સાંજ સુધીનો સથવારો છે/ સ્વ અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાળા

gani

 

 

 

 

દરેક વ્યક્તિને કોઈક એવા માણસનો સથવારો જોઈતો હોય છે

જેમની આગળ મન મૂકીને બધું જ ખુલ્લી રીતે કહી શકાય …

દોસ્તરૂપે જે વર્તે એના દાસ ‘ગની’ કેવળ થઈ જાવું.

માણો…

આપ કહો તો યુગ થઈ જીવું,
આપ કહો તો પળ થઈ જાવું,
સ્વીકારો તો અગ્રિમ થાવું,
તરછોડો, પાછળ થઈ જાવું.

આપ કહો એ સ્થાને બેસું,
આપ કહો એ સ્થળ થઈ જાવું,
પટકો તો પાતાળે પહોંચું,
ઝીલો તો વાદળ થઈ જાવું,

આ જીવને તો કોઈ પ્રકારે જળ
થઈ રહેવું, જળ થઈ જાવું
સાંનિધ્યે સાગર સમ લહેરું
ઝૂરું તો ઝાકળ થઈ જાવું.

દિવસ રજની થાક્યા હો તો
આ પથ પરથી પાછાં વળો
પેટાવો, હું ઝગમગ દીવો,
બાળો તો કાજળ થઈ જાવું.

અલગારી મન આસવ પીધો
કોઈ નયનથી સીધે સીધો
પગ લથડ્યા તો કોઈ રૂપાળી
કેશલતામાં વળ થઈ જાવું.

જાણી જોઈ આ છલનાને
જીવ-મૃગે સંતોષી દેવી
નહીંતર ભવરણ બાળી દેશે
મૃગજળનું નિષ્ફળ થઈ જાવું.

પાંપણ સમ અડખેપડખેથી
હરિયાળીએ રહેવું ઝૂમી,
હૈયાં સમ સ્પંદન ઝીલીને
ઝરણાએ વિહવળ થઈ જાવું.

સાંજ સુધીનો સથવારો છે,
પથદર્શકનો, પથયાચકનો
દોસ્તરૂપે જે વર્તે એના
દાસ ‘ગની’ કેવળ થઈ જાવું.

 

– સ્વ ગની  દહીંવાળા અંગે જાણીતી વાતની યાદ

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાળા જન્મ:૧૭ ઓકટોબર ૧૯૦૮ મૃત્યુ: 0૫ મી માર્ચ  ૧૯૮૭ ગુજરાતીના પ્રથમ પંક્તિના ગઝલકાર અને ગીતકાર છે એમ કહીએ તો કદાચ એમનું નહીં, આપણી ભાષાનું જ બહુમાન કરીએ છીએ. સુરતના વતની અને ધંધે દરજી. રીતસરનું શિક્ષણ માત્ર ત્રણ ચોપડીનું પણ કવિતાની ભાષામાં જાણે કે ડૉક્ટરેટ. આપસૂઝથી જ ગુજરાતી અને ઉર્દૂ ભાષા પર એવી હથોટી મેળવી.

5 ટિપ્પણીઓ

Filed under કાવ્ય, ગઝલ, ઘટના, પ્રકીર્ણ

5 responses to “સાંજ સુધીનો સથવારો છે/ સ્વ અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાળા

 1. pragnaju

  ઇ મૅઇલ Suresh Jani
  To Me Today at 10:24 AM
  સાંજ સુધીનો સથવારો છે,
  પથદર્શકનો, પથયાચકનો
  દોસ્તરૂપે જે વર્તે એના
  દાસ ‘ગની’ કેવળ થઈ જાવું.
  —-
  આ જ કામના હોય છે – એક બ્લોગરની પણ. પણ એ ઝાંઝવા જેવી જ બની રહે છે. નસીબદારને જ સાચા દોસ્ત મળતા હોય છે.
  —————————————-
  એ સંદર્ભમાં મને તો ‘શૂન્ય’ની આ રચના બહુ ગમે-
  નથી ક્યાંય પણ કોઈ મંઝિલ અમારી
  નથી કોઈ પણ માર્ગદર્શક અમારો.
  મુસીબત ઊઠાવી અમે મોજ ખાતર
  અમારી અદાથી સફર કોણ કરશે?

  • pragnaju

   આભાર
   અમારી દિકરીની ગઝલ યાદ આવી

   હસ્તરેખા વળી શું? – યામિની ગૌરાંગ વ્યાસ

   પળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું? ગગન શું? સિતારા વળી શું?
   સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું ?

   ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું કદી કાફલો છે
   મળી મહેફીલો તો મેં માણી લીધી છે સવાલો જવાબો સમસ્યા વળી શું?

   નથી કોઈ મંઝિલ નથી કોઈ રસ્તો ચરણને મળ્યું છે સતત ચાલવાનું
   કદી થાક લાગે તો થોભી જવાનું ઉતારા વિષેના ઉધામા વળી શું?

   મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે
   અને મૌનને પણ હું સુણ્યા કરું છું અવાજો વળી શું ને પડઘા વળી શું?

   જગતના વિવેકોને વ્યહવાર છોડી ઉઘાડા જં મેં દ્વાર રાખી મૂક્યા છે
   ભલે કોઈ અણજાણ આવે અતિથિ પ્રતીક્ષાવળી શું? ટકોરા વળી શું?
   અને આ પણ એટલું જ સત્ય
   સવેળા પ્હોંચવું જો હોય મંઝીલે
   હજૂ પણ છે સમય, તોખાર બદલાવો

 2. chandravadan

  Gani Saheb’s & Yamini’s Creations are nice.
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo…New Post @ Chandrapukar !

 3. પ્રિય પ્રજ્ઞાબેન
  યામીનીબેનની ગઝલ વાંચી જબરા કવિયત્રી છે એનો એહસાસ થયો .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s