બ્રેક ધ આઇસ / પરેશ વ્યાસ + નવરાત્રી ગરબો

 

break 1

થીજેલા સંબંધોનો બરફ ઓગાળવાની પહેલ

આ સપનુંતો બરફનો સ્થંભ છે, હમણાંજ ઓગળશે,

હું એને ખોડવા બેસુંતો વરસોનાંવરસ લાગે.

 –મનોજ ખંડેરિયા

નમોને નવ વર્ષ લાગ્યા. બરફનો સ્થંભ ખોડતા નહીં. પણ એને ઓગાળતા. 2005માંબુશ વહીવટી તંત્રએ

નમોને વિઝા દીધાં ન હોતા. કારણ કે અમેરિકા એવું માનતું રહ્યું કે  2002નાંરમખાણોમાં મોદીનો સીધો હાથ

હતો. એટલે ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ 214(બી) અંતર્ગત રાજદ્વારી વિઝા રદ કર્યા

એટલું જ નહીં કલમ 212(એ)(2)(જી) અંતર્ગત બિઝનેશ-કમ-ટૂરિસ્ટ વિઝા પણ રદ કરી દીધા. લો બોલો ! કોઇ

પણ ખમીરવંતા ગુજરાતીને ધંધા કે ફરવાનાં અમેરિકન વિઝા ન મળેતો એને લાગી આવેકેનહીં? એટલેતો

એ પ્રાઇમ મિનિસ્ટર બન્યા ! આખી દુનિયામાં મોદી જ માત્ર એવા રાજકારણી છે જે નેઅમેરિકાએ અત્યાર

સુધી આ કલમ ટાંકીનેવિઝા દીધા નહોતા. પણ વડાપ્રધાન બન્યા એટલે આપસી સંબંધોનાં થીજાયેલાં

બરફને ઓગાળવાની પહેલ થઇ રહી છે. અમેરિકાનાંવિદેશ મંત્રી જહોન કેરી ગયા મહિને ભારત આવી

મોદીનાં દ્વારે ચોખા મૂકી ગયા. નમો પણ પોતાનાંઅંગત અણગમાનેઅવગણીનેઓબામાનેમળવા જવાનાં

છે. અમેરિકા સ્વાર્થી છે. પહેલા નમોને જાકારો દીધો. પણ ચૂંટાયા તો ફેરવી તોળ્યું. કહ્યું, પધારો મારેદેશ…

‘ફર્સ્ટ પોસ્ટ’ લખે છેકે બિડેન સાથે લંચ અનેઓબામા સાથેડિનર. આ ‘બ્રેક ધ આઇસ’(Break the Ice) છે.

બરફને તોડવું?  એટલેશું?

બ્રેક ધ આઇસ એટલેએવું કહેવું કેકરવું કે જેનાથી તણાવ ઘટે, વાતચીતનાંસંજોગ ઉજળા બને. ખાસ કરીને

બે જણાં બહુ બાઝ્યા હોય, અક્કડ વલણ હોય પણ પછી એક જણ શાંતિ માટેકહેણ મોકલે. સંબંધનેપુન:સ્થાપિત

કરવાની પહેલ કરે. કંઇક સારી વાત કરે. સારુંલાગે. સારાવાનાં થવાનો અણસાર મળે. અથવા તો એવું પણ હોય

કેબેતદ્દન અજાણ્યાંપહેલી વાર મળે; પણ વાત શરૂકઇ રીતેકરે? છોકરો હોય તો પોતાનો રૂમાલ નીચેનાંખીને

છોકરીનેપાછળથી પૂછેકેઆ રૂમાલ તારો છે? એ આઇસ બ્રેકની કલા જો કેહવેજૂની થઇ. હવેતો સીધેસીધુંકહી

દેકેતારા મા-બાપ જો મળ્યા ન હોય તો હુંબહુદુ:ખી છોકરો હોત. તુંતો પરી છેપરી. પૃથ્વી પર તારુંસ્વાગત

છે. અનેઆઇસ બ્રેક. ટ્રેનમાંઅજાણ્યાંયાત્રીઓ પૈકી એક વરસાદની વાતનાંવડાંકરે, બીજો ભ્રષ્ટાચારનાં

ભોરિંગનેભાંડે, ત્રીજોરાજકારણીનાંઆટાપાટા અંગેગપાટા મારે. અનેવાત આગળ ચાલે, આઇસ બ્રેક થઇ

જાય, સામાવાળો કમ્ફર્ટેબલ ફીલ કરે, રીલેક્સ થઇ જાય, રસ્તો કપાય જાય. જો કેઆ ‘બ્રેક ધ આઇસ’ સુધરેલાં

ભદ્ર લોકનાંનખરાંછે. બાકી ગામડાનાંહોઇ, ઇ તો બીડીની આપ-લેકરે ‘ને ‘કાંકિયુંગામ?’ કહીનેવાતનાંમંડાણ

કરી દિયે. બીડી જેવુંઆઇસ બ્રેકર બીજુંકોઇ નથી. (કાનૂની ચેતવણી: ધુમ્રપાનથી કર્કરોગ થાય છે.) હા, કટિંગ

ચા સાથેથેપલાંઅથાણાંની આપ-લેપણ વાતચીતની દ્યોતક છે. સુધરેલા લોક લેપટોપ, સ્માર્ટફોનમાંવ્યસ્ત

હોય છે. કાનમાંશ્રવણયંત્રો ખોસ્યા હોય છે. એમાંસંગીત સાંભળતા રહેછે. કદાચ જાત સાથેઆઇસ બ્રેક

કરતા હશે? કોનેખબર?

ધ્રુવ પ્રદેશમાંદરિયામાંથીજી ગયેલો બરફ હોય ત્યારેએનેતોડવા માટેખાસ પ્રકારનાંજહાજ અઢારમી

સદીમાંડીઝાઇન કરવામાંઆવ્યા. માળખુંમજબૂત અનેશક્તિશાળી સ્ટીમ એન્જીન ધરાવતા આ જહાજમાં

બરફનેચીરવાની ક્ષમતા હતી. આવા જહાજો આઇસ બ્રેકર કહેવાયા. ટૂબ્રેક ધ આઇસ મહાવરો આમ

પ્રચલિત થયો. જો કેઆ શબ્દોનો ઇતિહાસ એનાથી ય જૂનો છે. ગ્રીક ઇતિહાસવિદ પ્લુટાર્ચનાંરોમન

અનેગ્રીક કાળનાંભદ્રલોકની જીવની(લાઇવ્સ ઓફ નોબલ ગ્રેસિઅન્સ એન્ડ રોમાનીઝ)નો અનુવાદ

અંગ્રેજ માનદ ન્યાયાધીશ, સૈન્ય અધિકારી અનેઅનુવાદક સર થોમસ નોર્થે(1535-1604) કર્યો તેમાંકોઇ

ઉમરાવનો ઉલ્લેખ કરી એમણેલખ્યું : ‘સાહસિકતા (એન્ટરપ્રાઇઝ)નાંબરફનેતોડનારો એ પહેલો હતો.’ એનો

મતલબ એ થતો હતો કેઆગેવાની લઇનેઆગળ ધપવુંજેથી બીજા એનુંઅનુકરણ કરી શકે. પણ તેપછી બ્રેક

ધ આઇસનો અર્થ થોડો બદલાયો. સત્તરમી સદીનાંઉત્તરાર્ધમાંઆ મહાવરો સામાજિક રીતેપ્રતિકુળ

પરિસ્થિતિમાંહળવા થવા, તંગદિલી ઘટાડવાનાંઅર્થમાંવપરાવા માંડ્યો. અંગ્રેજ કવિ સેમ્યુઅલ બટલરની

કહેવાતા શૂરવીરની ટીખળ ઉડાવતી વ્યંગ કવિતા હુડિબ્રાસમાંએનો ઉલ્લેખ આવ્યો કે ‘વક્તાએ આખરે એનું

સાયલન્સ બ્રેક કર્યું(એ બોલ્યો) અનેઆઇસ પણ.’ તેપછી તો આગળ લખ્યુંછેતેમ આઇસ બ્રેકર જહાજો

આવ્યા. એટલેમહાવરો લોકપ્રિય બન્યો. અજાણ્યા લોક વચ્ચેવાતચીતનો દૌર શરૂકરવાનાંઅર્થમાંબ્રેક

ધ આઇસ મહાવરો જાણીતા હાસ્ય લેખક માર્ક ટ્વેઇનેપોતાનાંઅનુભવોનાંસંસ્મરણોનું પુસ્તક ‘લાઇફ ઓન

મિસિસિપ્પી’માંઆલેખ્યો છે. લખ્યુંકેઅહીંપ્રથમ થોડા શબ્દોથી લોકો બોલવાની શરૂઆત કરેછે, દેખીતી

રીતેએ આઇસ બ્રેકર કેએક્વેઇન્ટશિપ બ્રીડર(ઓળખાણ સંવર્ધક) હોય તેવા શબ્દો હોય અનેપછી કામની

વાતોની રેલમછેલ. બ્રેક ધ આઇસ મહાવરો થીજેલા પુરાણા સંબંધો માટેપણ વપરાય છેઅનેનવતર સંબંધોનાં

અધ્યાયની પ્રસ્તાવના માટેપણ એનો ઉપયોગ થાય છે.

આપણેઘણી વાર સંબંધોનાંથીજેલા બરફની નદીમાંફસાયેલી નૌકામાંવિહાર કરતા હોઇએ છીએ. ભૂતકાળની

કોઇ અપ્રિય ઘટના, ક્યાંક ઓછુંઆવી ગયુંહોય, કોઇકેકાંઇક કહી દીધુંહતુંએ ઝટ ભૂલાતુંન હોય. અનેએટલે

મારે ‘નેએનેકટ. જીવનમાંઅજાણ્યાંકરતા પોતીકા વધારેનડેછે, કનડેછે. કવયિત્રી પન્ના નાયક લખેછે

કે ‘મરી ગયેલા સંબંધ સાથેહસી હસીનેજીવવાનુંછે, પોત જ્યાંઆખુંફાટી ગયુંત્યાં ટાંકા મારી સીવવાનુંછે;

શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય ? મૌનનેઘેરા ઘાવ પડ્યા છે.’ મૌનનાંઆઇસનેબ્રેક કરતા રહેવું. જેટલુંજીવીએ

એટલુંપણ એમાંપ્રેમ, આનંદ, ઉલ્લાસનેઉછાળતા રહેવું. મનનાંમુજીપણાંનો બરફ ઓગાળતા રહેવું. વોટ્સ

એપ્પ અનેફેસબૂકમાંથી બહાર નીકળીનેમાણસનેમળવાનુંરાખો. સંબંધની તરસ રાખો. કવિ શ્રી જવાહર

બક્ષી લખેછેકે ‘જળ છુંબરફ છુંભેજ છુંઝાકળ છુંવાદળ છુંસતત મૃગજળ સુધી ભીનો જ છું; તરસ્યા વિનાના

શહેરમાંજો તુંમનેશોધ્યા કરેતો હુંતનેકયાંથી મળું?’ બશીર બદ્રનાંશબ્દોમાં ‘દુશ્મની જમકર કરો, લેકિન યે

ગુંજાઇશ રહે; ફિર કભી હમ દોસ્ત બન જાયેતો શર્મિંદા ન હો.’ ભૂતકાળનેભૂલી જવાની નફ્ફટાઇ તો કેળવવી જ

રહી. ભૂલ્યા નહીંહોઇએ તો પણ ફરી ગણી શકાય. સંબંધોનાંફ્રિજમાંબરફ જામી ગયો હોય તો ડિફ્રોસ્ટ કરતા

રહેવું. સમર્થ ગઝલકાર મનોજ ખંડેરિયાની જ ગઝલનાંશેરથી વાતનેપૂરી કરીએ. ‘ધ્રુવ પ્રદેશો જેવી ઠંડી

પળમાંથીજ્યું, તડકો પડતા વેંત પીગળતુંપાણી છીએ.’ આશા રાખીએ કેબરાક ઓબામા અનેનરેન્દ્ર મોદીની

મુલાકાતની ઉષ્મા આઇસ બ્રેકર બની રહે. હા, આઇસ બ્રેકર પ્રવૃત્તિ શરૂઆત છે. પણ પછી માઇલેજ ન

મળેતો આઇસ બ્રેક કરવાનો કાંઇ મતલબ નથી. તેમ છતાંકોશિશ કરતા રહેવું, હસીને, હસાવીને, ભેટીને, પીઠ

થપથપાવીને, ખાઇને, ખવડાવીનેઆઇસ બ્રેક કરતા રહેવું.

શબદ આરતી:

‘સ્મિત ખૂબ શક્તિશાળી શસ્ત્ર છે. તમે એનાથી આઇસ પણ બ્રેક કરી શકો.’

-અજ્ઞાત             + નવરાત્રી ગરબો 

ઘમ્મર ઘૂમતા આવોને મારી માને ગરબે આજ !
ઝનનન ઝૂમતા આવોને લઈને સરવા દિલનાં સાજ !
માનો ખોળો તો હેત ઝરતો હુલામણો,
પાવન ગંગા સમો એ શીતળ સોહામણો ;
મૂકી મનના મોહક મેલ , વીતે વેળ , કરો સૌ પહેલ ,
                     હૈડે હૂલતા આવોને માને ખોળે રમવા આજ !
ઘમ્મર ઘૂમતા આવોને …
નેણ દીસે તીખાં , પણ અમૃત આંખલડી ,
ઝૂરતો એ માતૃઅંક નીરખે વાટલડી ,
થઈને નેહ-નીતરતા લાલ , માના ગરવા વીર દુલાર ,
હેતે હૂલતા આવોને મારી માને દશમે દ્વાર !
ઘમ્મર ઘૂમતા આવોને …
માના એ દીવડાને ઝગમગતો રાખજો ,
જોજો , બૂઝે ન કદી અણધાર્યો ઓપતો ;
થઈ એ દીવડા કેરી વાટ, માની ચિનગારી સાક્ષાત ,
દીપ્તિ વેરતા આવોને મારી માને દિલ-દરબાર !
ઘમ્મર ઘૂમતા આવોને …
રામરસ રેલતા ઓ થનગનતા ધીર વીર !
તનમન મૂકીને આજ સોંપી માને સૌ પીર,
હૈડે માતૃ-અમીરસધાર ગ્રહતા સંચરજો શિવદ્વાર,
દિલ-મન મ્હોરતાં આવોને થઈને માના ઉર-ધબકાર !
ઘમ્મર ઘૂમતા આવોને મારી માને ગરબે આજ  !
ઝનનન ઝૂમતા આવોને લઈને સરવા દિલનાં સાજ  !

breaking ice

5 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ, Uncategorized

5 responses to “બ્રેક ધ આઇસ / પરેશ વ્યાસ + નવરાત્રી ગરબો

 1. મોદી સાથેના અમેરિકાના થીજેલા સંબંધોનો બરફ ઝડપથી ઓગળી રહ્યો છે ,ઓબામાનું
  તંત્ર મોદી માટે લાલ જાજમ બીછાવવાની તૈયારીમાં હાલ પડ્યું છે એ એક સારી બાબત છે। કહેવાય છે કે મન , મોતી અને કાચ તૂટે પછી જોડાતાં નથી અને જોડાય તો ગાંઠ પડી જાય છે .
  આપને નવરાત્રીનાં અભિનંદન . ગરબાની રમઝટ નવ દિવસ જામશે .જય અંબે .

 2. આઈસ બ્રેક કરવા પોકર વાપરવું પડે – હથોડી ના ચાલે.

 3. nabhakashdeep

  વિશ્વના પ્રવાહોને પરખવાની ક્ષમતા ધરાવતા શ્રી નરેન્દ્રભાઈ સૌના શ્રેયનો ધ્યેય રાખે છે..એ સુફળ આપશે..આ નવરાત્રીનો શુભ સંકેત જ છે. સરસ લેખ.

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s