જમ્પિંગ ઓવર ધ બ્રૂમસ્ટિક: સર્વેને ફાયદાકારક ઇલાજ/પરેશ પ્ર વ્યાસ

જમ્પિંગ ઓવર ધ બ્રૂમસ્ટિક: સર્વેને ફાયદાકારક ઇલાજ0SB

આવનારી સૌ ખુશીની વાત કરીએ,

એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.

જેટલા સુંદર, સુઘડ નેસ્વચ્છ બાહર,

દોસ્ત અંદરથીય એવી જાત કરીએ. –હર્ષ બ્રહ્મભટ્ટ

કવિ મનની સ્વચ્છતાનુંઇજન આપેછે. બહારથી તો આપણેસુંદર, સુઘડ અનેસ્વચ્છ છીએ જ. પણ અંદરથી

આપણી આખી જાત મોહમાયા, રાગદ્વેષ, વેરઝેરની કચરા ટોપલી છે. આ અંદરનાંકચરાનેય વાળી ઝૂડીને

આપણેસાફ કરવો જોઇએ. પણ સાચુંકહેજો, આપણેબહારથી ખરેખર સ્વચ્છ છીએ ખરાં? આપણાંઘર સાફ હોય

એ સાચુંછે, આંગણ પણ સ્વચ્છ હોય છે; પણ શેરી, રસ્તા…? એ ક્યાંઆપણાંછે? એની સફાઇ તો મુન્સિટાપલી

કરે… હેંને? આખો દિવસ આખુંશહેર રસ્તા પર કચરો નાંખ્યા કરે. દિવસમાંએક વાર સફાઇ કામદાર વાળે, એટલે

એક કલાક ચોખ્ખું, ત્રેવીસ કલાક બધુંગંદુ. જેટલા સુંદર, સુઘડ નેસ્વચ્છ ઘરની અંદર છીએ, દોસ્ત બહારથીય

એવી જાત કરીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાડુંપકડ્યુંઅનેકેટલાંયનેપકડાવ્યું. શરૂઆત સારી છે. ઘણુંકરવાનુંબાકી છે.

ઝાડુંકાઢવુંજ નહીંપડે, એવુંન થઇ શકે? જમ્પિંગ ઓવર ધ બ્રુમસ્ટિક(દંડાવાળા ઝાડું) મહાવરાનો અર્થ

તકલીફોનેઓળંગી જવાનાંઅર્થમાંછે. ઇ.સ. 1840ની આસપાસની વાત છે. અમેરિકામાંગુલામીપ્રથા હતી.

કાળા લોકો ગોરાનેત્યાંગદ્ધાવૈતરુંકરતા. આવા હબસીઓ અંદરોઅંદર લગ્ન કરેતેઆમ તો સારુંકહેવાય,

બન્નેજણ સ્થાયી રીતેમાલિકની સેવા કરે. પણ પશ્ચિમી દેશોમાંલગ્ન એટલેકોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ માત્ર

આઝાદ વ્યક્તિઓ વચ્ચેજ થઇ શકે. એટલેગુલામોનાંલગ્ન કેવી રીતેકરવા? પ્રાચીન ઘાના દેશમાંપરંપરા

હતી કેનવવિવાહિત યુગલોમાંમાથા પર ઝાડુંફેરવવામાંઆવતું. એનો અર્થ એ કેપરણીનેહવેહુંતારા ઘરમાં

ઝાડુંકાઢીશ. તારુંઘર ચોખ્ખુંરાખીશ. હવેગુલામોનાંલગ્ન થઇ તો ન થઇ શકેપણ તેઓનુંસહજીવન સ્વીકાર્ય

બનેતેમાટેવરકન્યા બધાની હાજરીમાંઝાડુંપરથી કૂદી જવાની વિધિ થતી. આજેપણ કેટલાંક આફ્રો અમેરિકન

લગ્નવિધિમાંઆખરેજમ્પિંગ ઓવર બ્રૂમસ્ટિકનો રિવાજ છે; જેમાંવરકન્યા બન્નેઝાડુંપરથી જમ્પ મારેછે.

જેવધુકૂદેઅથવા લાંબુકૂદે, બસ પછી ઘરમાંએનુંજ ચાલે. જો કેએ વાત ગૌણ છે. આપણેબધા જાણીએ જ છેકે

ઘરમાંકોનુંચાલેછે? પણ સાથેમળીનેઅડચણનેટપી જવાની વાત અગત્યની છે.

સફાઇ કામ કોણ કરે? વર્ષોથી ચાલી આવતી વર્ણ પ્રથા સાંપ્રત કાળમાંઅપ્રસ્તુત છે. દરેક વ્યક્તિ

સમાન છે. કોઇ પણ વ્યક્તિ શૂદ્ર શા માટેહોય? વ્યક્તિ વ્યક્તિ વચ્ચેવર્ણ ભેદ રાખવો અયોગ્ય છે. જે

એક જમાનામાંઅછૂત હતા એ વણકર અનેચમાર હવેઅન્ય નોકરી ધંધા વ્યવસાયમાંઆજીવિકા મેળવીને

બંધનમુકત થયા છે. કપડાંઅનેજોડા આજકાલ ફેકટરીમાંબનેછે. ઔદ્યોગિક ક્રાંતિએ વર્ણ પ્રથાનેસમરસ

કરી નાંખી છે. પણ ભંગી સમાજની મુક્તિ નથી. ટોઇલેટ આવવાથી માથેમેલુંઉપાડવાની અમાનવીય પ્રથામાંથી

ભલેઆપણેમુકત થયા. પણ હજી કચરો વાળવો પડેછે. એટલા માટેકેલોકો નાંખેછે. આપણેઆ બ્રૂમસ્ટિક

પરથી કૂદીનેસામેપાર જવુંજોઇએ.

ફરિયાદ કરવી એ આપણી માનસિકતા છે. આપણાંજીવનની તમામ તકલીફો માટેસરકાર જવાબદાર છે. એ તો

છેજ. પણ આપણેપણ તો એટલાંજ જવાબદાર છીએ. શાકભાજી લેવા જઇએ ત્યારેઆપણેકપડાંની થેલી લઇ

જઇએ છીએ? થેલી લઇ જવામાંનાનમ આવેછે? પછી અલગ અલગ પ્લાસ્ટિકની થેલીમાંશાકભાજી લઇએ

એટલેઘરેજઇનેઅલગ પાડવાની ઝંઝટ નહીં.. પછી પ્લાસ્ટિક ક્યાંજાય? કચરામાંઅનેત્યાંથી રખડતી

ગાયમાતાનાંપેટમાં. ભારતભરનાંરસ્તાઓનાંકિનારે વેફર્સનાંખાલી પેકેટ્સ પડ્યા જોવા મળેછે. વિદેશી

લેયઝ હોય કેદેશી બાલાજી, સઘળા પેકેટ મલ્ટિ-લેયર્ડ પ્લાસ્ટિકમાંથી બનેછેજેરીસાઇકલ થતા નથી. એટલે

ફરી એનો ઉપયોગ થતો નથી. અનેઆખરેવૈજ્ઞાનિક રીતેકેઅવૈજ્ઞાનિક રીતેઆ કચરો ધરતીમાતાનાંપેટમાં

ધરબાય જાય છે. વેફર્સની જાહેરાત કરતા પહેલાંસેલેબ્રિટીએ પૂછી લેવુંજોઇએ કેતમારી પ્રોડક્ટનુંપેકિંગ

રી-સાઇકલેબલ છેકેકેમ? પાનની દુકાનેપાનફાકી ખાતા પ્લાસ્ટિકનાંટૂકડાંવેરાયેલા જોવા મળેછે. ખાખરાનાં

પાન ઉપયોગમાંન લેવાય? તમ્બાકુની ફાકી ફાકતા પહેલાંએમાંચૂનો નાંખી એ પ્લાસ્ટિકનેમસળવુંપડે

છે. તો જ એની કિક વાગે. અરેભાઇ ! હાથમાંરાખીનેમસળો. પ્લાસ્ટિકમાંશા માટે? અનેકોઇ પણ સરકારી/

બિનસરકારી સભા સરઘસ પછી ઠેરઠેર કાગળ, પૂંઠા, પ્લાસ્ટિકનાંગ્લાસ, કોથળી જોવા મળેછે. આ બધા ભેગા

કરીનેઆયોજકોનાંઘરમાંનાંખી આવવા જોઇએ એવો ઉદ્દામવાદી વિચારનેરોકીનેદરેક વ્યક્તિ વિચારે.

આપણેવાપરેલી પ્લાસ્ટિકની કોથળી તો આપણેપોતાનાંખિસ્સામાંકેથેલામાંલઇનેકચરાપેટી સુધી ન લઇ

જઇ શકીએ?

jb3

આપણાંઘરમાંથી શુંશુંકચરો નીકળેછે, એ એકાદ દિવસ પણ આપણેજોયુંછે? મારુંઘર શા માટી ઝીરો વેસ્ટ

ન બને? દૂધની કોથળી હુંરેગપિકરનેઆપું. શાકભાજીનાંછોડા હુંઘરનાંઆંગણાંની માટીમાંરોપી દઉંજેખાતર

બની જાય. એંઠવાડનેક્રશ કરીનેભૂગર્ભ ગટરમાંવહાવી દઉં. ઘણાંશહેરોમાંઘરેઘરેથી કચરો એકત્ર કરવાની

સિસ્ટમ છે. પણ મારા ઘરમાંકાંઇ નકામુંછેજ નહીં. મારેકાંઇ દેવુંજ નથી. કચરાનાંટ્રાન્સપોર્ટેશન અને

લેન્ડફિલનો ખર્ચ ભારેઆકરો છેઅનેએફિસિઅન્ટ(કાર્યક્ષમ) પણ નથી. પણ આપણેધારીએ તો આપણે

જમ્પિંગ ઓવર ધ બ્રૂમસ્ટિક કરી શકીએ તેમ છીએ. આપણેધારીએ તો સફાઇની જરૂર જ ન પડે. અનેસફાઇ

વેરાની પણ. આશા રાખીએ કેઆપણેઝાડુપરથી સૌથી લાંબો અથવા તો સૌથી ઊંચો કૂદકો લગાવીએ. એક નવી

શરૂઆત કરીએ. ઝાડૂની જરૂર જ ન પડેએ જ મહાત્મા ગાંધીની સાર્ધશતાબ્દિની સાચી શ્રદ્ધાંજલિ હશે.

jb

શબદ આરતી:

સ્વચ્છતા અનેવ્યવસ્થા જન્મજાત નથી. એ માટેશિક્ષણ આપવુંપડે. અનેદરેક મહાન કાર્યની માફક એને

માટેપણ અભિરુચિ કેળવવી પડે. – બેન્જામીન

ડીઝરાયલી (બ્રિટનનાંપૂર્વ વડાપ્રધાન 1874-1880)

 

સુવિચાર

सर्वे भवन्तु सुखिनः।
सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु।
मा कश्चित् दुःख भाग्भवेत्॥

સર્વે બની રહો સુખી
સર્વે બની રહો સ્વસ્થ
મળે શુભદ્રષ્ટિ સર્વને
ન દુઃખ ભોગવે કોઈ

5 ટિપ્પણીઓ

Filed under Uncategorized

5 responses to “જમ્પિંગ ઓવર ધ બ્રૂમસ્ટિક: સર્વેને ફાયદાકારક ઇલાજ/પરેશ પ્ર વ્યાસ

 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાડુંપકડ્યુંઅનેકેટલાંયનેપકડાવ્યું. શરૂઆત સારી છે. ઘણુંકરવાનુંબાકી છે.

  વાત તદ્દન સાચી છે . દરેક માણસ સમજીને સ્વચ્છતા ને અપનાવે એ જરૂરી છે .

 2. chandravadan

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાડુંપકડ્યુંઅનેકેટલાંયનેપકડાવ્યું. શરૂઆત સારી છે. ઘણુંકરવાનુંબાકી છે……………..
  ભલેઆપણેમુકત થયા. પણ હજી કચરો વાળવો પડેછે. એટલા માટેકેલોકો નાંખેછે. આપણેઆ બ્રૂમસ્ટિક

  પરથી કૂદીનેસામેપાર જવુંજોઇએ…………………….

  ? થેલી લઇ જવામાંનાનમ આવેછે? પછી અલગ અલગ પ્લાસ્ટિકની થેલીમાંશાકભાજી લઇએ

  એટલેઘરેજઇનેઅલગ પાડવાની ઝંઝટ નહીં.. પછી પ્લાસ્ટિક ક્યાંજાય? કચરામાંઅનેત્યાંથી રખડતી………………..

  પ્લાસ્ટિકમાંથી બનેછેજેરીસાઇકલ થતા નથી. એટલે

  ફરી એનો ઉપયોગ થતો નથી. અનેઆખરેવૈજ્ઞાનિક રીતેકેઅવૈજ્ઞાનિક રીતેઆ કચરો ધરતીમાતાનાંપેટમાં………………

  Pareshbhai’s Lekh.
  Garbage which is NOT biodegradeable is the ENEMY of the EARTH & the HUMANITY.
  No more PLASTICS.
  The natural degradeable wastes are OK but they MUST NOT be ALL OVER the PLACE.
  CLEANINESS is needed.
  Use the BROOMSTICK often !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

 3. આપણેધારીએ તો સફાઇની જરૂર જ ન પડે.
  ——-
  સૌથીઅગત્યનો શબ્દ …..

  તો !!!!!


  ———
  ધારીએ તો શું શું ન કરી શકીએ – એ લિસ્ટ કદાચ સાવ નાનું હશે !

  अहं करिष्ये ?।

 4. પ્રિય પ્રજ્ઞા બેન
  ભાઈના ગીતો વાંચ્યા ,સ્વામી સત ચિત આનદ ની જુસ્સા દાર વાણીનું લખાણ વાંચ્યું .અને નરસિંહ મેહ્તાનું ઘડપણની કરુણતા ગીત સાંભળ્યું .
  હું રહું છું એ ગામ નજીક મેસા ગામમાં એક શીખને અલકાયદાનો માણસ સમજીને મારી નાખ્યો નાખેલો આ પછી થી દાઢીવાળા લોકો દાઢી કઢાવવા માંડી ગએલા મને ઘણા માણસોએ દાઢી કઢાવી નાખવા બાબત ભલામણ કરી ,એક ભાઈ કે જે મારા દીકરાઓ કરતા નાની ઉમરનો છે એણે મને હુકુમ કર્યો કે તમે હમણાને હમણાં દાઢી કાઢવી નાખો . તમે માનશો બેન મને દાઢી કઢાવી નાખવાનું કહેવા વાળા ઘણા લોકો હતા પણ મેં જેને હું ઓળખાતો હતો એવા દસને મેં ગણેલા . અને આ બધા ગુજરાતીજ હતા . પણ જયારે હું હોસ્પીટલમાં દાખલ થએલો ત્યારે દાઢી કઢાવવાની જરૂર પડી તોપણ હું મક્કમ રહ્યો પણ મારી અમેરિકન મિત્ર છોકરીના કહેવાથી દાઢી કઢાવી નાખેલી . સ્ત્રી શક્તિનું માન રાખ્યું .
  दस आदमीके कहनेसे दाढ़ी ना निकाला
  माशूक़ का मान कहना हमने निकल डाला

 5. Very true….Nice description..

  દીપ જલે જો ભીતર સાજન,
  રોજ દિવાળી આંગન.
  કાચું કોડિયું વાત આ જાણે,
  પરમ પુનિત ને પાવન.
  મન-બરતનને માંજીએ સાચ્ચે,
  ચકચકાટ દિલભાવન.
  દીપ જલે જો ભીતર સાજન,
  રોજ દિવાળી આંગન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s