જે ગાયું તે ગીત ..યામિની વ્યાસ

Yamini Vyas's photo.  યાદ
આ ગીત દ્વારા કવિ શ્રી ધ્રુવ ભટ્ટે વાત પણ કેવી સરસ કરી છે.. પોતાનું એક ગીત લખવાની કોશિશ કરીએ, તો ખબર પડે કે ગીત કંઇ કલમ હાથમાં લેતાંની સાથે લખાઇ નથી જતાં.. અને તો યે કવિએ પોતે લખેલાં ગીત કેવી સરળતાથી આપણને આપી દીધાં?

તમે ગાયાં આકાશ ભરી પ્રીતે
તે ગીત મારાં કહેવાય કઇ રીતે?

ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છે
કે ચાલ જઇ કંઠ કંઠ મ્હાલીએ
આપણે તે એવડાં કે કેવડાં કે મારું છે
ચાલ કહી ગજવામાં ઘાલીએ

જે પ્રેમ કરી પામે તે જીતે
તે ગીત હવે મારા કહેવાય કઇ રીતે?

અમને અણદીઠ હોય સાંપડ્યું કે સાંપડી હો
પીડા એવી કે સહેવાય નહીં
એટલું જ હોય અને એટલાંક હોવાના
મથુરાને ગોકુળ કહેવાય નહીં

અમે આપ્યાં જે દેવકીની રીતે
તે ગીત હવે મારાં કહેવાય કઇ રીતે?
સૌજન્ય ટહુકો

5 Comments

Filed under Uncategorized

5 responses to “જે ગાયું તે ગીત ..યામિની વ્યાસ

 1. અમે આપ્યાં જે દેવકીની રીતે
  તે ગીત હવે મારાં કહેવાય કઇ રીતે?
  વાહ ,શું કલ્પના છે !

  ભાવવાહી કાવ્ય યુગલ માણ્યાં

 2. Sharad Shah

  Gift to Yaminiben;
  કાંઇક દઈને તો ગયા, ભલે ગાળ બરાબર,
  બાંધશું ગાંઠે અમે, સમજીને પ્રીત બરાબર.
  Sharad
  યામીનીબેનની અને ધ્રુવભાઈના કાવ્યો ખુબ સરસ અને હૃદયસ્પર્શી રહ્યાં. ધન્યવાદ.

 3. બન્ને કવિઓને દાદાની દાદ !
  ———–
  ધૃવ ભટ્ટ ( અને રાજેશ વ્યાસ) ગુ.પ્ર.પ. પર નથી. મદદ કરશો?
  ———
  પોતાનું એક ગીત લખવાની કોશિશ કરીએ, તો ખબર પડે કે ગીત કંઇ કલમ હાથમાં લેતાંની સાથે લખાઇ નથી જતાં..
  ——
  સાચી વાત. કવિતા લખવામાં ૧૦ ટકા જ ભાવ અને પ્રેરણા હોય છે. બાકીની મજૂરી જ.
  પણ… સિદ્ધહસ્ત કવિને એ પ્રક્રિયા સહજ બની જતી હોય છે.
  આપણા જેવા સામાન્ય માણસો માટે તો ગદ્ય જ શ્રેષ્ઠ.

 4. બંને ગીતો ખુબ સરસ.

 5. pragnaju

  સૌને દાદ આપવા બદલ ધન્યવાદ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s