Many Happy Returns of Diwali & Prosperous New Yearજમીન પર રહીને…++

Happy New Year Wishes Images -

Independence of JAVA
Power of UNIX
Popularity of WINDOWS
Luxury of .NET
Efficiency of C
Ease of VB
Robustness of ORACLE
Vision of PHOTO SHOP
Vastness of INTERNET
Compactness of JPG
Richness of BMP
Coverage as YAHOO
Reach-ness of GOOGLE And
Security of NORTON!!!
Many many Happy Returns of Diwali & Prosperous New Year

E mail  Suresh Jani

To Me
આ વાર્તાને અનેકો સુધી પહોંચાડશો તો આનંદ થશે. સેવાનું કામ થશે.

    [સત્યકથા પર આધારિત] “ચલને અલ્યા મલય! આપણે ગીલ્લી દંડા રમીએ. “
અને મલય સ્લેટને ફંગોળીને શેરીમાં દોડી ગયો. છેક મોડી સાંજે ઘરમાં પાછો આવ્યો; ત્યારે એને યાદ આવ્યું કે, ગામની ધૂળિયા નિશાળના માસ્તરે આપેલું લેસન તો બાકી જ રહી ગયું હતું. લસ લસ કોળિયા ભરતાંકને તેણે સાંજનું વાળુ પતાવી દીધું. ચપટીકમાં જ માસ્તરને બહુ વ્હાલા મલયે એમને નારાજ ન કરવાની લ્હાયમાં ઉંઘરેટી આંખ છતાં લેસન તો પતાવી જ દીધું.

બીજા દિવસે નિશાળમાં માસ્તરે એનું લેસન તપાસી દસમાંથી દસ માર્ક આપી શાબાશી આપી અને આખા ક્લાસને કહ્યું,” આખો દહાડો ગીલ્લી દંડા ઠોક્યા કરો છો – તો આ મલયને જુઓ. આમ લેસન કરાય.”
મલય અને એનો જીગરી દોસ્ત મૂછમાં મલકાઈ પડ્યા!
નાનપણમાં ઘણાં છોકરાઓ ભારે તોફાની હોય છે, અને જો આસપાસમાં ખુલ્લી કોતરો ને ડુંગરા હોય, તો પૂછવું જ શું? મમ્મી રવિવારે ભણવા બેસાડે, ત્યારે આ ઝાડ ને પેલા ઝાડ પર ચડી જાય, આખા વગડામાં મમ્મી શોધી શોધીને રડવા જેવી થઇ જાય ત્યારે મલય નીચે ઉતરે ને પેટ પકડીને હસે, પણ પછી લેસન તો જાતે કરી જ લે.

વેકેશનમાં મામાના ઘેર મુંબઇ જાય તો બહુ મજા કરે, પણ ઘણાં લોકો, ગામડિયો કહીને ઉતારી પાડે ત્યારે બહુ લાગી આવતું.

આથી એના પિતાએ સરકારી ક્લાર્કની નોકરીમાં શહેરમાં બદલી માંગી અને નવમા ધોરણ વખતે મલયનું શહેરમાં ભણવાનું સ્વપ્નું સાકાર થયું. પણ, ગામ અને શહેરની જીવન જીવવાની રીતભાતમાં બહુ મોટું અંતર, ખુલ્લા સરકારી આંગણાંની જગ્યાએ અહીં તો બહુ ભરચક વિસ્તારમાં માંડ એક રુમ-રસોડાનું ઘર પિતાએ વેચાતું લીધું. મલયને મિકેનીકલ વસ્તુઓમાં ભારે રસ પડતો. આથી એણે શહેરમાં આવીને મિકેનીકલ ડિપ્લોમાના અભ્યાસનું વિચારેલું. પિતાને પણ એ વિચાર યોગ્ય લાગતો જેથી મલય જલ્દીથી પગભર થઇ શકે.
પણ ગામ અને શહેરી રીતભાતની અસર વચ્ચે બહુ ધાર્યું પરિણામ ના મળ્યું ને એ વખતે નવા એવા નવું કમ્પ્યુટરના ડિપ્લોમામાં એડમીશન મળ્યું.

ખંતીલા મલયને કમ્પ્યુટરની મશીનરીથી લઇને એની બનાવટ, એના ઉપયોગો, એનું સમારકામ બધી બાબતોમાં એટલો બધો રસ પડતો કે ના પૂછો વાત. આખા રાજ્યમાં એ કમ્પ્યુટર ડિપ્લોમામાં પ્રથમ આવ્યો. એના મામાએ એને કમ્પ્યુટર ભેટ આપ્યું. ડિપ્લોમા અભ્યાસ દરમ્યાન એને ભાન થઈ ગયું હતું; કે તે તો એંજિનીયરીંગ કોલેજમાં જોડાઈ વટદાર ઈજનેર બની શક્યો હોત.
ડિપ્લોમાના અભ્યાસથી એ ખૂબ ખુશ હતો ને હજુય મોડું નથી થયું વિચારીને ઉંચું નિશાન તાકવાની લ્હાયમાં હોંશમાં ને હોંશમાં એણે પુના જઇને આગળ ડીગ્રી અભ્યાસનું ફોર્મ ભરી દીધું, એડમીશન પણ મળ્યું પણ મોંઘવારીમાં સામાન્ય પરિવારને હોસ્ટેલ વગેરે ખર્ચ પોસાય તેમ નહોતા એટલે પિતાએ પૂના આગળ અભ્યાસની ના કહી.
એને કે એનાં માવતરને કોઈ અંદાજ જ ન હતો; કે આ સિદ્ધિ તેને કયા શિખર સુધી પહોંચાડી શકશે. સગાં વ્હાલામાં પણ એવી કોઈ દિશાનું જાણકાર ન હતું કે, મલયને તો કોલેજમાં ભણવાની સ્કોલરશીપ મળી શકે; અને વિના ખર્ચે તે એન્જિનિયર બની શકે.

મલયે પિતાનું માન જાળવવા પોતાનું મન માર્યું ને અનુભવ કમાવવામાં ધ્યાન કેન્દ્રીત કર્યું. જો કે ડિપ્લોમામાં પ્રથમ આવેલ હોવાથી સાહેબ અને ઘણાં લોકોએ નજીકની ડીગ્રી કોલેજમાં એડમીશન લેવા પ્રોત્સાહિત કર્યો પણ મલયનું મન હવે ભણવામાં લાગતું જ નહીં વળી, જાતે જ પાછલા ત્રણ વરસમાં એટલો અભ્યાસ કરેલો કે એને બારમું કરીને ડીગ્રીમાં હાંફતા હાંફતા માર્કસની રેસમાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે ભણવાનું ફાવતું જ નહીં એટલે એણે કમાવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું.

કમ્પ્યુટર રિપેરીંગમાં એ નિષ્ણાત હતો અને એક ઇન્સ્ટીટ્યુટની લેબનો ઇન્ચાર્જ બન્યો, જેનું પણ કમ્પ્યુટર રીપેર કરતો દરેકનું દિલ જીતી લેતો . ૧૯ વરસના આ છોકરાને આગળ અભ્યાસ માટે લગભગ બધા પાસેથી ઘણું પ્રોત્સાહન મળતું. સાહેબોના સહકારથી એ ટુકડે ટુકડે કોલેજમાં હાજરી ભરી આવતો. પણ એને અંગ્રેજી પર કાબુ મેળવવો બહુ જરુરી લાગ્યો તો કોલ સેન્ટરના ટેકનીશીયન તરીકે પૂનાની નાની કંપનીમાં ભરતી થઇ ગયો. પાછું એણે ભણવાનું છોડી દીધું. પણ આભને આંબવાનું સ્વપ્નું જોયા કરતો. પૂનામાં આગળ ભણી ના શકાયું એનો અફસોસ એને હતો એટલે એણે મનગમતા પ્રોફેશનલ સર્ટીફિકેટ્સ કરવા માંડ્યા.

પણ એ એટલો ચપળ, મહેનતુ, પરોપકારી હતો કે અહિં એના ઉપરી એને કોલેજનું ભણવાનું પૂરું કરી લેવા સમજાવતા. ને એક દિવસ એક મિત્રએ પણ ખૂબ દબાણ કર્યું ને ઉપરીએ પણ ઘણો સહકાર આપ્યો એટલે એણે પાછા છ એક મહિના કોલેજમાં ધ્યાન આપ્યું. ને પાછલા વરસના બધા પેપર પૂરા કર્યા.

આમ, ટુકડે ટુકડે કામના અનુભવની સાથે સાથે મલયબાબુને માથે છ વર્ષે ઈજનેરનું છોગું પણ લાગી ગયું. મલયને હવે ભાન થઈ ગયું હતું કે, તેની હેસિયત કેટલે સુધી તેને પહોંચાડી શકે છે.

એ હવે મલ્ટીનેશનલ કંપનીમાં ઉડાન ભરવાનું વિચારતો હતો, તેવામાં એક વખત મિત્ર મંડળીમાં સ્કોલર એવો એક મિત્ર મલ્ટીનેશનલ કંપનીના ઇન્ટરવ્યુમાં નાપાસ થયો. મલયે એને સહજ સલાહ આપી કે ‘પ્રેક્ટીકલ નોલેજ વધુ અગત્યનું છે દોસ્ત!”

બધા મિત્રોએ  મલયને આહવાન આપ્યું, ‘કે તારામાં છે ને વધારે આવડત, તો લઇ બતાવ આ જ નોકરી’. અને સાચે જ એણે એ જ મલ્ટીનેશનલ કંપનીમાં પુરા પાંચ ટેકનીકલ ઇન્ટરવ્યુમાં એવો તો સરસ દેખાવ કર્યો  કે, એને મોં માંગ્યા પગારથી રાખવાની ઓફર કરવામાં આવી.

મલયની જિંદગી રાતોરાત બદલાઇ ગઇ.બે વરસમાં તો સ્ટાર પર્ફોરમરના બે મુલ્યવાન અવોર્ડ પણ મળ્યા.

કંપનીના ઘરાક હંમેશા એના કામનાં વખાણ કરતા અને લે, કર વાત! એ જ કમ્પનીમાં કામ કરતી હીરા જેવી એક કન્યા ‘માલતી’ સાથે એની આંખ-ગીલ્લી ટકરાઈ ગઈ. એ ગીલ્લીએ એને મહામૂલી જીવનસાથી પણ આપી દીધી. જો કે માલતીની નોકરી બેંગલોરમાં હતી;  આથી પત્નીને બધી રીતે એની કારકિર્દીમાં ટેકો આપવા, લાંબુ વિચારીને પોતાની ગમતી નોકરી છોડી દીધી.

પછી તો એને નવી નોકરી મળી ગઈ અને ત્યાં મલયને વિદેશમાં કામ કરવાની તક મળી. ત્યાં એણે ઘણો અનુભવ લીધો, હજુ પણ એ દર વરસે નવું નવું શીખ્યા જ કરતો. લગભગ દરેક વરસે એને પ્રમોશન મળતું. વચ્ચે એણે વિશ્વ વિખ્યાત ગૂગલ કંપનીમાં તેણે ટેસ્ટ આપ્યો; સોમાંથી સો માર્ક એને મળ્યા. પણ તે જે કામ માટે તે માહેર હતો; એની ત્યાં કોઈ જ જરૂર ન હતી.

પણ નાસીપાસ થાય તો ગીલ્લી આગળ શી રીતે ઉછાળી શકાય? મલયને એનો બરાબર અનુભવ હતો– વર્ષોનો!   એણે ધુળિયા પહાડી ગામમાંથી મલ્ટીનેશનલ કંપની સુધીની છલાંગ તો ભરી જ દીધી હતી.  છેલ્લા છ વરસની મહેનત અને અનુભવના સધિયારે ફરી એક વખતે મલયે લંડનનું નિશાન તાક્યું. પાછલા વરસોની સખત મજૂરી. કદીક એમ્સ્ટરડેમ, કદીક સ્વીડન, તો કદીક પેરિસ. રોજ કમ સે કમ બાર કલાક તો, સુખી જીવન જીવવાના બધા કોડ બાજુએ મેલી, એની કમ્પ્યુટર રીપેરીંગથી લઇને ‘આઇ-ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેશીયાલીસ્ટ’ ના અનુભવના જોરે એની ગીલ્લી દૂર ને દૂર ફંગોળાતી રહી! માલતીએ એના આ ઉન્નત ગગનની કષ્ટ ભરી ઊડાનોને પૂરો સાથ આપ્યો.

આજે મલય વિશ્વ વિખ્યાત કમ્પનીમાં ૧૫૦ આઇ.ટી ઇજનેરોનો ‘સાહેબ’ છે; અને ____K પગાર પામતો અધિકારી છે. એની ગિલ્લી હજુ વધારે દૂર પહોંચવાની જ છે.

કારણ? મલયની જીવન નૌકાએ હજી ચાળીસી વટાવી નથી!

ગમ્યું?…તો ગમતાનો ગુલાલ કરો.
IT 1 IT

 

 

 

 

 

……………………………………………………………….

૫૫ વર્ષની ઉંમર બાદ વ્યક્તિનું નામ જ યાદ ન આવે. એનો ચહેરો-મહોરો, ક્યાં મળ્યા હતાં, કોની સાથે, શું પહેર્યું હતું, શું વાત કરી હતી એ બધું જ યાદ હોય. ન યાદ આવે માત્ર એનું નામ. દુનિયાભરની પુરુષ મહિલામાં થતી ઉંમરને લગતી યાદદાસ્ત પરનો આ પ્રહાર છે. સાત પ્રકારની યાદદાસ્ત છે, આપણા અતીતની વાતો, તાજેતરના બનાવો, ચહેરા-મહોરા, નામ ઈત્યાદી. વૃદ્ધ વ્યક્તિને યુવાની, અરે બાળપણની વાતો પણ રજેરજ યાદ હોય પરંતુ સવારે શું ખાધું હતું એ યાદ ન આવે.

૭૦ વર્ષનો વૃદ્ધ એની પત્નીને મહીનાથી ‘ડાર્લિંગ, ડાર્લિંગ’ કહીને બોલાવ્યા કરે. આ સાંભળીને એક જુવાનિયાએ કહ્યું, ‘આ ઉંમરે પણ તમને તમારી પત્ની માટે કેટલો પ્રેમ છે!’ વડીલ કહે, ‘મૂંગો રહે, ડાર્લિંગ કહું છું કારણ કે છેલ્લા એક મહીનાથી એનું નામ જ યાદ નથી આવતું.

નામની ભૂલાતી યાદદાસ્ત એ ઉંમર સાથે વધતી રામકહાણી છે. ઘરને ઓફિસની વ્યક્તિઓ જેની સાથે વર્ષો વીતાવ્યા હોય એનું જ નામ મગજ જીભને ન પહોંચાડે. પતિએ પત્નીને કહ્યું, ‘આપણે માથેરાનમાં જેને મળેલા, અંબોડો કરેલો, લાલ સાડી હતી, મોટો ચાંદલો, ભારેખમનો ભપકો, સાથે ટાલિયો વર, બોલ, જલદી બોલ નામ શું?’ પત્નીએ કહ્યું, ‘એનું નામ વીણા.’ ‘અરે એનું નામ તો યાદ છે, તારૂ નામ શું?’

નામ યાદ ન રહેતી વ્યક્તિ દયામણા ચહેરે ભીખ માંગવા નીકળતી હોય છે. પત્નીને પૂછે, મિત્રને પૂછે, સાથે જે કોઈ હોય તેને પણ પૂછે, ‘એનું નામ શું હતું?’ મારી સલાહ છે કે આવા યાચકને મદદ ન કરશો. એને એના મગજ સાથે સાંઠમારી કરી નામ યાદ કરવા દો. તમને આવું થતું હોય તો તમે પણ નામની ‘ભીખ’ માંગવા ન નીકળો. ત્રણ વર્અ જો મગજ સાથે સાંઠમારી કરશો તો જીંદગીના અંત સુધી યાદદાસ્ત તીક્ષ્ણ થઈ જશે.

ક્યારે કોને શું કહું એ યાદ રહેતું નથી
હવે ચુપ રહેવાનો સમય આવી ગયો છે.
– મરીઝ

ભૂલવાની માત્રા ધીરે ધીરે વધતી જાય છે. બોલતા બોલતા બાકીનું કહેવાનું ભૂલી જાય. ટેલીફોન પર વાત કરતા કરતા બાકીનું બોલવાનું યાદ ન આવે. બાથરૂમમાં નહાવા જાવ ને યાદ ન આવે ને ટુવાલ વીંટાળી બહાર આવે.

કોઈ પણ ઉંમરે અને ખાસ કરીને ૫૫ વર્ષ બાદ આંકડા સાથે બોલવું નહીં. ‘મારે તમને ચાર વાત કહેવી છે.’ ત્રીજી વાત પતે પછી ચોથી યાદ ન આવે. સાંભળનાર ગણતા હોય છે, ‘ચોથી વાત કઈ?’ કોઈ સંસ્થામાં ભાષણ આપવાનું હોય તો અચૂક આ વાત યાદ રહે.

ભૂલવાની પ્રક્રિયા ઓછી હોય તેમ ૫૫ વર્ષ પછી કેટલીક વ્યક્તિઓ તરત નિર્ણય નથી લઈ શક્તા. ‘જાવ ત્યારે બારણું ખુલ્લું રાખજો. ના.. ના.. બંધ કરજો.’ આને માટે દ્રઢ મનથી બોલતાં પહેલા શું કહેવું છે તે નક્કી કરો.

ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે બોલનાર એકનું એક બે ત્રણ વાર બોલે, જાણે કે આપણે અબુધ હોઈએ. કેટલાક વળી વાક્યે વાક્યે ‘આઈ મીન, યૂ સી.’ ફેંકતા હોય છે જ્યારે ખૂબ જ અગત્યની ચર્ચા ચાલતી હોય કે સંસ્થામાં ભાષણ કરતી વખતે આ પ્રકારના ફાંફા સાંભળનારનો રસ ઉડાડી દે છે.

– ડૉ. અજય કોઠારી

બિલિપત્ર

ઘડપણ એટલે પરિવર્તનને સ્વીકારવાની અને પચાવવાની અશક્તિ માનવ ઈતિહાસમાં ક્યારે પણ જૂની પેઢીને નવી પેઢી
ડાહી લાગી નથી.જગતનું સૌથી ઘરડું વિધાન આ પ્રમાણે છે -‘આ દુનિયા હવે પહેલા જેવી રહી નથી.’

સૌજન્ય રીડ ગુજરાતી

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized

4 responses to “Many Happy Returns of Diwali & Prosperous New Yearજમીન પર રહીને…++

 1. ક્યારે કોને શું કહું એ યાદ રહેતું નથી
  હવે ચુપ રહેવાનો સમય આવી ગયો છે.
  – મરીઝ

  જીવનના અંતે આવતો એક દુઃખદાયક સમય !

  ઘડપણ પરિવર્તનને સ્વીકારવાની અને પચાવવાની અશક્તિ – એ પણ એક કડવું સત્ય !

 2. JAVA, UNIX, WINDOWS, .NET, C,VB, ORACLE, PHOTO SHOP, INTERNET, JPG, BMP, YAHOO, GOOGLE And NORTON!!!

  સાથે મલયની વાત ગુંથી લીધી- એ બહુ જ મજાની કલ્પના રહી. એ હંધાંયની પાછળ અનેક મલયો છે !!

 3. પિંગબેક: જમીન પર રહીને એક ઉંચી ઉડાન – ૨ | સૂરસાધના

 4. પિંગબેક: ( 563 ) જમીન પર રહીને એક ઉંચી ઉડાન…..(સત્યકથા પર આધારિત)…..સુરેશ જાની | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.