવ્ય રચના યાદ આવી ગઈ જેમાં એમને સવારથી સાંજ જોબ માટેની દોડાદોડી સાથે ઘરની , બાળકોની સંભાળ લેવાની તો ખરી જ !

 3. sharad shah

  બધું બધાને ક્યારેય મળતું નથી અને મળી શકે પણ નહિ. કોઈને નાક સુંદર મળ્યું હોય તો કોઈને ત્વચા તો કોઈને આંખો તો કોઈને આરોગ્ય। આ નિયમ છે. અને તેથી જ તો જીવનમાં રસ છે. બાકી તો જે મળી જાય છે તે બે કોડીનું બની જાય છે. અને જે નથી મળેલું તેમાં રસ દેખાય છે. બધું મળી જાય તો આપઘાત સિવાય કોઈ આરો ના રહે. નથી મળતું એ પરમાત્માની કૃપા છે.
  જે મળે છે તે પણ ભોગવતા ક્યાં આવડે છે? સરસ મજાનું ભોજન મળે પણ તેનો સ્વાદ, તેનો રસ ક્યાં? ભોજન સમયે ચિત્ત તો ક્યાંક બીજે ભટકતું હોય છે. એવું ક્યારે દેખાય છે ખરું ?
  જીવનમાં બાહ્ય ચીજો ગમેતે અને ગમ્મે તેટલી મળે પાના તેનાથી આત્મા સંતોષ ક્યારેય મળતો નથી. સ્વબોધ સિવાય આત્મ સંતોષ શક્ય જ નથી. આ નિયમ છે.

 4. sharad shah

  એક હી સાધે સબ સધે સબ સાધે સબ જાય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s