૫રબ્રહ્મ ૫રમાત્માનો અનુભવ

Suresh Jani

To

Me —-

બ્રહ્મજ્ઞાન વૈરાગ્ય વગર ટકતું નથી.બ્રહ્મજ્ઞાનની વાતો કરે પણ પૈસા-પ્રતિષ્ઠા સાથે પ્રેમ કરે તે ખરો જ્ઞાની નથી. ખરો જ્ઞાની એ જ છે કે જે ઈશ્વર સાથે જ પ્રેમ કરે છે.ઈશ્વર સિવાય સંસારના જડ પદાર્થોમાં પ્રેમ-સ્નેહ કરે તે આત્માને શરીરથી જુદો જોઈ શકતો નથી. હું શરીર નથી..હું સર્વનો સાક્ષીરૂપ..આનંદરૂપ..ચેતન પરમાત્મા છું.આ બ્રહ્મજ્ઞાન પછી પણ ઈશ્વરમાં જ પ્રીતિ જરૂરી છે.

જ્ઞાનની સાત ભૂમિકાઓ યોગવશિષ્ઠ રામાયણમાં બતાવી છે.

શુભેચ્છા..સુવિચારણા..તનુમાનસા..સત્વાપતિ..અસંશક્તિ..પદાર્થભાવિની અને તુર્યગા.

(૧) શુભેચ્છા…આત્માના સાક્ષાત્કાર માટેની જે ઉત્કટ ઈચ્છા તે

(૨) સુવિચારણા-ગુરુનાં વચનોનો તથા મોક્ષશાસ્ત્ર નો વારંવાર વિચાર કરવો

(૩) તનુમાનસા..વિષયોમાં અનાસક્તિ અને સમાધિમાં અભ્યાસ વડે બુદ્ધિની તનુતા (સૂક્ષ્મતા) પ્રાપ્ત થાય

(૪) સત્વાપતિ…ઉપરના ત્રણથી નિર્વિકલ્પ સમાધિ રૂપે સ્થિતિ તે (આ ભૂમિકા વાળો બ્રહ્મવિત કહેવાય છે)

(૫) અસંશક્તિ…ચિત્ત વિષે પરમાનંદ અને નિત્ય બ્રહ્માત્મ ભાવનાનો સાક્ષાત્કારરૂપ ચમત્કાર તે

(૬) પદાર્થભાવિની…પદાર્થો માં દૃઢ અપ્રતિતી થાય તે

(૭) તુર્યગા…બ્રહ્મને જે અવસ્થામાં અખંડ જાણે તે અવસ્થા (ઉન્મત્ત દશા)

પ્રથમ ત્રણ ભૂમિકાઓ સાધનકોટિની છે.બાકીની ચાર જ્ઞાનકોટિની છે.

પ્રથમ ત્રણ ભૂમિકાઓ સુધી સગુણ બ્રહ્મનું ચિંતન કરવાનું હોય છે અને જ્ઞાનની પાંચમી ભૂમિકાએ પહોચતાં જડ અને ચેતનની ગ્રંથી છૂટી જાય છે અને એક ૫રબ્રહ્મ ૫રમાત્માનો અનુભવ થાય છે.

સંકલનઃ શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી(નિરંકારી)મું.પોસ્ટઃનવીવાડી,તા.શહેરા, જી.પંચમહાલ

 

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s