રણકો ગરમાળનો માવો..

gani

રણકો ફૂટ્યો કંઠની ક્યારીએ,

કે રણકો ઘેન કસુંબલ કાવો,
કે રણકો ગરમાળનો માવો..

કે રણકો રણઝણતો ઝગમગતો,
કે રણકો મીઠો ને મઘમઘતો..

કે રણકો નાની નણંદનો છણકો
કે રણકો સાસુની માળાનો મણકો

કે રણકો પરણ્યા સરખો રૂડો
કે રણકો માયાનો મધપૂડો..

કે રણકો કાનોકાન ઝિલાયો
કે રણકો અંતરમાં પડઘાયો..

કે રણકાને રાખું હેતપ્રીતે,
કે રણકો સચવાશે શી રીતે?

કે રણકાનાં અંગે અંગ રૂપાળાં,
કે રણકાનાં રામ કરે રખવાળા.

– ગની દહીંવાલા

અર

 

 

 

ગની દહીંવાલા ગીત આજે પ્રસ્તુત ગીત તો જાણે લોકગીતની કક્ષામાં આવે…

મીઠો અને મઘમઘતો રણકો કેટકેટલા સ્વરૂપોમાં અભિપ્રેત થઈ શકે છે .

1 Comment

Filed under ગીત

One response to “રણકો ગરમાળનો માવો..

  1. નાદ બ્રહ્મ !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s