ગંગા સતી ભજન/ સ્વર નારાયણ સ્વામી

From: Pravin Tamboli <tambolipsr@yahoo.com>

Subject: ganga sati bhajans narayan swami

Check out this video on YouTube:

http://youtu.be/rMrCFCqfHZM

સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું
ને આણવું નહીં અંતરમાં અભિમાન રે,
પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી
ને અભ્યાસે જીતવો અપાન રે …. સરળ ચિત્ત રાખી

રજ કર્મથી સદા દૂર રહેવું
ને કાયમ કરવો અભ્યાસ રે,
પાંચેય પ્રાણને એક ઘરે લાવવાં
ને શીખવો વચનનો વિશ્વાસ રે …. સરળ ચિત્ત રાખી

ડાબી ઇંગલા ને જમણી પિંગલા
ને રાખવું સ્વરભેદમાં ધ્યાન રે,
સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું
ને કાયમ રહેવું વ્રતમાન રે …. સરળ ચિત્ત રાખી

નાડી શુદ્ધ થયાં પછી અભ્યાસ જાગે
એમ નક્કી જાણવું નિરધાર રે,
ગંગાસતી એમ રે બોલિયા રે
ખેલ છે અગમ અપાર રે …. સરળ ચિત્ત રાખી

– ગંગા સતી

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “ગંગા સતી ભજન/ સ્વર નારાયણ સ્વામી

 1. ડાબી ઇંગલા ને જમણી પિંગલા
  ને રાખવું સ્વરભેદમાં ધ્યાન રે,
  સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું
  ને કાયમ રહેવું વ્રતમાન રે …

  આ ભજનમાં ગંગા સતીની એક તત્વ જ્ઞાની તરીકેની છાપ ઉભરે છે !

 2. અટપટી ગઝલો કરતાં ; સાદી ભાષામાં કેવું જીવન ભાથું ભર્યું છે?

 3. sharad shah

  બસ આ એક ભજનમા સમગ્ર ધર્મ ગ્રંથોનો સાર છે. જીવનમાં આટલી ખબર પડી જાય અને ગંગાસતીના કહ્યા મુજબ જીવતાં આવડી જાય તો કોઈ વેદ, પુરાણ, ઊપનિષદો, ધમ્મપદ, ગીતા બાઈબલ, કુરાન કે અન્ય ધર્મ પુસ્તકો વાંચવાની જરુર નથી. બસ આટલું સરળ છે અધ્યાત્મ કહો કે ધર્મ કહો. બાકી કહેવાતા ધર્મો… કાળાંતરે મૃત થઈ ચુક્યા છે અને વર્ષોથી આ લાશને આપણે ઢોયા કરીએ છીએ કારણ કે આપણા બાપ-દાદા પણ એ જ કરતા અને પાસ-પડોશી પણ એજ કરે છે, અરે આખો સમાજ એ જ કરે છે એટલે બધા તો કાંઈ મુર્ખા નહીં હોયને? આવો આપણો તર્ક છે અને જીવન દુર્ગંધ ભરેલું.આટા આટલાં ધર્મો હોવા છતાં ય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s