સ્વામી સચ્ચિદાનંદજી “क्षुद्रं ह्रदयदौर्बल्यं तयक्त्वोत्तिष्ठ परंतप”. +વિચારબિંદુઓ….

ગીતા

 

 

 

 

Side 6B – UNJHAA AASHRAM – એક ઓળખીતા ડોક્ટરની પત્ની શક્તિપાત કરાવવા જાય એ વિષે સાંભળો. ભલા થાજો તમારું ઘર સાચવજો. આ શક્તિપાત નથી પણ શક્તિનો ક્ષય છે. વિદ્યાનગરમાં એક પ્રોફેસોર એક ખેલમાં હિપ્નોટીઝમ કરી બતાવે છે એ સાંભળો. જે દુર્બળ મગજના હોય તે તરતજ હિપ્નોટીઝમની અસરમાં આવી જાય છે. હિપ્નોટીઝમ કેવી રીતે થાય તે સાંભળો. પેલા ડોક્ટર સ્વામીજી પાસે આવ્યા અને કહ્યું કે મારું તો ઘર ભાંગી ગયું. સ્વામીજી કહે છે, તમે કંઈક સમજો, હું તમને ઠગવા નથી આવ્યો, મારે કોઈને કંઠી નથી બાંધવી, મારે કોઈને ચેલા નથી બનાવવા, મારે કોઈની પાસે પૈસા નથી કઢાવવા પણ હું તમને સાચી વાત કહેવા આવ્યો છું. તમે જાગો, સમજો, ખરેખર જો એ શક્તિજ હોય તો એને પાકિસ્તાનની ઉપર મોકલો એટલે લશ્કરનો ખર્ચ બચી જાય. મહંમદ ગઝની 17વાર આવ્યો અને દરેક વખતે જીત્યો પણ આ બધા યોગીઓમાંથી એક યોગી આગળ ન આવ્યો. તમારાં સોમનાથથી મથુરા, ગ્વલિઅર સુધીના મંદિરો તોડી પાડ્યા પણ એક યોગી આગળ ન આવ્યો. ભ્રાંતિમાં ન રહો, શા માટે આવા ચક્કરમાં પાડો છો? તમે વાસ્તવિકતાનો સ્વીકાર કરો. એ તો શક્તિનો ક્ષય છે, પછી તમે સંસાર નથી સંભાળી શકતા, ઘર નથી સંભાળી શકતા, દુકાન નથી ચલાવી શકતા કે નોકરી નથી કરી શકતા. જરા વિચાર કરો, તમારી શક્તિ વધી કે ઘટી? @5.16min. ત્યારે વૈરાગ્ય શું છે? તમારા સંબંધોમાંથી સ્વાર્થ અને દ્વેષના બે દોષોને દૂર કરી દે છે તે. એટલેકે જો પતિને ખરેખર વૈરાગ્ય થયો હોય તો એનો પત્ની સાથેનો સંબંધ વધારે નિખાલસ થઇ જાય. સંબંધને સુધારી આપે અને સુઘડ બનાવી આપે એનું નામ વૈરાગ્ય. સંબંધમાં સ્વાર્થ દૂર થાય એટલે આપોઆપ મધુરતા આવે, દ્વેષના સંબંધો મધુરતામાં બદલાય જાય. આ વૈરાગ્યની નિશાની છે. દ્રષ્ટાંત – એક પટેલને સ્વામીનારાયણ સંપ્રદાયમાં એની નિષ્ઠા એટલે એણે પોતાના ઘરે સાધુઓને બોલાવેલા. પટેલની શક્તિ ઓછી તો પણ એમણે રસોઈ બનાવડાવેલી. અડધી રસોઈ થઇ હશે અને દરબારને કોઈએ ચાડી કરી કહ્યું કે પટેલે એના ગુરુને બોલાવેલા તે બધાને દારુ છોડાવશે તો તમારી પીઠાની આવક બંધ થઇ જશે, તો તમે ખાશો શું? દરબાર ઘોડી પર બેસીને આવ્યો અને સાધુઓને ઝુડવા માંડ્યા કે મારું ગામ બગાડવા આવ્યા છો? અત્યારેને અત્યારે મારું ગામ છોડી ને ચાલ્યા જાવ. રસોઈ એમને એમ રહી ગઈ. @10.13min. સાધુઓને ગામ બહાર કાઢી મૂક્યા. સાધુઓએ શ્રાપ આપવાને બદલે પ્રાર્થના કરી કે વાંઝીયા રાજાને ત્યાં પારણું બંધાય, સંતને સંતપણા રે મફતમાં નથી મળતાં. સંતોએ રાજાને ત્યાં સંદેશો પહોંચાડ્યો કે જો દશ મહિનાની અંદર તારે ત્યાં છોકરો આવા ચાઠાં વાળો જન્મે તો ખાતરી કરજો કે એ ભગવાનનો આપેલો છે એમ કહીને ચાલતા થયા. બરાબર સમય આવ્યે દરબારને ત્યાં છોકરો જન્મ્યો પછી પટેલને કહ્યું કે તારા ગુરુને બોલાવ અને જયારે ગુરુ આવ્યા ત્યારે દરબારે મોઢામાં ખાસડું લીધું અને માફી માંગી. એટલે જયારે વૈરાગ્ય વધે ત્યારે સંબંધમાંથી સ્વાર્થ સમાપ્ત થઇ જાય અને દ્વેષ વૃત્તિ ખતમ થઇ જાય. @14.40min. હવે જયારે વૈરાગ્યની જગ્યાએ વિષાદ વધે તો શું થાય? ત્યારે માણસ કર્તવ્ય ભ્રષ્ટ થાય કે મારે દુકાને નથી જવું, ખેતરે નથી જવું, નોકરીએ  નથી જવું, વિગેરે. હું તમને એવો વૈરાગ્ય નથી ચઢાવવા આવ્યો. વૈરાગ્ય થાય એટલે પટેલના છોકરાઓ અહિં આશ્રમમાં ઘણાં આવે. સ્વામીજીએ એક છોકરાનું મગજ ફેરવ્યું  અને એને પાછો ઘરે મોકલ્યો. એના બાપે ઘણો સરસ આભારનો કાગળ લખ્યો. વિદ્યાનગરવાળી બહેનની વાત પાછી ચાલુ તે સાંભળો. કહેછે કે સત્સંગના નામે મારું ઘર બળી ગયું. સ્વામીજીએ કહ્યું કે થોડા બુક અહીંથી લઈજા અને ટેબલ પર મૂકી રાખીશ. વંચાવવાનો આગ્રહ કરીશ નહીં. પુસ્તકોની અસર થઇ અને એ ભાઈ સુધરી ગયા. કૃષ્ણે પહેલો બોધ આપ્યો, “कुतस्त्वा…..अर्जुन” (गीता 2-2). આવા વિષમ સમયમાં કાયરતા તારામાં ક્યાંથી આવી? તું યુદ્ધની જવાબદારીનો માર્ગ છોડી દેવા માંગે છે એ તો અનાર્યોનો નર્કનો માર્ગ છે. @20.15min. “क्षुद्रं ह्रदयदौर्बल्यं तयक्त्वोत्तिष्ठ परंतप”….(गीता 2-3). અર્જુન આ તારા હૃદયની દુર્બળતા છે. લાગણી કોઈવાર માણસને દુર્બળ બનાવી દે છે. ઘણા બંધનો છે પણ પ્રેમનું-લાગણીનું જે બંધન છે, એના જેવું કોઈ બંધન નથી. “दारुभेद निपुणोपि सदङ्ग्रि निष्क्रियो भवति पङ्कज कोसे” આ ભમરાને જુઓ, લાકડાને કોતરી નાખે પણ એજ ભમરો કમળના પાંદડામાં બિડાય જાય પછી એને કાપી ન શકે, આ દુર્બળતા છે. કૃષ્ણ કનૈયા લાલકી જય. @23.07min. બીજા દિવસનું પ્રવચન – શ્રી મદ ભગવદ ગીતા યુદ્ધનો ગ્રંથ છે, યુદ્ધના ક્ષેત્રમાં, યુદ્ધ કરાવવા માટે પ્રગટ્યો છે. યુદ્ધ છોડીને ભાગી જતા અર્જુનને ફરી પાછા એને જોડવા માટે પ્રગટ્યો છે. એટલે દુનિયાના બીજા બધા ધર્મ ગ્રંથોની તુલનામાં આ ગ્રંથ પોતાની એક આગવી વિશેષતા છે. એ કોઈને મોક્ષ અપાવવા માટે રચાયેલો ગ્રંથ નથી, આ એની ભૂમિકા છે. જો આ વાત સારી રીતે સમજવામાં આવે તો તમે ગીતાને ન્યાય આપી શકશો, તો ગીતા તમને બહાદુર ઐતિહાસિક પ્રજા બનાવશે.બીજો જે અધ્યાય છે એ સાંખ્ય યોગ છે. એના ત્રણ મુખ્ય ભાગ છે. એકલા બીજા અધ્યાયમાં બાકીના 16 અધ્યાયના એમાં બીજ છે, મૂળ છે. પહેલો ભાગ યુદ્ધ સંબંધી છે. બીજો મહત્વનો ભાગ પ્રવૃત્તિ-કર્મ સંબંધી છે અને ત્રીજો પરાકાષ્ટાનો ભાગ એ બ્રહ્મવૃત્તિ સંબંધનો છે. છેવટમાં “एषा  ब्राह्मीस्थिति:….ब्रह्मनिर्वाणमृच्छति”….(गीता 2-72). આ વાંચવાનો ગ્રંથ નથી પણ પચાવવાનો ગ્રંથ છે. પહેલો ભાગ યુદ્ધનો છે. કૃષ્ણ કહે છે, આ કૃપણતા, કાયરતા છોડ, ઊઠ, ઊભો થા, આ તો તારા હૃદયની દુર્બળતા છે. યુદ્ધ કર્યા વિના ચાલવાનું નથી. કૃષ્ણ આવું કેમ કહે છે? એ વાતને સમજવી હોય તો પહેલાં દુનિયા પર નજર કરો, તમારા શરીર ઉપર નજર કરો. કોઈ ડોક્ટરને જઈને પૂછો કે મારા શરીરનું અસ્તિત્વ કેમ છે? હું કેમ જીવતો રહું છું? ડોક્ટર તમને કહેશે કે તમારા શરીરમાં પરમેશ્વરે યોદ્ધાઓ-સૈનિકો મુકેલા છે અને એ રાત-દિવસ બહારથી આવતા જંતુઓ સામે લડે છે. કોઈ છીંક ખાય તો 30 માઈલની ઝડપે અંદરથી જંતુઓ બહાર નીકળે છે.એટલે કદી પણ રૂમાલ વિનાના ન રહેવું. આપણાં પોષાક વિષે સાંભળો કે આપણાં પોષાકમાં વૈજ્ઞાનિકતા આવવી જોઈએ. @31.57min. તમારું આરોગ્ય ત્યાં સુધી છે કે જ્યાં સુધી તમારા સૈનિક મજબુત છે. જેવા આ જંતુઓ શ્વાસ વાટે અંદર જાય એવાજ પરમેશ્વરે મુકેલા સૈનિકો યુદ્ધ કરી અને બહારના દુશ્મનોને મારી નાંખે એટલે તમને રોગ ન થાય. છોકરાંઓ વધારે નીરોગી રહે છે. 50 વર્ષની ઉંમર પછી તમે અનેક વાર વધારે માંદા પડો કારણકે અંદરના સૈનિકો ઓછા અને ઘરડા થઇ ગયા હોય છે એટલે તમને ડોક્ટર એન્ટીબાયોટીક આપે, એટલે બહારના જંતુઓ મરી જાય પણ એની સાથે સાથે અંદરના સૈનિકો પણ મરી જાય કે નબળા પડે એટલે ડોક્ટર તમને ટોનિક પણ આપે છે જેથી નવા સૈનિકો ઉત્પન્ન થાય. આયુર્વેદ સાથે શું ફરક છે તે સમજો. તમારામાં સૌથી મોટામાં મોટી રક્ષણ શક્તિ મૂકી છે એનું નામ ટોન્સિલ (કાકડા) છે. ટોન્સિલનું જેણે ઓપરેશન કરાવ્યું હોય એની પ્રતિકાર શક્તિ ઓછી થઇ જાય છે. એટલે આમ તમારા શરીરને સાચવવા માટે ભગવાને સૈનિકો મૂકેલા છે. એક એક પોઈન્ટ પર લડે છે, એટલે જ્યાં સુધી લડી શકે ત્યાં સુધી જીવન છે. “युद्धमेव जीवनम्” એટલે કોઈ પૂછે જીવન એટલે શું? કે લડ્યા કરવું એનું નામ જીવન છે. દુનિયા ઉપર નજર કરજો કે જે પ્રજા યુદ્ધરત રહી એ ગૌરવ પૂર્વક જીવતી રહી. જે પ્રજાએ યુદ્ધ છોડી દીધું એ પ્રજા ગુલામ થઇ ગઈ, દરિદ્રી થઇ ગઈ, ભિખારી થઇ ગઈ. માન વિનાની થઇ ગઈ. જાપાનનો ઈતિહાસ સાંભળો. જાપાને રશિયા અને ચાઈના બંનેને ધ્રુજાવી નાંખેલા, એટલે એનો ઈતિહાસ છે. હિરોસીમા અને નાગાસાકી ખતમ કરી નાખ્યા પણ પ્રજા ખતમ થઇ નહીં. @38.00min. આ પ્રવચનમાં ઉલ્લેખાયેલું ભજન – સંતને સંતપણા  રે, મફતમાં નથી મળતા.
 

પોતામાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા,
મહત્તાનું આ જ રહસ્ય છે.
ભલે તમને તમારા પુરાણના
તેત્રીસ કરોડ દેવતાઓમાં શ્રદ્ધા હોય,
પણ
જો તમને તમારા પોતામાં શ્રદ્ધા નહીં હોય
તો તમારા માટે મુક્તિની કોઈ આશા નથી.
તમારા પોતામાં શ્રદ્ધા રાખો;
એ શ્રદ્ધા પર મુસ્તાક રહો,
અને બળવાન બનો;
આપણને અત્યારે એની જરૂર છે.

* * *

યુવકોને સંગઠિત કરવા હું જન્મ્યો છું,
એટલું જ નહિ, પ્રત્યેક શહેરમાં સેંકડો યુવકો
મારી સાથે જોડાવા તૈયાર છે,
ભારતમાં ગરીબમાં ગરીબ અને પદદલિત લોકોના
દ્વાર સુધી સુખ, નીતિ, ધર્મ અને શિક્ષણ પહોંચાડવા
અર્થે મારે એમને મોકલવા છે,
આ હું કરીશ કે મરીશ.

* * *

ગમે તે જીલ્લાઓ કે ગામમાં તમે જાઓ,
કેવળ મૃદંગ અને કરતાલના જ અવાજ સાંભળશો !
આ દેશમાં ઢોલ નથી બનતાં?
શું રણશિંગાં અને નગારાં ભારતમાં નથી મળતાં?
યુવાનોને અને કિશોરોને આ
વાજિંત્રોના ઘોર અવાજો સંભળાવો.
બચપણથી આવા કોમળ સંગીતના
નિર્માલ્ય અવાજો અને કીર્તનો સાંભળી
આ દેશ લગભગ સ્ત્રીઓના દેશ જેવો થઈ ગયો છે.
આનાથી વિશેષ વળી કઈ અધોગતિની
તમે આશા રાખો છો?
ડમરુ અને રણશિંગા બજાવવાં જોઈએ;
ઘોર વીરતાભર્યા સ્વરો સાથે નગારાં વગાડવાં જોઈએ
અને મોં વાટે
‘મહાવીર, મહાવીર!’
એ શબ્દો તથા
‘હર હર ! બોમ, બોમ !’
એવા પોકારથી દિશાઓ ગજવી મૂકવી જોઈએ.

* * *

છેક સુધી પીછેહઠ ન કરીશ, એ જ મુદ્દો છે…
છેલ્લે સુધી લડત ચાલુ રાખ;
પરિણામ ગમે તે આવે,
તારાઓ ભલે આકાશમાંથી ખરી પડે,
સમગ્ર જગત ભલે આપણી સામે ઊભું થાય,
મૃત્યુ એ માત્ર વેશબદલો છે
એમાં શું? માટે યુદ્ધ કર…
નામર્દ થવાથી તને કાંઈ મળશે નહીં,
પીછેહઠ કરવાથી કોઈ કમનસીબી તું ટાળી નહીં શકે,
જગતના સર્વ દેવો સમક્ષ તમે રડ્યા,
તેથી દુઃખ દૂર થયું છે ખરું?
છ કરોડ દેવો સમક્ષ ભારતના માનવો રોદણા રડે છે,
અને છતાં કૂતરાને મોતે મરે છે,
એ દેવો ક્યાં છે?
સફળ થાઓ ત્યારે જ દેવો મદદમાં આવે છે?
તેથી લાભ શો?
માટે ઉઠ, જાગ અને યુદ્ધ કર !

* * *

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય
તો તમારી પાસે પ્રચંડ ખંત
અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ.

* * *

જ્યારે હ્રદયમાં દુઃખ આવે,
જ્યારે વિષાદના તોફાનો ચારે તરફ ઘૂમી વળે,
અને હવે પ્રકાશ નહિં દેખાય તેવું લાગે
જ્યારે આશા અને હિંમત લગભગ નાશ પામ્યા હોય
ત્યારે મહાન આધ્યાત્મિક ઝંઝાવાતની વચ્ચે
અંદર રહેલો બ્રહ્મનો પ્રકાશ ચમકે છે.

* * *

માત્ર ચારિત્ર્ય જ મુશ્કેલીઓની વજ્ર જેવી દિવાલો તોડીને તેમાંથી માર્ગ કાઢે છે.

* * *

સૌ પહેલા આપણા નવયુવકો
તાકાતવાન બનવા જોઈએ,
ધર્મ પાછળથી આવશે;
મારા યુવક મિત્રો, સુદ્રઢ બનો,
મારી તમને એ સલાહ છે
કે ગીતાના અભ્યાસ કરતાં
ફૂટબોલ રમવાથી સ્વર્ગની વધુ નજીક જશો.

* * *

પ્રાચીન ધર્મો ઈશ્વરમાં ન માનવાને નાસ્તિકતા કહેતા;
નવો ધર્મ કહે છે કે
જેને પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે.

* * *

ઈશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો?
શું બધા દીન-દુઃખી અને દુર્બળ લોકો ઈશ્વર સ્વરૂપ નથી?
તો એમની પૂજા પ્રથમ શા માટે ન કરવી?
ગંગા કાંઠે કૂવો ખોદવા શા માટે જવું?

– સ્વામી વિવેકાનંદ

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s