ફ્લર્ટેશનશિપ: દોસ્તીથી વધુ, સગપણથી ઓછું..

fli4

u0AABu0ACDu0AB2u0AB0u0ACDu0A9Fu0AC7u0AB6u0AA8u0AB6u0ABFu0AAA

ફ્લર્ટેશનશિપ: દોસ્તીથી વધુ, સગપણથી ઓછું..

ગુલાબી આંખની રંગીની શીશામાંનથી હોતી,

નજરમાંહોય છેમસ્તી તેમદીરામાંનથી હોતી.

મજા ક્યારેક એવી હોયેછે ‘ના’માંપણ,

અનુભવ છેકેએવી સેંકડો ‘હા’માંનથી હોતી.

-આસિમ રાંદેરી

તોરે નૈના બડેદગાબાજ રે….. માનબાબા આઠ વર્ષનાં હતા. નજરમાં મસ્તી હતી. રેખાજી વોક પર જતા ત્યારે

એ સાયકલ પર પીછેપીછેપીછે…. બસ ત્યારે જ એને પ્રેમ થઇ ગયો હતો. માનબાબાએ કહ્યું’તું કે હું મોટો

થઇશ ત્યારે આ છોકરી જોડેજ પરણીશ. પછી માનબાબા મોટા થઇનેસલમાન ખાન બન્યા અને કબૂલાત કરી

કે….એટલેતો મારા લગ્ન નથી થયા. રેખાએ જવાબ વાળ્યો. એટલે તો હું પણ પરણી નથી. સેમ ટૂસેમ… લો

બોલો. બિગ બોસનાં સેટ પર જબરી મજાક મસ્તી થઇ જ્યારેરેખા એની ફિલ્મ ‘સુપર નાની’નેપ્રમોટ કરવા

સલમાન ખાન પાસે પહોંચી. દર્શકોને મઝા પડી. એકની ઉંમર 60 વર્ષ, બીજાની 48 વર્ષ. પણ અઠરા બરસકી

તુહોનેકો આઇ… પર પણ બન્નેએ નૃત્ય કર્યુંઅનેસલમાન ખાનેરેખાજી હજી ય અઢાર વર્ષનાંજ છેતેવી

દુહાઇ દીધી. આમ કાંઇ નહીંઅનેઆમ પ્રણય ચેષ્ટા. પ્રેમી હોય એવાંખોટાંહાવભાવ. ઇંગ્લિશ શબ્દ છે

ફ્લર્ટિંગ. જેની સાથેફ્લર્ટિંગની રીલેશનશિપ હોય એનેમાટેશબ્દ છેફ્લર્ટે(શન)+(રીલે)શનશિપ એટલેકે

ફ્લર્ટેશનશિપ. (FLIRTATIONSHIP).

ફ્લર્ટેશનશિપનાંસંબંધ સ્વાભાવિક રીતેપુરુષ અનેસ્ત્રી વચ્ચેહોય છે. તેઓ પરણેલાંહોઇ શકે. પણ એક

બીજાનેનહીં ! અર્બન ડિક્સનરી અનુસાર ફ્લર્ટેશનશિપનો અર્થ થાય છે, દોસ્તીથી કાંઇક વધુ, સગપણથી

કાંઇક ઓછું. આમ તો પુરુષ અનેસ્ત્રીનાંસંબંધોનાંનામ આપવા કઠિન કામ છે. ગુલઝાર સાહેબનુંલખેલું

ફિલ્મ ‘ખામોશી’નુંગીત યાદ છે? હમનેંદેખી હૈઇન આંખોકી મહેકતી ખુશ્બૂ, હાથસેછુકેઉસેરિશ્તોકા ઇલ્ઝામ

ન દો; એક એહસાસ હૈયેરૂહસેમહેસૂસ કરો, પ્યાર કો પ્યાર હી રહેનેદો કોઇ નામ ન દો. છતાંસંબંધનેનામ

દેવા એ સારી વાત છે. સંબંધમાંસ્પષ્ટતા હોવી જોઇએ. પૂજા બેદીએ ટાઇમ્સ ઓફ ઇંડિયામાંલેખ લખ્યો એનું

શીર્ષક હતું: હર્ડ ઓફ ફ્લર્ટેશનશિપ?(ફ્લર્ટેશનશિપ વિષેસાંભળ્યુંછે?). પૂજા લખેછેકેઆ શબ્દ સાંભળીને

નિરાંત જ થઇ ગઇ. કોઇ પણ પુરુષનેહુંમળું, મનેએની સાથેગમે, અમારી કેમેસ્ટ્રી મળતી હોય, અમેમસ્તી

મજાક કરતા રહીએ, ‘નેમીડિયા પૂછ પૂછ કરેતેહેંબેન, તમારે ‘નેએનેકાંઇ રીલેશનશિપ છે? હવેએમાંએમ

કહેવુંકેઅમેમાત્ર સારા મિત્રો છીએ, તો એ વાત સાવ સાચી ન હોય. અનેએની સાથેકોઇ સગપણનાંસંબંધ

પણ ન હોય ત્યારેઆ ‘ફ્લર્ટેશનશિપ’ શબ્દ ઝલઝલો કરાવી દેછે. ફ્લર્ટેશનશિપમાંસંબંધ ચોખ્ખા હોય છે,

સરખામણીમાંનિર્વિવાદી હોય છે. ફ્લર્ટેશનશિપમાંસેક્સ વર્જ્ય છે. જો શારીરિક સંબંધ બંધાયા હોય તો પછી

એવા સંબંધ ફ્લર્ટેશનશિપ કહેવાતા નથી. એ પછી શારીરિક સગપણ કહેવાય છે.

ફ્લર્ટેશનશિપ શબ્દ આમ તો જૂનો છે. અંગ્રેજ લેખક ગિલ્બર્ટ ફ્રેંકાઉએ 1918માંએક પદ્ય નવલિકા લખી

હતી: ‘વન ઓફ ધેમ’. જેમાંસંબંધનેઉપરછલ્લાંઅડીનેજવાની વાત હતી. કવિ એનેલાઇટ એડવેન્ચર (હળવું

પરાક્રમ) તરીકેનવાજેછે. પરાક્રમ હળવુંય હોય?!! અનેએ થાય છેફલર્ટેશનશિપનાંદ્વિપક્ષી કરારનામા

પર. ફ્લર્ટેશનશિપ પરસ્પર હોય છે. અનેએક બીજાની સંમતિથી શક્ય બનેછેઅથવા તો ટકેછે. એકતરફી

ફ્લર્ટેશનશિપ જેમાંએક જણ બીજીનાંએકતરફા વખાણ કર્યા કરેતેનેપપ્પી ડોગ ફ્લર્ટેશનશિપ કહેછે.

ખબર શી રીતેપડેકેતમેફ્લર્ટેશનશિપની ગાંઠેબંધાયા છો? તમારા મિત્રો અનેકુંટુંબીજનોનેખબર જ ન

પડેકેતમારી વચ્ચેઆ કેવો સંબંધ છે- એ ફ્લર્ટેશનશિપ. ફ્લર્ટ પાર્ટનર સાથેતમનેગમે, એનામાંઘણી

ખૂબીઓ હોય જેતમેતમારા લાઇફ પાર્ટનરમાંઇચ્છતા હો પણ તમેપતિ પત્ની તરીકેસાથેહોઇ શકો એવો

વિચાર તમનેન આવે. લોકો તમનેઓફિસ હસબન્ડ કેઓફિસ વાઇફ કહેછે? બસ આ ફ્લર્ટેશનશિપ છે.

ફ્લર્ટેશનશિપનાંસંબંધ સારા હોય છે. તમનેએકલુંએકલુંન લાગે. તમેસાથેફિલ્મ જોવા કેશોપિંગમાંજઇ શકો.

કોઇ અગત્યની મીટિંગ કેઇન્ટર્વ્યૂહોય તો એ તમનેચીઅર અપ કરે. એની તમનેપડી હોય. હા, એટલુંછેકે

પરણેલાંસાથેફ્લર્ટેશનશિપ ટાળવી. તમનેએવુંલાગેકેમારાંલાઇફ પાર્ટનર સમજુછે, એનેકોઇ ઇર્ષ્યા થતી

નથી. પણ એવુંહોતુંનથી. તમેહજી હમણાંજ મળ્યા હો અનેસીધેસીધુંફ્લર્ટ કરવા માંડો એ ય ઠીક નથી. થોડું

હળીએ, થોડુંમળીએ. પછી મસ્તી મજાક થાય એ જ ઠીક. અનેતમારો કોઇ સાથેનો પ્રેમસંબંધ હમણાંજ તૂટ્યો

હોય, તમેહમણાંજ તરછોડાયા હો તો તાત્કાલિક ફ્લર્ટેશનશિપ સારી નહીં. ક્યાંક સમજણફેર થાય અનેડખ્ખો

થઇ જાય, યુસી !

પુરુષ અનેસ્ત્રીનાંસંબંધ એક ઉખાણાંજેવા છે. આમ અટપટા અનેઆમ સરળ. બન્નેનેગમેઅને

કોઇ ગુંચવાડો ન જોઇતો હોય તો ફ્લર્ટેશનશિપ સારી કહેવાય. અમેરિકન રાજકીય વ્યંગ લેખક પી.

જે. ઓરુર્ક કહેછેકેમોટા ભાગનાંલોકોનેકામ પર જવાનુંગમેછે, લોકોનેમળવાનું, સાથી કર્મચારીઓ સાથે

ફ્લર્ટેશનશિપ રાખવાનુંગમેછે, અલબત્ત તેઓ પોતાનાંકામનેધિક્કારતા હોય છે.

મૂળમાંલાઇફમાંહસી મજાક આનંદ હોવા જરૂરી છે. જેની સાથેગમેતેની સાથેઝાઝો સમય રહેવું. ગમતાનો

ગુલાલ કરતા રહેવું.

શબદ આરતી:

હુંનેચરલ ફ્લર્ટ છું. પણ હુંએનેસેક્સ્યુઅલ રીતેજોતી નથી. ઘણી બધી વાર હુંઅતિ ઉત્તેજિત

ગલુડિયાંજેવી હોઉંછું. – ઓસ્ટ્રેલિયન

ગાયિકા, અભિનેત્રી કાયલી માયનોગ

flir

1 ટીકા

Filed under Uncategorized

One response to “ફ્લર્ટેશનશિપ: દોસ્તીથી વધુ, સગપણથી ઓછું..

  1. pragnaju

    Today at 7:49 AM
    One suggestion….

    You need to know at least how to align the text in the post. ( ‘Justify’option) . It becomes very much irritating to the eyes to read the text as it is.
    Even a handicapped person like VP has learnt to use so many tools on WP editor.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s