મેન્ટોર: અનુભવી, અકલમંદ અને વિશ્વાસુ માર્ગદર્શક / પરેશ પ્ર વ્યાસ

 Photo: પલકારામાં મોટી થઇ ગઈ,ઢીંગલી ઢીંગલી રમતી'તી
કાલ સુધી મુજ લાડકડીને,વાત પરીની ગમતી'તી 
MANY MANY HAPPY RETURNS OF THE DAY.
Also,Congratulations to Aneri for getting Star Award for Performance from "HSBC-GLOBAL TECHNOLOGY"

પલકારામાં મોટી થઇ ગઈ,ઢીંગલી ઢીંગલી રમતી’તી
કાલ સુધી મુજ લાડકડીને,વાત પરીની ગમતી’તી
MANY MANY HAPPY RETURNS OF THE DAY.
Also,Congratulations to Aneri for getting Star Award for Performance from “HSBC-GLOBAL TECHNOLOGY

 આજા આજી ફોઇ ફુવાજી નિહાર-મિહીરabdmentor

………………………………………………………………………

યુવાની જાય છે, ક્યાં વૃદ્ધ બનતાંવાર લાગેછે !

જીવન જીવતા રહીને બુદ્ધ બનતાંવાર લાગે છે;

કશુંપાસેન હો ઝાઝું, કશાની ખેવના ન હો,

જીવનમાંએટલા સમૃદ્ધ બનતાંવાર લાગેછે.

 -રઈશ મનીઆર

પણ ભાજપને વાર ન લાગી. ભાજપનાં સ્થાપક સભ્યો લાલ કૃષ્ણ અડવાણી

અને મુરલી મનોહર જોશીને ભાજપે જ બાર સભ્યોની પાર્લામેન્ટરી બોર્ડમાંથી

બહાર કર્યા. ભાજપ માટે પાર્લામેન્ટરી બોર્ડ સર્વોચ્ચ છે. 

બન્નેમાન્યવર વરિષ્ઠો હવેમાર્ગદર્શક મંડળ-નાં સભ્ય તરીકે બોર્ડની બહાર

રહીનેપોતાની સેવા આપશે. એટલે બધાંએ મનેમાન આપશે. એમની વાત

કોઇ માનશે કે કેમ? એની કોઇ ગેરન્ટી નથી. કોંગ્રેસનાં પ્રવક્તા રાશીદ અલ્વીએ

કહ્યું કે ભાજપે એમનાંવરિષ્ઠોનેઘરડાઘર મોકલી આપ્યા છે. તેઓ હવે ‘માર્ગદર્શક’ 

નહીં પણ ‘મૂકદર્શક’ છે. આપણેત્યાં  ઘરડાને ઘરમાંજ રાખી સન્માનવાનો રિવાજ છે.

પણ હુંતો માનું છું કે ઘરડાઓએ પણ સમયસર ઘરેડમાંથી બહાર આવી જવુંજોઇએ.

કેટલોક મોહ રાખવો? જો કેઆ માર્ગદર્શકની ભૂમિકા, એની અગત્યતા જરા પણ ઓછી

નથી. આમ તો માર્ગદર્શક માટે ‘ગાઇડ’ એવો શબ્દ ઇંગ્લિશમાંછે. પણ જેઅંગત હોય,

અનુભવી હોય એ પોતાનાથી નાનાનેમાર્ગદર્શન આપેત્યારેતેવા ગુરૂવર્યનેઇંગ્લિશમાં

મેન્ટોર(Mentor) કહેછે. મૂળ ગ્રીકમાંથી ઇંગ્લિશ વાયા ફ્રેંચ, આવેલો આ શબ્દ

‘મેન્ટર’(અથવા અમેરિકન ઇંગ્લિશ ઉચ્ચાર ‘મેન્ટોર’)નો અર્થ થાય છેઅનુભવી,

અક્કલવાળો અનેવિશ્વાસુમાર્ગદર્શક તેમજ સલાહકાર. કોઇ ચોક્ક્સ ખાસિયત,

સ્વભાવ કે કર્મ ધરાવતા માણસનાંનામ શબ્દ બની જતા હોય છે. મવાલી, લફંગા

બદમાશ માટેહૂલિગન(Hooligan) શબ્દ આઇરિશ ટપોરી ચોર પેટ્રિક હૂલિગન પરથી

આવ્યો છે. બહિષ્કાર માટેનો ઇંગ્લિશ શબ્દ બોયકોટ(Boycott) શબ્દ ચાર્લ્સ બોયકોટ

પરથી આવ્યો છે જે જમીનદારોનો એજન્ટ હતો અનેલગાન વસૂલતો હતો. મજૂરોએ

એનો બહિષ્કાર કર્યો, વેપારીઓએ એની સાથેધંધો બંધ કર્યો, એટલેસુધી કેટપાલીએ

ટપાલ દેવાની બંધ કરી. 

બસ પછી બહિષ્કાર માટેબોયકોટ શબ્દ પ્રસ્થાપિત થઇ ગયો. મેન્ટોર પણ એવો જ શબ્દ

છે. ઇસા પૂર્વ સાતમી કેઆઠમી શતાબ્દીમાંમહાન કવિ હોમરનાંમહાકાવ્ય ઓડિસીમાંએનો

ઉલ્લેખ આવે છે. ગ્રીક શૂરવીર ઓડેસિયસ ટ્રોય યુદ્ધ લડેછેઅનેપોતાનાંમાદરેવતન પાછો

ફરે છે એની ગાથા આ મહાકાવ્યમાંવણી લેવામાંઆવી છે. એ જ્યારેયુદ્ધ કરવા ગયો હતો

ત્યારે એનો દીકરો ટેલિમાકસ સાવ ઘુંટણિયા કરતો હતો. પાછા ફરતા વીસ વર્ષ થયા.

વતનમાં ઘણાંને થયું કે ઓડેસિયસ મરી ગયો હશે. એનાં દીકરો મોટો થઇ રહ્યો હતો.

ઘણાં એવા નાલાયકો હતા, જેઓ ડેસિયસની પત્ની પેનેલોપનેપરણવા માંગતા હતા.

મા દીકરાએ આ બધાથી બચવાનું હતું. ઓડેસિયસ જ્યારે યુદ્ધમાં ગયો ત્યારે એમની

બધી જવાબદારી એનાંમેન્ટોર નામનાંમિત્રનેસોંપીનેગયો હતો. મેન્ટોર અથવા તો એનું રૂપ

લઇનેબદ્ધિ, ચતુરાઇ, પ્રેરણા, હિંમત અનેન્યાયની દેવી એથેનાએ હંમેશા ટેલિમાકસની પડખે

રહીનેએનેહિંમત આપી. અનેએનાં

પિતાની શોધમાંવિદેશ જવા માર્ગદર્શન પણ આપ્યું. મેન્ટર અનેટેલિમાકસનાંસંબંધો માર્ગદર્શક

અને માર્ગ વાંછુકનાં હતા. આમ કોઇને કાંઇ સમજાતુ ન હોય, આ કરવું કે પેલું- એવો દ્વિધાભાવ

હોય ત્યારે એને જે વ્યક્તિ માર્ગદર્શન આપેએ મેન્ટોર. આ તો થઇ પૌરાણિક વાતો. પણ આધુનિક

સાહિત્યમાંઇ.સ. 1699માં ફ્રાંકોઇસ ફેનેલોનેફ્રેંચ ભાષામાં ‘ટેલિમાક્સનાંપરાક્રમો’ પુસ્તક લખ્યું;

એનો નાયક મેન્ટોર હતો. અહીં વાર્તાનાંનાયક તરીકેમેન્ટોર હંમેશા પોતાનાંઆત્માનાંઅવાજને

અનુસરવા અને યુદ્ધને ટાળવા માટે તમામ પ્રયત્નો કરવા માટેએનાંમેન્ટી ટેલિમાક્સનેપ્રેરણા આપેછે-

તેવી વાત સરસ રીતે રજૂ કરવામાં આવી છે. આ પુસ્તક 18મી સદીમાંખુબ લોકપ્રિય થયુંઅનેએની

સાથેમેન્ટોર નામ ભાષાનો શબ્દ બની ગયો.

મેન્ટોરનાંમૂળમાં ‘મેન્ટોસ’ શબ્દ છે જેનો અર્થ નિશ્ચય, લક્ષ્ય, ઉદ્દેશ- એવો થાય છે. સંસ્કૃત શબ્દ ‘મન્તૃ’ 

એટલે- ‘એ જે વિચારેછે’. લેટિન ભાષામાં ‘મોનિટર’ એટલે- ‘એ જેપ્રેરણા આપેછે, ઉપદેશ આપે છે,

સલાહ આપે છે’. આમ મેન્ટોર શબ્દ માર્ગદર્શકનાં અર્થમાં લોકપ્રિય બન્યો. આપણાંકૃષ્ણ ભગવાન પણ

પાંડવોનાં ફ્રેન્ડ, ફિલોસોફર અનેગાઇડ હતા. એક સાચા મેન્ટોર હતા. લાલ કૃષ્ણ અડવાણી અને

મુરલી મનોહર જોશી પણ તો કૃષ્ણનાંનામ છે. એનેમેન્ટોર તરીકેનિયુક્ત કરવાની ઘટના એ એક

શાબ્દિક યોગાનુયોગ હોઇ શકે !

‘શાશ્વત પ્રભાવ: મનુષ્યોમાં મૂલ્યોનું મૂડી રોકાણ’ પુસ્તકનાંલેખક ફિલ ડાઉનર લખે છે કે

મેન્ટોર(માર્ગદર્શક)નાં શબ્દોનું મેન્ટી (માર્ગવાંછુક)નેમન મોટુંમૂલ્ય હોય છે. મેન્ટોર શુંકહી શકે?

આ રહ્યા એ દસ વાક્યો.

1. ‘હુંતારા માટેઇશ્વરનેપ્રાર્થના કરીશ.’ પ્રાર્થનાની શક્તિથી મેન્ટોર ભાલીભાંતિ

પરિચિત હોય જ. અનેશિષ્ય માટેપ્રાર્થના કરવી એનુંમહત્વ ઘણુંહોય છે.

2. ‘તારી શક્તિમાં મને વિશ્વાસ છે.’ મેનેજમેન્ટ ગુરૂજોહ્ન મેક્સવેલ કહેછેકેમેન્ટર પોતાનાં

શિષ્યનાં માથા પર પરફેક્ટ ‘10’ લખેલા જોઇ શકેછે. એનેખબર છે કે આજેભલેએ નથી;

પણ મહેનતથી, એની છૂપી શક્તિનો ઉપયોગ કરીનેએ સફળ થઇ જ શકશે.

3. ‘હું તને શી રીતેમદદ કરી શકું?’ શક્ય છે કે મેન્ટર પાસેબધા ઉત્તર ન પણ હોય. પણ એની પાસે

એક ચોક્ક્સ આવડતનો અનુભવ છે. એ રીતેએ ચોક્કસ મદદ કરી શકે. 4. ‘ચાલ મારી સાથે..’ બધી

જ વાત કાંઇ બોલીનેન શીખવાડી શકાય. ક્યાંક મેન્ટોર સાથેચાલી પણ નીકળવુંપડે. અને નીરિક્ષણથી

ઘણું શીખી શકાય.

5. ‘તુંચોક્ક્સ કરી કરી શકીશ.’ મારેતો એવો મેન્ટોર જોઇએ, જે હું કરી શકું એવું કરવા માટે પ્રેરે.

6. ‘તારે કારણેચોક્ક્સ ફેર પડી રહ્યો છે.’ શિષ્યની નેતાગીરીનેમૂલવે, પ્રશંસાનાંબેશબ્દો ઉચ્ચારેતો ખરેખર

ફેર પડી જાય.

7. ‘ભૂલ્યા ત્યાંથી ફરી ગણો’ કાયમ વખાણ જ હોય એવુંનહીં. ક્યાંક કડવા વેણ પણ કહેવા પડે.

8. ‘હવેતુંઆનાથી સારુંશી રીતેકરી શકે?’ મનનાં 90% તો કાર્યરત થઇ જાય, પણ મેન્ટોર પોતાનાં

મેન્ટીનાં બાકીનાં 10%નેપણ સક્રિય કરે.

9. ‘ચાલ, તનેવધારે ‘નેવધારેકામ કરવા પ્રોત્સાહિત કરું’ સારી વાતે સતત ઉત્તેજન દેવુંજ રહ્યું. અને

10. ‘આ તારે કરવું જ રહ્યું.’ મેન્ટોર અને મેન્ટીનો સંબંધ એવો થઇ ગયો છે કે હવેની

આદેશાત્મક વાત જાણેકેઇશ્વરનો આદેશ. આમ ઇશ્વરથી શરૂથયેલી વાત ઇશ્વર પર જ પૂર્ણ થાય. 

ઝાઝુંહોય નહીંપાસેઅનેતો ય એનેઝાઝાની કોઇ ખેવના નહીંહોય, એ સાચા મેન્ટોરનાં લક્ષણો છે.

નહીંતર ગુરૂને ચેલો પૂછેજ નહીં તો ગુરૂએ દુ:ખી થવાની જગ્યાએ સમૂળગાનું રાજી થવુંજોઇએ કારણ કે

એ સાબિતી છે કે ચેલો હવે સક્ષમ થઇ ચૂક્યો છે. બાકી ગુરૂની હાલત ઘણી વાર અભ્યાસક્રમમાંથી રદ થયેલા

પાઠ્યપુસ્તક જેવી હોય છે. મફતનાંભાવેપણ કોઇ ન પૂછે !

શબદ આરતી: 

‘ કાંતો લેમ્પ(દીવો) બનો,

લાઇફબોટ(બચાવ હોડી) બનો

અથવા

લેડર(સીડી) બનો.’ -પર્શિયન  સુફી કવિ રુમી

men2 men3

 

6 ટિપ્પણીઓ

Filed under Uncategorized

6 responses to “મેન્ટોર: અનુભવી, અકલમંદ અને વિશ્વાસુ માર્ગદર્શક / પરેશ પ્ર વ્યાસ

 1. બોય કોટ.
  ‘એ બોય કોટ, એન્ડ મેઈડ એ ડોટ.’

 2. પિંગબેક: MENTOR | ચંદ્ર પુકાર

 3. યુવાની જાય છે, ક્યાં વૃદ્ધ બનતાંવાર લાગેછે !

  કશુંપાસેન હો ઝાઝું, કશાની ખેવના ન હો,

  જીવનમાં એટલા સમૃદ્ધ બનતાંવાર લાગેછે.

  -રઈશ મનીઆર

  વાહ, ખુબ સુંદર .

 4. chandravadan

  Pragnajuben,
  I liked the Post.
  Inspired by Paresh’s Lekh, I have a Kavya.
  It will be a Post @ Chandrapukar in 1-2 days
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you for the NEXT Post @ my Blog !

 5. પિંગબેક: મેનટોર કહો કે માર્ગદર્શક કહો ! | ચંદ્ર પુકાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s