હરિ ૐ – અંબાલાલ પટેલ +

05-06 (1)

 om

હરિ ૐ – 

રમું હું તુજમાં, ભમું હું તુજમાં,
પ્રભુ આંનંદુ તુજ આનંદમાં.
તુજ તેજ તરંગ ઝીલી જીવવા,
જનમ્યો જગમાં તુજમાં શમવા.

સઢ કીશ્તી તણા ભવ સાગરમાં,
કુમકુમ વરણે પૂલ નાંગરવા,
તરી પાર જવા, તુજ રૂપ થવા,
લખું મંત્ર નવા ઉર ઉજ્જ્વળવા.

સચરાચર તું પ્રભુ એકજ તું.
નીરખું જ્યાં જ્યાં ત્યાં પ્રભુ તું.
તું રૂપ સહુ, સહુ રૂપ જ તું.
પછી હું થી જુદો પ્રભુ ક્યાં લગી તું.

મુજ હું પ્રભુ એમ તું રૂપ થતાં,
જડ ભીષણ ભેદી દિવાલ જતાં,
જગ લોપ થયું. મુજ હું ય ગયું.
તુજ સત્ ચિત આનંદ રૂપ રહ્યું.

ભરી ભર્ગ વરેણ્ય તું ૐ બન્યો.
તુજ આદ્ય ધ્વનિ પ્રભુ ૐ સુણ્યો.
એ ૐ મહીં સ્વર સોહમ્ ના,
ઝીલતાં મુજ હું ગળી ૐ થતાં,

હરિ ૐ સુણું હરિ ૐ ભણું,
હરિ ૐ રટે સ્થુળ સુક્ષ્મ અણું
હરિ ૐ વિભુ ૐ પ્રભુ ૐ નમું
રટી ૐ, હરિ ૐ, હરિ ૐ વિરમું

– અંબાલાલ પટેલ

બહુ જાણીતા નહીં તેવા આ સાધક કવિનું એક જ પુસ્તક ‘ વેણુના નાદ’ અમારા ઘરમાં હતું. અમે ભાઇ બહેનો નાના હતા ત્યારે સોનેરી મુખપૃષ્ટ વાળા તે પુસ્તકને અમે બહુ આદરથી જોતા. તેમની સ્તુતિઓ અને ગરબા અમારા કુટુંબોમાં વારંવાર ગવાતા. અમારા ઘરમાં આ સ્તુતિ હજુ પણ ગવાય છે. માત્ર સ્મૃતિ પરથી આ સ્તુતિ લખી છે.સૌજન્ય લયસ્તરો/ મા શ્રી સુ જા

……………

ડૉ. અજય કોઠારી મુંબઈ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઓફ સર્જરી, ઈએનટી એસોસિયેશનના સંશોધન માટેના સુવર્ણચંદ્રક વિજેતા, યુરોપની બાળ ઈએનટી સંસ્થા અને વિશ્વની સર્જનોની દુનિયાની સર્વોચ્ચ કાઉન્સિલ ‘આઈફોસ’ના ગવર્નિંગ બોડીના એકમાત્ર ભારતીય ઈનટી ડૉક્ટર છે. ‘કોશિશ’ નામે બહેરા મૂંગાનું ભારતનું સર્વપ્રથમ ‘સેન્ટર ફોર ધ ડેફ’ મલાડ પૂર્વ, મુંબઈમાં કર્યું છે જ્યાં ૧૩૬ બાળકોને મફત શિક્ષણ, વ્યવસાયિક શિક્ષણ અને શ્રવણયંત્ર આપે છે. સાથે સાથે તેઓ એક સારા લેખક પણ છે. એક ડોક્ટર તરીકે તબીબી ઉપાયો અને સલાહો સાથેના અનેક પુસ્તકો સાથે તેમણે એકાંકી, કટાક્ષલેખ અને હાસ્યલેખ પણ આપણી ભાષાને આપ્યા છે.

‘ચાલ જિંદગી જીવી લઈએ’ પુસ્તક વિશે પરિચય આપતા ડૉ. કોઠારી જણાવે છે, ‘આપણી જીંદગી કેટલી? કોઈ કહેશે ૬૫ વર્ષની, સરકાર કહે છે સરેરાશ પુરુષની ૬૮ ને મહિલાની ૬૪ વર્ષની, પણ જિંદગી ૩ ફૂટના ઘોડીયાથી માંડીને ૬ ફૂટની ચિતા સુધીની. માત્ર ૩ ફૂટ લંબાતી ખેંચાતી આપણી આ જિંદગી’ તેને ડૉ. કોઠારીએ ઉંમરના હિસાબ સાથે જોડી છે. ‘ચાલ જિંદગી જીવી લઈએ’ પુસ્તક જીવનના વિવિધ તબક્કાઓને – સંબંધોને – તથ્યોને આવરે છે. જીવનસાથી, સંતાનો, પૌત્રો અને વંશવેલો, મિત્રો, ૫૫ વર્ષની ઉંમર પછી, જાતિય સંબંધ, ભગવાન, હોસ્પિટલ, અંતિમ યાત્રા જેવા વિવિધ પ્રકરણ ધરાવતી આ સુંદર પુસ્તિકાની ચાર વર્ષમાં ચાર પુનઃઆવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. આજે તેમનું પુસ્તક ‘ચાલ જિંદગી જીવી લઈએ’ અહીં પ્રસ્તુત કર્યું છે. પુસ્તક અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને આવા હજુ અનેક પુસ્તકો તેમનાથી આપણને મળતા રહે એવી અનેક શુભકામનાઓ.

 

આજથી આ પુસ્તક ડાઊનલોડ વિભાગમાં નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.

1 ટીકા

Filed under અધ્યાત્મ, ઘટના, Uncategorized

One response to “હરિ ૐ – અંબાલાલ પટેલ +

 1. Thank you. હરિ ૐ is one of our family prayers. But we used to recite mechanically. I still do not experience it in my being …
  હરિ ૐ સુણું હરિ ૐ ભણું,
  હરિ ૐ રટે સ્થુળ સુક્ષ્મ અણું
  હરિ ૐ વિભુ ૐ પ્રભુ ૐ નમું
  રટી ૐ, હરિ ૐ, હરિ ૐ વિરમું

  ——-
  Now I have to rush to Aksharnad !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s