અમારા અનુભવો ભાગ ૪ લીમ્ફોમા/ લાયપોમા + ફીયોક્રોમોસાયટોમા

આ સાથે  આશરે ૩૦ વર્ષ કહેલાના  અનુભવની યાદ
       ૧૯૮૩માં મારા જમણા પગના  ભાગમાં એક ગાંઠ થવા લાગી. થોડા દિવસમા તો તે લીંબુ જેવડી થઇ . ડૉ ગાંધીને બતાવ્યું તો તેમને લીમ્ફોમા છે કે લાયપોમા ?  તે  માટે અમદાવાદ કેન્સર હોસ્પિટલ મા અભિપ્રાય અને સારવાર માટે ચિ પરેશ સાથે  ગયા તો અમારા મિત્ર ડૉ ચ્ંદુભાઇની દીકરી
ડૉ ફાલ્ગુની મળી .તેણે તપાસમા મદદની જરુર હોય તો જણાવવાનું કહ્યું
 તપાસ કરતા બ્લડપ્રેશર વધારે નીકળતા ફરી માપ્યુ તો ઓછુ નીકળતા ડૉ.ને ફીયોક્રોમોસાયટોમા ની શંકા થતા ૨૪ કલાકના પિશાબ તપાસની સલાહ મળી. ગાંઠને તપાસી કહ્યું કે આ ચરબીની ગાંઠ લાયપોમા છે .આધુનિક ચિકિત્સાશાસ્ત્રમાં આ ગાંઠ મટી જવા માટે કોઈ દવા નથી. તેથી ભવિષ્યમાં જો તેનાથી કાંઈ પીડા થવા લાગે અથવા તે મોટી થવા લાગે તો ઓપરેશન કરીને તે કાઢી નાખીશું. આ ગાંઠ માટે આયુર્વેદિક લેપ લગાડવા માટે કહ્યું. લગભગ ૧ મહિના સુધી, દિવસમાં ૨-૩ વાર આ લેપ ગાંઠ પર લગાડ્યો. થોડા દિવસો પછી તે વધવાનું બંધ થઈ ગયું અને તેનો આકાર ઓછો થવા લાગ્યો અને મહિનામાં તે પૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ. બીજી બાજુ વી એમ એ (vanillylmandelic acid)  પોઝીટીવ આવ્યો પણ ડૉ ફાલ્ગુની એ ફરી ટેસ્ટ કરવાનું કહ્યું તે પણ પોઝીટીવ આવતા ચિ પરેશ સાથે કહેવડાવ્યું કે હંમણા તે અંગે ફિકર કરવાનું છોડી દો પણ લીમ્ફોમાના ભૂતે તેની તપાસ માટે ખાખા ખોળા કરતા ખબર પડી કે—લ્યુકેમિઆ, લીમ્ફોમા અને મલ્ટીપલ માયલોમા આ ત્રણેય સૌથી વધુ જોવા મળતા બ્લડ કેન્સર્સ છે. આ બ્લડકેન્સર તોઇપણ નિયમિત ટેસ્ટ તે રિપોર્ટ દ્વારા અગાઉથી પકડી શકાતા નથી. મોટા ભાગે બ્લડ કેન્સરમાં સામાન્યપણે ખુબ જ થાક લાગવો, કફ, તાવ, રાત્રે ઠંડી લાગવી, હાડકામાં દુખાવો, ચામડી ખેંચાવી, મોઢામાં ફિક્કાશ, વજન ઓછુ થવું આ બધા પ્રાથમિક લક્ષણો છે. કેન્સર કોઇપણ ઉંમરે થઇ શકે છે. બ્લડ કેન્સરની ટ્રીટમેન્ટ માટે આજે કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી અને રેડીએશન અથવા બોનમેરો કે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન દ્વારા કરવામાં આવે છે. બોન મેરો મોટી સર્જરી નથી. અને સ્ટેમ સેલ ડોનરને આનાથી કોઇ નુકસાન પણ થતું નથી. બાળકોમાં છેલ્લા ચાર વર્ષથી સવૉઇવલ રેટ ૩૦ ટકાથી ઘટીને ૮૦ ટકા થયો છે. હાલ કેન્સર સામે જંગ તો શરૂ કરી દીધી છે પણ લડાઇ જીતવા હજુ ઘણું સંશોધન કરવું પડે તેમ છે.
આ અંગે કોઈ ફરીયાદ  નથી પણ અમારા વર્જીનીયાવાળા સ્નેહી ગયા મહીને ગુજરી ગયા તેથી મલ્ટીપલ માયલોમા અંગે જાણેલી માહિતી હવે પછી ૫ મા

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “અમારા અનુભવો ભાગ ૪ લીમ્ફોમા/ લાયપોમા + ફીયોક્રોમોસાયટોમા

 1. આપના જાત અનુભવની આરોગ્યની વાતોમાંથી જાણવા મળ્યું.

  કેન્સર માટે હાલ ઘણી રીસર્ચ ચાલી રહી છે પણ હજુ એ જંગ જીતાયો નથી.

  જીતાય એવી આશા રાખીએ

 2. pragnaju

  જાત અનુભવ મા વિવિધ શક્યતાઓમા તપાસ કરતા હજુ સુધી મહા વ્યાધીમા સપડાયા નથી પણ દરેક વખતે ચોક્કસાઇ અને બને તેટલો અભ્યાસ કર્યો હોય તો સારું રહે.જો કે સારવાર પધ્ધતિમા પ્રગતિ જણાય છે.
  બીજા વ્યાધીમા ડૉ ડીન ઓર્નીશ ની ખોરાક અને કસરત દ્વારા બાયપાસ ધ બાયપાસ સર્જરી અને બીપી ડાયાબીટીસ મટાડવાની વાતમા ઘણું તથ્ય લાગે છે.સ્ટેમ સેલ બાદ
  યોગની પધ્ધતિથી માંદા સેલની મૅમરી બદલવાના પ્રયોગ સફળ થાય તો ઘણી પ્રગતિ થાય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s