શિક્ષકદિન મુબારક /એ દેશની ખાજો દયા… – ખલિલ જિબ્રાન+

 

 
 
 
 

kj

સાદ્યંત સુંદર રચના…. ટાગોરની where the mind is without fear

and the heart is held highની યાદ અપાવે છે…

દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા,

જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાવી રહ્યા.

સૂત સફરાં અંગ પે – પોતે ન પણ કાંતે વણે,
જ્યાફતો માણે – ન ભૂમિપાક પોતાનો લણે.
લોક જે દારૂ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
વતન કેરુ મધ પરંતુ જેમણે ચાખ્યું નથી;

રંગ છે બહાદુર! બિરદાવી ફુલેકે ફેરવે,
જે પ્રજા નાચી રહે ગુંડા ટણકને ટેરવે.
ને દમામે જીતનારાને ગણે દાનેશ્વરી
હાય, એવા દેશના જાણે ગયા છે દી ફરી.

ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળા
જિંદગીમાં એ પિશાચીનાં પછી ચાટે તળાં.
મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ના મૂકતાં,
એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતા.

માંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે,
એ વિના જે હરફ હોઠે કાઢતાં યે થરથરે!
જાણજો એ લોકને કાજે રહ્યાં છે છાજિયાં –
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા,
ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ ફૂટીને કળાનું થીંગડા મારી ફરે,
જ્યાં જુવાનો નકલ નખરામાંય ફિસિયારી કરે!

નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા;
એ જ નેજા! એ જ વાજાં! એ જ ખમ્મા, વાહ વા!

જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

મૂક જર્જર જ્યાં મહર્ષિઓ અવસ્થા કારણે,
જેમના શૂરા જનો પોઢ્યા હજી છે પારણે,
ભાગલા પાડી ઉડાડે નોખનોખી જે ધજા,
ને બધા એ ભાગ પોતાને ગણે આખી પ્રજા!

જાણજો એવી પ્રજાનાં પુણ્ય પરવારી ગયાં,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

– ખલિલ જિબ્રાન, અનુ. મકરન્દ દવે

રાષ્ટ્રની વ્યાખ્યા કરતી પંક્તિઓ જીબ્રાને એના પુસ્તક ગાર્ડન ઓફ પ્રોફેટમાં લખેલી.

એના પરથી મકરંદ દવેએ આ ગીતની રચના કરી છે.

ગીત એટલું સરસ છે કે એમાં ભાષા, સમય અને સ્થળની સિમાઓથી પર એક

ચિરંજીવ સંદેશ અવતરિત થાય છે. કમનસીબે આ ગીત હજુ આજે પણ એટલું જ પ્રસ્તુત છે.

કહે છે The more things change, the more they stay the same.

સૌજન્ય લયસ્તરો

md

 

અને માણો

2 ટિપ્પણીઓ

Filed under ઘટના, પ્રકીર્ણ

2 responses to “શિક્ષકદિન મુબારક /એ દેશની ખાજો દયા… – ખલિલ જિબ્રાન+

 1. સાંઈ કવિ જિબ્રાનની રચનાનો અનુવાદ કરે …
  उसका जवाब नहींं !!

 2. મૂક જર્જર જ્યાં મહર્ષિઓ અવસ્થા કારણે,
  જેમના શૂરા જનો પોઢ્યા હજી છે પારણે,
  ભાગલા પાડી ઉડાડે નોખનોખી જે ધજા,
  ને બધા એ ભાગ પોતાને ગણે આખી પ્રજા!

  સાંઈ કવિ મકરંદ દવેએ જિબ્રાનની રચનાનો સુંદર અનુવાદ કર્યો છે.

  આફ્રિકાની સફર કરાવી દીધી .આપણા ઘણા દેશ બંધુઓ હજુ આફ્રિકામાં રહે છે .

  મહાત્મા ગાંધીનું પણ સાઉથ આફ્રિકા ઘણા વરસો માટેનું નિવાસ સ્થાન રહ્યું હતું જ્યાંથી એમણે એમના સત્યાગ્રહ ના વિચારનો પાયો નાખ્યો અને દેશમાં આવી આઝાદી માટે એ વિચારને સફળતાથી કામે લગાડ્યો .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s