અમારી ૫૭ મી અને ચિ.યામિની ગૌરાંગકુમારની ૩૦ મી લ ગ્ન તી થિ…

aa
Nostal ! (6)

થોડી યાદો

Dec 8th 1957

डीसेम्बर ८ १९५७

It was Sunday, under the sign of Sagittarius. The US president was Dwight D. Eisenhower (Republican). In that special week of December people in US were listening to Jailhouse Rock by Elvis Presley. In UK Mary’s Boy Child by Harry Belafonte was in the top 5 hits. Sayonara, directed by Joshua Logan, was one of the most viewed movies released in 1957

Nostal !

ग्रा. र. द ट्रेनींग

Nostal ! (10)

मो,सा शीखी

Nostal ! (8)

दरिया पार लगाने आ

Nostal ! (4)

दरिया पार

00000

बीत गये दिन भजन बिना रे। भजन बिना रे भजन बिना रे॥ बाल अवस्था खेल गवांयो। जब यौवन तब मान घना रे॥ लाहे कारण मूल गवाँयो। अजहुं न गयी मन की तृष्णा रे॥ कहत कबीर सुनो भ साधो। पार उतर गये संत जना रे॥

000 11104pp (2)

0000000000000000000000000000000000000000

ચિ સૌ યામિનીને ૩૦મી લગ્નતીથિ ની શુભેચ્છાઓ અને આશીસ

011030000

11

डीसेम्बर ८ १९८४

સાથે આજે

આજે આત્મકથા સત્રમાં દેશના બે મહાન કવિઓ વિષે સુરતની બે જાણીતી કવયિત્રીઓ બોલશે. સાંજે ૭, ભૂલકાં ભવન સ્કૂલ, અડાજણ, સુરત. જરૂર આવજો.

આજે આત્મકથા સત્રમાં દેશના બે મહાન કવિઓ વિષે સુરતની બે જાણીતી કવયિત્રીઓ બોલશે. સાંજે ૭, ભૂલકાં ભવન સ્કૂલ, અડાજણ, સુરત. જરૂર આવજો.

Like · ·

15 Comments

Filed under Uncategorized

15 responses to “અમારી ૫૭ મી અને ચિ.યામિની ગૌરાંગકુમારની ૩૦ મી લ ગ્ન તી થિ…

  1. વાહ, કેવો શુભ સંજોગ , માતા અને દીકરીની એક જ દિવસે લગ્નની સંવતસરી !
    પ્રજ્ઞાબેન, આપને બન્નેને તથા યામિની-ગૌરાંગને હાર્દિક અભિનંદન અને અનેક શુભેચ્છાઓ.
    ફોટાઓમાં ભૂતકાળની યાદો નો ઈતિહાસ ઝલકે છે .

    • આપ જેવા સ્નેહીઓની શુભ કામનાઓએ ચીંતાના સમયમા માર્ગ સરળ બનાવ્યો છે. યાદ આવે .અમને ચાર દિકરીઓ.અને ઘણા કહેતા-‘દીકરી પરણાવી જો અને ઘર બાંધી જો’ ઘર બાબત તો અમે માનતા -‘ ગાંડા ઘર બાંધે અને ડાહ્યા તેમાં રહે’તેથી તેની ફીકર નહીં પણ દિકરીઓ ને મનપસંદ સાથી શોધવા મદદ કરવી જોઈએ.તેથી ચિ સૌ યામિનીના જન્માક્ષર લઇ સૂરત નાણાવટમા પારસી જ્યોતિષને બતલાવતા તેમના સહજ રમુજી સ્વભાવ પ્રમાણે કહ્યું-‘ બહુ સરસ ભાવિ છે પણ તેનો ટાંટીઓ ભાંગશે ત્યાર બાદ લગ્ન થશે!’ ત્યાર બાદ તે રાજ્ય કક્ષાની ગરબામા હરિફાઇ માટે પાટણ જવા નીકળી અને આણંદ ચોકડીએ અકસ્માત થયો.પગના નાની આંગળીએ ક્રેક થયો! તુરત અમદાવાદ નત્ય નાટિકા ‘પ્રીત બની પડછાયો.’ ભજવવા જવાનું થયુ. ત્યાં વિવાહ થયો અને અમદાવાદમા લગ્ન પણ…છતા તે માનતી તે રીતે આ ગઝલ મા વ્યક્ત કરી…
      પળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું? ગગન શું? સિતારા વળી શું?
      સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું ?
      ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું કદી કાફલો છે
      મળી મહેફીલો તો મેં માણી લીધી છે સવાલો જવાબો સમસ્યા વળી શું?
      નથી કોઈ મંઝિલ નથી કોઈ રસ્તો ચરણને મળ્યું છે સતત ચાલવાનું
      કદી થાક લાગે તો થોભી જવાનું ઉતારા વિષેના ઉધામા વળી શું?
      મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે
      અને મૌનને પણ હું સુણ્યા કરું છું અવાજો વળી શું ને પડઘા વળી શું?
      જગતના વિવેકોને વ્યહવાર છોડી ઉઘાડા જં મેં દ્વાર રાખી મૂક્યા છે
      ભલે કોઈ અણજાણ આવે અતિથિ પ્રતીક્ષાવળી શું? ટકોરા વળી શું?

  2. congratulations to both of you.

  3. પ્રિય પ્રજ્ઞાબેન અને યામિનીબેન;
    પ્રેમ.
    આપને બન્ને મા-દિકરીને આજે ૮મી ડિસેમ્બરે લગ્નની વર્ષગાંઠ નિમિત્તે અનેક શુભેચ્છાઓ. લગ્ન સંબંધને વ્યાખ્યાયિત કરતાં ખલિલજીબ્રાનના વચનોનો અત્રે ઉલ્લેખ કરું છું જે મને અતિપ્રિય છે.
    You were born together, and together you shall be forevermore.
    You shall be together when the white wings of death scatter your days.
    Ay, you shall be together even in the silent memory of God.
    But let there be spaces in your togetherness,
    And let the winds of the heavens dance between you.

    Love one another, but make not a bond of love:
    Let it rather be a moving sea between the shores of your souls.
    Fill each other’s cup but drink not from one cup.
    Give one another of your bread but eat not from the same loaf
    Sing and dance together and be joyous, but let each one of you be alone,
    Even as the strings of a lute are alone though they quiver with the same music.

    Give your hearts, but not into each other’s keeping.
    For only the hand of Life can contain your hearts.
    And stand together yet not too near together:
    For the pillars of the temple stand apart,
    And the oak tree and the cypress grow not in each other’s shadow.
    પ્રભુશ્રીના આશિષ;
    શરદ.

  4. બન્ને જોડીઓને હાર્દિક અભિનંદન.

  5. The Prophet ની On Love અને On Marriage ના જીવનમા ઉતારવા જેવી શુભેચ્છાઓ બદલ ધન્યવાદ આ પણ પ્રેરણાદાયી
    Your joy is your sorrow unmasked.
    And the selfsame well from which your
    laughter rises was oftentime filled with your tears…
    When you are joyous, look deep into
    your heart and you shall find it is only
    that which has given you sorrow that is giving you joy.
    When you are sorrowful look again in
    your heart, and you shall see that in truth
    you are weeping for that which has been
    your delight

  6. Ramesh Patel

    સપ્તપદીની ઘડી શુભ મંગલા…વરશે પ્રભુ કૃપા થઈ સુફલા.

    ૮મી ડિસેમ્બરની આવી મીઠી યાદ…આપના કુટુમ્બીજનોને સદા ખુશનશીબ રાખે..એવી શુભેચ્છાઓ સાથે અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  7. પ્રિય પ્રજ્ઞા બેન
    તમારી અને બેન યામિનીની લગ્ન દિવસની એકજ તિથી લગ્ન ની , લગ્ન પાર્ટી માં ઘણો ખર્ચ બચી ગયો .તમારાં લગ્ન અમર અખંડ રહે આતાના . અંત:કરણના ઉમળકાથી આશીર્વાદ

    • તમારાં લગ્ન અમર અખંડ રહે આતાના . અંત:કરણના ઉમળકાથી આશીર્વાદ
      એ મોટી સંપતી છે
      બાકી અમારી વિધવા નાનીબેને મરણ પોટલી તૈયાર કરેલી અને તે સામગ્રી સાથે કાગળમા આખરી ઇચ્છા હતી તે પ્રમાણે અમે કરેલુ
      તે જીવતી હતી ત્યારે મને કહે તારે તો બે પોટલી તૈયાર કરવી પડશે…કોણ પહેલું જાય !
      મેં કહ્યું સીક્કો ઉછાળીએ અને કદાચ ઉભો રહે એમ………તો?

    • thank you very much dear pragna ben

  8. સાથે માંડ્યાં ડગ, અડગ શાં રાહમાં સાથ ચાલ્યાં !
    વીત્યાં વર્ષો સહજ, દીવસો–માસ સૌ સાથ મ્હાલ્યાં.
    લાંબો કાપ્યો પથ, હજી હજી દુર–સુદુર જાવું;
    દીધો સૌને જીવનભરનો સાથ, ખંતે નીભાવું.

    ધીરે ધીરે, અડગ પગલે, શાંત, નીરવ રવે, તો
    કર્મે–ધર્મે અ–કરમ રહી, પ્રાજ્ઞ થૈને હવે તો !

    – શુભેચ્છાઓ સાથે.

    • યાદ આવે રા પાના બે કાવ્યો
      પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે,
      માન્યું જેણે માટીને રતન જી;
      ભૂખ્યાં રહૈ જમાડ્યાં અમને, જાગી ઊંઘાડ્યા,એવાં
      કાયાનાં કીધલાં જતન જી.

      બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે
      ઘરથી બતાવી જેણે શેરી જી;
      બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,
      ડુંગરે દેખાડી ઊંચે દેરી જી.

      ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે
      જડ્યાં કે ન જડિયા, તોયે સાચા જી;
      એકનેય કહેજો એવા સૌનેય કહેજો, જે જે
      અગમ નિગમની બોલ્યા વાચા જી.

      ચોથા પરણામ મરા, ભેરુઓને કહેજો રે
      જેની સાથે ખેલ્યા જગમાં ખેલ જી;
      ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા;
      હસાવી ધોવરાવ્યા અમારા મેલ જી.

      પાંચમાં પરણામ મારા વેરીડાને કહેજો રે
      પાટુએ ઉઘાડ્યાં અંતર દ્વાર જી;
      અજાણ્યા દેખાડ્યા અમને ઘેરા ઉલેચાવ્યા જેણે
      ઊંડા ઊંડા આતમના અંધાર જી,

      છઠ્ઠા પરણામ મારા જીવનસાથીને કહેજો રે
      સંસારતાપે દીધી છાંય જી;
      પરણામ વધારે પડે, પરણામ ઓછાયે પડે
      આતમને કહેજો એક સાંઇ જી.

      સાતમા પરણામ, ઓલ્યા મહાત્માને કહેજો રે
      ઢોરનાં કીધાં જેણે મનેખ જી;
      હરવાફરવાના જેણે મારગ ઉઘાડ્યા રૂડા
      હારોહાર મારી ઊંડી મેખ જી.

      છેલ્લા પરણામ અમારા, જગતને કહેજો જેણે
      લીધા વિના આલ્યું સરવસ જી;
      આલ્યું ને આલશે, ને પાળ્યાં ને પાળશે, જ્યારે
      ફરી અહીં ઊતરશે અમારો હંસ જી.
      અને
      ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો, –
      ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
      કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
      સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!

      ધમાલ ન કરો, ધરો બધી સમૃધ્ધિ માંગલ્યની,
      ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
      ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો
      સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!

      ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
      રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
      અખંડ જ ભલે રહ્યું, હ્રદયસ્થાન તેનું હવે
      ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.

      મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,
      કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?
      અને
      દયિત, તું નિર્દય !
      પૂછું તને, મને આમ નોધાર,

      મૂકીને જવામાં શો જડ્યો સાર ?
      તું વદીશ ‘વિધિના એ લેખ’ !

      હા ! વિધિના એ લેખ !
      વજ્ર સજડ મારી જીવિત પે મેખ

      ઊખડે ન કષ્ટ ક્લિષ્ટ રેખ
      કાયકારાગાર તોડ્યે

      છૂટે નવ છેક.
      લહું આજ, પ્રિય !

      વારંવાર ગ્લાનિરંગે,
      લવ્યું નાહીં જે જે પૂર્વ તુજ સંગે

      તુંજને વરીને હું ન વિરહને વરી ?
      વિરહ, મારે પ્રેમનો પર્યાય.

      – હીરાબહેન પાઠક

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s