સ્વામી સચ્ચિદાનંદજી अग्निदो गरदश्चैव धनहारिच सुप्तक्, +

Side 7A – SHREEMAD BHAGWAD GEETAA – UNJHAA AASHRAM – શ્રી મદ ભગવદ ગીતા – ઊંઝા આશ્રમ – જાપાનની પ્રજા ખતમ થઇ? આજે દુનિયાની બાહોશમાં બાહોશ પ્રજા, સુખીમાં સુખી પ્રજા, પ્રામાણિકમાં પ્રામાણિક પ્રજા, દુનિયામાં સ્વમાનવાળી, વ્યવસ્થિતમાં વ્યવસ્થિત પ્રજા, કેમ થઇ? કારણકે એ સતત યુદ્ધરત રહી, એટલે એ ખુમારીવાળી પ્રજા થઇ. માણસને ઢીલા મૂકી દો એટલે ખુમારી ખતમ થઇ જાય. જાપાનના લોકોમાં કેટલી ખુમારી એનું એક દ્રષ્ટાંત સાંભળો.એક જાપાનીસ જયારે અમેરિકા ગયો ત્યારે એનો હોટલનો રૂમ રંગભેદની નીતિને લીધે ખાલી કરાવ્યો પછી પાછો એને એજ હોટલમાં સન્માન પૂર્વક પાછો કેમ લેવો પડ્યો તે આખો પ્રસંગ સાંભળો. જાપનીસના મગજની અંદર ન્યાય મેળવવાનો સંઘર્ષ છે. એ સ્વમાન પૂર્વક જીવવાનો સંઘર્ષ કરે છે. એટલે ભગવદ ગીતાને પાયામાંથી સમજવી હોય તો આ મુદ્દાને યાદ રાખજો. @5.19min. આ ખુમારીવાળી અને સ્વમાનવાળી પ્રજા કેવી રીતે બનતી હોય છે? જાપાનની હોટલમાં આપણાં એક દેશી ભાઈએ ફરિયાદ કરી કે મારી બેગમાંથી ફલાણી વસ્તુ ગઈ છે. હોટેલવાળો કહે છે કે અમારા દેશમાં એવી વસ્તુ બનેજ નહિ. દેશીભાઈએ આગ્રહ કર્યો કે રૂમ સાફ કરનારીને પૂછી જુઓ. મેનેજરે એ બાબતે પેલી બાઈને પૂછી જોયું અને બીજે દિવસે ખબર પડી કે પેલી બાઈએ આત્મહત્યા કરી લીધી. ખોવાઈ ગયેલી વસ્તુ પેલા ભાઈની બેગમાંથીજ મળી. આવી ખુમારીવાળી પ્રજા લડતી રહી, લડતીજ રહી. બીજો દેશ જર્મની, બીજા વિશ્વયુદ્ધમાં ભાંગીને ભુક્કો થઇ ગયેલો અને સ્વામીજીનું ત્યાં જવાનું થયું તો એટલો સમૃદ્ધ દેશ કે તમે કલ્પના ન કરી શકો કે આ દેશમાં યુદ્ધો થયાં હશે. યુદ્ધ પછી વીસ વર્ષમાંજ આ દેશે ક્રાંતિ કરી. જે હોટેલમાં ઉતરેલા એ હોટેલની વ્યવસ્થાની વાત સાંભળો. રૂમમાં બધી જરૂરિયાતની વસ્તુઓ મૂકેલી હોય તમારે પેટીમાં પૈસા નાંખી વસ્તુ લેવી. આપણાં અહીં વૈદનાથ આયુર્વેદિક દવાવાળાએ પેટીમાં પૈસા નાંખી દવા વેચવાનો પ્રયત્ન કરેલો તો 24000 રૂપિયાની દવાના પેટીમાંથી 16 રૂપિયા નીકળ્યા હતા. હવે તમે સમજી ગયા હશો કે આપણે સતયુગમાં જીવીએ છીએ કે પેલા લોકો સતયુગમાં જીવે છે. પાછળથી ખબર પડી કે બધી દવાઓ EXPIRED થઇ ગયેલી હતી. શું કરશો? @10.53min. જો આપણે આપણી વાસ્તવિકતાને ન સ્વીકારીએ અને ન સુધરીએ તો કરોડ વર્ષ પછી પણ તમે દુનિયાની કક્ષામાં નહિ આવો. આપણે તો આત્મસ્લાઘા કરી કરીને અફીણના ઘેનમાં પડી રહેનારી પ્રજા છીએ કે અમે મહાન, અમે મહાન પણ વાસ્તવિકતા તો જુઓ. પોચી પ્રજામાં સાહસ કે હિંમત હોતાં નથી. કોઈપણ દેશ જયારે યુદ્ધમાં સપડાય ત્યારે એનો આર્થિક વિકાસ થાય. અને જયારે કોઈ પણ દેશ ઉપર 50 વર્ષ સુધી યુદ્ધ આવેજ નહિ તો એ દેશ તૂટી પડે. ઇઝરાઈલનું એકેય વર્ષ યુદ્ધ વગર જાય છે? 16 દુશ્મનોની વચ્ચે એ એટલી સમૃદ્ધિથી જીવે છે કે ભારતનું જે એક એકરે અન્ન ઉત્પાદન છે એના કરતાં એ ચાર ઘણું રણમાં લે છે. એક ઇંચ પણ વરસાદ પડતો નથી. આખી નાઈલ નદીને જબરજસ્તી પૂર્વક ઇઝરાઈલ તરફ આરબોના વિરોધ છતાં વાળી દીધી. આખા ઇઝરાઈલને નંદનવન બનાવી દીધું. અક્બરે એક વાત લખી છે કે યોદ્ધાઓને કદી નવરા બેસાડી રખાય નહિ, તો રાખનાર પર ચઢી બેસશે અને એના કારણે મુસ્લિમોએ રાજ કર્યું. આપણે તો શાંતિ-શાંતિ કરતા રહ્યા અને જજિયાવેરો ભરતા રહ્યા. એટલે ભગવદ ગીતાની જે ઉત્થાનીકા છે એ યુદ્ધમાંથી છે. કૃષ્ણ એમ નથી કહેતા કે સારું, ન લડવું હોય તો બેસી જા. પણ કહે છે કે “तस्माद् युध्यस्व भारत” એકવાર નહિ, વારંવાર આ વાક્યનો ઉપયોગ કરે છે. @15.05min. ગુરુઓને, તારા મામાને, તારા સગાંઓને જોઇને શું તને આંસુ આવે છે? દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ત્યારે એ બેઠા હતા કે નહીં? એમની આંખમાં ત્યારે કેમ ન આંસુ આવ્યા? 13 વર્ષ વન ભોગવ્યા પછી તું પાંચ ગામ માંગવા ગયો હતો ત્યારે એકેય માણસે એમ કેમ ન હોતું કહ્યું કે દુર્યોધન, તું એમનું રાજ પાછું આપી દે. અને હવે તું એમ કહે છે કે “एतान्न हन्तुमिच्छामि…..ततायिन:”….(गीता 1-35,36). તું એમ સમજે છે કે તારા હાથે મરશે? આ બધાને મેં મારી નાંખેલા છે, તું તો માત્ર નિમિત્તમાત્ર છે એટલે ઊઠ ઊભો થા અને યુદ્ધ કર. આ બીજા અધ્યાયની પહેલી ભૂમિકા છે. યુદ્ધમાં અર્જુનને પ્રવૃત્ત કરવું એ ગીતાનું પહેલું લક્ષ્ય છે. અર્જુને એમ કહ્યું, કૃષ્ણ જરાક તો વિચાર કરો, આ પુરુષો બધા મરી જશે તો કેટલીયે સ્ત્રીઓ વિધવા થશે? કેટલાં બાળકો અનાથ થશે? કૃષ્ણે એનો ચોક્ખો જવાબ નથી આપ્યો અને કહ્યું કે જીવન માટેનું આ એક અનીર્વાર્ય દુષણ છે અને એનો સ્વીકાર કરવો પડે. તું યુદ્ધ નહિ કરે તો પણ એ સ્ત્રીઓ વિધવા તો થવાનીજ છે, એટલે તમે આ કામ કરો નહિ તો કુતરાના મોતે મરો.“अशोच्यानन्वशोचत्वं….पण्डिता:”….(गीता 2-11). ઘણાં લોકો એવું કહે છે કે ખરી ગીતા અહીંથી શરુ થાય છે. અર્જુન, જેનો શોક ન કરવો જોઈએ એનો તું શોક કરે છે કે અરેરે આ ફૂલ કરમાઈ જશે, માટી થઇ જશે, અરે એ તો માટી થઇ જવા માટેજ જન્મ્યું છે, એનો ભગવાનના માથા પર ચઢાવી પહેલાં ઉપયોગ કરી લો, પછી એનો શોક કરવાની જરૂર નથી. @20.12min. તમે બધા કરમાયા ન હોત તો? તો જીવનજ ન હોત. એક કરમાય છે એટલે બીજાને ખીલવાની તક મળે છે. અર્જુન જેનો શોક ન કરવાનો એનો તું શોક કરે છે.“प्रज्ञावादान्स्च्य भाषसे” અને પાછો પંડિત જેવી વાણી બોલે છે. યાદ રાખજો કે આવી ડહાપણ ભરેલી વાણી બોલીને કર્તવ્ય વિમુખ થઇ જવાય છે. મરવાનું એક નિમિત્ત આવતું હોય છે અને એને જે ઝડપી લે તે ભાગ્યશાળી કહેવાય છે. સુખદેવ, ભગતસિંહ ફાંસીએ ચઢીને પણ અમર થઇ ગયા. લોકો ભગતસિંહનો ફોટો ઘરમાં રાખે છે. કેમ? એને મરવાનું નિમિત્ત મળ્યું. અર્જુન કોઈ ભાગ્યશાળી હોય એને મરવાનું નિમિત્ત પ્રાપ્ત થાય. કચ્છ અને કાઠીયાવાડમાં જેના પાળિયા છે એમને નિમિત્ત મળેલું એ વિષે સાંભળો. @25.07min. એક ગામની વાત સાંભળો. આખું ગામ લડવા નીકળ્યું પણ એક દરબાર ન નીકળ્યા એટલે એની પત્નીએ કહ્યું, તમે જાવ નહિ તો હું જયારે સવારે પાણી ભરવા જઈશ ત્યારે મારે લાજી મરવું પડશે કે હું એક કાયરની પત્ની છું. દરબાર ગયા, ઢીંગાણું પતિ ગયું. દરબાર પાછા આવ્યા પણ મરેલા માણસોના માથાં-હાથ કાપીને આવ્યા એટલે પત્નીએ માથું કૂટ્યું કે મારા બાપને કોઈ ન મળ્યો અને કાયર જોડે મને પરણાવી. “सुखिन: ……युद्धमीदेशम्” (गीता  2-32). અર્જુન, તારાં નશીબ જાગ્યાં છે કે તને મરવાની તક પ્રાપ્ત થઇ છે. જયારે તમે સમાજ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે કે માનવતા માટે પ્રાણ અર્પિત કરો છો ત્યારે તમે અમર થઇ જાવ છો. જર્મનીમાં એક કવિ થઇ ગયો એનું નામ છે, GOETHE. કોઈ દેશની પ્રજાનું ઘડતર એના સાહિત્યકારો કરતા હોય છે. એને કહ્યું, જર્મનો તમે ખાટલામાં મરવા માટે નથી જન્મ્યા તમે તો યુદ્ધના મેદાનમાં મરવા માટે જન્મ્યા છો અને આખું જર્મની ઊભું થઇ ગયું. આખી દુનિયાની ઉપર ધાક બેસાડી દીધી. એ વાત જુદી છે કે એ જીતી ન શક્યા, એટલે ઈતિહાસ બદલાઈ ગયો પરંતુ જીત્યા હોત તો હિટલર હીરો હોત. ભગવાને જોયું કે અર્જુન યુદ્ધ માટે તૈયાર કેમ નથી થતો? એનામાં કાયરતા નથી એ તો વીર પુરુષ છે, પણ કોઈવાર હૃદયની કુણી લાગણીઓની અસર થવાથી એવો થઇ જાય છે. @30.21min. મુદ્દાને સમજો જરા, આખી દુનિયામાં બીજે ક્યાંય નહિ, આપણે ત્યાં જે અહિંસાનું રૂપ આપવામાં આવ્યું છે, એ રૂપના કારણે પ્રજાનું માઇન્ડ બહુ પોચું(નરમ) થઇ ગયું છે.હમણાં એક સર્વે આવેલું એમાં એવું હતું કે તમે 100 ગુરખાઓમાંથી 90ને સૈનિક બનાવી શકો, 65 શીખોને, 70 પઠાણોને અને ફક્ત 8 જ હિંદુઓને સૈનિક બનાવી શકો. તો તમે રાજ શું કરવાના? એ(હિંદુ) પોતે હિંસા નહિ કરે પણ બીજા પાસે પોતાના ઉપર હિંસા કરાવશે. કાઠીયાવાડમાં એક કાઠી દરબારનું ઉદાહરણ સાંભળો કે એણે પોતાના મામાને મારી નંખાવી પ્રજાને ન્યાય આપ્યો. જર્મનીમાં, જાપાનમાં, ઈંગ્લેન્ડમાં, અરબસ્તાનમાં, બીજે ક્યાંય અવતાર થાય છે? તમારે ત્યાં અવતારોનો ઢગલો થયો તો પણ તમારા દુઃખનો પાર નહિ, કારણકે તમે પોતાનો અવતાર કદી કર્યોજ નહીં. ભગવાન તો કહે છે કે મેં તને અવતાર આપ્યો છે તો તું તારા અવતારનો ઉપયોગ કર ને? હું કદી આકાશમાંથી નીચે નથી આવવાનો, ખોટી વાત છે. ફાંફાં ન મારશો, જયારે પણ કોઈનું કામ થયું હોય તો તે ધરતીના માણસેજ કર્યું છે. શું કામ ખોટી આશામાં રહો છો? @35.01min. આ 17 વર્ષના કાઠીદરબારે મામાને સજા કેવી રીતે કરી તે સાંભળો. આ એકજ ઘટનાથી આખા સ્ટેટમાં એક એવી ધાક બેસી ગઈ કે કોઈ ઓફિસરની તાકાત નહિ કે રૈયતને પજવે. આને હિંસા કહેશો કે અહિંસા? જો તમે અપરાધીના ઉપર ધાક નહિ બેસાડો તો પ્રજા મરી જવાની. એક બીજી ઘટના સાંભળો કે દરબારગઢના આંગણાંમાં લીમડા ઉપર ચઢીને નીચે દાસી ફરે એની સાથે એક માણસ ઇસારા કરે, દરબારની નજર પડી એટલે એને નીચે ઉતારી એની આંખો કાઢી લીધી. આખા રાજ્યમાં હાહાકાર થઇ ગયો કે દરબાર બહું કડક છે, હોં. દુ:શાસનોને તમે ચૂંટણીમાં ઊભા રાખો છો અને પછી કહો છો કે દુ:શાસનો વધી ગયા છે, એ વધારનારા તમેને તમેજ છો. એક શેઠ અને બ્રાહ્મણની વાત સાંભળો. શેઠે બ્રાહ્મણની બે હાથ જમીન દબાવી દીધી તો એ શેઠને જમીનમાંજ દાટી દીધો. @41.54min.એટલે અહિ ભગવદ ગીતા કહે છે, અર્જુન, આ બધા આતયાયીઓ છે, એના ઉપર દયા કરવાની ન હોય. “अग्निदो गरदश्चैव धनहारिच सुप्तक्, क्षेत्रदारा पहारिच् षडे ते याततायिन्” गुरुंवा बाल्वृद्धौवा ब्राहमम्वा बहुश्रुतं आततायिन मायान्तं हन्यादेवा विचारयन”  પોતાનો ગુરુ કેમ ન હોય, બાળક હોય, કોઈ વૃદ્ધ કેમ ન હોય કોઈ વેદવેત્તા બ્રાહ્મણ હોય તો પણ એનો નાશ કરવો. અર્જુન તારા કૌરવ ભાઈઓએ તમને લાક્ષાગૃહમાં બાળ્યા, તમને ઝેર આપ્યું, તમારા પૈસા પડાવી લીધા, તમે સુતેલા હતા ત્યારે મારવાનો પ્રયત્ન કર્યો, તમારી મિલ્કત પડાવી લીધી અને તમારી દ્રૌપદીનું હરણ કર્યું. આ છ એ છ કર્મો એમણે કરેલાં છે એટલે આ તો આતયાયી છે. જો ખોટી જગ્યાએ દયા કરવામાં આવે તો દયા પણ દોષ થઇ જાય. @45.12min. એક હડકાયું કુતરું છે, જે આવે એને કરડે છે, શું એના પર દયા કરશો? તમે ધર્મને સમ્જીજ નથી શક્યા. તમે ધર્મના નામે ધર્માભાષ લઈને બેઠા છો એટલે તમે માર ખાવો છો.नैनंछिन्दन्ति…..मारुत:”…(गीता 2-23). આ તત્વિકતા, ફિલોસોફી આવી. આ શરીર તો નશ્વર છે અંતે એ મરવાનુંજ છે તો જયારે આવું નિમિત્ત આવ્યું છે ત્યારે એનો ઉપયોગ કર. આત્મા મરતો નથી, અમર છે માટે આત્મવાદી થા. વચ્ચે એક બહું સુંદર વાત મૂકી દીધી. અર્જુન કહે છે, મારી બુદ્ધિ સ્થિર થયેલી નથી, હું દ્વિધામાં પડી ગયો છું, મારા માટે જે કલ્યાણકારી હોય તે મને બતાવો, હું તમારો શિષ્ય છું. અર્જુને પૂછ્યું સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય? “स्थितप्रज्ञस्य का भाषा….व्रजेत किम्” …..(गीता 2-54). ભગવાને કહ્યું, સાંભળ ત્યારે, प्रजहाति यदा…..स्थितप्रज्ञस्तदोच्यते”….(गीता 2-55). અર્જુન જેના મનની અંદરની કામનાઓ રહેલી છે, એ છૂટી જાય એ સ્થિતપ્રજ્ઞ કહેવાય. અહિ કામ શબ્દનો ઉપયોગ છે અને ઈચ્છા એ કામના નહિ કહેવાય. પણ ઇન્દ્રિયજન્ય સુખોની તીવ્ર ઈચ્છા એનું નામ કામના કહેવાય. તમને હાઇસ્કુલ, ધર્મશાળા બાંધવાનું મન થાય એને કામના ન કહેવાય, એને ભાવના કહેવાય. 
………………………………………………………………

૨૩. ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ

ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ વસંત આવ્યો વન વેલ ફૂલી,
મૂલીયા અંબ કોકિલા-લ વે કદમ્બ, કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝુલી.
ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ…

પહેર શણગાર ને હાર ગજગામિની, ક્યારની કહું છું જે ચાલી ઊઠી,
રસિક મુખ ચુંબિએ, વળગિયે ઝુંબીએ, આજ તો લાજની દુહાઇ છુટી.
ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ…

હેતે હરિ વશ કરી લાહવો લે ઉર ધરિ, કરગ્રહિ કૃષ્ણજી પ્રિતે મળશે,
નરસૈયો રંગમા અંગ ઉન્મત થયો, ખોયેલા દિવસોનો ખંગ વળશે.
ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ…

૨૪. ઘડપણ કોણે મોકલ્યું?

ઘડપણ કોણે મોકલ્યું જાણ્યું જોબન રહે સૌ કાળ – ઘડપણ. – ટેક.
ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં રે પરદેશ, ગોળી તો ગંગા થઈ રે, અંગે ઊજળા થયા છે કેશ. — ઘડપણ
નહોતું જોઈતું તે શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ, ઘરમાંથી હળવા થયા રે, કહે ખૂણે ઢાળો એની ખાટ. — ઘડપણ
નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે સેવ, રોજ ને રોજ જોઈએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ. — ઘડપણ
પ્રાતકાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય, ઘરના કહે મરતો નથી રે, તેને બેસી રહેતા શું થાય. — ઘડપણ
દીકરા તો જૂજવા થયા રે, વહૂઅરો દે છે ગાળ, દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ. — ઘડપણ
નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ, બૈરાંછોકરાં ફટ ફટ કરે રે, નાનાં મોટા મળી દે છે ગાળ.– ઘડપણ
આવી વેળા અંતકાળની રે, દીકરા પધાર્યા દ્વાર, પાંસળીએથી છોડી વાંસળી રે, લઈ લીધી તેણી વાર. — ઘડપણ
એવું જાણી સૌ હરી ભજો રે, સાંભળજો સૌ સાથ, પરઉપકાર કરી પામશો રે, જે કંઈ કીધું હશે જમણે હાથ. — ઘડપણ
એવું નફટ છે આ વૃદ્ધપણું રે, મૂકી દો સૌ અહંકાર, ધરમના સત્ય વચન થકી રે મહેતો નરસૈં ઊતર્યો ભવપાર. – ઘડપણ

૨૫. ગિરી તળેટી ને કુંડ દામોદર

ગિરિ તળેટી ને કુંડ દામોદર. ત્યાં મેહતાજી ન્હાવા જાયઃ
ઢેઢ વરણમા દ્રઢ હરી ભક્તિ, તે પ્રેમ ભરીને લાગ્યા પાય… ગિરિ—-

કર જોડીને પ્રાર્થના કીધી, વિનતિતણા બહુ વદ્યા રે વચનઃ
મહાંત પુરુષ અમારી અરજ એટલી, અમારે આંગણે કરો રે કીર્તન… ગિરિ –

પ્રેમ પદારથ અમો રે પામિયે, વામીયે જનમ મરણ જંજાળઃ
કર જોડતા કરુણા ઉપજી, મહેતાજી વૈશ્નવ પરમ દયાળ… ગિરિ—-

– નરસિંહ મહેતા

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s