અદભૂત શક્તિ યોગની ક્ષમા કરવી એ /શ્રી શ્રી રવિ શંકર

ઇ મૅઇલ vinodbhai patel
Truely Amazing …. Unbelievable feat of Yoga Shakti 
What Yoga & Yogi can do….watch it to learn….
https://www.facebook.com/video.php?v=610701959042303


 પ્ર: ગુરુદેવ, ક્યારેક બાળકો સાથે કામ લેવાનું એટલું અઘરું થઇ જાય છે કે હું મારો સંયમ ગુમાવી દઉં છું. હું દરરોજ શાંત રહેવાનું નક્કી કરું છું, પરંતુ જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે હું મારી જાતને નિયંત્રિત નથી કરી શકતી. મારે શું કરવું જોઈએ?

શ્રી શ્રી રવિ શંકર: તમે તે વિશે હવે કંઇ પણ નહીં કરી શકો, તમારે જીવન સહજ જીવવાનું છે. તમે સમજો છો
હું શું કહું છું? ક્યારેક તમે ગુસ્સો કરો તો વાંધો નહીં, તે ઠીક છે. તમારા જીવન માં ત્રૂટિઓ માટે થોડી જગ્યા
છોડો, અને જીવનને જેવું છે તેવું સ્વીકારો.

તમે આર્ટ ઓફ લિવિંગના બેઝિક કોર્સ માં શું શીખ્યા? લોકો અને પરિસ્થિતિઓને જેવા છે તેવા સ્વીકારો. આ

જીવનભરની પ્રક્રિયા છે. દરરોજ તમને આ યાદ કરવાનો મોકો મળશે. જ્યારે આ પરિસ્થિતિમાં તમે આવો તમે યાદ કરો, ‘હા, મારે આવું કરવાનું છે, અને આ કરવાનું છે.’ તેથી આપણે આ દિશામાં જવાનું છે. ક્યારેક તમે અહીં તહીં ભૂલ કરો તો વાંધો નહીં, ચાલતા રહો. એક દિવસ ચોક્કસપણેતમે પૂર્ણતા પ્રાપ્ત કરશો. થોડા દિવસ પહેલા, એક શિક્ષક જે આર્ટ ઓફ લિવિંગ માં લગભગ ૨૦ વર્ષ થી છે, તેમણે મને કહ્યું હતું, ‘ગુરુદેવ, ક્યારેક આ બહુ વિચિત્ર લાગે છે કે હું બધો સમય ખુશ રહું છું. ચાહે ગમે તે થાય, હું ખુશ છું’. અને મેં કીધું, ‘છેવટે તે બન્યું!’

૨૦ વર્ષ બહુ લાંબો સમય નથી, પરંતુ તમારે ૨૦ વર્ષ રાહ લેવાની જરૂર નથી. પાછા ફરીને તમારો વિકાસ જુઓ; આ ઉજવણી તે માટે જ કરવામાં આવે. ગુરૂ પૂર્ણિમાનો હેતુ શું છે? વર્ષમાં એકવાર, તમે પાછા વળીને

જુઓ કે તમે ક્યાં હતા અને તમે કેટલી પ્રગતિ કરી છે. તમે હવે કેવી રીતે પરિસ્થિતિઓનો અલગ રીતે સામનો કરો છો અને કેવી રીતે તમારી પ્રતિક્રિયાઓ ઘટી છે અને પ્રતિભાવમાં વધારો થયો છે.

તેથી, જીવન નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ખરું કે નહીં?

તમારામાંથી કેટલાને લાગે છે કે ઘણું બધુ રૂપાંતરણ થયું છે? (ઘણા લોકો તેમના હાથ ઊંચા કરે છે).

કોઈ ન કહી શકે કે કંઈ પણ નથી બદલાયું. કોઈ પણ ન કહી શકે, ‘હું નથી બદલાયો. મારા માં એક કણ પણ

બદલાવ નથી આવ્યો.’ જો કોઇ તેમ કહે તો તમે તેમને પ્રણામ કરજો કારણ કે તેઓ જન્મથી જ પ્રબુધ્ધ છે.

કેટલાક બાળકો તમને ઘણા પાઠ શીખવે છે. અને માબાપ કેટલીક વખત તેમના બાળકો પર ગુસ્સે થાય તો તે ઠીક છે. તમે તેમને બધો વખત આળપંપાળ કરીનેઅને મીઠા શબ્દો બોલીને ઉછેરો તેવું જરૂરી નથી. તો તમે તેમને ખૂબ જ નબળા બનાવી દેશો.

હું ઘણા માબાપ જોયા છે જેઓ તેમના બાળકોને ક્યારેય વઢ્યા નથી. આ બાળકો જ્યારે મોટા થાય ત્યારેકોઈની પણ ટીકા સહન નથી કરી શકતા. થોડી ટીકા, થોડો અનાદર કે નાનકડી નિષ્ફળતા તેમને હલાવી દે છે. તેઓ અસ્વસ્થ બની જાય છે કારણ કે તેમણે ઘરે એવો કંઇ અનુભવ નથી કર્યો.

તેથી ઘરે, ક્યારેક બાળકો પર ગુસ્સો કરવો (બધો સમય નહીં) એ તેમને રસી આપવા બરાબર છે જેથી તેઓ બહારની દુનિયામાં મજબૂત બની શકે. પરંતુ આને બાળકો પર બધો સમય ગુસ્સે કરવાનું બહાનું ન બનાવો, તે કામ કરતું નથી. તેનો અતિરેક ખરાબ છે. જો તમે તમારા બાળકોને દરરોજ કોઇ પણ કારણથી ઠપકો આપ્યા કરશો તો તેઓ નફ્ફટ બની જશે અને તેઓ બગડી જશે, જે પણ સારૂં નથી. થોડી ઘણી માત્રા માં ક્યારેક ઠીક છે.

પ્ર: જ્યોતિષશાસ્ત્ર ને કેટલું મહત્વ આપવું જોઈએ, ખાસ કરીને જીવન સાથીની પસંદગી વખતે?

શ્રી શ્રી રવિ શંકર: તે સારું છે; તમે જન્મપત્રિકાની સરખામણી કરીને જોઇ શકો છો કે તમારા ગ્રહો કુદરતી

રીતે કેટલા મળે છે અને તમારે કેટલું સમાધાન કરવું પડશે. સામાન્ય રીતે વૈદિક જ્યોતિષ માં કહેવાય છે ‘૩૦

ગુણમાંથી ૨૦ મળે અને ૧૦ માં તમારે સમાધાન કરવું પડે.’ તેથી આ ગણતરી હોય છે. આ જાણવું સારુ છે, તેથી જો તમારા બેમાંથી એક અસ્વસ્થ હોય તો તમને યાદ રહે કે તમારે થોડા વધુ સમાધાનની જરૂર છે; હા!

અલબત્ત, ગ્રહોનો પ્રભાવ હોય છે, પરંતુ તે એકતરફી નથી. તમે પણ ગ્રહો પર પ્રભાવ કરો છો. તે બેતરફી છે બ્રહ્માંડ માં બધુ બેતરફી છે.

તેથી તમે શું કરી શકો? તમે મંત્રોચ્ચાર કરી શકો છો. તેથી કહેવાય છે કે ‘ૐ નમઃ શિવાય’ નો મંત્ર બધા જ ગ્રહો ને નિયંત્રિત કરે છે. તમામ ગ્રહો ની પરે શિવ તત્વ છે. તેથી ઉપાય ઉપલબ્ધ છે. આ ઉપાય ‘ૐ નમઃ શિવાય’ છે કારણ કે આ મંત્રમાં બધા ઘટકો છેજે કોઇ પણ ખરાબ અસર ને દૂર કરી શકે છે.

તમને ખબર છે ૧૦૮ નો આંકડો ક્યાંથી આવ્યો? તમારામાંથી કેટલાને ૧૦૮ ના અંકનું મહત્વ ખબર નથી?

૧૦૮ નો અર્થ છે નવ ગ્રહો અને ૧૨ નક્ષત્રો. જ્યારે નવ ગ્રહો ૧૨ નક્ષત્રમાં થી પસાર થાય છે, ત્યારે તેઓ ૧૦૮ જુદાજુદા ફેરફારો લાવે છે. તેથી તે ફેરફારો અથવા દુષ્પ્રભાવને દૂર કરવા આપણેઓમ નમશિવાય કહીએ છે.

તેથી તે કવચ જેવો છે. તેને ખૂબ જ પવિત્ર મંત્ર ગણવામાં આવે છે. આ હૉલ માં આવવા માટે પણ ૧૦૮

પગથિયા છે. એનો અર્થ એ થાય કે તમે બધા ગ્રહોની અસરો પાર કરીને શુદ્ધ ચેતના સુધી પહોંચો છો.

સાધના, પ્રાણાયામ, ધ્યાન, સત્સંગ, મંત્રોચ્ચાર, કીર્તન, આ બધું કરવાનો શું અર્થ જો બધે માત્ર ગ્રહોનું જ શાસન ચાલે? ના, આ નિયંત્રણ અને સમતોલન જેવા છે. તેઓ ગ્રહોની અસરો ને દૂર કરીને વધુ સ્વતંત્રતા

લાવે છે; નહીં તો આપણી ચેતના સમય અને અવકાશ પર આધાર રાખે. અને, સાધના ઘણી હદ સુધી સ્વતંત્રતા લઈ આવે છે. હું ૧૦૦% એવું નહીં કહું, પરંતુ તે ઘણી બધી હદ સુધી.

આ એના જેવું છે, જ્યારે વરસાદ પડતો હોય અને તમે બહાર જાઓ, તો તમારી પાસે વિકલ્પ છે, કાં તો તમે એમ જ જાઓ અને પલળી જાઓ, અથવા રેઇનકોટ પહેરીને જાઓ અને ના ભીંજાઓ.

પ્ર: જો તમે કોઈ નિર્ણય ન કરી શકતા હો, ઉદાહરણ તરીકે, લગ્ન કરવામાં, તો તમારે ચોક્કસ નિર્ણય પર પહોંચતા સુધી રાહ જોવી કે પછી જે થતું હોય તેમ થવા દેવું?

શ્રી શ્રી રવિ શંકર: તમે જેની સાથે લગ્ન કરવા માંગો છો, તે સાથીને પૂછી જુઓ.

કેટલાક ચંચળ મનના હોય છે, જેમને કંઇ પણ કરવા માટે દબાણ કરવાની જરૂર પડે છે, લગ્ન માટે પણ. અને

બીજા કેટલાક ક્યારેક જ આવી પરિસ્થિતિ નો સામનો કરે છે. તેથી હું તે પસંદગી તમારા પર છોડી દઉ છું.

અને હજી બીજા એવા હોય છે જે દર વખતે એક સુંદર છોકરી અથવા છોકરાને જુએ એટલે લગ્ન કરવાનુ ઇચ્છે અને વાત થોડી આગળ વધે એટલે શંકા કરવા લાગે કે પાત્ર યોગ્ય છે કે નહિં, અથવા અન્ય કોઇ વધારે સારી વ્યકિત મળી શકે. ફરીથી કહીશ કે તમારા સાથી નો મત પૂછો, શું તેઓ તમારા જેવા ચંચળ મનની વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગે છે. તમને ખબર છે મારો આ બધા પ્રશ્નો માટે સામાન્ય જવાબ શું છે? પસંદ તમારી, આશીર્વાદ મારા!

પ્ર: મારી ઘણી ઇચ્છા છે કે હું માયામી, ફ્લોરિડા માં પ્રિઝન સ્માર્ટ કાર્યક્રમ ચાલુ કરું. મારી પાસે ક્રીમીનોલોજી અને સાઇકોલોજીની ડીગ્રી છે. અમારા રાજ્યે જેલ, ઇમારતો, અને શિક્ષણ માટે વધુ નાણાં ફાળવ્યા છે. હું કેવી રીતે મદદ કરી શકું?

શ્રી શ્રી રવિ શંકર: ઘણું સરસ, ચોક્કસ કરો. અને જ્યારે તમે જેલના અધિકારીઓને મળવા જાઓ તો એકલા ન જશો. ચાર કે પાંચનું જૂથ બનાવીને જાઓ અને તેમને સહમત કરો. તેમને બધી વિડિઓ બતાવો અને તેમને જે લોકો એ આ કાર્યક્રમ કર્યો તેમના જીવનમાં શું રૂપાંતર આવ્યું તે અનુભવ બતાવો. મને ખબર છે, કોઈ પણ સમજદાર વ્યક્તિ આ બધા અનુભવો જોયા પછી ના નહીં પાડે. તે ઘણા સુંદર અને હૃદયસ્પર્શી છે.

પ્ર: મૃત્યુ ની કોઈ વય નથી. તેથી જ્યારે યુવાન અથવા તો ઘરડા મૃત્યુ પામે તો તેમના આત્માની એક જ વય હોય છે?

શ્રી શ્રી રવિ શંકર: આત્મા ને વય નથી, અને તમે સાચુ કહ્યું કે મૃત્યુ ને પણ વય નથી. મૃત્યુનો સમય નથી હોતો અને આત્મા ને ઉંમર નથી હોતી, બરાબર! બધું અનાદિકાળથી શરૂ થાય છે.

પ્ર: જ્યારે વસ્તુઓ ખૂબ અસ્પષ્ટ હોય, હું સ્પષ્ટતા કેવી રીતે મેળવી શકું?

શ્રી શ્રી રવિ શંકર: એક ચીનની કહેવત છે – જ્યારે તમને ભ્રમ લાગે, એક ઓશીકું લઈને સુઇ જાઓ, જ્યારે તમે બીજે દિવસે સવારે ફરી જાગશો, તમને સારું લાગશે.

તમે જાણો છો આપણી મહત્વાકાંક્ષા જ આપણને વસ્તુઓ સાચી રીતે પસંદ નથી કરવા દેતી.

મને હમણા જ એક રસપ્રદ SMS મળ્યો. એક ભક્ત ખૂબ પૈસાવાળા વ્યક્તિના ઘરે ગયો અને તેમણે તેને પૂછ્યું, ‘તમારે શું પીવું છે – કોફી, ચા, કોક, ગરમ ચોકલેટ, દૂધ, ઓજસ્વિટા’, અને યાદી લાંબી ચાલી.

ભક્તે કહ્યું, ‘ઠીક છે, હું ચા પીશ.’ પછી તેમણે કહ્યું, ‘કેવા પ્રકારની ચા પીશો? સિલોન ચા, ફ્રુટ ચા, દાર્જીલીંગ ચા, ભારતીય ચા અથવા બર્મીઝ ચા’, તેમણે બીજી દસ ચા ના નામ આપ્યા. ભક્તે કીધું, ‘ઠીક છે, સિલોન ચા.’

અને પછી તેમણે પૂછ્યું, ‘તમે કાળી ચા, દૂધવાળી ચા, ઠંડી ચા, અથવા લીંબુ સાથે ચા કેશો? ‘ તેમણે જણાવ્યું, ‘દૂધવાળી ચા.’ ‘કેવી જાતનું દૂધ લેશો? પેશ્ચરાઇઝ્ડ, ગાયનું દૂધ, ફુલ ફૅટ વાળું દૂધ, ૨%, ૨.૫% અથવા ૧૦%? ‘

ભક્તે કહ્યું, ‘હે ભગવાન! સારું, દૂધ વગરની કાળી ચા લઇશ.’ ‘તો પછી તેમાં ખાંડ લેશો?’ ‘હા, આપો.’

‘કેવી ખાંડ જોઇએ છે? ક્રિસ્ટલ વાળી ખાંડ, મધ અથવા ભૂકાવાળી ખાંડ? તમારે શું જોઇએ છે?’

ભક્ત બોલ્યો, ‘ઓહ! હું તરસ થી મરી રહ્યો છું!’

તરત પેલી વ્યક્તિએ પૂછ્યું, ‘તમે કેવી રીતે મરવા માંગો છો? અમારી કંપનીના શેરહોલ્ડર બનશો કે અમારા સપ્લાયર બનશો?’ તેથી ઘણા બધા વિકલ્પો તમારું માથું ભમાવી દે છે.

પ્ર: આના પર ટિપ્પણી કરો. હું જોઉ છું કે ઘણા લોકો તમારી ખૂબ જ નજીક છે. મને લાગે છે કે હું કોઇ વિશેષ નથી. હું તમારી સાથે અંગત જોડાણ કેવી રીતે અનુભવું? મને લાગે છે કે આ માર્ગ પર ૧૦૦% રહેવા માટે વ્યક્તિગત જોડાણ જરૂરી છે.

શ્રી શ્રી રવિ શંકર: અમુક વસ્તુઓ તમારે ધારવાની છે, અને આ એક વસ્તુ છે કે જે તમારે ધારવી જોઈએ – આપણું વ્યક્તિગત જોડાણ છે; તે છે, બસ. હવે, તેના વિષે ફરી પ્રશ્ન ન કરશો.

તમારા જોડાણ પર પ્રશ્ન ઉઠાવવાનો કોઈ અર્થ નથી. આપણે બધા સાથે જોડાયેલ છે. તેનો કોઇની પાસે વિકલ્પ નથી – ન તમારી પાસે, ન મારી પાસે. તેથી વિશ્રામ કરો, આ પ્રશ્ન ને બાજુએ મૂકો જેથી તમને ફરી હેરાન ન કરે. એવું ન વિચારો કે અમુક મારી નજીક છે અને અમુક નથી; કોઇ ખાસ છે અને કોઇ નથી. ના, તમે મારા માટે ખાસ છો અને દરેક વ્યક્તિ મારા માટે અદ્‌ભુત છે.

કોઇ પણ પરિયોજના (પ્રોજેક્ટ) માં જોડાઓ. જેટલા અંશે તમે અમુક પરિયોજનામાં ભાગ લેશો, તેટલા અંશે વધુ આપણી વાતચીત થશે. નહિંતર શું વાત કરવાની? ‘હેલો! તમે કેમ છો? તમે મજામાં છો?’ અને તમે કહેશો, ‘હા’ અને હું કહીશ, ‘હા’, અને આપણે છુટ્ટા પડશું. પરંતુ જો તમે આવું કંઈક કરતા હશો, જેમ કે સુશાંતે ટ્‌વિટર પર કંઈક કામ કર્યું હતું, તેથી મેં સુશાંતને કહ્યું, ‘ચાલો, આપણે મળીને ચર્ચા કરીએ. મારે શીખવું છે કે આ ટ્‌વિટર શું છે.’

સુશાંતને એક એવોર્ડ મળ્યો છે, તમે જાણો છો? તે ઓબામા ના ચુંટણી અભિયાન માં હતો અને તેણે ટ્વિટર સાથે કંઈક કર્યું હતું અને તેને ઇનામ મળ્યું, હમણા બે દિવસ પહેલા જ. બધા જ્યારે તેમના માથા ખંજવાળતા હતા, તેને એક નવીન વિચાર આવ્યો હતો. તેમણે તદ્‌ન નવી રીતે વિચાર્યું અને કંપનીએ તેને સન્માનિત કર્યો.

તેથી એક પ્રોજેક્ટ લો. તમને જે ગમે તેના પર પ્રોજેક્ટ કરો. હવે મીનાક્ષી એક અદ્ભુત કુકબુક (રસોઇ કળાની ચોપડી) બહાર પાડે છે. મીનાક્ષી અને તેની ટીમ એક કુકબુક બહાર પાડે છે. તે ખરેખર પુસ્તક નથી પણ પાનાંઓ છે જે રસોઇયા તેમની સામે રાખીને રસોઈ શરૂ કરી શકે છે. આવી રીતે જો દરેક જણ પ્રોજેક્ટ માં કામ કરે તો પછી સાથે બેસીને કંઈક વાત કરવા મળે. નહિંતર મૌન માં, ધ્યાન માં, આપણે પહેલેથી જોડાયેલ છીએ.

અને કોઇપણ સમયે તમને કોઇ મદદની ક્યાંય જરૂર પડે, તમે માંગો તેની સાથે તમને મળે છે, ખરું કે નહીં?

તમારામાંથી કેટલાને તે મળે છે? (દરેક વ્યક્તિ તેમના હાથ ઉપર કરે છે).

જુઓ, દરેક જણને મળે છે. તેથી હું મારું કામ કરુ છું!

પ્ર: મને ઘણા કામોદ્દીપક વિચારો આવે છે. શું તે નુકસાનકારક છે?

શ્રી શ્રી રવિ શંકર: કોઇ વાંધો નહીં, ચિંતા ન કરશો; તમારી જાતને વિચારો થી ન ઓળખશો. વિચારો વિચારો છે તેઓ આવે છે અને જાય છે, ચિંતા કરશો નહિ. જ્યાં સુધી તમે તેમને સત્તા ન આપો, અને તમે તેને અમલમાં ન મૂકો, તમે સુરક્ષિત છો. તમારી ચેતના ને પૂરતા પ્રમાણમાં કેન્દ્રિત અને વૈરાગ્યપૂર્ણ થતા સમય લાગે છે,

જેથી આવા વિચારો તમારા મનમાં ન ઉદ્ભવે, તે તરત બનશે નહિં. તે તેનો પોતાનો સમય લે છે.

તમે નોંધ્યું હશે કે જેમ તમારી સાધના વિકસે છે, તેમ આ પ્રકારના વિચારો ઓછા અને ઓછા થાય છે, ખરું કે નહીં? કામુક અને હિંસક વિચારો ઓછા અને ઓછા થતા જાય છે.

પ્ર: આ ઉદ્ઘાટન દરમ્યાન તમે મને આશીર્વાદ આપ્યા તે માટે ખૂબ ખૂબ આભાર. તે ખૂબ સુંદર હતું. દરેક વક્તાના શબ્દો હૃદયસ્પર્શી હતા. હું મારી બહેન અને માતા – પિતા નો આભાર માનુ છું જે ધ્યાન, સેવા અને સત્સંગ નો સંગમ છે. મને કલ્પના પણ નહોતી હું અહીં હઇશ, આ ક્ષણે!

હું મારા આર્ટ ઓફ લિવિંગના શિક્ષકો, ભાઈઓ અને બહેનો, બધાનો આભાર માનુ છું જેમણે જુદા જુદા સમયે મને આ પાથ પર રહેવા માટે પ્રેરણા આપી છે. મારા પતિ સુંદર પ્રેરણારૂપ છે અને મારો પુત્ર પણ, જેને હું મારો પ્રથમ ગુરુ માનુ છું. તેણે મને એક સાધક બનાવી છે. બધી વસ્તુઓ માટે તમારા બધાનો ખૂબ આભાર.

1 ટીકા

Filed under Uncategorized

One response to “અદભૂત શક્તિ યોગની ક્ષમા કરવી એ /શ્રી શ્રી રવિ શંકર

  1. Ramesh Patel

    આજે ઘણું બધું જાણ્યું..સરસ પ્રશ્નાવલિ ને પ્રત્યુત્તર.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s