લાશો તણાઈ રહી છે….–જલન માતરી +Happy Halloween +સરદાર વલ્લભભાઇ પટેલની જન્‍મજયંતિ+

લાશો તણાઈ રહી છે….–જલન માતરી-2014-10-23 +

‘શબ્દાલય’માં પ્રકાશીત થયેલી જનાબ માતરીસાહેબની આ નવી ગઝલ..
કદાચ તમને ગમે..
..ઉ.મ..
+ Happy  Hallowen
  • Halloween Horror Nights 2014 at Universal … – YouTube

    www.youtube.com/watch?v=hYYaOokqyiQ
    Sep 21, 2014 – Uploaded by Sharp Productions

    Opening ceremony, clips from all 7 mazes and the Terror Tram atHalloween Horror Nights 2014 at Universal …

    ………………………………………………………………………………………………………………………………………………………………………

૧૨૩

 

 

સરદાર વલ્લભભાઇ પટેલની જન્‍મજયંતિઃ

દેશની અખંડીતા માટે પ૬ર રજવાડાઓનું એકીકરણ કરવાનું ભગીરથ કાર્ય સફળતાભેર પાર પાડનાર લોખંડી પુરૂષ સરદાર પટેલ ને શ્રધ્ધાંજલી અનેપ્રતિમાને પુષ્‍પાંજલી

…………………………………………………………………………………………………………………………

૧૨૪

 

 

 

આજે દિવગંત વડાપ્રધાન ઇન્‍દીરા ગાંધીને તેમની ર૯મી પુણ્‍યતિથિએ શ્રધ્‍ધાંજલી

 

+ જલન માતરી

સમજદારીથી અળગા થઈ જવાનાં સૌ બહાનાં છે,
મને શંકા પડે છે કે દીવાના શું દીવાના છે ?

ખુદા ! અસ્તિત્વને સંભાળજે કે લોક દુનિયાના,
કયામતમાં એ તારી રૂબરૂ ભેગા થવાના છે.

ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર,
ખુદા જેવા ખુદાનાં ક્યાં બધાં સર્જન મજાનાં છે ?

રાજા દેતો નથી એ પાપીઓને એટલા માટે,
મરીને આ જગતમાંથી એ બીજે ક્યાં જવાના છે ?

ચલો એ રીતે તો કચરો થશે ઓછો આ ધરતીનો,
સુણ્યું છે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે !

તમે પણ દુશ્મનો ચાલો આ મારા સ્નેહીઓ સાથે,
એ કબ્રસ્તાનથી આગળ મને ક્યાં લઈ જવાના છે ?

રહે છે આમ તો શયતાનના કબજાં મહીં તો પણ,
‘જલન’ને પૂછશો તો કે’શે એ બંદા ખુદાના છે.
*
દુ:ખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.

છે મસ્તીખોર કિન્તુ દિલનો છે પથ્થર નહીં આવે,
સરિતાને કદી ઘર આંગણે સાગર નહીં આવે.

ચમનને આંખમાં લઈને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,
તને જોઈ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.

દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર, નહીં આવે.

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઈશ્ર્વર નહીં આવે.
*
તકદીરનો છું માર્યો, સમયનો શિકાર છું,
અડધો ચમનમાં અડધો ચમનની બહાર છું.

જન્નતની ના બગાડ મજા જગમાં ઓ ખુદા,
એનો તો કર વિચાર કે ત્યાં આવનાર છું !

દુનિયામાં અન્ય જેમ તને પણ ખિતાબતે,
કે’વાની શી જરૂર કે પરવરદિગાર છું ?

ભાગે છે એ રીતે મને નીરખીને ઝાંઝવા,
જાણે કે એને પકડીને હું પી જનાર છું.

એ પણ હતો સમય, હતાં મુજ પર દુ:ખો સવાર,
આ પણ સમય છે, પોતે દુ:ખો પર સવાર છું.

થોડુક ધન કુબેરો મને પણ મળે તો ઠીક,
હું પણ તમારી જેમ ક્યાં બાંધી જનાર છું ?

કંપી રહ્યું છે કેમ દુ:ખોનું જગત ‘જલન’!
હમણાં હું તકલીફોની ક્યાં સામે થનાર છું ?
*
મઝહબની એટલે તો ઇમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

ત્યાં સ્વર્ગ ના મળે તો મુશીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર ?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.

હિચકારું કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યો,
લાગે છે આ રમત કોઈ શયતાનની નથી.

ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

ઊઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે,
એ બંદગીનો દ્વોહ છે, એ બંદગી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
*
મુશ્કિલ પડી તો એવી કે આઠે પ્રહર પડી,
પણ દુ:ખ છે એટલું જ કે કારણ વગર પડી.

દ્રષ્ટિનો દોષ હો કે મુકદ્દરનો વાંક હો,
અમને ફક્ત ખિઝાં જ મળી જ્યાં નજર પડી.

કંઈ એવું મસ્ત દિલ હતું નિજ વેદના મહીં,
વીતી ગઈ છે રાત સવારે ખબર પડી.

પૂરી શક્યું ના એને કફન આભ એટલે,
તારાની લાશ આવીને ધરતી ઉપર પડી.

દુ:ખની કબૂલ વાત, પણ આનો જવાબ દો-
સુખની ઝડીઓ પણ સતત કોના ઉપર પડી ?

પૂરી શક્યું ના કોઈ પણ, તારા ગયા પછી,
મુજને જે ખોટ તારા વગર ઉમ્રભર પડી.

ભૂલી શક્યા ના તેઓ ‘જલન’ આજીવન મને,
મારા કવનની જેના હ્રદય પર અસર પડી.

તો – આદિલ મન્સૂરીજી

ધોળી બળદની ખોપરી કાળી દીવાલ પર
થીજી ગયેલી રક્તતા સૂર્યાય ગાલ પર

અજવાળાના શરીરમાં લ્હેરાતી શુક્રતા
લટકે છે અંધકારની લાશો મશાલ પર

છાયાની રંગઅંધતા કાયમ રહી ન જાય
ભૂરો સવાલ જોઈએ પીળા સવાલ પર

મધરાતે કોણ બારણાં ખખડાવતું હશે
પડછાયા ઓતપ્રોત છે કોના દીવાલ પર

images

 

ઃઃ

1 ટીકા

Filed under Uncategorized

One response to “લાશો તણાઈ રહી છે….–જલન માતરી +Happy Halloween +સરદાર વલ્લભભાઇ પટેલની જન્‍મજયંતિ+

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s