એ જ એ અણસાર! +આફ્રીકાનો સુંદર સૂર્યોદય…

ansar
રાત્રિના નિબિડ અંધારમાં જ્યારે સૂણું
એકલ , મૃદુ, છાનો ટકોરો દ્વાર પર ,
ત્યારે ધડૂકી ઊઠતું હૈયું ઊણું
મોઘાંમૂલા મહેમાનના સ્વાગત લિયે મુજ.
હું ઊઠી ઝાંકું જરી , હળવે ડગે ,
અધૂકડું મુજ દ્વાર કૈં ખોલી લગીર,
છાઈ રહ્યું  જ્યાં  અણબૂઝ્યું અંધારપટ .
પણ ક્યાં અરે મહેમાન મુજ ? ના જાણતો !
*   *   *
વકાસું છું , વિમાસું હું પ્રવેશી દ્વારમાં ,
ભગ્ન શો , નૈરાશ્ય-ઘેર્યો ; જાઉં જ્યાં
એ વાસવા મુજ દ્વાર , ત્યાં વળી ગૂંજતો
ચિર-પરિચિત સાદ એકલ : “ આવું  હું? “
*   *   *
કોણ એ? એ કોણ? … છું હું સ્તબ્ધ ! હા,
છોભીલો , વ્યાકુળ , વિવશ ને બહાવરો ! !
ને તો ય શ્રદ્ધાયુક્ત , મુદિત ભાવે ભર્યો
વિગલિત દૃગે , કૈં હસિત વદને હું રહું ખોલી
અધુકડાં એ બંધ શા મુજ બારણાં ,  કૈં દોડીને  … પણ !
થાય છે અદૃશ્ય ત્યાં શીતળ સમીરની કોક ઉષ્મા-વીચિકા
અબુધ તો યે માર્દવું કૈં કાનમાં મારા કહી !! . . . .
ને ભગ્નાશ ,  કૈંક અબોધ શો, વાસું ફરીને દ્વાર ;
ખોલી  ખિડકી , નિશ્વાસતા મુજ શયનખંડ તણી  અટૂલી !
વિમાસી હું રહું , કૈં મીટ માંડી :
આવે કદી એ સાદ ” આવું હું ? ” ફરી  !
*    *    *
                      ચકચૂર હું નિદ્રામહીં ?.. ના; ગાઢ , ગેબી કો અતલ
ઊંડાણમાં  . . .ઊંડાણ  કો  . . . ! ગેબી, ગભીરું ને ગહન .
ને પડે શ્રવણે વળી એ સાદ , ક્યાંકથી , કોકનો !
ઝબકી  , છળી , ન્યાળું મુને હું , . . . ખોળતો – ફંફોળતો
અરવા અનાગતના અતલ ઊંડાણને … ને જાય છે તાણી
અહો એ સાદ, ના;  … એ નાદ! હા , નાદ એ . . .
એ નાદ પરવશ શા મુને ઊંડે … અતિ … ઊંડે ! ! …
        ને રહું ખેંચાઈ વસમી ખોજમાં એ નાદની ,
પાગલ બની વણ-શોષતી ઉરની તૃષાએ… પણ અરે !
મારો જ એકલ સાદ એ અવસાદ થઈ ઊનો ,
રહ્યો મુજને ઝબોળી  સ્વાંતના અણચિંતવ્યા  ઊંડાણમાં ..
          ને … હું ભૂલું મુજને અતીતના કો ઈશારે ,
ઘેરા ગૂઢાં અંધારમાં મુજને સમર્પી .
ને સૂના મુજ હાર્દને કો ગુપ્ત કુહરેથી દ્રવી , સંકેતતો …
હા , એ જ એ અણસાર! ..”આવું હું ? .. હું આવું … ! !” ફરી. .
હેં ?.. કોણ એ ? એ કોણ ? … ઘોષ ઘેલો મુજ અનંત  !!
*    *    *
અને એ સ્પર્શ ઝીણો ? આંબતો ઘેરાં ગહન અંધારને મુજ !
કોમળો , મૃદુલો મધુ એ સ્પર્શ ! અંધારને ગ્રસતો મધુ એ સ્પર્શ !
 સ્પર્શ  એ  !!  ઢંઢોળી રહ્યો રીઢા અફિણી શા મુને.  …
રોમાંચિત હું …  ખોલી રહું મુજ નયન-દ્વય ઘેરાં , ગભીરાં ,
માર્દવી એ આશને કો અંકૂરે , કિંચિત હસિત મુદ વદનથી.
પણ હાય રે નિયતિ  !! ન ત્યાં મહેમાન મુજ  !
એકલો , નિ:શ્વાસતો મુજને મૂકી ક્યાં એ છૂપ્યા ? ક્યાં … ?
ને હું પડ્યો એ  જર્જ રિત મુજ શયન ખંડ તણા
ભીષણ  ભેંકારમાં … મુજ જીર્ણ શીર્ણ એ શૈયાનો
રૂખો-સુખો અવસાદ થઈ . . . !
From: Rashmikant Shukla <rashmi.shukla@hotmail.com>

Africa Sunrise -Absolutely beautiful…..

image

image

image

image

image

image

image

image

image

image

image

image

image

image

image

image

image

image

image

image

image

image

image

image

image

image

image

image

 on’t learn the tricks of the trade,

learn the trade.

Leave a comment

Filed under અધ્યાત્મ, ઘટના, પ્રકીર્ણ, Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s