પુનર્જન્મ અંગે બ્લોગ મિત્રો સાથે ચિંતન…

દે sevenbodies

hiral shah <hiral.shah.91@gmail.com> wrote:
http://worldnewsdailyreport.com/german-scientists-prove-there-is-life-after-death/
……………………………………………………………………
Suresh Jani <sbjani2006@gmail.com> wrote:
One more point @ that German research.
Science methods are surely superb – based on observations and mental deductions. We are so thankful to scientific process ; but for which- we can’t communicate like this ! In that German context, I simply do not like the use of drugs to prove life after death. DRUGS can shatter life!
But…
Why do people, who believe in Consciousness, seek scientists’ acceptance? Is it necessary to ratify our thought / belief process externally?
Once we mediatate, presence of Consciousness becomes as vivid as daylight. Thoughts can not rule then. Inner awakening opens many more faculties of mind- imagination, creativity, innovation, comapssion and many more. These are beyond mind.
……………………………………………
Suresh Jani <sbjani2006@gmail.com> wrote:
Somehow, this does not convince me.
Drugs are drugs. They can create hellucinations like DRUGS !!
…………………………………………………

Pragna Vyas <pragnajuvyas@yahoo.com>:
વિજ્ઞાનનો એક બેઝિક સિદ્ધાંત છે, હા અથવા તો ના. એટલે કે કોઈનું અસ્તિત્વ છે એ સ્વીકારવાની દિશામાં એ જેટલી મહેનત કરે છે એટલી જ મહેનત એ અસ્તિત્વ નથી એ દિશામાં પણ કરવામાં આવે છે. અમેરિકાના સર્વશ્રેષ્ઠ ન્યુરોસર્જ્યન જ્યૂક ફોસ્ટરે ૨૦૦૫માં યોજાયેલી બ્રેઇન વર્લ્ડ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પુનર્જન્મ છે કે નહીં એ બાબતમાં વિજ્ઞાન નથી હા કહી શકતું અને આજ સુધીનો પ્રયાસ રહ્યો હોવા છતાં પણ આવું કંઈ ન હોય એવું પણ સાબિત કરી શક્યું નથી. એનો સીધો અર્થ એવો થાય કે રીબર્થ શક્ય નથી એવું પ્રસ્થાપિત કરવામાં વિજ્ઞાન નિષ્ફળ નીવડયું છે અને એટલે પુનર્જન્મ હોઈ શકવાની સંભાવના વધારે છે.
પુનર્જન્મ માટે વિશ્વમાં જે કોઈ કિસ્સા બન્યા એ કિસ્સાઓમાંથી મોટાભાગના કિસ્સાઓમાં એવું પુરવાર થયું છે કે મરનારી વ્યક્તિનું મોત નોર્મલ રીતે થતું નથી હોતું. આ ઉપરાંત એવું પણ જોવા મળ્યું છે કે નવા જન્મમાં આવ્યા પછી તેને પોતાનો આગલો જન્મ ત્યારે જ યાદ આવે છે જ્યારે તે કોઈ મેસેજ કે અગત્યની વાત પોતાના આગલા જન્મના પરિવારજનને કહેવા માગતો હોય છે. અમેરિકામાં જ બે કિસ્સા એવા બન્યા હતા કે જેમાં પુનર્જન્મની ઘટના યાદ આવ્યા પછી જે તે વ્યક્તિએ પોતે ફેમિલીથી છુપાઈને કરેલા ઇન્વેસ્ટમેન્ટની જાણકારી આપી હતી. વાંચીને તમને આશ્ચર્ય થશે પણ ૧૯૬૫થી ૨૦૧૩ સુધીમાં દુનિયાભરમાં ૧૧,૦૦૦થી વધુ કેસ એવા નોંધાયા છે કે જેમાં પુનર્જન્મનો દાવો કરવામાં આવ્યો હોય. રીબર્થનો દાવો કરવામાં સૌથી વધુ કિસ્સાઓ આફ્રિકાના દેશોમાં બન્યા છે. આ કિસ્સાઓમાંથી માત્ર બેતાલીસ પુનર્જન્મના કિસ્સાઓ એવા છે કે જેમાં નવા જન્મ અને અગાઉના પરિવાર વચ્ચે કાયમ માટે સંબંધો બંધાયેલા રહ્યા હોય. પુનર્જન્મના કિસ્સામાં સૌથી નાની ઉંમરનો જો કોઈ કિસ્સો હોય તો એ પોણા ત્રણ વર્ષના બાળકનો કિસ્સો છે. યુગાન્ડાના એક અંતરિયાળ ગામડામાં આ બાળકની સામે દુનિયાના સૌથી મોટી ઉંમરે પાછળનો જન્મ યાદ આવવાનો રેકોર્ડ અફઘાનિસ્તાનના નામે છે. અફઘાનિસ્તાનમાં રહેતાં એક ૭૯ વર્ષના વડીલને પોતાનો પુનર્જન્મ યાદ આવ્યો હતો. આગળના જન્મમાં આ વડીલ હિન્દુસ્તાનના નિઝામ સાથે સંબંધો ધરાવતા હતા અને તે પોતે નિઝામના દીવાન રહી ચૂક્યા હતા. ઇમ્મુદ્દીન નામના એ વડીલે આપ્યા એ તમામ પુરાવાઓ સાચા ઠર્યા અને નિઝામના પાકિસ્તાનમાં રહેતાં સગાંઓ તેમને મળવા પણ તૈયાર થયા, પણ બંને વચ્ચે મેળાપ થાય એ પહેલાં ઇમ્મુદ્દીન જન્નતનશીન થઈ ગયા અને તેમની ઇચ્છા અધૂરી રહી ગઈ.
આ વિજ્ઞાનની વાતો અને હવે આપણા શાસ્ત્રોએ તપ- સાધના દ્વારા મેળવેલું…
આ જન્મ-મરણ આત્માનાં નથી. આત્મા પરમેનન્ટ વસ્તુ છે. આ જન્મ-મરણ ઈગોઇઝમના છે. ઇગોઇઝમ જન્મ પામે છે અને ઇગોઇઝમ મરણ પામે છે. ખરી રીતે આત્મા પોતે મરતો જ નથી. અહંકાર જ જન્મે છે અને અહંકાર જ મરે છે. પણ કુદરતનો નિયમ એવો છે કે કોઈ પણ માણસને અહીંથી લઈ જવાય નહીં. મરનારની સહી વગર એને અહીંથી લઈ જવાય નહીં. લોકો સહી કરતાં હશે કે ? એવું કહે છે ને કે, ‘ભગવાન, અહીંથી જવાય તો સારું’. હવે આ શાથી બોલે છે, તે તમે જાણો છો ? કો’ક ફેરો એવું મહીં દુઃખ થાય, તે પછી દુઃખનો માર્યો બોલે કે, ‘આ દેહ છૂટે તો સારું હવે’. તે ઘડીએ સહી કરાવી લે. આખી જિંદગી જે કાર્ય કર્યાં હોય તે, આખી જિંદગી જે ધંધા માંડ્યા હોય-કર્યા હોય અહીં આગળ, તેનું સરવૈયું મરતી વખતે આવે. મરતી વખતે એક કલાક અગાઉ સરવૈયું આવે. અહીં આગળ જે અણહક્કનું બધું પડાવી લીધું હોય, પૈસા પડાવી લે, સ્ત્રીઓ પડાવી લે. બધું અણહક્કનું લઈ લે, બુદ્ધિથી, ગમે તેનાથી પડાવી લે. એ બધાની પછી જાનવરની ગતિ આવે અને જો સજ્જનતા રાખી હોય આખી જિંદગી તો મનુષ્યગતિ આવે. ચાર જ પ્રકારની ગતિઓ, તે મરણ પછી આવ્યા કરે. જે આખા ગામનો માલ બાળી મેલે છે, પોતાના સ્વાર્થને માટે, એવાં હોય છેને અહીં ? તેને પછી નર્કગતિ આવે. અપકાર ઉપરેય ઉપકાર કરે એવા સુપર હ્યુમન હોય, તે પછી દેવગતિમાં જાય.
આમા અમને પુનર્જન્મમા શ્રધ્ધા છે અને ચોક્કસ માનવું છે કે આવી વાતો સમજવા માટે જાતે સાધના તપ કરવા ,
jjugalkishor Vyas
To Pragna Vyas
CC Suresh Jani hiral shah vinodbhai patel Narendra Phanse P. K. Davda and 17 more… Today at 10:35 AM
દીદી,

જેમને જે માનવું હોય તે માને. આપણને તો વીશ્વાસ છે કે પુનર્જન્મ હોય જ. શરીરને મીટાવી દેવાથી કશુંક તો એવું છે જ જે બીજું શરીર ધારણ કરે છે. ચાર તત્ત્વોવાછું સુક્ષ્મશરીર એક પુદ્ગલરૂપ હોય જે મરે નહીં…..કારણ શરીર નવાં જન્મોની ગોઠવણી આપોઆપ કરે.

જેમણે આજીવન તપ કરીને બુદ્ધીની ઉપરવટ રહેતી શક્તી વડે જાણ્યું/મેળવ્યું હોય તેને નાસ્તીકતાને નામે અવગણી ન જ શકાય. માતાની સાબીતી હોય છે, બાપની સાબીતી નથી હોતી છતાં પોતાના નામ પાછળ બાપનું નામ લખાય જ છે ને. એવો જ વીશ્વાસ રુશીઓનાં વચન ઉપર ન રાખી શકાય ?

વીજ્ઞાનીઓએ હજી સુધી પોતાના મન–મગજની શક્તીઓ પુરી જાણી જ ક્યાં છે ? જાણી નથી ને વાપરી પણ નથી. પ્રકાશની ગતી માપી શક્યા તેઓ મનની–ચીત્તની ગતી કલ્પી પણ શક્યા નથી ! એનો ાાંશીક પણ ઉપયોગ કરતાં આવડશે પછી ગતી શું છે તે ખબર પડશે.

રાહ જોવાનો કોઈેને પણ અર્થ નથી ! – જુગલકીશોર.

– જુગલકીશોર.
–––––––––––––––––––––––
NET–ગુર્જરી : http://jjkishor.wordpress.com/
વેબગુર્જરી : http://webgurjari.in/
…………………………………………….
Respected Pragnabahen,
An interesting study which is described so succinctly in the article circulated.
My take on the study is the size of the sample. It is so large that the margin of error is considerably diminished. The second point is about the controlled conditions in which the study was carried out.
In the past, the use of psychedelic hallucinogens such as LSD, post-use experiences of the users have been divergent as compared to the current study. Having said that, I would have liked to know the percentage of differing experiences such as the ‘seeing the bright light’, ‘levitation’ etc.
I have read about the near death experiences of many people of different nationalities, in which the common factors have been (a) out of the body experience (b) seeing a bright light in a tunnel (c) levitation (d) seeing the forms of the loved ones (d) feeling of utter bliss etc. These are stray experiences, none of which was monitored. The present study is based on controlled conditions.
My question is, how much credence do we place on the present study considering the fact that the drugs epinephrine and dimethyltryptamine used in the study are also hallucinogens?
Any way, thank you for sharing the article and the discussion followed by it.
……………………………….
chadravada mistry <emsons13@verizon.net> wrote:
Dear All,
Read ALL POSITIVE/NEGATIVE VIEWS on the TOPIC

I was inspired to create a POEM.
It will be on my Blog (in the Future) but happy to SHARE with all>>>>

તમે માનો યા ના માનો !

તમે માનો યા ના માનો….
જે સત્ય છે તે સત્ય જ છે,
જે અસત્ય છે તે અસત્ય જ છે,
એટલું તો જરૂર માનો !…………….(૧)

તમે માનો યા ના માનો….
જે જાણ્યું તે તમારૂં સત્ય છે,
જે અજાણ છે તે પણ તમારૂં સત્ય છે,
એટલું તો જરૂર માનો !……………(૨)

તમે માનો યા ના માનો……
જાણ્યું પુરાવા સાથે તે વિજ્ઞાનનું સત્ય છે,
આવું જાણેલું તે પણ બદલાતું સત્ય છે,
એટલું તો જરૂર માનો !……………(૩)

તમે માનો યા ના માનો……..
જે જાણ્યું તેમાં “પરમ સત્ય” છે,
જે અજાણ તેમાં પણ “પરમ સત્ય” છે,
એટલું તો જરૂર માનો !………………(૪)

તમે માનો યા ના માનો…….
વિજ્ઞાનનું સત્ય તો બદલાતું સત્ય છે,
“પરમ સત્ય” તો કાયમનું સત્ય છે,
એટલું તો જરૂર માનો !…………..(૫)

આથી, અંતે ચંદ્ર સૌને કહે ઃ
જ્ઞાનપંથે રહી, અંધકાર હટાવી તમારા સત્યને જાણતા રહો,
ભલે, સમજ સમજે બદલાતા તમારા સત્યને સ્વીકારતા રહો,
તો, જ્યારે “પરમ શાંતી” અનુભવી, તો “પરમ સત્ય” જાણ્યું એવું માનો !………..(૬)

કાવ્ય રચના ઃ તારીખ ઓક્ટોબર,૨૩,૨૦૧૪ ચંદ્રવદન

On Thursday, October 23, 2014 1:07 PM, Dipak Dholakia <dipak.dholakia@gmail.com> wrote
પુનર્જન્મ હોય જ છે અને ઘણાને પૂર્વજન્મ યાદ પણ હોય છે. મને મારો પૂર્વજન્મ યાદ છે.
એ વખતે હું ગધેડો હતો. માણસને જોઈને મને થતું કે આવો અવતાર મળે તો કેવું સારું. હું પ્રાર્થના કરવા માગતો હતો પણ અમારા કોઈ ભગવાન તો હતા નહીં. જે ભગવાન જૂઓ તે માણસ જેવા જ ! પણ હું માણસની પ્રશંસા કરતો એટલે માણસના ભગવાને મારી પ્રાર્થના સાંભળવાની તૈયારી દેખાડી. તે પછી એણે માણસની હું ખુશામત કરું છું તે જાણીને મને મનુષ્યયોનિમાં મોકલ્યો.
અહીં આવ્યા પછી મેં જોયું કે હાલત બહુ જુદી નથી. એટલે મેં  માણસના (હવે મારા પણ ) ભગવાનને કહ્યું કે તમે મને બરાબર સમજાવ્યું હોત તો હું આ જનમ ન માગત. ભગવાને જવાબ આપ્યો કે તું ગધેડો હતો એટલે જ મનુષ્ય અવતાર માગ્યો.  બીજું કોઈ પ્રાણી  મારી પાસે મનુષ્યનો અવતાર માગવા આવતું નથી. હરણ આવીને કહે છે કે મને આવતા જનમમાં સિંહ બનાવજે. સિંહ તો કહે છે કે ખબરદાર મને સિંહમાં જ રિપીટ નહીં કરે તો જોઈ લેજે. વાંદરા તો હું એમને માણસ બનાવું તે પહેલાં જ ભાગીને ડાળીએ લટકી જાય છે અને મારી સામે દાંતિયાં કરે છે. આજે પણ તું અક્કલમાં ગધેડો જ રહ્યો છે એ તારી પોતાની ખાસિયત છે.

ભલે ને આપણો બીજો જન્મ થાય, શરીર બદલાય પણ અંદરથી આપણે પૂર્વજન્મમાં હોઇએ તે જ રહીએ. આજે પણ હું ગધેડો જ રહ્યો છું અને કદાચ એ જ કારણસર ફરીથી મનુષ્ય યોનિમાં આવવાની માગણી કરું તો નવાઈ ન પામજો.
તમે મનુષ્યોએ તમારી યોનિને આપખુદીથી સર્વશ્રેષ્ઠ જાહેર કરી છે એટલે તમે તો ફરી મનુષ્ય યોનિમાં આવવાનું પસંદ કરશો. આમ હું મારી અક્કલની સીમાને કારણે અને તમે સૌ અક્કલ અને ભગવાન પરના નિયંત્રણને કારણે – આપણે સૌ અહીં ભેગા થતા રહેશું. આનાથી વધારે આનંદની વાત બીજી કઈ હોય?
દીપક
vinodbhai patel
વાહ , દીપકભાઈ એ એક મજાની રમુજી વાત કરીને નવા વર્ષનું ખાતું ખોલ્યું   !
જે ગધેડો હોય એ જ દીપકભાઈને ગધેડો માને !

9 Comments

Filed under Uncategorized

9 responses to “પુનર્જન્મ અંગે બ્લોગ મિત્રો સાથે ચિંતન…

  1. બ્લોગર મિત્રો વચ્ચે પુનર્જન્મ અંગે સૌ સૌના વિચારો વ્યક્ત થયા . પુનર્જન્મ શક્ય છે કે
    કેમ એનો વિવાદ ચાલ્યા જ કરવાનો છે . જલ્દી સુલઝાવી ના શકાય એવો આ કોયડો છે .
    સમજ અપની અપની, ખ્યાલ અપના અપના !

  2. દીપકભાઈની ગધેડા વાળી વાત બહુ જ ગમી- હાદજન હોવાના હિસાબે.
    ચર્ચાના સ્તરે… દ્રવ્ય અને શક્તિ સિવાયનાં તત્વોને પકડી/ સમજી શકે, એવું સાધન જ્યાં સુધી વિજ્ઞાન ન વિકસાવે; ત્યાં સુધી – એ વિજ્ઞાનનનો વિષય ન બની શકે.
    દા.ત. સ્ટેટિક વિજળી અને અલેસાન્દ્રો વોલ્ટા અને ગેલ્વેનીના પ્રયોગો બાદ વિજળી જેવા તત્વને માપવાના , એની ઉપર પ્રયોગો કરવાનાં સાધનો વિકસ્યાં – અને એ વિજ્ઞાનનું શાસ્ત્ર બન્યું. એ પહેલાં, એ બધી ઈશ્વરી માયા જ મનાતી હતી. કદાચ હજુ પણ આપણે એને ઈશ્વરી માયા માની શકીએ. માન્યતાઓ રાખવાની ઉપર કોઈ પ્રતિબંધ નથી!

    આમ જ કદાચ વૈજ્ઞાનિકો એવાં સેન્સર ભવિષ્યમાં બનાવી પણ આપે; કે ચેતના, આત્મા વિ. ઓસિલોસ્કોપ પર દેખી શકાય.
    એમ થાય તો પણ……
    મને આ બાબત જાણકારી મેળવી બહુ ટુંકા બાકી રહેલા જીવનના સમયને બરબાદ કરવા કરતાં ચપટીક જ કોઈકને મદદરૂપ બની શકાય એમાં ; અને મારી આંતર યાત્રામાં વધારે રસ છે.

    • pragnaju

      અમારી પ્રાર્થના બાદ બોલતા
      तुम्हारा क्या गया, जो तुम रोते हो? तुम क्या लाए थे, जो तुमने खो दिया? तुमने क्या पैदा किया था, जो नाश हो गया? न तुम कुछ लेकर अाए, जो लिया यहीं से लिया। जो दिया, यहीं पर दिया। जो लिया, इसी से लिया। जो दिया, इसी को दिया। जो आज तुहारा है कल किसी और का होगा ……………… तेरा तुजको अर्पण क्या लागे मेरा
      તેમા આ છેલ્લી લીટી
      તમારા જવાબમા तेरा तुजको अर्पण क्या लागे मेरा…કોક વાર એવું પણ બને કે કોઇ માણસને ગધેડો કહે તો ગધેડાને ખોટું લાગે !

    • pragnaju

      From: Suresh Jani
      Date: 2014-10-27 15:27 GMT-05:00
      Subject: Re: [New post] પુનર્જન્મ અંગે બ્લોગ મિત્રો સાથે ચિંતન…
      જો આપણી પરમ તત્વમાં સાચી આસ્થા હોય તો..

      તેનું એક પણ સર્જન નકામું નથી. દરેક જીવ કે દરેક ચીજનું એક મહત્વ હોય છે – એનું એક પ્રદાન હોય છે. ભયંકરમાં ભયંકર બેક્ટેરિયા સમેત. નહીં તો સજીવોની અમર્યાદ વૃદ્ધિ જમીન, આકાશ અને પાણી ભરી દેત!
      કદાચ ઈવડો ઈ ગોથું ખાઈ ગયો – માણસ બનાવીને !

      ———-
      મને આવા અફલાતૂન તુક્કા બહુ આવે. બે આવા તુક્કા આ રહ્યા …
      જેમ પ્રેમ એ જીવનનું પાયાનું તત્વ છે; એમ હિંસા પણ છે. કદાચ જરૂરી પણ ખરું.
      વનસ્પતિ સૃષ્ટિ ઈશ્વરનું સર્જન છે; અને પ્રાણી સૃષ્ટિ સેતાનનું !

      શાંતિથી વિચારજો અને આ બન્ને તુક્કા સાવ સાચા લાગશે !

  3. chandravadan

    The Topic of the REBIRTH was a Post @ Chandrapukar.
    One can read it @

    http://chandrapukar.wordpress.com/2013/04/15/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B9%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0/

    Hope the Readers read this….then share their OPINIONS.
    After all the DISCUSSIONS..there will be MORE QUESTIONS.
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

  4. captnarendra

    દીપકભાઈએ જુની કહેવત યાદ અપાવી : મેલ કરવત, આખરે….

  5. પ્રિય પ્રજ્ઞા બેન
    તમારી વાત સાચી છે કે પરમેશ્વરે એવા માણસો પણ બનાવ્યાં છે કે એને તમે ગધેડો કહો તો ગધેડાને માઠું લાગી જાયईलाही ऐसे भी इन्सानको तूने बनाये है कोई इन्सानकोतो दूर भगादेनेके काबिल है . કચ્છીમાં એક દોહરો છે કે
    વિઠે જેંજી વટ સેંસો ઘટે શરીર જો
    મોંઘા દઈને મટ હેડા પરિજન રખજા પાસમેં
    ભાવાર્થ: – જે માણસની પાસે બેસવાથી માનસિક ચિંતાઓ દુર થઇ જાય એવા પ્રિય જણને મોંઘી કિંમત ખર્ચીને પણ પોતાની પાસે રાખવા જોઈએ . આતા નાં રામ રામ

  6. pragnaju

    2014-10-27 14:13 GMT-05:00 Dipak Dholakia :

    ગધેડાના સ્તરથી નીચેના જન્મો પણ હશે, પણ માણસ જાણતો નથી એટલે ગધેડાના સ્તર સુધી જ પહોંચે છે. પરંતુ ગધેડો જાણે છે કે એની નીચે પણ ઘણા છે. એટલે ગધેડાના ઍસેસમેન્ટ પ્રમાણે કોઈ ગધેડા કરતાં પણ નિમ્ન સ્તરની બુદ્ધિ ધરાવતો હોય ત્યારે એને માણસના ઍસેસમેન્ટમાં શંકા પડે અને એ ખોટું લગાડે તો એ વાજબી ગણાય. આવા કોઈ શખ્સને આપણે ગધેડાથીયે નપાવટ કહીએ તો ગધેડાને આશ્વાસન મળે કે આપણે at least એનાથી નિમ્ન શ્રેણીની પ્રજાતિઓ વિશે જાણીએ તો છીએ !

  7. Sharad Shah

    તમામ ભારતિય (પૂર્વના) મનિષિઓએ પુનર્જન્મને (પૂર્વજન્મને) સમર્થન આપેલ છે. જ્યારે પશ્ચીમના કેટલાંક મનિષિઓ જેમાં મુખ્યત્વે ઈશુ અને મહંમદ જેઓ પુનર્જન્મ વિષે મૌન રહ્યા અથવા તેનો ઈન્કાર કર્યો. ઈતિહાસ તપાસોતો જણાશે કે આ લોકો જ્યાં જનમ્યા હતા તે પ્રદેશ અત્યંત પછાત હતો અને પ્રજા તદ્દન જંગલી.એ સમયે અને એ પ્રદેશમાં પુનર્જન્મને સમર્થન આપવું ખતરનાક હતું. ખતરનાક એ અર્થમાં કે જો પુનર્જન્મ હોય તો આ જન્મે જે કરવું હોય તે કરો પુન્ય કરવા હજી અનેક જન્મો પડ્યા છે તેવો તર્ક માણસને આ જન્મે સુધરવામાંથી ઠેલી શકે. આથી કરુણાવશ તેઓએ સમર્થન ન આપ્યું જેથી આજ જન્મ છે અને આ જન્મમાં જેવા કર્મો કરશો તેનો હિસાબ કયામતના દિવસે તમારે ચુકવવો પડશે તેવી થીયરી તેમને વધુ યોગ્ય જણાઈ. આજે દુનિયાની ર્/૩ વસ્તી ઈસ્લામ અને ક્રિશ્ચન ધર્મ પાળે છે અને તેમના ધર્મમાં જે કહ્યું છે તે જ સાચું છે તેવું માનનારો વર્ગ મોટો છે તેથી પુનર્જન્મ અને પૂર્વજન્મનુ સત્ય હાંસિયામાં ધકેલાઈ ગયું.
    બીજી ઘટના એવી બની કે બુધ્ધીના વિકાસની સાથે ફક્ત બુધ્ધીપર જ ભરોસો રાખનાર એક વર્ગ ઊભો થયો. જે વર્ગ તેમને રેશનાલિસ્ટ તરી ઓળખાવે છે. તેઓ દરેક બાબતને વિજ્ઞાનના તરાજુએ જ તોલવા માંગે છે અને તેમની દલીલો એવી છે કે દરેક વસ્તુ જો વૈજ્ઞાનિકરીતે સાબિત કરી શકાય તો જ અમે માનીશું.(બધા માટે એક જ ફુટપટ્ટી)આની પાછળનુ કારણ પણ એવું છે કે ધર્મના નામે જાત જાતના બખેડાઓ, અંધશ્રધ્ધાઓ ફેલાવી કહેવાતા ધર્મગુરુઓએ રીતસરનો ધંધો શરુ કરી દીધો છે એટલે ધર્મ વિશ્વસ્નિય રહ્યો નહી અથવા કહો કે આ ધર્મના ઠેકેદારો વિશ્વસ્નિય રહ્યા નહી.એટલે આ પુનર્જન્મની હકિકત વાદવિવાદનુ કેન્દ્ર બની ગઈ. રેશનાલીસ્ટોની સમસ્યા એ છે કે જો આ વાત સ્વિકારવામાં આવે તો તેની પાછળ બીજા કેટલાંય દુષણૉ (જેવાં કે કર્મની થિયરી,જ્યોતિષ શાસ્ત્ર,સ્વર્ગ-નર્ક વગેરે વગેરે) કે જેના નામ પર કે જેના ભયથી આ કહેવાતા ધર્મ ગુરુઓ પોતાનો ધંધો ફેલાવી રહ્યા છે તેને રોકવો અશક્ય બની જાય. જેથી તેઓ કોઈપણ સમ્જોગોમાં પુનર્જન્મને સમર્થન આપી ન શકે તેવી પરિસ્થિતિનુ નિર્માણ થયું.
    આ રેશનાલીસ્ટ અતિ બુધ્ધીમાન છે અને તર્કની અને વિજ્ઞાનની આડશમાં પોતાની વાતનુ સમર્થન શોધે છે.(પાછા આ વર્ગમાં એકેય વૈજ્ઞાનિક નથી. મોટાભાગના કુતર્ક કરવાવાળા છે) પરંતુ એ ભીંત ભુલે છે. વિજ્ઞાન આંખમાં થુલુ કે મોતિયો કે ઝામર થયું હશે તો પકડી શકશે પરંતુ આંખ પ્રેમથી કે ક્રોધથી ભરેલી હશે તો તે નહી પકડી શકે. આ વિજ્ઞાનની મર્યાદા છે તે રેશનાલીસ્ટે સમજવું અને સ્વિકારવું પડે. બાકી સાવ સામાન્ય બુધ્ધીમતા ધરાવતો વ્યક્તિ પણ પુનર્જન્મના અનેક ઉદાહરણો તેમની આસપાસ જોઈ શકે છે જો તે કોઇપણ પ્રકારના પ્રેજ્યુડાઈસ ન ધરાવતો હોય તો. (ઉદાહરણઃ બાળપણ અવસ્થામા સંગિતકારને જુઓ કે તમારા જ બે બાળકોનો બારીકાઈથી બાળપણથી તો યુવાની સુધીના વિકાસનો અભ્યાસ કરો)
    જો આપણે એ સ્વિકારીએ કે પુનર્જન્મ જેવું કાંઈ નથી તો મહાવીર અને બુધ્ધ પોતાના પૂર્વજન્મો વિષે કહી ગયેલ તે ગપગોળા સિવાય કાંઈ નથી. જો આપણે સ્વિકારીએ કે પુનર્જન્મ નથી તો કૃશ્ણ, કબીર, નાનક, દાદુ, મીરાંબાઈ, ગંગાસતી, રહીમ, રઈદાસ, સહજો અને બીજા અનેક સંતો જેમને પુનર્જન્મને સ્વિકારી ઊપદુશ આપ્યા છે તે તમામ સંતો ઠગારા અને મુર્ખ છે. આપણા રેશનાલીસ્ટો એમના કરતાં વધુ હોંશિયાર છે. બાકી પશ્ચિમમાં અનેક સંતો, વૈજ્ઞાનિકો, મનોવૈજ્ઞાનિકો પુનર્જન્મ અને પૂર્વજન્મને સ્વિકાર કરી ચુક્યા છે. કોઈને રસ હોય તો એક જ્યુ ડોક્ટર જેમનુ નામ છે બ્રેયાન વેઈઝ તેમનુ પુસ્તક “મેની લાઈવ્ઝ મેની માસ્ટર” વાંચી જવું. એક વૈજ્ઞાનિક અભિગમ કેવો હોય તે સમજાશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s