હરણ માત્ર એકજ / યામિની વ્યાસ

0KAVITA Dipotsavi Ank mathi ek gazal

યાદ આવે કાવ્ય
અભણ અમરેલવીએ કહ્યું

યુદ્ધો, યાતનાશિબિરો, હોનારતો
હાહાકારો
હોસ્પિટલના દોઝખમાં ઓગળતાં મનુષ્યો
ભૂખમરો
મોત……..
આ બધું ગધેડીના ઈશ્વરનું સર્જન છે?
હશે.
આ પ્રશ્નનો જવાબ મને આવડતો નથી.
કેમકે આ તો અભ્યાસક્રમની બહારનો સવાલ છે!

શ્રીમદ ભાગવત આખેઆખું ચાવી જનાર ભૂખી ગાય
બીજે દિવસે કતલખાને હડસેલાય
એ ગાય, જેણે ગોકુળ, મથુરા, વૃન્દાવન અને
શ્રી કૃષ્ણ સહિતનું જ્ઞાન પચાવ્યું,
તેને દૂધ નહીં આપવાના ગુના સબબ
કતલખાનાને દરવાજે કેમ ઊભા રહેવું પડે છે?
-આ પ્રશ્નનો જવાબ પણ મને નથી આવડતો.

હું અભણ છું
મારા કપાળમાં અંધારુ લખનાર ઈશ્વરને
ગધેડીનો ના કહું તો શું કરું?

પરંતુ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી
અને માતા
આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે
તેની મને ખબર છે…….

આ ખબરની સાક્ષીએ
હું શંકાનો લાભ આપીને
સર્જકને કહું છું ઈશ્વર.

હું ઈશ્વરને માફ નહિ કરું
પણ સર્જક્ને ઈશ્વર કહું છું
માટે ઈશ્વરને તેના ગુનાઓની માફી આપું છું!
-રમેશ પારેખ

download

6 Comments

Filed under Uncategorized

6 responses to “હરણ માત્ર એકજ / યામિની વ્યાસ

 1. કવિયત્રી યામિનીની કાવ્ય રચના કેટલી ભાવવાહી છે !

  એવી જ ઈશ્વર ઉપરની છ અક્ષરના કવિ રમેશ પારેખની કાવ્ય રચના માણી.

  પેલા વિચારકની અદામાં વિચારતા કાતિલ નજર વાળા બાળકની તસ્વીર ખુબ જ ગમી.

  • pragnaju

   મા સ્વ રપાની જન્મ તીથીની ઊજવણી
   ચિ યામિનીની રચના અને અમે તો બ્લોગ જગતના સૌજન્યે રજુ કર્યો ફોટો
   આપને ગમ્યો તે બદલ આભાર

 2. Sharah Shah

  Adding little more….
  માટીના માનવીએ ભર્યો અહમ માત્ર એક જ;
  કબીર, મીરાં, કૃષ્ણ જેવું મરણ માત્ર એક જ.

  • pragnaju

   રચનાને અનુરૂપ પ્રેરણાદાયી સૂત્રાત્મક પંક્તીઓ બદલ આભાર

 3. વિચારતા કરી મૂકે તેવી સુંદર રચના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s