પિગ્મેલિયન ઇફેક્ટ: પરેશ પ્ર વ્યાસ+સુંદર વૃક્ષો+

 સપનાંવાવો અનેવાવો તેવું ચાખો
સપનાંલો કોઇ સપનાં, સપનાંલો કોઇ સપનાં,
અવાવરુંકો’ હૈયા ખૂણે નાખી રાખો,
નહિ કોઇ ખૂણેની વડશે કદી ખપનાં.
–ઉમાશંકર જોશી
આજે નરેન્દ્ર મોદીનો જ્ન્મદિવસ છે. નમો સપનાંવહેંચેછે. શિક્ષક દિનેબાળકો સાથેગોષ્ઠિ કરી.
શું કહ્યું? એ જ કેજે એક વર્ષનું વિચારેછેએ અનાજ વાવેછે, જેદસ વર્ષનુંવિચારેછેએ ફળનાંવૃક્ષ
વાવે છે, જે સદીઓનું વિચારેછેએ માણસને વાવે છે. સપનાંજુઓ. કંઇક બનવાનાંનહીં, કંઇક
કરવાનાં. આ જંતરવાળો જુવાન બાળકો સાથેસંવાદ કરતો રહ્યો. ઘણાંને લાગ્યું કે આ તેવળી શું બખડજંતર છે. મીડિયાએ કહ્યું કે મોદી પોતાનાં ભાવિ મતદાતાઓ સમક્ષ અત્યારથી જ વોટ
અપીલ કરી રહ્યા છે. ધીકતો ધંધો છેઆ સપનાંનાંવાવેતરનો. અને એમાંકાંઇ ખોટુંપણ નથી.
નમો માનતા હતા કેતેઓ વડાપ્રધાન બની જશેએટલે…. બન્યાં. વિદ્યાર્થીઓ માને કે તેઓ પોતે હોંશિયાર છેતો એ હોંશિયાર બનવા બધુંકરી છૂટે. સપનાંન જુએ તો શુંથાય? હતા ત્યાંનાંત્યાંરહી
જવાય. મનોવિજ્ઞાન એનેપિગ્મેલિયન ઇફેક્ટ (Pygmalion Effect) કહેછે. તમનેમાનો કેતમે આ
કાર્ય કરી શકશો, તો તમેએટલી મહેનત કરો કેતમેખરેખર ત્યાંપહોંચી જાવ. અશક્ય લાગતી ભવિષ્યવાણી સાચી પડે.
શિક્ષક વિદ્યાર્થીનેપ્રેરણા આપેકેતમેહોંશિયાર જ છો અનેતમેકાર્ય કરી જ શકશો તો તેવા
વિદ્યાર્થીઓ અજાણતામાં ખરેખર એટલી મહેનત કરે કે ધારેલું લક્ષ્ય પ્રાપ્ત કરીનેજ જંપે. આપણને
લાગે કે એમની કોઇ ક્ષમતા જ નહોતી પણ તેમ છતાંઆવા આશ્ચર્યજનક પરિણામ? આ જ તો પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ છે.
બસ વિશ્વાસ મુકો, પ્રેરણા આપો, સપનાંલો કોઇ સપનાં….
‘પિગ્મેલિયન’ શબ્દ સાંભળ્યો હોય તેવુંલાગેછે? યસ, ખ્યાતનામ નાટ્યલેખક બર્નાડ શૉનુંઆ નાટક આજથી બરાબર સો વર્ષ પહેલાંલંડનમાંપહેલી વાર ભજવાયુહતું. એ પરથી પણાં મધુરાયનું અનુસર્જન એટલે સંતુરંગીલી’. ફૂટપાથ પર ફૂલ વેચતી છોકરીનેએક ભાષાશાસ્ત્રી પ્રોફેસર તાલીમ આપીને , અમીરોનાં તૌરતરીકા સમજાવીને સન્નારી તરીકે ભદ્રલોકમાં એવી રીતે રજૂકરે છે જાણે કે એ પૈદાઇશી કુલિન કન્યા હોય.
પણ આ ‘પિગ્મેલિયન’ શુંછે? બલ્કેસવાલ એ હોવો જોઇએ કેપિગ્મેલિયન કોણ છે? ગ્રીક પુરાણ અનુસાર સાયપ્રસમાં પિગ્મેલિયન નામનો રાજશિલ્પી રહેતો હતો. સ્ત્રીઓની વેશ્યાવૃત્તિ નિહાળીને એને સ્ત્રી જાત પ્રત્યેઘૃણા થઇ. એણેસ્ત્રીઓ સાથેકોઇ સંબંધ ન રાખવાનુંપ્રણ લીધું. હાડમાંસની સ્ત્રીમાં જે ખામી
એને નજરેપડી એ દૂર કરવા એણે હાથી દાંતમાંથી એક અદભૂત સ્ત્રીનેકંડારી, એનુંનામ આપ્યું ગેલેટિયા અને એ…. એનાંપ્રેમમાંપડ્યો. નિર્જીવ શિલ્પનેરોજ પંપાળતો, ચૂમતો, એની સાથેવાતો કરતો, એને વિવિધ વસ્ત્રો પહેરાવતો, ગળામાંહાર, આંગળીમાંવીંટી, કાનમાંબુટ્ટીથી એનેસજાવતો રહ્યો. પણ આ એકતરફી પ્રેમ હતો. નિર્જીવ શિલ્પ તેવળી શી પ્રતિક્રિયા આપે? એની ઇચ્છા હવેશિલ્પમાંપ્રાણ પૂરવાની હતી.
ગ્રીક પુરાણ અનુસાર જે પ્રેમ, સુંદરતા, આનંદ અને પ્રજનનની દેવી છે એ એફ્રોડાઇટનાં જન્મોત્સવ
વેળાએ, એના મંદિરે જઇને પિગ્મેલિયને પૂજાપ્રાર્થના તો કરી પણ કાંઇ બોલી ન શક્યો. મનમાં અફસોસ રહી ગયો કે માંગ્યુ હોત તો કદાચ મળી ય જાત. ઘરેપહોંચ્યો. ગેલેટિયાનાં શિલ્પને હંમેશની જેમ વહાલી વહાલી કરી. અરે ! આ શું? એનુંશરીર ધબકી રહ્યુંહતું. એણેચૂમી ભરી ત્યારે ગેલેટિયાનાં હોંઠ ભીના હતા. અચેતન ગેલેટિયાનું બાવલું વ્હાલ બાવરી સાચૂકલી નારીમાં તબદિલ થઇ ચૂક્યુહતું. દેવી એફ્રોડાઇટે વરદાનમાં ગેલેટિયાનું કન્યાદાન કરી દીધુંહતું ! રોમન કવિ ઓવિડ(ઇ.સ. પૂર્વે ૪૩થી ઇ.સ ૧૮એ એનાં
મહાકાવ્ય  ‘મેટામોર્ફોસિસ’નાં  દસમા અધ્યાયમાં આ  પિગ્મેલિયનની વાર્તા વર્ણવી છે. લોકપ્રિય
ગુજરાતી નાટક ‘સંતુરંગીલી’માં આપણી સંતુ (સરિતા જોષી) ગેલેટિયા અનેપ્રોફેસર હિમાદ્રિવદન વૈષ્ણવ(પ્રવિણજોષી) પિગ્મેલિયનની ભૂમિકા હતી.
પણ આ ‘પિગ્મેલિયન ઇફેક્ટ’ શુંછે? ઇ.સ. ૧૯૬૬માં કેલિફોર્નિયા એલિમેન્ટરી સ્કૂલમાં રોસેન્થલ
અને જેકોબસન નામનાં મનોવૈજ્ઞાનિકોએ બાળકોની બુદ્ધિપ્રતિભાની પરીક્ષા લીધી. એમાં જ્વલંત સફળતા જેને મળી એવા વિદ્યાર્થીઓનેઅલગ ક્લાસરૂમમાં રાખી એને ખાસ શિક્ષકો દ્વારા આખુંવર્ષ ભણાવ્યા. આ ક્લાસનું પરિણામ ખૂબ જ સારુંઆવ્યું. પછી તેઓએ ડિકલેર કર્યું કેઆ વિદ્યાર્થીઓ તો એમણે રેન્ડમ સિલેક્ટ કર્યા હતા. બધાં હોંશિયાર નહોતા. પણ જ્યારે શિક્ષકોને કહેવામાં આવ્યું કે
આ બધાં અસાધારણ બુદ્ધિપ્રતિભા ધરાવે છે એટલે શિક્ષકોની અપેક્ષા સ્વાભાવિક વધી ગઇ. એમણે વધારે મહેનત કરી અને કરાવી; અને આખા ક્લાસને ઝળહળતી સફળતા મળી. મઝાની વાત તો
એ છે કે શિક્ષકો પણ રેન્ડમ પસંદ થયા હતા. એવરેજ શિક્ષકોએ એવરેજ વિદ્યાર્થીઓને ભણાવ્યા
છતાં પરિણામ ઉત્તમ આવ્યું. જો તમારા સાહેબ માનેકે તમેસારા છો તો તમે સારા પરિણામ મેળવી
શકો એ પિગ્મેલિયન ઇફેક્ટ (વૈષ્ણવ ઇફેક્ટ!). જો તમે પોતેમાનો કેતમેસારા છો તો પણ તમેસારામાંસારા પરિણામ મેળવી શકો એ ગેલેટિયા ઇફેક્ટ (સંતુઇફેક્ટ!). મેનેજમેન્ટની ભાષામાં
પણ પિગ્મેલિયન ઇફેક્ટ ઘણી મહત્વની છે. કર્મચારીઓ એ જ હોય પણ સાહેબ બદલાય જાય તો
ઘણી વાર એ જ કામચોર કર્મચારીઓ  કામગરાં  થઇ જાય, ચમત્કારિક પરિણામ આવે. એનાથી
 ઊલટુંય થાય. તમેએવું માનતા હો કેતમારા વિદ્યાર્થીઓ અથવા તો તમારા કર્મચારીઓ ડોબા છે, અક્કલમઠાંછે, કાંઇ ઉકાળી શકેતેમ નથી. તો પરિણામ ખરેખર ખરાબ જ આવે. એને ‘ગોલેમ ઇફેક્ટ’ કહેછે. યહૂદી દંતકથા અનુસાર ચૂના પથ્થરનું બનેલું ગોલેમ પૂતળું યહૂદીઓનાં રક્ષણ માટે હતું.
પણ લોકો એવું માનવા માંડ્યા કેએ ભ્રષ્ટ છે, એની તાસીર હિંસક છે. એટલે એને તોડી નાંખવું જ  હિતકારી છે.
અમેરિકન શિક્ષણવિદ જેન ઇલિયોટ  પિગ્મેલિયન ઇફેક્ટની રીસર્ચ કરતા હતા એ દરમ્યાન એક વિદ્યાર્થીએ એનેકહેલું કે ‘જ્યારે કોઇ તમને કહે કે તમે ડોબા છો, અક્કલનાં ઓથમીર છો; તો તમનેખરેખર લાગે કે તમે એવા જ છો, પછી તમે બદ્ધિનાં બારદાન જેવું જ વર્તન કરો. પણ જો તમને કહેવામાં આવે કે તમે હોંશિયાર છો, તમે કશુંય ખોટું કરી જ ન શકો અનેતો.. તો તમે મહેનત કરો અને ક્યાંય આગળ વધી જાવ.’
 નરેન્દ્ર મોદીએ ૨૦૧૩માં ‘યસ, વી કેન’ (આપણે કરી શકીશું.) સૂત્ર આપ્યું. મીડિયાએ કીધું કે આ તો ઓબામાનાં ૨૦૦૬નાં સ્લોગનની કોપી છે. નમો ચાહકોએ કીધું કે નમોએ તો આ સૂત્ર છેક ૨૦૦૪ માં દીધું  હતું. કોણે કોની કોપી કરી એ વાત જવા દઇએ. એ નક્કી કે જ્યારે સાથે મળીને સારું કરવાનાં સપનાં  જોઇએ તો એ પૂરા પણ થાય. ‘યુ કેન’ કહીએ એ પિગ્મેલિયન ઇફેક્ટ. ‘આઇ કેન’ કહીએ એ ગેલેટિયા ઇફેક્ટ. માટેઆપનાંબાળકોનેઅથવા તો આપનાં કર્મચારીઓને એવું ક્યારેય કહેશો નહીં કે
તમે નકામા છો. કારણ કેઆપણે જેવુંબોલીએ, પરિણામ એવું જ આવે. આપનાંસપનાં, આપનાં
વિચાર, આપનાં બોલ સ્વયંસિદ્ધા હોય છે.
શબદ આરતી:
’તમે એવું વિચારો કે તમે આ કામ કરી શકશો અથવા એવું વિચારો કે તમારાથી આ નહીં થાય- એવા બન્ને કિસ્સામાં તમે સાચા છો.’ –હેન્રી ફોર્ડ
૨
૪
,
 
……………………………પિગ્મેલિયન ઇફેક્ટ:

…………………………………………………………………………………………

Don’t love the things! you own,

lest they own you.

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “પિગ્મેલિયન ઇફેક્ટ: પરેશ પ્ર વ્યાસ+સુંદર વૃક્ષો+

  1. શ્રી પરેશભાઈના લેખમાં સંદેશ સાથે કલ્પના તથા મનો વૈજ્ઞાનિક વિશ્લેષણ માણવાની મજા કઈંક ઓર છે…નવા વિચારને ઈતિહાસની ઝાંખી…સરસ અભ્યાસી લેખ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. . ‘યુ કેન’ કહીએ એ પિગ્મેલિયન ઇફેક્ટ. ‘આઇ કેન’ કહીએ એ ગેલેટિયા ઇફેક્ટ.

    ’તમે એવું વિચારો કે તમે આ કામ કરી શકશો અથવા એવું વિચારો કે તમારાથી આ નહીં થાય- એવા બન્ને કિસ્સામાં તમે સાચા છો.’ –હેન્રી ફોર્ડ

    બિલકુલ સત્ય સરસ સમજવા જેવો લ્રેખ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s