ગાંધીજી +

Don’t let anybody walk through your mind

with dirty feet. (Gandhi)

 આપણા બાપુ

આદર્શ ગૃહસ્થાશ્રમ

     ગાંધીજીનો ઈન્ટરવ્યૂ લેવા એક પરદેશી પત્રકાર સેવાગ્રામ-વર્ધા આવે છે,ઉનાળાનો સમય,ને વૈશાખનો ધોમ તડકો. ગાંધીજી કંઈ લખતા હોય છે, પત્રકાર તેમની સામે બેસે છે ને પહેલો પ્રશ્ન પૂછે છે: તમારા આદર્શ ગૃહસ્થાશ્રમનું રહસ્ય શું?

ગાંધીજી જવાબ આપતા નથી, પણ કસ્તુરબાને બોલાવીને એક ફાનસ પેટાવીને લાવવાનું કહે છે, બા મૂંગા મૂંગા ફાનસ પેટાવીને ગાંધીજીના રૂમમાં મૂકી જાય છે,

     પત્રકાર એ જ સવાલ ફરી ફરી બે વાર પૂછે છે, તેના જવાબમાં ગાંધીજી કહે છે કે આવા ધોમ તડકામાં ભર બપોરે ફાનસ પેટાવીને બા મૂંગા મૂંગા ચાલ્યા ગયા એમાં તને કંઈ સમજાણું નહીં?  

૦૦૦૦

ગરબે રમવા આવો અંબેમા….

આસોના અજવાળા અંબેમા

ગરબે ઘૂમવા આવો

જગમગ જ્યોત જવારા.. અંબેમા

ગરબે રમવા આવો

અબીલ ગુલાલ ઉપવાસા ..અંબેમા

કુમકુમ પગલે પધારો

ઢોલ તાલી નગારા..અંબેમા

ગરબે રમવા આવો

ઝાંઝર ઝમકે જોશીલા..અંબેમા

આશિષ દેવા આવો

હીંચક હરખ રૂપાળા…  અંબેમા

ગરબે રમવા આવો

નવલા નોરતાની રાતો..અંબેમા

મંગલ મુખડે વધાવો

રૂમઝુમ હૈયાં હરખાણાં..અંબેમા

ગરબે રમવા આવો

 ગસૌજન્ય  શ્રી રમેશ પટેલ

3 ટિપ્પણીઓ

Filed under અધ્યાત્મ, ગીત, ઘટના, Uncategorized

3 responses to “ગાંધીજી +

 1. ગાંધીજી નો જીવન પ્રસંગ પ્રેરક છે .

  ગાંધીનાં પૂતળાં ઠેર ઠેર મુકીને આપણે રાજી થયા

  ગાંધીના જીવન સિદ્ધાંતોને આપણે કેમ ભૂલી ગયા ?

 2. મને આવું વંચાણું ….

  ગાંધીજી (+)ગરબે રમવા આવો !!

  ગાંધીજી એ ભલે કહ્યું- પણ…
  He lived in a male dominated society!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s