માનું મંદિર સારું વિશ્વ આ સૂરીલું ,

૦૦૦૦
મારી માને મંદિરિયે આજ રમવા આવોને !
મારી માતાને ગરબે આજ ઘૂમવા આવોને !
માનું મંદિર સારું વિશ્વ આ સૂરીલું ,
સાત-સાત સાગર ને અવનિ-અંબર ભર્યું ,
એ માતને બિરદાવતા  કો વીરને વધાવવા
હેત હૈયાનાં , હાં રે દિલડાનાં ફૂ લડાં લઈ આજ
હૂલતાં આવોને ! .. મારી માને મંદિરિયે આજ …
માને મંદિરિયે સાત-સાત દીવડી ,
લાલ , નીલ , લીલેરી , ઝગમગતી જાંબલી ,
દીવડે લહેરાતી માત સપ્તપદી પાડતી ;
એને પગલે , માને કુમકુમ પગલે પળવા આજ
ઝૂમતા આવોને ! .. મારી માને મંદિરિયે આજ …
મંદિરના દ્વારપાળ ગરવા ગણેશજી ,
ઘેર ઘેર ઘૂમી ઘૂમી જોતાં વાટલડી  ,
કો વ્હાલસોયો વીર માતપાયને પખાળવા
વાધે ?  હાં હાં વાધે કંકુના કરી આજ !
પોંખતા આવોને ! .. મારી માને મંદિરિયે આજ …
મંદિરિયે ઓપતું આ માનવમન મોકળું ,
સપ્ત પ્રાણ-દીવડીથી ચિતીમાર્ગ ચીંધતું ,
શિવશક્તિ નેહ તણા તેજથી પ્રકાશતું ,
એને વરવાનો , પ્રાણપૂજનનો લેવાને લ્હાવ ,

વ્હેલેરાં આવોને ! .. મારી માને મંદિરિયે આજ …નાદ અને નર્તન આદિમાનવના આંતરિક આવેગ અને ઉર્મિઓની અભિવ્યક્તિ છે. ભય અને રક્ષાભાવમાંથી આદિમાનવ પૂજા કે ધર્મ તરફ વળ્યો ત્યારે એ ધર્મ કે રક્ષાભાવ એણે બલિદાન, નાદ અને નર્તન રૂપે જ વ્યક્ત કર્યો. ગરબો સર્વાંશે ધર્મનું પ્રતિક છે. ગરબા સાથે શક્તિની પૂજા, શક્તિનું મહાત્મ્ય જોડાયેલું છે. નવરાત્રીનો ગરબા ઉત્સવ એ શક્તિપૂજાનો જ ઉત્સવ છે.

’ગરબો’ શબ્દની વ્યુત્પતિ  दीपगर्भो घटः / दीपगर्भो / गभो / गरभो / गरबो (ગરબો) આ ક્રમે ગરબો શબ્દ વ્યુત્પન્ન થયો

……navratriસૌજન્ય વૅબજગત

Don’t pray for easy lives;

૦૦૦

pray to be stronger people.

3 ટિપ્પણીઓ

Filed under પ્રકીર્ણ

3 responses to “માનું મંદિર સારું વિશ્વ આ સૂરીલું ,

  1. શક્તિ પૂજાનું પર્વ એટલે નવરાત્રી

    નવરાત્રીની શુભ કામનાઓ

  2. nabhakashdeep

    ઉરની ઊર્મિઓ ભક્તિ વંદનામાં છલકતી રમે છે…આપના કુટુમ્બના સંસ્કાર ઝરણાં, મા સાથે સંવાદ સાધી પ્રાથે છે..એવી અનુભૂતિ સાચે જ થાય છે.સરસ વંદનાના ગરબા.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s