ભૂખ્યા રહ્યા વિનાનું ડાયેટિંગ / પરેશ પ્ર વ્યાસ

                                                         11

આ લેખ લખી રહ્યો છું ત્યારે નરેન્દ્ર મોદી અમેરિકા જવા માટે બેગ પેક કરી રહ્યા છે. એમણે તો

બેગમાં કેટલાં કિલો વજન લઇ જવાશે, એની ચિંતા કરવાની હોય નહીં. બાકી અમ જેવા પામર

 જીવોને એરલાઇન્સવાળા છેંતાલીસ કિલોથી વધારે વજનની બેગ્યુ લૈજવા દેતા નથી. બાજુવાળાનો

દેવનો દીધેલ અમેરિકામાં ભણે છે; એ ઇન્ડિયાનાં અથાણાં બહુમિસ કરેછે. નમો તો અથાણાં ‘ને

થેપલાંય લઇ જવાના નથી. ઉપવાસ છે. સાવ નકોરડાં. નવ દિવસ. શક્તિની આરાધના, યોગ

અને પૂજા. આ માણસ ખરેખર કાંઇ ખાતો નથી. એ અલગ વાત છે કેત્યાં બીજા બધાને ખાવા દેશે.

મારી પત્ની કોકિલા માને છે કે માણસે ખાઇ પી લેવું જોઇએ. માણસનો જન્મ જ થયો છે ખાઇ, પીને

જલસા કરવા માટે. આ લેખ તમેવાંચતા હશો ત્યારે દિવાળીનાં દિવસો હશે. ઘરમાં ખરખડિયાં,

થાપડાં, સુંવાળી, મઠિયાં, ઘારી અનેઘૂઘરાનાંડબ્બા ભર્યા ભર્યા હશે. કાજૂકતરી અનેબૂંદીનાંલાડુંતો

જોઇને જ મોંમા પાણી આવી જાય. ગળ્યુંએ ગળ્યું ‘નેબાકી બધું બળ્યું. હેંને? અમિતાભ ભલે કુછ

મીઠા હો જાય એવી ચોકલેટી ઇચ્છા જાહેર કરેપણ; આપણાંસ્વદેશી ભોજનનો લસલસતો સ્વાદ લાખ

ગણો બહેતર છે. જો કેમને મધુપ્રમેહનો ડર સતાવતો રહે છે. આ ડરની આગળ જીત નથી.

ડાયાબીટીસનો રોગચાળો ફાટી નીકળ્યો છે. પાછો આ રોગચાળા માટેતો આપણે પોતે જ  જવાબદાર.

સરકારનો વાંક કાઢી શકાય તેમ નથી. છાપાવાળાઓ એવું લખી જ ન શકેતંત્ર ખાડેગયું છે અથવા

તંત્ર નિંભર છે અથવા તો તંત્રની ગુનાહિત બેદરકારીનાં કારણે ઘરે ઘરે ડાયાબીટીસનાં ખાટલાં થૈગ્યા

છે. મારા માટે યક્ષ પ્રશ્ન એ છે કે ખાવુંય છે પણ દવા ખાવી નથી. દવાખાના પણ તો દવા ખાવાની

ના પાડેછે. દવા ખા ના. યુસી ! જો મનેડાયાબીટીસ થશેતો એનુંકારણ ડાયાબીટીસ થઇ જવાની

ચિંતા જ હશે. કારણ કે ડાયાબીટીસ થવાનાંકારણોમાં મેદસ્વી ખોરાક, વ્યાયામનો અભાવ અને

ચિંતા(સ્ટ્રેસ) એમ ત્રણ કારણોનું સરખું કોમ્બિનિશન હોય છે. મારી પત્ની કોકિલા કાયમ આનંદમાં

હોય છે. વ્યાયામ કરતી નથી. ખાવામાં બધું આરોગે છે. હું એને કાયમ કહું છું કે ખાવામાંધ્યાન રાખવું

પણ કોઇ પણ પતિવ્રતા આજ્ઞાંકિત નારીની માફક એ પોતાનાંપતિની સુફિયાણી સલાહ એક કાનેથી

સાંભળી બીજા કાનેથી બહાર કાઢી સાભાર પરત કરી દે છે. મારી કોકીનો પ્રતિવાર અલબત્ત સાવ

હળવો હોય છે. કોકી કહે છે કે રસોડામાં વ્યાયામ તો થૈ જાય છે. આ ઘર ચલાવવું કાંઇ ઓછો વ્યાયામ

છે. હવે ખોરાકની વાત આવે તો કહે છે કે થોડું થોડું બધું ખાવું. મેંકોશિશ કરી હતી પણ આ તો સાવ

અઘરું છે. આના કરતા તો નરેન્દ્ર મોદીની માફક નકોરડાંકરવા સહેલા છે. હું ડાયેટિશ્યનની સલાહ

 કેવા સૂચવું છું. પણ કોકિલા કહે છે કે આપણે જેટલું આપણી જાતને જાણીએ એટલું બીજું કોઇ ન

 જાણે. અને આ ગૂગલબે’ન તો બધુંજ જાણે છે. ઇન્ટરનેટ સર્ચ એન્જીન ગૂગલ નારી જાતિ

છે એવું કોકિલાનું વિધાન મનેસ્પર્શી ગયું. નારી હંમેશા સર્વજ્ઞાની હોય છે. એક જમાનો હતો

જ્યારે એકલવ્ય દ્રોણાચાર્યની મૂર્તિ બનાવીને એની પાસે નિશાનબાજી શીખ્યો હતો. મારી કોકી પણ

સવ્યસાચી છે અને ગૂગલ એની ગુરુમાતા છે. મને કહેજાતને છે તરતા રહો. હું સમજ્યો નહીં. તો

કહે કે માત્ર ચમચી નાની કરી નાંખો તો ઓછું ખવાય. સાલી વાત તો સાચી છે. પેલી ટૂથપેસ્ટવાળી

 વાત બહું જાણીતી છે.

ટૂથપેસ્ટની ટ્યુબનું મોઢું બમણું કરી દીધું તો એનું સેલ્સ પણ બમણું થૈગ્યુ’તું. કોકી તો પોતાની થાળી

પણ નાની રાખે છે. કહે છે કે થાળી નાની તો ખવાય ઓછું. કોકિલા ક્યારેય ગુજરાતી થાળી મળેએવા

રેસ્ટોરંટમાં જતી નથી. મને નવાઇ લાગે છે. ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ, થાઇ, સાઉથ ઇંડિયન વગેરે

ખાવાનો એને છોછ નથી. એક દિવસ એણે રહસ્ય કહ્યું. અનલિમિટેડ ખાવાનું મળે ત્યાં વધારે ઝાપટી

જવાય. પૈસા વસૂલ કરવાની માનવ સહજ મતિથી ઓવરઇટિંગ થૈ જાય. એનાં કરતાં મેનુ મંગાવવાનું.

પછી વાનગીનાં નામ વાંચવાનાં. એની સામે લખેલા પૈસા પણ મોટેથી વાંચવાનાં. વેઇટરને બોલાવીને

પૂછવાનું કે આ ટેક્સ સાથેનાં છે કે ટેક્સ વગર? પૈસા વાંચીએ, ચર્ચીએ એટલેસસ્તી ડિશ પસંદ કરીએ.

એવું  નથી કેપૈસા ખર્ચવા નથી. મારી કોકી કંજુસ નથી. પણ આમ કરવાથી ઓછું ખવાય છે. તમામ

સ્વાદનાં પારખાં થાય અને વધારે ખવાય પણ ન જાય. વળી બિલ ચૂકવીએ ત્યારે હુંડે બિટ કાર્ડ કાઢું

તો કોકી ના પાડે. મને થાય કે કોકિલા કદાચ ઇન્કમટેક્સવાળાથી બીતી હશે. પણ એવું નથી. કોકિલા

પોતાનાં ખાણીપીણીનાં નિયંત્રણ અર્થે આમ કરેછે. એ પર્સમાંથી રોકડી નોટ કાઢેછે. પાછી એ બધી

પાંચસો હજારની નોટો તો હોતી નથી. નાની નોટો હોય છે. બધી નોટો પાછી ગણે છે અનેપછી બિલ

 ચૂકવે છે. મને કહે કે આમ ખબર પડેકે આપણે કેટલાંપૈસા ચૂકવ્યા. કાર્ડથી ચૂકવીએ તો ગિલ્ટી ફીલ

 ન થાય. બહાર જમીએ ત્યારેવધારે ખાઇએ છીએ તેવો અફસોસ થવો જરૂરી છે.

કોકિલાનાં ભૂખ્યા રહ્યા વિના ડાયેટીંગ કરીને લાઇફ સ્ટાઇલનાંરોગથી બચવાનાંનૂસ્ખા અજમાવવા

જેવા છે. કોકિલા તો બેસતા વર્ષેપણ મેવામીઠાઇનાંથાળ ભરીનેરાખેછેપણ ઘરેસ્ટીમ્ડ્ઢોકળાંપણ

બનાવતી રહેછે. મીઠાઇ ખાઇ ખાઇને ઓચાઇ ગયેલાં સાલ મુબારકિયા દર્શનાર્થીઓને ગરમ ગરમ

ઢોકળાં ખૂબ ભાવતા હોય છે.

કોકિલા શંકર ભગવાનની ભક્ત છે. કૃષ્ણ ભગવાન એને પ્રિય જરૂર છેપણ કૃષ્ણ ભગવાન સામે એની

ફરિયાદ પણ છે. મને કહે કે આ માધવ ડાયાબીટીસનાં દ્યોતક છે. જુઓને કૃષ્ણ ભગવાન તો મનવચન

અને કર્મથી મીઠાં મધુરા છે.

અધરમ્મધુરમ્વદનમ્મધુરમ્

 નયનમ્મધુરમ્હસિતમ્મધુરમ્,

હૃદયમ્મધુરમ્ ગમનમ્મધુરમ્

મધુરાધિપતેરખિલમ્મધુરમ્,

મધુરાધિપતેરખિલમ્મધુરમ્.  હું એને  સમજાવું છું કે કૃષ્ણ ભગવાન જેવા સ્ટ્રેસ-ફ્રી ભગવાન કોઇ છે જ

નહીં. કોકિલા મારી સાથે સંમત થાય છે. પણ મને કહે છે કેઆપણે છપ્પ્નભોગનાં ભોગ નહીં ધરીએ.

એકાદ-બેભોગ હોય તો ચાલી ન જાય?

કોકિલા ત્યેન ત્યક્તેન ભુંજીથા અર્થાંત ત્યાગીને ભોગવવાની વાત કરે છે. કોકિલા છે એટલે મને

ડાયાબીટીસ નહીં જ થાય. દિવાળીનાંતહેવાર હું ચિંતા વિના ભોગવી શકીશ એવી મારી શ્રદ્ધા છે.

 આપ દિવાળીમાં ડાયેટિંગ શી રીતેકરશો?

કલરવ:

‘ડાયેટિંગ એક માત્ર એવી રમત છે કે જેમાં તમે હારો ત્યારે તમે જીતી જાવ છો.’

–કાર્લ લેગરફેલ્ડ, પેરિસનાં પ્રખ્યાત ફેશન ડીઝાઇનર.

The clouds that gather round the setting sun
Do take a sober colouring from an eye
That hath kept watch o’er man’s mortality;

Another race hath been, and other palms are won.
Thanks to the human heart by which we live, 205
Thanks to its tenderness, its joys, and fears,
To me the meanest flower that blows can give
Thoughts that do often lie too deep for tears.

01

ન જાણું રાગ ન રાગણી, ઈ તો રઢજાં રડાં;

હકડૉ રીજાવું નાથ કેબ્યાને પેદારસેં હણાં.

રાગ અને રાગિણીઓ હું નથી જાણતો, ગાનાર તો ઘેટાંની જેમ ભલે ભાંભરડા દેતાં, મારે કાંઈ મનુષ્યોને રીઝવવાં નથી, હું તો ફક્ત એક ઈશ્વરને રીઝવવા ચાહું છું. બીજાને તો હું જોડે જોડે મારું.

જે નર રામ ન ભુજિયા સે સરજ્યા ઢગા;
ખેડી ખેડી આપિ ડઈ રિયા અખિયું કઢીતા કગા.

રામને જેઓએ નથી ભજ્યા, તેઓ બળદનો અવતાર પામે છે. ખેતરો ખેડી ખેડીને જ્યારે મરણશરણ થાય છે ત્યારે તેમની આંખો કાગડા ઠોલતા હોય છે.સંત મેકરણ

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s