બર્લિન-વોલ

 BW

૯મી નવેમ્બર, ૧૯૮૯ના બર્લિન-વોલ તૂટી ગઈ. આ પહેલા દુનિયા બે છાવણીઓમા વહેંચાયલી હતી, મૂડીવાદ અને સામ્યવાદ. આ વિચારધારાના વિભાજનને શીતયુદ્ધનું નામ આપવામા આવેલું. મૂડીવાદી દેશોની આગેવાની અમેરિકા પાસે હતી જ્યારે સામ્યવાદી દેશોની આગેવાની રશિયા પાસે હતી. અમેરિકાની છાવણીમા યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલીઆ અને આફ્રિકાના અનેક દેશો હતા. રશિયાની છાવણીમા ચીન અને યુરોપ અને એશિયાના થોડા દેશ હતા. અમેરિકાની ખૂબ નજીક્નું ક્યુબા પણ રશિયાની છાવણીમા હતું. જવાહરલાલ નહેરૂ, ઈજીપ્તના અબ્દુલ ગમેલ નાસર અને યુગોસ્લાવિયાના માર્શલ ટીટો ની ત્રિપુટીએ મળીને તટસ્થ દેશોનો સમૂહ બનાવેલો.

અમેરિકા અને રશિયા બન્ને પોતાની વાત મનાવવા હરઘડી યુદ્ધની તૈયારીમાં રહેતા. અણુશસ્ત્રો અને બીજા વિનાશક શસ્ત્રોની હોડ મચેલી. અમેરિકામા તો રશિયન સામ્યવાદની એવી બીક બેસી ગયેલી કે બાળકોથી માંડીને વૄધ્ધો સુધી રશિયાથી એક ડગલું આગળ રહેવા રાતદિવસ મહેનતમા લાગી ગયા હતા. અમેરિકાનો આ સુવર્ણ કાળ હતો. નવી નવી વૈજ્ઞાનિક શોધ, જીવન જરૂરીઆતની ચીજ વસ્તુઓ અને યુધ્ધના હથિયારોનું ઉત્પાદન અને આર્થિક સદ્ધ ધ્ધરતા એની ચરમ સીમાએ હતી.

૪થી ઓક્ટોબર, ૧૯૫૭ ના રશિયાએ સ્પુટનિક નામનો કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની ભ્રમણ કક્ષામા મૂકી, પૂરી દુનિયામા ખળભળાટ મચાવી દીધો. આની સૌથી વધારે અસર અમેરિકા ઉપર થઈ. અમેરિકનોનું અહમ એટલું તો ઘવાયું કે અમેરિકાભરમા શાળાના બાળકોએ પણ વધારે મહેનત કરવાના શપથ લીધા. થોડા સમયમા જ અમેરિકા રશિયાની બરોબરીમા આવી ગયું. રશિયા, અમેરિકા માટે પ્રગતિ કરવા માટેનું મોટીવેશન હતું.

૯મી નવેમ્બર, ૧૯૮૯ મા ટૂટેલી બર્લિનની દિવાલ, સામ્યવાદ ઉપર મૂડીવાદના વિજયનું પ્રતિક બની ગઈ. અમેરિકનો વિજય પર્વ મનાવવામા ડૂબી ગયા. આખા વિશ્વમા અમેરિકાની બરોબરી કરી શકે એવું કોઈ નથી એ વાત એમના મનમા ઘર કરી ગઈ. લોકો મોજશોખ અને ખાવાપીવામા લાગી ગયા. ઉધાર પૈસા લઈને પણ આરામની ચીજ વસ્તુઓ ખરીદવા લાગ્યા. ઉત્પાદનમા ઘટાડો થવા લાગ્યો, દેશની આર્થિક પરિસ્થિતિ બગડવા લાગી. અમેરિકાએ વિશ્વબેંક અને દુનિયાના દેશો પાસેથી કરજ લેવાનુ શરૂ કર્યું. ચીન, ભારત, કોરિયા, જાપાન વગેરે દેશો મજબૂત થવા લાગ્યા. અમેરિકાએ ચીન પાસેથી અને જાપાન પાસેથી અધધ થઈ જાય એટલો કર્જો ઉપાડ્યો છે. ૨૦૦૮થી અમેરિકાની આર્થિક હાલત ખરાબ છે. લોકો પોતાની નોકરીઓ ગુમાવી રહ્યા છે, બેંકોનો અને ક્રેડીટ કાર્ડ કંપનીનો કર્જ ફેટાડવામા ઘણા લોકો અસમર્થ થઈ જાય છે. બેંકો દિવાળું કાઢે છે.

રશિયાએ હારી જઈને અમેરિકાને નબળું પાડી દીધું !!!bw2

– પી. કે. દાવડા

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s